તબર્રાથી દૂર ભાગવાના ગંભીર પરિણામો

વાંચવાનો સમય: 3 મિનિટ

એક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો સાથે વિવાદ ન થાય.

અલબત્ત્, હકીકત આવી આસાન નથી. મુસલમાનો માટે કોઈ વિકલ્પ નથી કે તેઓ જે ચાહે તે પસંદ કરે. ગમે કે ન ગમે, ઈસ્લામમાં તબર્રાનું એક વિશેષ સ્થાન છે. ‘બની શકે કે તમને એક ચીઝ નથી પસંદ જ્યારે કે તે તમારા માટે બહેતર હોય.’

અને પવિત્ર કુરઆનથી વિરૂધ્ધ જઈને તબર્રાથી ભાગીને તૌહીદ, નબુવ્વત અને ઈમામતના ચાહનારાઓને પણ ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે.

  • વાછરડાની ઈબાદતનો બનાવ અને તેની સજા:

વાછરડાની ઈબાદતના બનાવના પરિણામમાં અલ્લાહે સજા રૂપે બની ઈસરાઈલને હુકમ કર્યો કે જેઓએ વાછરડાની ઈબાદત નથી કરી તેઓ વાછરડાની ઈબાદત કરનારાઓને તેઓના દીનથી ફરી જવા અને નાફરમાની બદલ કત્લ કરી નાખે.

તેથી ફરમાબરદારો દીન છોડનારાઓને કત્લ કરવા લાગ્યા. અલબત્ત્ તેઓએ ફકત અજાણ લોકોને જ કત્લ કર્યા અને પોતાના દોસ્તો અને સગાવ્હાલાઓને છોડી દીધા.

પછી અલ્લાહ તરફથી એક મુનાદી એ અવાજ આપ્યો કે મોઅમીન લઅનતી છે શું તેઓએ ફકત અજાણ વ્યક્તિઓને જ કત્લ કરવા જોઈએ અને પોતાના દોસ્તો અને સગાવ્હાલાઓને છોડી દેવા જોઈએ? દા.ત. મોઅમીનો માટે જરૂરી હતું કે તેઓ પોતાના દોસ્તો અને સગાવ્હાલાઓને પણ કત્લ કરે.

મોઅમીનોએ ફરી એક વખત હઝરત મુસા (અ.સ.)ને ફરિયાદ કરી:

એ છતાં કે અમોએ વાછરડાની ઈબાદત નથી કરી પરંતુ અમો વાછરડાની ઈબાદર કરનારથી પણ મોટી મુસીબતનો સામનો કરીએ છીએ કારણકે અમોને અમારા હાથે વડે અમારા પિતા, માતા, ફરઝંદો, ભાઈઓ અને સગાવ્હાલાઓને કત્લ કરવાનો હુકમ થયો છે. તેથી મુસીબતના અનુસંધાને તેમના અને અમારા દરમ્યાન કોઈ ફર્ક નથી.

પછી અલ્લાહે હઝરત મુસા (અ.સ.) ઉપર વહી નાઝીલ કરી:

“અય મુસા! બેશક હું તેમનું આ કાર્ય (પિતા, સગાવ્હાલાઓને કત્લ કરવા)થી ઈમ્તેહાન લેવા ઈચ્છુ છું. આ એટલા માટે કારણકે જ્યારે બીજાઓ વાછરડાની ઈબાદત કરતા હતા આ લોકોએ તેમને એકલા છોડી દીધા અને તેઓને આ કાર્યથી રોકયા નહિ અને તેઓ પ્રત્યે તબર્રા ન રાખી.”

  • સુરએ બકરહ 2:54 ની હેઠળ તફસીરે ઈમામ હસન અસ્કરી, પા. 255.
  • સુરએ બકરહ 2:54 ની હેઠળ તફસીરે સાફી, ભા. 1, પા. 133.
  • સુરએ બકરહ 2:54 ની હેઠળ તફસીરે બુરહાન, ભા. 1, પા. 218
  • બેહારૂલ અન્વાર, ભા. 13, પા. 235

આ બનાવ ઉપરથી બે મુદ્દાઓ નોંધપાત્ર છે:

1) અલ્લાહ બની ઇસરાઈલના મોઅમીનો પાસેથી વાછરડાના અનુયાયીઓ અને તેની ઈબાદત કરનારાઓ પ્રત્યે તબર્રા ઈચ્છે છે. બેશક મોઅમીનો વાછરડા અને તેના બનાવનાર સામરીથી નફરત કરતા હતા. પરંતુ અલ્લાહે આટલું પુરતુ ન ગણ્યું. તે ચાહે છે કે મોઅમીનો વાછરડાની ઈબાદત કરનાર પ્રત્યે પણ નફરત દાખવે.

2) અલ્લાહ અહિં વાછરડાની ઈબાદત (નહ્ય અનીલ મુન્કર)ની મનાઈ તરફ નિર્દેશ નથી કરતો. અલ્લાહ અહિંયા સ્પષ્ટપણે ચાહે છે કે ગુમરાહ સામે સખ્ત પગલા ભરવામાં આવે જેમકે તેમને ઉઘાડા પાડવા અને તેઓ પ્રત્યે દુશ્મનો અને નફરત દાખવવી.

  • ઈસ્લામી ઉમ્મતમાં વાછરડાની ઈબાદત:

વાછરડાની ઈબાદત ફકત બની ઇસરાઈલ પુરતી મર્યાદિત ન હતી. બલ્કે મુસલમાનો પણ તેના માટે દોષિત છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતથી દોષિત છે.

મોઆવીયા (લ.અ.) સાથે સુલેહ કરતી વખતે ઈમામ હસને મુજતબા (અ.સ.)એ મુસલમાનોને સંબોધન કરીને મોઆવીઆ જેવા શખ્સને પોતાના સરદાર તરીકે લેવાના ગંભીર પરિણામોથી ચેતવ્યા.

જ્યારે લોકો પોતાના કાર્યો એવી વ્યક્તિને સોંપે જે ઓછો જાણકાર હોય અને તેઓ દરમ્યાન વધુ ઈલ્મ ધરાવનાર વ્યકિત મૌજુદ હોય તો પછી ચોક્કસપણે તેઓને કાર્યો નિષ્ફળતા તરફ જશે. તે હદ સુધી કે તેઓ પોતાના દીનમાંથી નીકળી જશે અને વાછરડાની ઈબાદત કરવાની રસ્મમાં લાગી જશે. (બેહારૂલ અન્વાર, ભા. 44, પા. 19, અલ એહતેજાજ, ભા. 2, પા.289, પ્રકરણ 18 માંથી નકલ.)

જેઓએ મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ને નીચલા સ્તરના લોકો માટે છોડી દીધા, તેઓ હકીકતમાં વાછરડાની ઈબાદત માટે દોષિત છે.

બની ઇસરાઈલના વાછરડાની ઈબાદતના કિસ્સાથી સ્પષ્ટ થાય છે કે જે લોકો ઈમામો (અ.મુ.સ.) સાથે છે દા.ત. શીઆઓ, તેઓ માટે જરૂરી છે કે તેઓ ઈમામો (અ.મુ.સ.)ના વિરોધીઓ પ્રત્યે તબર્રા બતાવે છે.

અગર અઈમ્મા (અ.મુ.સ.)ના શીઆઓ મુસા (અ.સ.) અને હારૂન (અ.સ.)ના શીઆઓની જેમ વર્તે અને ગુમરાહ લોકો પ્રત્યે તબર્રા કરવાથી ઈન્કાર કરે તો પછી તેઓ પણ અલ્લાહની નારાઝગીને આમંત્રણ આપે છે, જેના કારણે તેઓ ઉપર પણ એક સજા લાગુ પડશે જે મુસા (અ.સ.) અને હારૂન (અ.સ.)ના શીઆઓને ઉપર આવી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*