એહતેમામે ગદીર

વાંચવાનો સમય: 7 મિનિટ

કોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે?

શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે?

શા માટે શીઆ લોકો ગદીરના જશ્ નને ખુબજ આકર્ષણ સાથે અને ખુબજ મહત્તાની સાથે આયોજન કરે છે? ઉજવણી કરે છે?

૧૮ ઝીલ્હજ્જ તે મહાન દિવસની યાદ અપાવે છે જેને આપલે શીઆ લોકો ગદીરના નામથી યાદ કર્યે છીએ અને આ દિવસે આપલે ખુબજ હર્શોલ્લાસના વાતાવરણની સાથે આનંદિત થઈને ખુશીઓને વ્યક્ત કરીએ છીએ. ત્યાં સુધી કે અમુક લોકો આ હર્ષોલ્લાસ જશ્ ના મૌકા ઉપર તેના શુભ પ્રસંગની ઉજવણીની તય્યારી ખુબજ અગાઉથી આરંભી દે છે જેથી તેને પહેલા કરતા સારી રીતે ઉજવી શકે અને એ કાર્યમાં કેટલાય (ઘણા બધા) સંશોધકો અને બુધ્ધીશાળીઓની મેહનતો અને પ્રયત્નો ખર્ચાય જાય છે.

સવાલ:

આના બારામાં ક્યારેક ક્યારેક એવો વિરોધ કરવામાં આવે છે કે છેવટે શા માટે આના બારામાં એટલી શારીરિક અને માનસિક તાકત અને મેહનતોને ખર્ચે કરવામાં આવે છે જયારે કે આજ મેહનત અને તકલીફ કૌમ તેની આર્થીક સ્થિતિ અને ઇલ્મ (જ્ઞાન)ના ક્ષેત્રોમાં અને તેની નબળાઈ અને ઉણપ દુર કરવામાં ખર્ચ કરે તો આજે ઇલ્મ (જ્ઞાન)ની માપદંડમાં પછાત રેહેલો મુસલમાન દુનિયાની પ્રગતિ પામેલ કૌમો અને દેશોની બરાબરી કરી શકે છે અને ફક્ત એક ગદીરના જશ્ નના માટે આટલો બધો બંદોબસ્ત / વ્યવસ્થા કરવામાં આવે છે. છેવટે દર વર્ષે ગદીરના વાકેયાનું પુનરાવર્તન કરવું અને પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ના પછી અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની બીલા ફસ્લ જાનશીનને સાબિત કરવાનો આગ્રહ સુધી ઇનસાની સમાજની રોજ બરોજની મુશ્કેલીઓમાંથી કઈ મુશ્કેલીનો નિવારણ કર્યું છે? અથવા મુસલમાનોની ઘણી બધી સમસ્યાઓમાંથી કઈ સમસ્યાને દુર કરેલ છે? શું એ સારું નહિ કેહવાય કે આજે આપણે આપણી ખૂબીઓ અને લાયકાત સોચ અને વિચારસરણીથી રોજ બરોજ ઝીન્દગીની હંમેશા માટે બની ગયેલી અલગ અલગ મુશ્કેલીઓનો ઉપાય મેળવ્યો અને વીતી ગયેલી હાલત અને સમસ્યાઓને આજ દિવસોના લોકોના વિચારો અને હાલતોના ઉપર મૂકી દેવું અને આજની (વર્તમાન) અને આવતી કાલની (ભવિષ્ય)ની શોધમાં બધાજ સાથે મળીને આગળ પગલા ઉપડ્યે?

આ કોઈ નવો વિરોધ નથી શીઆ ઈસ્નાઅશરી મઝહબના વિરોધીઓ આ પ્રશ્નોને દરેક યુગમાં / સમયમાં અલગ અલગ પ્રકારે લોકોના દિલોમાં અને દિમાગમાં ફેલાવી દીધો છે પરંતુ આજે આ સવાલ આપણને પહેલા કરતા વધારે વિચારવા માટે આમંત્રણ આપે છે અને તેના બંધ રસ્તાના કારણે એટલેકે તેમના નકારાત્મક વલણના અસરનું પ્રમાણ થવાના બારમાં ઊંડાણથી કોઈ મજબુત પગલા ઉપાડવાની જરૂરત છે.

આશ્ચર્ય અને અચંબો અને ખુબજ આકર્ષક પણ છે કે શીઆ મઝહબના વિરોધીઓ, શીઆ વિચારસરણીના પ્રમાણે અંજામ પામનાર બધીજ મેહફીલો અને જશ્ ન વગેરેની વિરોધમાં આજ બહાના રજુ કરે છે. પરંતુ આ લોકોએ આ ચાલને ઇસ્લામના દુશ્મનોથી શીખ્યું છે કારણકે જયારે ઇસ્લામ અને કુરઆનના દુશ્મનો ઇસ્લામના ઉપર આરોપ કરે છે તો આજ પ્રકારના સવાલો મુકે છે. જેમકે તેઓ કહે છે કે શા માટે આટલી તાકત અને કુવ્વત અને મઝહબી પુંજી અને રીતરીવાજો જેમકે નમાઝ, રોઝા, કુરઆનની કિરઅત  વગેરે માં ખર્ચ કરે છે, અને શા માટે દેશની ભૌતિક વિકાસ અને કૌમની પ્રગતિ માટે કેમ ખર્ચ નથી કરતા જેથી દુનિયાની સપાટી પર એ કૌમોની સાથે તેમની ગણત્રી કરવામાં આવે જેને આજે પ્રગતિશીલ કૌમ તરીકે ગણવામાં આવે છે. સાચું કહો દર વર્ષે ખુદાની (ખાનએ કઅબા) ઝિયારત અને કુરઆન અને ઇસ્લામની સચ્ચાઈ સાબિત કરવાના પ્રયાસમાં આજ સુધી રોજ બરોજની મુશ્કેલીઓ અને તકલીફોમાંથી કઈ મુશ્કેલીનો ઉપાય મેળવી શકાય છે?

આ વિરોધનો પરીક્ષણ કરવા માટે (તપાસવા માટે) બે બાબતો તરફ ધ્યાન દોરું છુ.

(૧) કોઈપણ હુમલાનો / કાર્યનો તેના ફક્ત ભૌતિક પાસાનો દ્રષ્ટિકોણથી જોવું જોઈએ એટલેકે અગર કોઈ વસ્તુ લાભદાયક હોય તો ફક્ત તેનું લાભદાયક હોવું તે ભૌતિક નથી રહેતું.

(૨) કોઈપણ વાકેયા અથવા ઘટનાનું ઐતિહાસિક હોવાના કારણે તેની અગત્યતાનો અંત નથી આવી જતો. જ્યાં સુધી પહેલી બાબત છે તો જાણવું જોઈએ કે ઇલ્મ અને બુધ્ધીમતાની બાબત એવી છે કે જ્યાં એક ખાસ પ્રકારની હવા અને માહોલ પ્રતિનિધિત્વ કરે છે. આજે પણ પશ્ચીમી દેશોના મુખ્ય અને વિશ્વાસપાત્ર યુનિવર્સીટીમાં જે ટેક્નોલોજની દ્રષ્ટિ એ પણ જે ખુબજ આગળ પડતી છે. એરીસ્ટો અને અફલાતુનની ફીલોસોફીનો દર્સ આપવામાં આવે છે અને યુનિવર્સીટીના અકલમંદ લોકો દલીલો અને દર્સમાં ગળાડૂબ રહે છે. આપણે જોઈએ છીએ કે આ મહાન લોકોની વિચારધારાથી ફાયદો ઉપાડતા આગળ સફળતા મેળવી રહ્યા છે અને તેમના કાયદા કાનૂન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો એક ભાગ બની ગયો છે, જેનાથી ફાયદો ઉપાડી રહ્યા છે અને આ તેમની એક ખાસ ઓળખ બની ગઈ છે.

દરેક માઁ-બાપ પોતાના બાળકને સાચું બોલવાની નસીહત કરે છે (આમંત્રણ આપે છે) અને જુઠું બોલવાને ખરાબ ગણે છે અને તેમના બાળકોને આ બાબતથી દુર રેહવાનું કહે છે, તો શું આ પ્રકારની તાલીમ ઇન્સાનની ઝીંદગીના માટે ઉપયોગી / લાભદાયક નહિ કહેવાય અને શું આનું લાભદાયક હોવું તે ભૌતિક છે.

દુનિયાના તમામ ઈન્સાની સમાજમાં લોકો જે પસંદ કરવા લાયક બાબત નથી તેને નુકસાનકારક અને તકલીફદાયક તરીકે ગણતરી કરે છે. દરેક વ્યક્તિ એક બીજાને કચડાએલા (મઝલૂમ)ની મદદ કરવાની ભલામણ કરે છે. દુનિયાનો એવો કોઈ વ્યક્તિ હોય કે જે ઇન્સાનની અખ્લાકી શિક્ષણ અને ઈન્સાનના સમાજની સુધારણા અને સફળતામાં શંકા કરે? આજ રીતે કૌણ છે એ જે આ કહે કે જુઠ બોલવું અને સાચ્ચું કહેવું તે સુરજ અને ચાંદને સંમોહિત કરી દેવાનું માધ્યમ છે. બલકે કોઈપણ આ બાબતનો સ્વીકારનાર નથી.

આજ બાબતને હું બીજી રીતે રજુ કરું છુ જેથી ખ્યાલ આવી જાય કે કોઈપણ બાબતને ફક્ત ભૌતિકતામાં સીમિત નથી નથી થઈ શકતી.

દરેક મુસલમાન ખાનદાનમાં ઓછામાં ઓછી કુરઆને કરીમની એક પ્રત આસ્માની કિતાબ અને ઇલાહી કિતાબને કારણે રાખવામાં આવે છે અને લોકો તેને સમયના અનુકૂળતા પ્રમાણે વાંચતા રહે છે. જયારે કે બધાજ મુસલમાનો આ વાતને સારી રેતી જાણે છે કે ના ફક્ત તેનું વાંચવું (કિરઅત કરવી) બલ્કે તેના અર્થોમાં ચિંતન મનન કરવું અને તેના ધ્યાનપૂર્વક વિચારવાથી બાહ્ય રીતે તેની ભૌતિક તકલીફોમાંથી કોઈ એક તકલીફનો પણ હલ નથી મળ્યો. પરંતુ એક સત્ય બાબત છે અને હકીકત છે કે આપણે કુરઆનની તિલાવાતથી આશા રાખીએ છીએ કે, બલ્કે આપણું ઈમાન છે કે તે આપણને હિદયાત કરશે, અલ્લાહથી આપણને નજદીક કરશે અને આપણે તેને ખુબજ અસાધારણ મરતબો આપીએ છીએ. જેનો ભૌતિકતાથી કોઈ સરખામણી થઈ નથી શકતી.

આજ પ્રમાણે બીજી પણ એક વાસ્તવિકતા (સત્ય બાબત) છે કે જેનો સંબંધ ભૂતકાળના સાથે પણ છે અને આવનારા (ભવિષ્ય) સમયમાં પણ અને તેની ખુબજ વિશેષતા પ્રસ્થાપિત છે કે જેને “મઆદ” કહેવામાં આવે છે. કયામત અને હશ્રનો દિવસ અને તેની બધીજ ખૂબીઓ તે દિવસના બારામાં છે કે જેનો ઉલ્લેખ કુરઆનમાં થયેલ છે. આ એટલી બધી અગત્યતા ધરાવનાર બાબત છે કે આપણને બધાને પ્રથમથીજ તેના તરફ આકર્ષિત કરી લે છે. આપણે બધા એ બાબતનો પ્રયત્ન કર્યે છીએ કે કંઇક એવી રીતે આમાલ બજાવી લાવીએ કે આપણે દોઝખની આગથી બચીને રહીએ. મઆદના સંબંધિત આયતોની તિલાવત એવીજ રીતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની મઆદના સમજુતીની બારમાં રીવાયાતો આપણને એ બાબતના તરફ ધ્યાન નથી દોરતું કે મઆદ એક હંમેશાથી પાછલા સમયથી છે અને બીજી તરફ તેનું આપણી ઈલ્મી અને પ્રગતિમાં કોઈપણ પ્રકારની રુકાવટ નથી?

કયામત અને મઆદના માટે મુસલમાનોની ઝીન્દગીમાં વર્તણુંક અને (ગુફ્તાર)માં જે છાપ અને અગત્યતા પુરવાર છે તેને રદ કરવો શક્ય નથી બલ્કે આ તે બાબત છે કે અગર જો તેને રદ કર્યે તો ઇસ્લામના ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. પરતું તેમ છતાં મઆદનું અગત્ય હોવું અને એક મુસલમાનના  ઉત્તમ દસ્તાવેજમાં મઆદનું એક અગત્યની છાપ હોવું એક અલગ બાબત છે, જેનું ભૌતિકતાની સાથે કોઇજ સંબંધ નથી (જોડાણ નથી). મઆદ અગત્યતા ધરાવે છે પરંતુ ભૌતિક નથી. જેથી અત્યાર સુધીના બધાજ દ્રષ્ટાંતોથી આ બાબત સાબિત અને ઉજાગર થઈ જાય છે કે આ વાત સીધ્ધાંતિક રીતે ખોટી છે કે કોઈ હુકમનો ઉપયોગીતા અથવા તે હુકમનું અગત્ય હોવું તેની ભૌતિક પાસમાં હોય છે કે તે ભૌતિક હિસાબથી જેટલો ઉપયોગી યશે તેટલોજ અગત્યનો થશે. દરેક વસ્તુને ભૌતિક દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ.

આજ પ્રમાણે કોઈ પ્રણાલીકાનું ઐતહાસિક હોવું તેની અગત્યતા ઓછી હોવાની કોઈ દલીલ નથી બની શકતી.

અગર આપણામાંથી દરેકને ઇસ્લામના બારામાં થતા સવાલોનો સામનો કરવો પઢે તો ચોક્કસપણે આપણે જવાબમાં આપ (સ.અ.વ.)ની દાવત અને તબ્લીગ અને ઇસ્લામના શરુઆતના સમયમાં બનેલા ઘટનાઓનો સાથ લઈને અને ખુદાવંદે આલમના કાયદા અને અર્થની સમજુતી કરવા માટે તૈયાર રહીશું. આ હાલતમાં આ વાત એકદમ સ્પષ્ટ અને પ્રકાશિત છે કે જવાબમાં કહેવામાં આવશે કે ઇસ્લામનો અસ્તિત્વ અને તેની શરુઆતના બારામાં વાતચીત કરવી ખરેખર વીતેલા સમયમાં પગ મુકવો કહેવામાં આવશે, જાણે આજે જે ખેડવામાં આવી હતી. સવાલ એ છે કે શું ઈતિહાસની પાછુ ફરવું અને આ પ્રકારના લોજીકલ વાતો અને અકલી વાતો કરવી બેકાર છે, બેહુદા અને શું તે નકામી છે?

આપણે દુનિયામાં એવા ઘણાય ઐતહાસિક બનાવોમાં પણ અમુક બાબતોને જોઈએ છીએ જે ક્યારેય ભૌતિકતાના બાબતથી ઉપયોગી નથી હોતું, પરંતુ દુનિયાની કૌમો તેને એક ખાસ પ્રકારની મહત્વની દ્રષ્ટીએ જોવે છે. આપણે બધાજ હિન્દુસતાનના લોકો છીએ અને આપના દેશની સરહદના બારામાં ખુબજ સાવચેત છીએ. પ્રમાણીકતાથી જોવામાં આવે તો કોણ એવો માણસ છે કે જે આ બાબતને સ્વીકારેકે આપણા દેશનો કોઈ પાડોશી દેશ અથવા બીજો કોઈ દેશ આપણા વતનની ઝમીનનો એક ટુકડો પણ તેમના દેશમાં ભેળવી દે અને સરહદ સીમાને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે. ક્યારેય નહિ, આવું ક્યારેય કોઈ સ્વીકારવા માટે તય્યાર નહિ થાય.

ગદીરનો બંદોબસ્ત:

શીઆ લોકો ગદીરના બારામાં જે કઈ કર્યો અંજામ આપે છે અથવા જે કાઈપણ બયાન કરે છે (વર્ણવે છે) તે આજ ડહાપણ / શાણપણ અને હેતુના આધારે છે; શીઆ એટલા માટેજ ગદીરને અગત્યતા આપે છે અને તેને માનનીય અને બરકતનું કારણ જાણે છે કારણકે આ એક અકીડો છે જયારે કે આ ઐતહાસિક સચ્ચાઈ છે કે જેનો સંબંધ ભૂતકાળના સમયની સાથે છે. પરંતુ આ એક એવી હકીકત છે અને એક એવી ઘટનાનું વર્ણન કરે છે કે જેને ઇસ્લામના દામનથી ક્યારેય પણ અલગ નથી કરી શકાતું અને તે ઈમામત અને વિલાયત છે કે જે દીને ઇસ્લામનો એક જરૂરી સ્તંભ છે કે જેમાં દીન અને દુનિયા બંનેની ભલાઈ છુપાએલી છે. આ સંબંધથી જોવા જઈએ તો ગદીરનો સંબંધ દરેક સમય અને સ્થાનની સાથે સંકળાયેલ છે.

આ અલી બિન અબી તાલિબ (અ.સ.) મારા ભાઈ, વસી, જાનશીન અને મારા પછી ઈમામ છે. તેઓ ખુદા અને રસૂલના પછી તમારા જીવો (નફ્સો) પર અધિકાર ધરાવે છે.

ખરેખર હઝરતે ખત્મી મરતબતે પ્રકાશમય વાકયોને ગદીરના દિવસે કહ્યા હતા, એજ ગદીરે ખુમ કે જેના નામના સાથે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત અને મોહબ્બત દિલો દિમાગમાં ઉતરી જાય છે. જે પ્રમાણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની બેઅસતની ઘટના ચોક્કસ અને આવશ્યક છે બિલકુલ તેજ પ્રમાણે ગદીરની ઘટના પણ આવશ્યક અને ચોક્કસ છે. જેના સ્ત્રોતનું અને વર્ણન ઇતિહાસના પુસ્તકોમાં ખુબજ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

શું આ હકીકત અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો ખાસ બંદોબસ્ત આપણને આ બાબતના માટે તૈયાર નથી કરતો કે આપણે ગદીરના માટે ખાસ તૈયારી કરીએ અને ધ્યાન આપીએ અને તેને કબુલ કર્યે. જે દિવસે આપ (સ.અ.વ.) એ ખુદાવંદે આલમના હુકમથી અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફરમાબરદારીને દરેક અરબ અને અજમ, નાના અને મોટા, ગોરા અને કાળાના ઉપર વાજિબ ઠરાવવી હતી. ગદીરના દિવસે આપ (સ.અ.વ.) એ ઘણા બધા હુકમોને અને ફરમાનોને લાગુ પડ્યા હતા. તેમના વિરોધીને મલઉન ગણવામાં આવ્યા અને તેમના ચાહવાવાળાઓને સફળતા મેળવનાર ગણ્યા અને અલી (અ.સ.) ને સફળતા પામનાર કહેવામાં આવ્યા છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ તેમને બધાજ લોકો કરતા સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચતમ ગણ્યા છે. તેમના માટે ઘણી કુરઆનની તફ્સીરમાં પણ આપ (સ.અ.વ.)ની ઉત્તરાધિકાર અને તેમના (સ.અ.વ.)ની ઇલ્મના ઉપાડનાર તરીકેની ખાસિયતો વર્ણવેલી છે. હઝરત અલી (અ.સ.)નો અધિકાર તરીકે સ્વીકાર હિદાયત છે અને તેના દુશ્મનો પર લઅનત અને ખુદાવંદે આલમનો કહેર અને સજા છે. આમ આ અમીરુલ મોઅમેનીન (અ.સ.) છે. આ અલી (અ.સ.) ની અમુક વિશેષતાઓ છે જેને હઝરતે ખત્મી મરતબતે લોકોના સમક્ષ વર્ણન કર્યા હતા.

તો પછી હ. અલી (અ.સ.)ની મઅરેફ્ત અને ઓળખના માટે પ્રયત્નો કરવા અને લોકોને તેમની મઅરેફતથી નજદીક કરવા શું ઇસ્લામ અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના બારામાંના અકીદાના પાયાને મજબુત કરવું નથી ? અને જયારે તેમને જાણી લીધા અને ઓળખી લીધા કે આ અમીરુલ મોઅમેનીન ખુદાવંદે આલમ તરફથી ઈમામ અને વલી છે તો તે દિવસ કે જે દિવસે ખત્મી મરતબત તેમને ઓળખાવીને પોતાના તબ્લીગ અને હિદાયતના મિશનને પૂર્ણ કર્યું. અમીરુલ મોઅમેનીનના ખુત્બા ગદીરના એહતેમામ (તૈયારી) માટે:-

ગદીરની તૈયારી અને તેને ધ્યાનાકર્ષિત સ્વરૂપમાં પુર્ણ કરવામાં એહલેબૈત (અ.મુ.સ.)ના તરફથી ઘણી બધી હદીસો વર્ણવવામાં આવે છે. નમુના સ્વરૂપે, અમીરુલ મોઅમેનીન (અ.સ.)નો ગદીરના ખુત્બાનો અમુક ભાગ અહિયા વર્ણવીએ છીએ.

તમારા ઉપર ખુદાની રેહમત થાય! ખુત્બાના પછી તમે લોકો તમારા ઘરે જાઓ તો તમારા ઘરના લોકોના માટે ખુશાલી અને વુસઅત (વધારે પ્રમાણ)નો બંદોબસ્ત કરો, તમારા ભાઈઓ સાથે નેકી કરો અને ખુદાવંદે આલમે જે તમને નેકી અતા કરી છે તેનો તમે શુક્ર અદા કરો, ખુદાએ આપેલી નેઅમતોના થકી એકબીજાને ભેટ માટે પેશ કરો. જેવી રીતે કે ખુદાવંદે આલમે તમારા ઉપર એહસાન કર્યો છે અને આ દિવસની નેકીના બદલાને આગળની અને આવનારી ઇદોના મુકાબલામાં અમુક બરોબરી આપવામાં આવી છે.

આ દિવસે નેકી કરવાના કારણે માલ અને ઇઝઝતમાં વધારા થવાનું કારણ થશે, ઉમ્રમાં વધારો  થાય છે. આ દિવસમાં એકબીજાથી મોહબ્બત કરવી અને માયાળુપણાનું પ્રદર્શન કરવું ખુદાવંદે આલમનો કૃપા હાસિલ કરવાનો અને બક્ષીસો પામવાનું કારણ બને છે. આ દિવસે ઘરવાળાઓ, સગાસંબંધીઓ અને ભાઈઓના માટે ખર્ચ કરો અને તેઓની મુલાકાત માટે ખુશી વ્યક્ત કરો અને પ્રસન્નતા / આનંદ વ્યક્ત કરવાનો સબુત આપીએ.

આ દ્રષ્ટિકોણથી આ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે ગદીરનો બંદોબસ્ત કરવો વ્યર્થ કાર્ય નથી અને ન  તો તેને બિનઉપયોગી કહી શકીએ છીએ.

અને અગર તે મઆઝઅલ્લાહ વ્યર્થ અને બિનઉપયોગી ગણીએ છીએ તો શું આ અલ્લાહ તઆલાની નિમણુંક અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વર્ણનને અગત્ય ન આપવું અને તેનાથી મોઢું ફેરવી લેવું નહિ કહેવાય?

ચોક્કસપણે આપણે એહલેબૈત (અ.મુ.સ.) ના ફરમાનોની રોશનીમાં આપણે ગદીરનો બંદોબસ્ત કરીએ કે અગર દેખીતી રીતે જાહેરી રીતે તે ભૌતિકતાથી ખાલી હોય. પરંતુ ખુદાવંદે આલમની બારગાહમાં નજદીકી પ્રાપ્ત કરવાનું કારણ છે. ગદીરનું ઐતિહાસિક હોવામાં અને તેની એહમીય્યત / અગત્યતામાં થોડો પણ ઘટાડો કોઈપણ કારણસર નથી થઈ શકતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*