ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટ

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે.
શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે?
શું એ શકય નથી કે મુસલમાનો દ્વારા આ માપદંડ ઉપર પસંદ કરાએલ ખલીફા આ ઉમ્મતમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જગ્યા લેવામાં પાછા પડે?
મુસલમાનોએ એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સંપૂર્ણ જગ્યાને સંભાળી શકે, બીજી બધી બાબતો સાથે ખાસ કરીને ઉમ્મતના નેતૃત્વ બાબતે, કુરઆન અને સુન્નતના ઈલ્મ બાબતે.
બેશક, આવી વ્યક્તિ સહાબી હશે, પરંતુ સહાબી કરતા ઘણું વધારે હોવાની જરૂર છે, જેમકે એક રિવાયત છે કે:
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
અલી (અ.સ.) મારાથી છે અને હું અલી (અ.સ.)થી છું અને કોઈપણ મારા કાર્યો અંજામ નહિં આપી શકે સિવાય અલી (અ.સ.).
• અલ ખસાએસ, હ. 74 (એહલે તસન્નુન)
આવી જ રીતે, જ્યારે સુરએ બરાઅત (તૌબા)ની તબ્લીગ કરવાનો સમય હતો, આપણે એહલે તસન્નુનની કિતાબોમાં જોઈએ છીએ કે:
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સુરએ બરાઅત અબુબક્રની સાથે મોકલ્યો જેથી મક્કાના લોકોને સંભળાવે.
પછી, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અબુબક્રને પાછા બોલાવ્યા અને ફરમાવ્યું: એ પરવાનગી નથી કે આ કાર્ય કોઈ અંજામ આપે સિવાય કે મારામાંથી હોય તે વ્યક્તિ.
પછી, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને મોકલ્યા અને આ સુરા તેમના હવાલે કર્યો.
• અલ ખસાએસ, હ. 75
• સોનને તીરમીઝી, ભ. 4, પા. 339
• મુસ્નદે એહમદ, ભ. 3, પા. 283
• તફસીરે ઈબ્ને કસીર, ભ. 2, પા. 322
• તફસીરે દુર્રૂલ મન્સુરમાં સુરએ બરાઅત હેઠળ
• શવાહેદુત્ત તન્ઝીલ, ભ. 1, પા. 306-308
આ અને બીજી ઘણી બધી રિવાયતોની રોશનીમાં એ સ્પષ્ટ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફતની જગ્યા માટે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) યોગ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ છે.
તેથી મુસલમાનોએ બીજાઓને પસંદ કરવામાં ભૂલ કરી છે કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જગ્યા લેવાને કોઈપણ હિસાબે યોગ્ય ન હતા. અલબત્ત, આ કહેવાતા ખલીફાઓ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) દ્વારા રદ કરવામાં આવ્યા હતા જે સુરએ બરાઅતના બનાવ ઉપરથી સ્પષ્ટ થાય છે.

Be the first to comment

Leave a Reply