રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે મહત્વની શખ્સીય્તો આમને સામને (સામા-સામી) હતી, આ બંને હસ્તીઓને મુસલમાન ખુબજ લાયકે એહતેરામ (ઇઝ્ઝત) અને સાચા માને છે. અને તેઓ અબુબક્રને સિદ્દીકે અકબરના લકબથી ઓળખે છે. અને દુખ્તરે રસુલ (સ.અ.વ.)જ. ફાતેમા (સ.અ.)ને પણ સીદ્દીકા અને તાહેરા તરીકે માને છે.
સહીહ બુખારી કિતાબને એહલે તસન્નુનને ત્યાં ખુબજ ભરોસાપાત્ર કિતાબ તરીકે માનવામાં આવે છે. અને તેઓનો નારો પણ એ છે કે ‘’ બાદે કિતાબે બારી સહીહ બુખારી’’ આ કિતાબમાં ફ્દ્કના વિષે થોડી રીવાયાતો જોવા મળે છે. અને આ રીવાયાતો ને ખુદ અબુ બકરની દીકરી આયશાએ નકલ કરી છે
આ નાના લેખમાં આપણે એ રીવાયાતો પર નઝર કરીશું પરંતુ તેના પહેલા અમુક જરૂરી વાતો જાણી લેવી મહત્વની છે.
એહલેતસન્નુનને ત્યાં આયેશાની એહમીય્ય્ત અને મરતબો :
- આયેશા પ્રથમ ખલીફા અબુબક્રની દીકરી છે તેમજ હ. રસુલેખુદા (સ.અ.વ.) ની પત્ની પણ છે અને એહલેતસન્નુન આ બાબતથી આયશાને બહુ મોટી ફઝીલતવાળી માને છે.
- કિતાબે સોનન અને સીહાહમાં આયશાથી ઘણી બધી રીવાયાતો નકલ થઇ છે, ફક્ત બુખારીએ પોતાની સહીહમાં ૯૦૦ નવસોથી વધુ રીવાયાતો નકલ કરી છે અને આટલી રીવાયાતો રસુલ (સ.અ.વ.)ના કોઈપણ સહાબી કે રસુલ (સ.અ.વ.)ની બીજી કોઈપણ પત્નીથી આટલી રીવાયાતો નકલ નથી કરી.
- એહલેતસન્નુન આયશાને અઝીમ ફકીહા પણ માને છે.
- તેમની (આયશાની) દરેક રિવાયતને ખુબજ મુલ્યવાન અને દલીલ તરીકે ઉપયોગ કરે છે.
ફદકના બનાવનું આયેશાથી નીચે મુજબની કિતાબોમાં વર્ણન છે :
- કિતાબ સહીહ બુખારી , કિતાબ ૫૩ હદીસ ન. ૩૨૫
- કિતાબ સહીહ બુખારી , કિતાબ ૫૭ હદીસ ન. ૬૦
- કિતાબ સહીહ બુખારી , કિતાબ ૫૯ હદીસ ન. ૫૪૬
- કિતાબ સહીહ બુખારી , કિતાબ ૮૦ હદીસ ન. ૭૧૮ વગેરે….
આ રીવાયાતોમાં જ.ફાતેમા (સ.અ.)એ ફ્દ્કની માંગણી કરવી અને તેમનો હક્ક ન મળવા પર અબુબક્રથી નારાઝગીનો વિગતવાર અને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
૧) જ. ફાતેમા (સ.અ.)એ પોતાના હક્કની માંગણી કરી હતી અને આપ (સ.અ)એ અબુબક્રથી પોતાની મીરાસની પણ માંગણી કરી અને જે પણ તેમનો હિસ્સો ખુમ્સ અને માલે ફ્ય(خُمس اور مالِ فِئے ) માંથી હ.રસુલેખુદા (સ.અ.વ.) આપતા હતા તે પણ આપવા માટે સવાલ કર્યો હતો. (માંગણી કરી હતી).
૨) અબુબક્રએ આ સવાલ (માંગણી)ના જવાબમાં હદીસ “لاَ نُورِثُ” બયાન કરી અને આ માંગણીઓમાંથી કઈ પણ આપવા માટે ઇન્કાર કરી દીધો.
૩) આ બાબત ઉપર દુખ્તરે રસુલ (સ.અ.વ.) જ.ફાતેમા (સ.અ.) અબુબક્રથી ખુબજ નારાઝ થયા અને ત્યાં સુધી કે આપ (સ.અ.)એ અબુબક્રથી વાતચીત કરવાનું અને મુલાકાત આપવાનું પણ બંધ કરી દીધું હતું. રિવાયતના શબ્દો છે કે :
“فغضبت فاطمة بنت رسول اللہ صلی اللہ علیہ و آلہٖ فھجرت ابابکر فلم تزل مھاجرتہ حتیٰ توفیت”
જેનો અર્થ એ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ)ની પુત્રી જ.ફાતેમા (સ.અ.) અબુબક્રથી નારાઝ હતા અને ત્યાં સુધી કે આ દુનિયાથી રુખ્સત થઇ ગયા.
૪) હ.રસુલે ખુદા (સ.અ.વ.)ના જીગરના ટુકડા જ. ફાતેમા (સ.અ.)ની નારાઝગી ત્યાં સુધી રહી કે અબુબક્રને પોતાના જનાઝામાં પણ શિરકત કરવાની મનાઈ કરી દીધી. અને ખરેજ એવુજ બન્યું કે આપ (સ.અ.)ની શહાદત પછી આપ (સ.અ.)ના શૌહર હ.અમીરુલ મોઅમેનીન અલી(અ.સ.)એ જ.ફાતેમા(સ.અ.)ની વસીય્ય્ત મુજબ રાતના સમયે દફન કર્યા હતા.
આમ આવી રીતે દુખ્તરે રસુલ (સ.અ.વ.)એ દુનિયા થી રુખ્સત થતી વખતે પણ અબુબક્ર થી નારાઝગી દર્શાવી હતી.
યાદ રહે કે આ બધી જ વાતો ખુદ અબુબક્રની દીકરી આયશાના મુખેથી છે, કે જેમને એહલેતસન્નુન સીદ્દીકા કહે છે. અને તેઓની સૌથી સહીહ અને ભરોસાપાત્ર કિતાબમાં વર્ણવેલ છે અને અગર કોઈ તેની વિરુદ્ધ રિવાયત કે દાવો રજુ કરે તો તેનો દાવો અને તેની વાતને જુઠો દાવો કે મનઘડત કહાની તરીકે માનવામાં આવે છે.
હકીકત તો એ છે કે દુખ્તરે રસુલ (સ.અ.વ.) જ.ફાતેમા (સ.અ.)ને બાગે ફ્દ્ક પાછો આપવામાં આવ્યો ન હતો. અને આ વાત થી ખાતુને મહશર જીવનભર જ્યાં સુધી જીવંત રહ્યા ત્યાં સુધી અબુબક્ર અને ઉમરથી નારાઝ રહ્યા ત્યાં સુધી કે તે લોકોને પોતાના જનાઝામાં પણ આવવાની પરવાનગી ન આપી (ઈજાઝત ન આપી).
قال رسول اللّه {صلى الله عليه وآله
فاطِمَة بَضْعَةٌ مِنّي مَنْ آْذاهَا فَقَدْ آذانِي
السنن الكبرى ج 10 باب من قال: لا تجوز شهادة الوالد لولده ص 201/ كنز العمّال ج 13 ص 96/نور الأبصار ص52/ ينابيع المودّة ج 2 ص 322.
- અલ – સોનન અલ કુબ્રા ભાગ-૧૦ પેજ-૨૦૧
- કન્ઝુલ ઉમ્માંલ ભાગ-૧૩ પેજ- ૯૬
- નુરુલ અબ્સાર પેજ-૫૨
- યનાબીઉલ મવદ્દત ભાગ-૨ પેજ- ૩૨૨
Be the first to comment