રાફઝી કોણ છે?

વાંચવાનો સમય: 5 મિનિટ

શિયાઓ ઉપર કુફ્રનો અપમાનજનક અને નિરાધાર આરોપ લગાવવાની વાત આવે છે ત્યારે આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને તેમના શિયાઓના વિરોધીઓ પાસે શીર્ષકો અને ઉપનામોની કોઈ કમી નથી.

તેઓએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહવાવાળાઓને ‘શિયા’ તરીકે ઓળખાવવાની શરૂઆત કરી, જાણે કે તે અપમાનજનક શબ્દ હોય.

તેઓની વચ્ચેના અર્ધ-શિક્ષિતોને ટૂંક સમયમાં સમજાયું કે પવિત્ર કુરઆન અને પયગંબર (સ.અ.વ.)ની સુન્નતમાં શિયાઓનો ઉલ્લેખ ઝળહળતા શબ્દોમાં કરવામાં આવ્યો છે. આથી તેમને શિયા કહેવાથી  વિપરીત અસર થશે.

પછી તેઓએ શિયાઓની મઝાક કરવા માટે અન્ય શબ્દો શોધ્યા – કંઈક એવું જે એ વાત તરફ ધ્યાન દોરે કે શિયાઓ શાસકો અને કહેવાતા ખલીફાઓને નકારે છે.

આ રીતે તેઓ رافضى – ‘રાફ્ઝી’ શબ્દ લાવ્યા – જેનો  શાબ્દિક રીતે અર્થ ‘અસ્વીકારવાદી’ થાય, જે કુરઆની સ્પષ્ટ આયતો અને રસૂલોની હદીસોના વિરુદ્ધ લોકોના બનાવેલા ખલીફાઓને છોડી દે.

પરંતુ આ સાથે પણ વિરોધીઓ શિયાઓ માટે અપમાનજનક શીર્ષક આપવામાં  નિષ્ફળ ગયા. જેમ આપણે જોઈશું, શિયાઓને رافضى કહેવડાવાનો ગર્વ છે અને તેઓ તેને સન્માનનું બિરુદ માને છે.

 

رافضى કોણ છે ?

એક રસપ્રદ ઘટનામાં, ઇમામ સાદિક (અ.સ.) رافضى શબ્દની ઉત્પત્તિ વિશે જણાવે છે:

‘અમ્માર દોહની કુફાના કાઝી ઇબ્ને અબી  લૈલા પાસે સાક્ષી તરીકે ગયા હતા.

કાઝીએ કહ્યું: ઉભા થાઓ અને બહાર નીકળો કારણ કે અમે તમારી ગવાહી સ્વીકારતા નથી, કેમ કે તમે રાફીઝી છો.

આ શબ્દો સાંભળીને  અમ્માર ધ્રૂજવા લાગ્યા, અને તેમના આંસુ અવિરત વહી ગયા.

જ્યારે કાઝીએ આ સ્થિતિ જોઈ ત્યારે કહ્યું: તમે વિદ્વાન છો અને હદીસોના જાણકાર છો. જો મેં તમને જે ઉપનામ  આપ્યુ છે તેનાથી તમે નારાઝ  થયા છો, તો તમારે પ્રતિકૂળ વલણ કબૂલ કરવું જોઈએ (તમારી અગાઉની માન્યતા સાથે), અને અમારા ભાઈઓમાંથી બની જાવું જોઈએ.

અમ્મારે કહ્યું: અય માણસ, મારી નારાઝગી તે બાબતે નથી કે તું શું વિચારે છે, પરંતુ મારું રડવું મારા પર છે અને તારા પર પણ છે. મારી પર રડવાનું કારણ એ છે કે તે મને ખૂબ જ ઉચ્ચ અને ઉમદા લકબ આપ્યો છે. તે મને રાફઝીનો એવો અમૂલ્ય દરજ્જો આપ્યો છે, જેને હું લાયક નથી.

તારા પર વાય થાય , ઇમામ જાફર સાદિક (અ.સ.) એ મને ફરમાવ્યું : સૌથી પેહલા જે લોકોને રાફઝીનું બિરુદ આપવામાં આવ્યું હતું તેઓ ફિરઑનના જાદુગર હતા. જ્યારે તેઓએ મૂસા (અ.સ.)નો મોઅજીઝૉ તેમના બીજા સાથી જાદુગરો સાથે જોયો, ત્યારે તેઓ તેમના પર ઈમાન લઈ આવ્યા અને તેમના અનુયાયીઓ બન્યા અને તેઓએ ફિરૌનનો અસ્વીકાર કર્યો અને તેને નકારવા બદલ તેઓને ફિરઑન તરફથી આવનારી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

તેઓએ ફિરઑનને છોડી દીધો હોવાથી તેણે તેઑને રાફીઝી જાહેર કર્યા .

તો રફીઝી એ વ્યક્તિ છે જે અલલાહની બારગાહમાં જે પણ બૂરું છે તેને  છોડી દે અને અલ્લાહ જેનાથી રાઝી થાય તેવા કાર્ય કરે. આ ઝમાનામાં આવા અમૂલ્ય ગુણો ધરાવતા લોકો ક્યાં છે?

 

તેથી, હું રડી રહ્યો છું કે અલ્લાહ જે મારા નફસ અને મારા ચારિત્રથી સારી રીતે વાકેફ છે તે મને મારા માટે આટલું પવિત્ર શીર્ષક આપવા બદલ સજા આપે અને મને કહે:  અય અમ્માર, શું તેં દરેક જૂઠાણાંને છોડી દીધા છે અને દરેક આજ્ઞાનું પાલન કર્યું છે જે તમને હુકમ આપવામાં આવ્યો હતો ? તે સમયે જો અલ્લાહ ચાહે તો તે મને જવા દેશે અને આ શીર્ષકને યોગ્ય ઠેરવવા બદલ મને માફ કરી દેશે. જો કે, રાફીઝી હોવાનો દાવો મારી ઝીલ્લ્તનું કારણ બની શકે છે જો અલ્લાહ આ બાબતની બારીકાઈથી તપાસ કરવાનું પસંદ કરે અને મને સખ્ત સવાલ કરે. આવી પરિસ્થિતિમાં, આ દાવો મારા માટે સખ્ત સજાનું કારણ બનશે સિવાય કે મારા ઈમામો(અ.મુ.સ)ની મધયસ્થી જ મારી ખામીઓની શફાઅત કરે (તો હું બચી જઈશ).

અને જ્યાં સુધી તારા માટે મારું રડવું છે તો તે એટલા માટે છે કારણ કે તમે ગંભીર જૂઠ બોલ્યા છો , અને મને એવું ઉપનામ આપ્યું છે જે મારા માટે યોગ્ય નથી. તમારા પર અલ્લાહની સજાને કારણે હું દુખી થયો છું કારણ કે તમે મારી સાથે સૌથી શુદ્ધ અને પવિત્ર નામ અન્યાયી રીતે જોડ્યું છે. આ વાક્ય ઉચ્ચારવાની સજા તમારું શરીર કેવી રીતે સહન કરશે?

 

આ ઘટના સાંભળીને ઇમામ સાદિક (અ.સ.)એ કહ્યું: અગર અમ્માર દોહનીના ગુનાહની સંખ્યા આસમાનો અને ઝમીન કરતાં પણ વધુ હોય, પરંતુ તેણે કાઝીની સામે જાહેર કરેલા આ વાક્યને કારણે તે (તમામ ગુનાહો)થી પાક થઈ ગયો છે અને આ વાક્યો તેના માટે ખુબજ વધારે સવાબનું  કારણ બનશે એટલી હદે કે દરેક સરસોના દાણા (પુરસ્કારની કિંમત) આ દુનિયા કરતાં હજાર ગણી વધારે હશે.’

  • ઇમામ હસન અસ્કરી (અ.સ.) થી મનસુબ તફસીર પા ૩૧૦-૩૧૨
  • તફસીર અલ-બુરહાન ભાગ ૪ પા ૬૦૩  સુરએ સાફ્ફાત (૩૭) :૮૩
  • બેહાર અલ-અનવાર ભાગ ૬૮ પા ૧૫૬-૧૫૭

 

ઇમામ સાદિક (અ.સ.) અબુ બસીરને દિલાસો આપે છે

 રિવાયતોમાં, આપણે ઇમામો (અ.મુ.સ.)ને આ શીર્ષકથી શિયાઓને દિલાસો આપતા જોઈએ છીએ.

એક લાંબી રિવાયતમાં, એવું નોંધવામાં આવ્યું છે કે ઇમામ જાફર સાદિક (અ.સ.)ના પસંદીદા સહાબી અબુ બસીરે આપ(અ.સ.)ને ફરિયાદ કરી:

મારી જાન આપના પર કુરબાન, આ લોકોએ (શિયાઓના વિરોધીઓએ) અમને એવો ખિતાબ આપ્યો છે કે જેના કારણે અમારી કમર તૂટી ગઈ છે અને અમારા હૃદય મરી ગયા છે અને આ પદવીને કારણે ગવર્નરો અમારા ખૂનને જાએઝ ગણે છે કારણ કે એક હદીસ કે જે તેમના વિદ્વાનો તેમના માટે વર્ણવે છે.

ઇમામ (અ.સ.) એ પૂછ્યું: શું તમારો મતલબ રાફઝીનું  બિરુદ છે?

અબુ બસીર: હા

ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું: ના, અલ્લાહની કસમ, તેઓ તમને આ શીર્ષકથી બોલાવતા નથી, બલ્કે અલ્લાહે તમને આ શીર્ષક આપ્યું છે, અય અબા મુહમ્મદ!

 શું તમે નથી જાણતા કે બની ઈસરાઇલના 70 વ્યક્તિઓએ ફિરઑન અને તેના લોકોના ફેરફાર અને તફાવતો જોઈને તેમને છોડી દીધા અને મૂસા (અ.સ.) સાથે જોડાઈ ગયા જેમનામાં તેઓએ હિદાયત જોઈ . તેથી તેઓને મૂસા (અ.સ.)ની સેનામાં રાફઝી તરીકે નામ આપવામાં આવ્યું, કારણ કે તેઓએ ફિરઑનનો અસ્વીકાર કર્યો હતો. તેઓ બીજાઓની સરખામણીમાં ઈબાદતમા સૌથી વધુ મહેનતુ હતા. તેઓ મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.) અને તેમની આલ પ્રત્યેની મોહબ્બતમાં અન્યોની સરખામણીમાં સૌથી વધુ મક્કમ હતા.

તેથી, અલ્લાહે મૂસા (અ.સ.)ને ફરમાવ્યું : તેમના માટે આ શીર્ષક (રાફઝી) તૌરેતમાં નોંધો કારણ કે મેં તેમને આ શીર્ષક આપ્યું છે અને તેઓને આ શીર્ષકથી નવાઝયા છે. તદનુસાર, મૂસા (અ.સ.) એ તેમના માટે આ પદવી નોંધાવી. અલ્લાહે આ નામ તમારા (શિયાઓ) માટે સાચવી રાખ્યું છે જેથી તે તમને આપવામાં આવે.

અય અબા મુહમ્મદ, તેઓએ ભલાઈનો અસ્વીકાર કર્યો છે અને તમે દુષ્ટતાને નકારી કાઢી છે. લોકો વિવિધ જૂથોમાં વિખેરાઈ ગયા છે અને ઘણા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છે અને તમે તમારા પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની આલના જુથ  સાથે જોડાણ કર્યું છે, તેઓ જે માર્ગ પર ચાલ્યા છે તે માર્ગને તમે પણ પસંદ કર્યો છે…

  • અલ-કાફી વો ૮ પા ૩૩-૩૬
  • અવાલીમ અલ-ઉલૂમ ભાગ ૨૦ પા ૧૦૬૧

 

છેલ્લા ઉપાય તરીકે શિયાઓને ‘કાફિર’ તરીકે ઓળખાવા  

વિવિધ શીર્ષકો અને ઉપનામો આપ્યા પછી માત્ર એ જાણવા માટે કે શિયાઓ આ જ શીર્ષકો દ્વારા શણગારવામાં આવ્યા છે, વિરોધીઓ તદ્દન નિરાશામાં શિયાઓને ફક્ત ‘કાફિર’  તરીકે ઓળખે છે.

આમાં પણ, શિયાઓ પોતાને પ્રખ્યાત સહાબીઓમાં  માને છે.

ફિરઑને  મૂસા (અ.સ.)ને કાફિર(નઉઝૉબિલલાહ) પણ કહ્યાَ

وَأَنتَ مِنَ الْكَافِرِين

(સુરએ શોઅરા (૨૬ ):૧૯)

અને શિયાઑ  પણ ગર્વથી પોતાને કાફિર જાહેર કરે છે અને આમ કરવાથી મોટા ઈનઆમની આશા કરે છે

بِه كَافِرٌ بِمَا كَفَرْتُمْ‏ (انى)

“ ચોક્કસ હું કાફિર (ઇન્કાર કરનારો) છું તે દરેક બાબતમાં જે તમો (ઈમામ અ.સ) એ નકારી છે” 

(ઝિયારત અલ-જામેઅહ અલ-કબીરાહમાંથી)

  • અલ-મઝાર પા ૨૧૫
  • અલ-કફામીની અલ-મિસ્બાહ પા ૫૦૬

બીજી જગ્યાએ, શિયાઑ જાહેર કરે છે કે;

كَافِرٌ بِعَدُوِّكُمْ وَ بِمَا كَفَرْتُمْ بِه‏ (أَنِّي)

“ચોક્કસ હું કાફિર (ઇન્કાર કરનારો) છું તમારા દુશ્મનો (ના ધર્મમાં) અને તે દરેક બાબતમાં જેનો તમે ઇન્કાર કર્યો છે”

(દરેક ઇમામ અ.સ. માટેની ઝિયારત અલ-જામેઅહ માંથી)

  • મન લા યહઝોરોહુલ-ફકીહ ભાગ ૨ પા ૬૧૪
  • તહઝીબ અલ-અહકામ ભાગ ૬ પા ૯૮

તેથી શિયાઓને કાફિર તરીકે ઓળખવાથી તેમનું કોઈ અપમાન થતું નથી. જેમ આપણે જોયું તેમ, શિયાઓ તેને સન્માનનું બિરુદ માને છે અને ઇમામો (અ.સ.)ની દુઆઓ અને ઝિયારતના આધારે પોતાને આ રીતે બોલાવે છે.

વિરોધીઓ આલ એ મોહમ્મદ(અ.સ.)ના ચાહવાવાળાઓને ગમે તે કહે – શિયા કે રાફીઝી કે કાફિર, તે તેમના માટે ગર્વની વાત છે.આનાથી તેમની ગરિમામાં કોઈ કમી થતી નથી, બલ્કે અલ્લાહ અને પયગમ્બર (સ.અ.વ.) અને માસૂમ ઈમામો (અ.મુ.સ.)ના માર્ગમાં તેમનું કદ અનેકગણું વધી જાય છે.

قُلِ ادْعُواْ اللّهَ أَوِ ادْعُواْ الرَّحْمَـنَ أَيًّا مَّا تَدْعُواْ فَلَهُ الأَسْمَاء الْحُسْنَى

Be the first to comment

Leave a Reply