હદીસોમાં હ. ફાતેમા ઝહરા (સ.અ.) ની અજોડ ફઝીલતો

વાંચવાનો સમય: 5 મિનિટ

હ. ફાતેમા (સ.અ.)ને ફાતેમા એટલા માટે કહેવામાં આવે છે કે કોઈપણ શખ્સ તેમના મરતબાને દર્ક નથી કરી શકતું. ફકત પવિત્ર અઈમ્માહ (અ.મુ.સ.)ની હદીસો વડે આપણે તેમના ઉચ્ચ સ્થાન વિષે થોડી જાણકારી મેળવી શકીએ છીએ.

નીચે અમૂક હદીસો સુન્ની કિતાબમાંથી રજુ કરવામાં આવી છે, જેના વડે તેણીની ફઝીલતો અને ઉચ્ચ મરતબા વિષે માહિતી આપે છે:

  1. સૃષ્ટિની ખિલ્કતનું કારણ:

અસંખ્ય સુન્ની રાવીઓ જેમકે શૈખુલ ઈસ્લામ અલ હમુઈ (વફાત 732 હી.સ.) તેની કિતાબ ફરાએદુસ્સીમતૈનમાં (ભાગ 1, પાના નં. 36) ઈબ્ને અબ્બાસથી, જેમણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી, વર્ણન કર્યું છે.

જ્યારે અલ્લાહે હઝરત આદમ (અ.સ.)ને પૈદા કર્યા અને ફરિશ્તાઓએ તેમને સજદો કર્યો ત્યારે હઝરત આદમ (અ.સ.)એ અલ્લાહને પૂછયું: શું તેણે તેના (આદમ) કરતાં વધારે અફઝલ બીજા કોઈને પૈદા કર્યા છે?

અલ્લાહે ફરમાવ્યું: હા. અગર તેઓ ન હોતે તો હું તમને પણ પૈદા ન કરતે.

પછી હઝરત આદમ (અ.સ.) એ તેમને જોવાની ઈચ્છા વ્યકત કરી. ત્યારે અલ્લાહે મલાએકાને પર્દાઓ હટાવી લેવા કહ્યું. ત્યારે હઝરત આદમ (અ.સ.)મે અર્શની સામે પાંચ પડછાયાઓને જોયા અને પૂછયું: તેઓ કોણ છે?

અલ્લાહે કહ્યું: આ મોહમ્મદ (સ.અ.વ.) છે. આ તેના ભાઈ અને વસી અને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) છે, અને આ ફાતેમા (સ.અ.) મારા રસુલની ચહીતી દિકરી છે અને આ હસન અને હુસૈન , અલી (અ.સ.) અને પયગમ્બર (સ.અ.વ.)ના બે ફરઝંદો છે. અય આદમ (અ.સ.) સાંભળો તેઓ તમારી નસ્લમાંથી છે.

ખ્વારઝમીએ તેની કિતાબ મનાકીબમાં નકલ કર્યું છે કે અબુ હુરૈરહએ આ વાકય તરફ ધ્યાન દોર્યુ: ‘અગર તેઓ ન હોતે તો હું તમને પણ પૈદા ન કરતે.’ પછી અલ્લાહે જ. આદમને જણાવ્યું અગર તેઓ ન હોતે તો હું અર્શ અને કુરસી, આસ્માન અને જમીન, ફરિશ્તાઓ, જીન્નાત અને ઇન્સાન કોઈને પૈદા ન કરતે. આ કારણે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) આ બધી ખીલ્કતનું માધ્યમ છે.

  1. જ. ફાતેમા (સ.અ.) ની મહોબ્બત નુબુવ્વત માટેની શર્ત છે:

અલ્લાહ તબારક વ તઆલાએ બધી ખીલ્કતની સામે અલી (અ.સ.), જ. ફાતેમા (સ.અ.) અને તેમની નસ્લમાંથી પવિત્ર ઈમામો (અ.મુ.સ.)ની વિલાયતને રજુ કરી. તેઓ કે જેઓએ તે કબુલ કરવામાં અગ્રતા આપી તેઓ નબી બન્યા. તેમના બાદ શીઆઓએ અગ્રતા આપી. અલ્લાહ તેઓ બધાને જન્નતમાં ભેગા કરશે. આ પ્રકારની ઘણી બધી હદીસો બસાએરુદ્દ દરજાત જેવી કિતાબમાં જોવા મળે છે.

  1. ઔરતોની સરદાર આ દુનિયા અને આખેરતમાં

ઈબ્ને મગાઝેલી શાફેઈ તેમની કિતાબ મનાકીબમાં પાના નં. 399 પર એક હદીસ લખી છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલ્લાહની કસમ! કે જેણે મને નબી બનાવ્યો કે અય ફાતેમા (સ.અ.) તમે બંને જહાનમાં બધી સ્ત્રીઓની સરદાર છો, એટલે કે આ દુનિયામાં અને આખેરતમાં.

આવા પ્રકારની ઘણી બધી હદીસો કિતાબોમાં સુન્ની આલીમો દ્વારા લખવામાં આવી છે જેમકે અલ્લામા શહાબુદ્દીન આલુસી તફસીર અલ્-મઆનીમાં ભાગ-3, પાના નં. 255, શાફેઈ એ સીરાહ અલ્-હલબી, ભાગ-2, પાના નં. 6. ઉપરાંત સુયુતી, મુકરેઝી, મનાવી, ઈબ્ને અબીલ હદીદ મોઅતઝેલી, એહમદ ઝૈની વેહલાન, શાફેઈ મુફતી મીસ્રી એ પણ ઉલ્લેખ કર્યો છે.

  1. હ. ફાતેમા (સ.અ.) ની મોહબ્બત આખેરતના 100 તબક્કાઓની સુરક્ષા છે:

શૈખુ ઈસ્લામ અલ હમુઈ તેમની બહુમૂલ્ય કિતાબ ફારએદુસ્સીમતૈન ભાગ-2, પાના નં. 67 માં એક હદીસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી નક્લ કરી છે કે તેમણે જ. સલમાન (અ.ર.) ને ફરમાવ્યું:

જે કોઈ જ. ફાતેમા (સ.અ.)ને દોસ્ત રાખે તે મારી સાથે જન્નતમાં હશે અને જે કોઈ જ. ફાતેમા (સ.અ.) સાથે દુશ્મની કરે તે જહન્નમમાં જશે. અય સલમાન, જ. ફાતેમા (સ.અ.) થી મોહબ્બત આખેરતના 100 તબક્કાઓમાં અમાન આપશે જેમાં સૌથી ઓછુ ભયજનક મૌત, કબ્ર, મીઝાને આમાલ, મહેશુર થવું, સીરાત અને હિસાબ-કિતાબ છે. જે શખ્સથી મારી દિકરી રાજી હશે તેનાથી હું રાજી છું અને જેનાથી હું રાજી છું તેનાથી અલ્લાહ પણ રાજી છે અને જે શખ્સથી જ. ફાતેમા (સ.અ.) નારાજ છે તેનાથી હું પણ નારાજ છું અને જેનાથી હું નારાજ છું તે અલ્લાહના અઝાબનો હક્કદાર થશે. સૌથી વધારે તરછોડાયેલ (લાનતી) તે છે જે જ.ફાતેમા (સ.અ.) અથવા તેમના પતિ અમીરુલ મોઅમેનીન (અ.સ.) અથવા તેમના ફરઝંદો અથવા તેમના શીઆઓ પર ઝુલ્મ કરે.’

  1. જન્નતમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) નો ઉચ્ચ સંગાથ

અલ્લામા ઈબ્ને મગાઝેલી તેમની કિતાબ મનાકીબમાં પેજ 37 માં નસ્ર બિન અલીથી જે ઈમામ મુસા બીન કાઝીમ (અ.સ.)થી અને તેઓ તેમના પવિત્ર જ્દથી અને આપ અમીલ મોઅમેનીન (અ.સ.)થી ફરમાવે છે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના હાથોને પકડીને ફરમાવ્યું:

જે કોઈ આ બંનેનેતેમના પિતા અને માતાને દોસ્ત રાખે તે જન્નતમાં મારી સાથે હશે.

ખતીબે બગદાદી કહે છે કે જ્યારે નસ્ર બિન અલીએ આ હદીસને વર્ણવી ત્યારે મુતવક્કીલે તેને બે કોરડા મારવાનો હુકમ કર્યો. જ્યારે મુતવક્કીલના માણસો તેને મારત હતા ત્યારે જઅફર બિન અબ્દુલ વહીદે મુતવક્કીલને પૂછયું આને શા માટે મારો છો? જ્યારે કે (નસ્ર) તો સુન્ની છે. આ સાંભળીને નસ્રને છોડી મુકવામાં આવ્યો. (તારીખે બગદાદી, ભાગ 13, પાના નં. 288)

  1. ફાતેમા (સ.અ.) અલ્લાહની પસંદનીય મખ્લુક છે

માનવંત હનફી આલીમ હાફીઝ અલ મુવફફક ઈબ્ને અહમદ અલ મક્કી અલ હનફી અખ્તાબ ખ્વારઝમથી મશ્હુર (વફાત 658 હી.સ.) તેમની કિતાબ મકતલ હુસૈન, પાના નં. 67 માં હદીસ નોંધી છે કે જ. ઝૈદ બિન અલી તેમના પવિત્ર વડવાઓથી નકલ કરે છે અને આપ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ જ. ફાતેમા (સ.અ.)ને ફરમાવ્યું:

‘અલ્લાહે દુનિયાના બધા માનવોનું નિરીક્ષણ કર્યું, પછી તમારા પિતાને પસંદ કર્યા અને તેમને નબી બનાવ્યા. ફરીથી અલ્લાહે આખી દુનિયાનું નિરીક્ષણ કર્યું અને તમારા પતિને પસંદ કર્યા, મારો ભાઈ અને મારા વસી બનાવ્યા. ત્રીજી વખત આખી કાએનાતનું નિરીક્ષણ કર્યું અને તમને અને તમારા માતાને પસંદ કર્યા અને તમામ સ્ત્રીઓની સરદાર બનાવ્યા. અલ્લાહે દુનિયા તરફ ચોથી વાર જોયું અને તમારા બંને ફરઝંદોને પસંદ કર્યા. જન્નતના જવાનોના સરદાર બનાવવા  માટે પસંદ કર્યા.

આવા પ્રકારની હદીસો અસંખ્ય સુન્ની આલીમો પોતાની કિતાબોમાં નકલ કરી છે. દા.ત. હાફીઝ આસીમી પોતાની કિતાબ ‘ઝૈન અલ ફત્હમાં’.

  1. જ. ફાતેમા (સ.અ.) હ. આદમ (અ.સ.) અને જ. હવ્વાનું આશ્ચર્યનું કારણ છે:

અલ્લામા અસકલાની તેની કિતાબ લીસાનલ મીઝાન, ભાગ-3, પાના નં. 349 માં હ. ઈમામ હસન અસ્કરી (અ.સ.)થી નકલ કરે છે અને આપ પોતાના જદ્દથી, જે સીલસીલો ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી સુધી પહોંચે છે, કે આપ (અ.સ.) એ ફરમાવ્યું:

જ્યારે અલ્લાહે હઝરત આદમ અને જ. હવ્વાને પૈદા કર્યા તો તેઓ બીજા પર પોતાની સુંદરતા પર ઘમંડ કરવા લાગ્યા. તે સમયેતેઓએ એ સ્ત્રીને જોયાં જેમનો ચહેરો ખુબજ સુંદર અને પ્રકાશિત હતો. તેમના ચળકતા નૂર તરફ જોવું તેમના માટે મુશ્કેલ હતું. જ. આદમ અને હવ્વાએ અલ્લાહને પૂછયું:

આ સ્ત્રી કોણ છે?

અલ્લાહે કહ્યું: તે ફાતેમા (સ.અ.) છે જે તમારી નસ્લમાં બધી સ્ત્રીઓ  કરતા અફઝલ છે.

જ. આદમે પૂછયું: અય અલ્લાહ! તેણીએ પોતાના સર પર મુગટ શા માટે પહેર્યું  છે?

અલ્લાહે કહ્યું: તે તેણીના પતિ અલી (અ.સ.) છે.

જ. આદમે પુછયું: તેણીએ બન્ને  કાનમાં પહેર્યું છે તે શું છે?

અલ્લાહે ફરમાવ્યું: તે તેમના બંને દીકરા છે.

  1. પયગમ્બર (સ.અ.વ.) અને જ. ફાતેમા (સ.અ.) અલી (અ.સ.)ના બે સ્તંભ છે

ખુબજ માનનીય આલીમ હાફીઝ મોહીબુદ્દીન અલ તબરી તેમની કિતાબ ઝખાએરૂલ ઉકબા, પાના નં. 56 માં એક હદીસ નોંધી છે કે જેમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અલી (અ.સ.) ને આ લકબો દ્વારા સંબોધ્યા: અય બે ખુશ્બુદાર અને તાજા ફુલોના પિતા, નજીકમાંજ તારા બન્ને સ્તંભો ચાલ્યા જશે.

જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) વફાત પામ્યા, અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ કહ્યું: બે સ્તંભમાંથી એક આપ(સ.અ.વ.) હતા. પછી ટુંકમાંજ જયારે જ. ફાતેમા (સ.અ.) વફાત પામ્યા ત્યારે  આપ (અ.સ.) એ ફરમાવ્યું: તેણી બીજા સ્તંભ હતા.

  1. સલામ કરવા પર જન્નત

ઈબ્ને મગાઝેલી શાફેઈ મનાકીબ પાના નં. 363 ઉપર એક હદીસ જ. યઝીદ બિન અબ્દુલ મલીકથી કે તેણે પોતાના વડવાઓથી નકલ કરી છે કે જ્યારે તે જ. ફાતેમા (સ.અ.) પાસે ગયા તો તેણીએ સલામ કરવામાં પહેલ કરી અને કહ્યું જ્યારે મારા પિતા (પયગમ્બર સ.અ.વ.) જીવતા હતા ત્યારે ફરમાવતા હતા: જે કોઈ તેમના (પયગમ્બર સ.અ.વ.) ઉપર અને મારા પર સતત ત્રણ દિવસ સલવાત મોકલે સુધી તો તેને જન્નત મળશે.

રાવીએ પૂછયું: શું ફકત તમારા જીવનકાળ દરમ્યાન ?

જ. ફાતેમા (સ.અ.) એ ફરમાવ્યું: મારા જીવનકાળમાં પણ અને વફાત બાદ પણ.

  1. ફાતેમા (સ.અ.) અલ્લાહની હુજ્જત છે

જાણીતા સુન્ની આલીમ અને કુરઆનના મશ્હુર તફસીરકાર હાકીમ હસ્કાનીએ તેમની કિતાબ શવાહેદુત તન્ઝીલ, ભાગ-1, પાના નં. 58 માં જ. જાબીર ઈબ્ને અબ્દુલ્લાહે અન્સારીથી કે તેમણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી ફરમાવ્યું:

બેશકઅલ્લાહે અલી (અ.સ.) અને તેમની પત્નિ જ. ફાતેમા (સ.અ.) અને તેમના બંને ફરઝંદોને તમામ ખિલ્કત ઉપર હુજ્જત તરીકે નિમણુંક કર્યા છે. આ લોકો ઈલ્મના દરવાજા છે. જે કોઈ તેમનાથી હિદાયત મેળવે તો તે સીધા રસ્તા પર બાકી રહેશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*