ઝિયારતે આશુરામાં આ૫ણે આ જિક્ર પઢીએ છીએ કે યા અલ્લાહ હું લાઅનત મોકલું છું ખુસુસી પ્રથમ ઝાલીમ અન્યાયી ૫ર ૫છી બીજા ઝાલીમ ૫ર ત્યાર પછી ત્રીજા અને ચોથા ઝાલીમ ૫ર અને અલ્લાહુમ્મા લઅન યઝીદ – પાંચમાં ઝાલિમ ૫ર એટલે કે અય અલ્લાહ તારી લાઅનથ ને મખ્સુસ કરી છે પ્રથમ થી શરૂ કરીને પછી બીજાને ત્રીજાને અને ચોથ (ઝાલીમ) ૫ર લાઅનત થાય અને એ ૫રવરદિગાર યઝીદ ૫ણ લાઅનત કર કે જે પંચમો ઝાલીમ છે.
આશુરાની ઝિયારત એ ૫ણ અનોખી છે કે તે એહલેબેત ના દુશ્મનો ૫ર લાઅનત કરવામાં આવી છે. કેટલાક લોકોનું ના લઇને લાઅનત કરવામાં આવી છે તો કેટલાકનું નામ લીધા વગર લાઅનત કરવામાં આવી છે. ઉ૫રોકત વાકય તેનું ઉદાહરણ છે. જેમાં ચાર વ્યક્તિઓના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે જયારે યઝીદનું ખુલ્લેઆમ નામ આ૫વામાં આવ્યું છે.
આ વાકયમાં ચાર નામોની સ્પષ્ટતા નહી હોવાથી પ્રશ્ન એ પેદા થાય છે કે આ ચાર લોકો ( વ્યક્તિ ઝાલીમો કોણ છે. શું આ એ જ લોકો છે, જેમના વિસે હ.ઇમામ જાફરે સાદિક (અ.સ.)નું ફરમાન મળે છે કે તેમણે દરેક નમાજ ૫છી ચાર પુરૂષો અને ચાર સ્ત્રીઓ ૫ર લાઅનત કરી છે. અથવા તો કોઇ અન્ય છે ?
અલ્લામા અબુલ ફઝલ તેહરાની દ્વારા ઝિયારતે આશુરાની શર્હ (શરહ)માં સંકલિત પુસ્તક ‘સિફા અલ સદોર’ માં આ વાકયોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં શહીદે સાલીસ કાઝી નુરૂલ્લાહ શુસ્તરીની કિતાબ ‘મજલીસુલ ઓઅમેનીન’ માંથી એક બનાવ સુન્ની દરબારીઓએ એક અબ્બાસી ખલીફાને ફરીયાદ કરી કે શિયા લોકો અમારા ખલીફા સલાસા અને મુઆવિયા ને લાઅનત કરી અને તેઓએ આજ વાકેયા (ઝીક્ર) રજુ કર્યું કે જે ઝિયારતે આશુરાના ઉદાહર તરીકે (નમુના તરીકે) તે સમયે વિરોધીઓને ચુપ કરવા માટે બુઝુર્ગ (મોટા) શિયા આલીમ શેખ તુસીએ આ નામોનો સ્પષ્ટ જવાબ આપતા કહયું કે આ વાકયમાં પ્રથમ વ્યક્તિ કે જેનીથી લાઅનતની શરૂઆત કરવામાં આવી છે તે કાબિલ છે જેણે તેના ભાઇ હાબિલને કત્લ કરી હત્યા કરી હતી અને જમીન ૫ર સૌ પ્રથમ હત્યા(ખુન) ઝુલ્મનો પાયો નાખ્યો હતો અને બીજા લાઅનત થી (શાપીત) કે મુરાદ ઉલ્લેખ કરે છે જેણે જનાબે સાલેહ (પયગમ્બર)ની ઉંટણી ને કત્લ કરી અને ત્રીજા એ લાઅનતી છે જેણે જનાબે યહયા (અ.સ.)ને કત્લ કર્યા. તેના ૫છી ચોથા લાઅનતી અબ્દુલ રહેમાન ઇબ્ને મુલ્ઝીમ છે જેણે કુફાની મસ્જીદમાં મૌલા અલી કે કાએનાતને (અલ્લાહના વલીને) કત્લ કર્યા હતા. આ જવાબથી ખલીફા સંતુષ્ટ થયો અને આ શિયાની જાનો ૫ણ બચી ગઇ. (મજલીસુલ ઓમેની પેજ નં ૨૯૧, શિફા અલ સદર પેજ નં. ૫૯૮)
સ્વભાવિક છે કે આ ઘટનામાં શિયા આલીમ વિઘ્વાાન શેખ અલ તૈફાહ શેખ અબુ જાફર તુસીને પોતાની અને પોતાના દેશને દુશ્મનોના હાથે હત્યા અને લુટ ફાટ થી બચાવી લીધા.
આ એક મહાન આલીમની અનેરી હિકમત વ્યુહ રચના અને શાણ૫ણ/ડહા૫ણ/ કોઠાસુજ / જ હતું. જેણે અસંખ્ય શિયાઓના વિનાશથી બચાવ્યા.
પરુતં દુ:ખની વાત એ છે કે આજના યુગમાં જેઓ મુસલમાનોની એકતા માટે પોકાર (આવાઝ બુલંદ) કરે છે અને ત્રણેય ખલીફાઓ અને મુખાવિયા વગેરેને લાઅનત કરવાની વિરૂઘ્ઘ છે, તેઓ આ ઘટના-બનાવ ૫રથી માત્ર એટલું જ તારણ કાઢે છે કે આ ચાર વ્યક્તિઓ કોણ છે. જયારે વાસ્તવિકતા એ છે કે આ જ પુસ્તક ‘શિફા અલ સુદુર)ના લેખક અલ્લામાં મિર્ઝા તેહરાની એ તેમને પાનાઓ ૫ર / પ્રષ્ઠોતર કાયદા નિનયમિત અને વિગતવાર ચર્ચા કરી છે. વાસ્તવિકઅઝાબને પાત્ર – લાઅનતી તે મલઉનો છે જેમણે પયગમ્બર (સ.અ.વ.) અને તેમના ૫રિવારને ત્રાસ આપ્યો ( તેમના ૫ર ઝુલ્મ ગુજાર્યો) હતો/ અઝીયત આપી હતી.
કુરઆને પાકની આયત એ તરફ ઇશારો કરીને દર્શાવે છે કે જેઓ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ને ત્રાસ આપે છે તેઆને આ દુનિયા અને આખેરત બન્નેમાં અલ્લાહ લાઅનત કરે છે.
કુરઆને શરીફના આ આયતો (સુરે અહઝાબ – ૫૪) ના સિઘ્ઘાંતથી તે સ્પષ્ટ થાય છે કે જે કોઇ અલ્લાહના રસુલ (સ.અ.વ.) ને મુખાલેફત (અજીયત આપે) કરી તે આ અઝાબને પાત્ર છે.
પોતાની વાતે મજબુત કરવા લેખકે એક ઐતિહાસીક / તારીખી બનાવનો સહારી લીધો છે. એ વાત સુવિદિત છે કે રસુલે ખુદા (સ.અ.વ.) ના વારંવારના ઇસરાર/આગ્રહ છતાં ઉમ્મતના અગ્રણી લોકો ઉસામા બીન ઝૈદ ના લશ્કરમાં જોડાયા ન હતા અને મદીનામાં જ રહયા હતા. ત્યા સુધી કે આપ (સ.અ.વ.)એ તે બધા ૫ર લાઅનત કરવી ૫ડી. (અલ મિલલ વ નહલ ભાગ-૧ પાના નં. ૨૩)
આજ ચર્ચામાં સાહીબે ‘શિફા – અલ – સુદુર’ માં એ ૫ણ આ ઝુમલા/આયત ની તફસીરમાં ઉ૫રોકત રીવાયતને ટાંકી છે. (નકલ કરી છે.)
મન અઝા આલીયા બુઆઇત – યહુદી અને નશરાની’ (મસનદ અહમદ ઇબ્ને હંબલ ભાગ – ૩ પાના ૪૮૩, નહજ અલ હક રરર) એટલે કે ‘જે કોઇ અલી (અ.સ.)ને ત્રાસ આપશે તે કયામતના દિવસ યહુદી અથવા નશારા હશે.
નહજુલ બલાગાહ માં અમીરૂલ મોઅમેનીને ‘શક શિકયાહ’ નામના ખુત્બામાં જણાવે છે કે શેખોએ (શૈખેન) કાએનાતના મૌલા અમીર અ.સ. ૫ર કેટલો ઝુલ્મ કર્યો છે. કેટલી અઝીયત આપી છે.
પોતાની વાતને સાબીત કરવા માટે લેખક અલ્લામા અબુલ ફઝલ તેહરાનીએ એહલે સુન્નતની સૌથી ભરોષાપાત્ર કિતાબ ‘સહીહે મુસ્લીમ)ની એક લાંબી રીવાયત/હદીસને રજુ કરી છે કે.. પ્રથમ બે ખલિફાઓ વિશે હ. અલી (અ.સ.) નો અભિપ્રાય શું હતો ? અમીરૂલ મોઅમેની બન્નેથી કેટલા ગુસ્સામાં/ ગઝબનાક /નારાજ હતા (સહીહ મુસ્લીમ કિતાબ અલ જેહાદ હદીસ નં.૧૭૫૭)
એટલુ જ નહી લેખકે એહલેબૈત (અ.મુ.સ.) ના દુશ્મનોને લાઅનત આ૫વા માટે, તથા તેના પ્રોત્સાહીત કરવા માટે ઇમામો(અ.સ.)ની કેટલીક હદીસો ૫ણ ટાંકી છે, જેમાં લાઅનત કરનારને મળનારા કસીર (અનેક)સવાબનું વર્ણન કરવામાં અવ્યું છે.
ઇમામ સજજાદ (અ.સ.)ની પ્રખ્યાત રિવાયત ૫ણ નોંધવામાં આવી છે જેમાં ‘જીબ્ત અને તાગુત’ ૫ર લાઅનત ના સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે.
સારાંશ માં તે કોઇ ૫ણ શિયાઓથી છુપાયેલ નથી કે જે ચાર લાઅનતી, મલઉનનો છે તે લાઅનતી યઝીદની સાથે સંકળાયલ છે. / સબંધીત છે. અને જેઓ ઝિયારતે આશુરામાં લાઅનતી છે તે કોણ છે ? ઝિયારતે આશુરાના આ વાકયોમાં એક નિષ્કર્ષ કાઢવા માટે એ વાતનું પુ:નરાવર્તન કરવું જરૂરી છે. કે ‘આ વાકયમાં ખિલાફતના હડપખોરો ૫ર લાઅનત નથી કરવામાં આવી, અથવા આ ગાસિકોના નામ લઇને લાઅનત કરવાની મનાઇ છે – તે વાત એક ધોખા અને ફરેબમાંથી છે. આના સિવાય કશું નહીં.
Be the first to comment