શંકા:
10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ કર્યો હતો કે આશુરના દિવસે રોઝો રાખે.
જવાબ:
આ વાત સહી નથી. સાચી વાત આમ છે: રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને જ્યારે મદીના આવ્યા તો આપે યહુદીઓને 10 મી મોહર્રમના રોઝો રાખતા જોયા. પુછતાછ કરતા એ જાણવા મળ્યુ કે આ શુભ દિવસ છે. આ એ દિવસ છે કે જ્યારે બની ઈસ્રાઈલને તેના દુશ્મન ફીરૌનથી નજાત મળી હતી તેથી હ. મુસા (અ.સ.) આ દિવસે રોઝો રાખ્યો હતો.
રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: કે હું તમારા કરતા મુસાની વધારે યોગ્ય છું.
પછી આપે તે દિવસે રોઝા રાખ્યો અને મુસલમાનોને હુકમ કર્યો કે આ દિવસે રોઝો રાખે.
- (સહીહ બુખારી, ભાગ-3, ઈજીપ્ત પ્રકાશન-54, મીશ્કાત અલ મસાબીહ, દિલ્હી પ્રકાશન-1, 307 હી.સ. પા. 172)
મીશકાત અલ મસાબીહમાં તેના કોમેન્ટેટરે લખ્યું છે કે તે બીજો વર્ષ હતો. કારણકે પહેલા વર્ષમાં રસુલે ખુદા (સ.અ.વ.) મદીનામાં આશુરા પછી રબીઉલ અવ્વલમાં આવ્યા હતા. એ વાત ધ્યાનમાં રહે કે યહુદીઓનો પોતાનું ખુદનું એક અલગ કેલેન્ડર હતું અને અલગ મહિનાઓ. માટે એ વાતમાં કાંઈ તથ્ય નથી કે તેઓ 10 મી મોહર્રમના રોઝા રાખતા હતા. જ્યાં સુધી કે એ વાત સાબીત ન થઈ જાય કે 10 મી મોહર્રમની તારીખ હંમેશા ત્યારે આવતી જ્યારે આ યહુદીના રોઝા રાખવાનો દિવસ હતો.
યહુદીઓનો પહેલો મહીનો (અબીબ જેનું પછીથી નીસાન નામ પડયું) તે રજબ મહીનાની સાથે આવતો. ડબલ્યુ.ઓ.ઈ. ઓસ્ટ્રેલે અને થીઓડેર એચ. રોબીનસનએ લખ્યું છે કે અરેબીયામાં સહુથી અહેમ કે નવા ચાંદના તહેવારો આવતા તે રજબ મહીનામાં આવતા કે યહુદીના હીબ્ મહીના અબીબ સાથે આવતો અને આ તે વખત હતો જ્યારે પુરાણા ઝમાનાના અરબો સ્પ્રીંગ ફેસ્ટીવલ તેઓનો તહેવાર ઉજવતા.
(હીબ્ મઝહબ એસ.પી.સી.એક. લંડન, 1955, પા. 128
પહેલાના ઝમાનામાં હ. ઈબ્રાહીમ (અ.સ.)ના બન્ને વંશજો આ ઈન્ટલકેલટીક પધ્ધતિ આખા વર્ષમાં 1 વધારાનો મહીનો યા મહીનામાં વધારાનો દિવસ ઉમેરવાનું અનુસરણ કરતા હતા અને આ રીતે યહુદીઓનો સાતમો મહીનો તીસરી તીસરી 1, મોહર્રમ મહીના બન્ને એકી સાથે આવતા અને મોહર્રમની 10 મી તારીખ (આશુરા) 10 મી તીસરી બન્ને સાથે આવતા. જ્યારે યહુદીઓનો ઈદનો દિવસ હતો? રોઝાનો દિવસ હવે આ બન્ને કેલેન્ડર સમકાલીનતા (10 વખતે બનવું) તુટી ગઈ જ્યારે ઈસ્લામે 9 હીજરીના સાલના આ ઈન્ટરકેટેટીયા પધ્ધતિને બંધ કરાવી પરંતુ અગર ધ્યાનમાં લેવામાં આવે તો આ બન્ને કેલેન્ડરની સમકાલીનતા ઈસ્લામના આવ્યા પહેલા ખતમ થઈ ગઈ હતી. કેમકે અરબ લોકો તેઓના ઈન્ટરકેલેશનમાં મેથેમેટીકલ ગણત્રીની પરવાનગી નહોતા આપતા. આ માટે મોહર્રમ 2 જી હીજરી સનમાં પાંચમી જુલાઈ, 623 સી.ઈ. શ થયું. યહુદીના તીસરી મહીનાના ઘણા મહીના પહેલા કે જે તીસરી મહીનો હંમેશા (સપ્ટેમ્બર – ઓકટોબર) સાથે સહકાલીન હતો.
તો આનાથી સ્પષ્ટ થાય છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જે મદીનામાં ગુઝરી આશુરનો દિવસ યહુદીઓ માટે કાંઈ મહત્વ ધરાવતું ન હતું.
શંકા:
શઆતમાં આ દિવસે રોઝો રાખવો વાજીબ હતો પણ પછીથી રમઝાન મહીનામાં રોઝા વાજીભ કરવામાં આવ્યા અને આશુરાના દિવસનો રોઝો મરજીયાત કરવામાં આવ્યો ચાહે તો રાખી શકે.
આશુરની પવીત્રતા ને આ બનાવ સાથે સાંકળી નથી શકાતું. ફકત એ કારણ માટે કે મોહર્રમની હુરમત અને આશુરનો દિવસ મુકરર કરવામાં આવ્યો હતો. રસુલે ખુદા (સ.અ.વ.)ના વખતમાં ઈમામ હુસૈન (અ.સ.)ના જન્મના ઘણી પહેલા.
જવાબ:
સવાલ એ છે કે: શું કામ તે દિવસે રોઝો રાખવામાં આવતો હતો?
યહુદીના મીડ્રાશીક સાહિત્ય જણાવે છે કે સાતમાં મહીનાનો 10 મો દિવસ (યોમ હકીપુરમ એટોનમેન્ટનો દિવસ) ની ઘટનાને કોહે તુરના પહાડથી તે તૌરતની કે સુરા (ટેબલેટ ઓફ કોવેનન્ટ) લાવવામાં આવ્યા હતા જેમકે ડો. મીશેલ માવસારી કેસપી એ પોતાના પત્રમાં લખ્યું છે.
હવે સવાલ એ છે કે: અગર યહુદીઓ ચાહતા હોત કે તેઓ તીસરી-1 અને મોહર્રમની સમકાલીનતાને બાકી રહે તો કઈ રીતે તેઓ આ રિવાજ ને રસુલે ખુદા (સ.અ.વ.) ને કહેતા ભુલી ગયા.
તે મહીનો કે જેમાં અલ્લાહ (સુ.વ.ત.) બની ઇસરાઈલને ફીરૌનથી નજાત અપાવી તે મહીનો અબીબ હતો (જે રજબ મહીના સાથે સમકાલીન હતો) અને ઈન્જીલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ‘અબીબ મહીનામાં રાખો અને તેને સહી રાખો. ત્યાં સુધી તમારો ખુદા અલ્લાહ. કારણકે અબીબ મહીનાના તમારા ખુદા અલ્લાહે તમોને રાતના મીસરથી બાહર લાવ્યો હતો (ડયુટ 16:1)
હવે સવાલ એ છે કે કઈ રીતે યહુદીઓ એક ઘટના કે અબીબ (જે રજબ મહીના સાથે સમકાલીન હતો માં બની હતી તેને મોહર્રમ મહીના સાથે સાંકળે કે જે તૌરતે સાથે ખુલ્લો અનાદર થાય?
અહીં મુસલમાનો માટે વિચાર માંગે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ને મોકલવામાં આવ્યા હતા એ દીન સાથે કે બીજા બધા પહેલાના દીન અને શરીઅતને રદ કરતા હતા. તો પછી એમ કેમ બને કે તેમણે બે જરૂરી સમજ્યું યહુદીના આ રિવાજને ઈમીટેટ કરવાનું અપનાવવાનું.
ઉપરની બધી હકીકતને જાણીને એ વાત સ્પષ્ટ છે કે યહુદીઓ પાસે કોઈ કારણ નહોતું કે તેઓ આશુરના દિવસે રોઝો રાખે. એ ઝમાનામાં અને આ વાર્તા એ કારણે પર બનાવવામાં આવી હતી. એ ફકત એક ફીકશન એક કાલ્પનીક ઘટના કે જુઠાણું છે. ખરેખર આ વાત ઉપજાવી કાઢવામાં આવી હતી. એ રાવીથી કે જે ફકત એટલુંજ જાણતો હતો કે એક ઝમાનામાં મોહર્રમ યહુદીઓના તીસરો મહીના સાથે સમકાલીન હતો. પરંતુ આ સિવાય બાકી યહુદીના મઝહબ અને તેમની સંસ્કૃતિથી અજાણ હતો.
અહીં જરૂરી છે જાણવું અને જાહેર કરવું કે આવી અને આના જેવી બીજી હદીસોને ઘડી કાઢવામા. આવેલા છે. ઉમય્યાના માનવાવાળાઓથી ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી તે લોકો આ કેમ્પેન મીશન હતું કે 10 મી મોહર્રમ એ ખુશીનો દિવસ ગણાવે. આ હદીસો એના જેવીજ છે કે જે કહે છે 10 મી મોહર્રમ ના હ. નૂહ (અ.સ.)ની કશ્તી પહાડ પર ઉતરી હતી અને હ. ઈબ્રાહીમ (અ.સ.) માટે આગ ઠંડી અને મહેફુઝ થઈ ગઈ હતી અને હ. ઈસા (અ.સ.) આસ્માન પર ઉઠાવી લેવામાં આવ્યા હતા. આજ કેટેગરીમાં આ રિવાયત મુસલમાનોને પ્રેરે છે કે આશુરને ખુશીના દિવસ ગણવો. અને આ દિવસે અનાજને જમા કરે અને આનાથી પોતાના રીઝકમાં ઈઝાફો થશે અને ઘર પર અલ્લાહની રહેમત ઉતરશે.
શંકા:
બલ્કે આ તો એક ફઝીલત છે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત આ દિવસે થઈ. બીજું એક ગલત માન્યતા એ છે કે આ મહીનો અશુભ છે. કારણકે ઈમામ હુસૈન (અ.સ.) મોહર્રમમાં કત્લ કરવામાં આવ્યા હતા. તેથી લોકો આ મહીનામાં શાદી કરવાનું ટાળે છે.
આ વાત પાયા વગરની છે. અગર કોઈ મહાન વ્યકિતનું મૃત્યુ કોઈ દિવસને અશુભ બનાવી દે તો આવનાર વખત માટે તો પછી વર્ષનો કોઈ દિવસ અશુભમાંથી બાકાત નહિં રહે. કુરઅને મજીદ અને સુન્નતે રસુલ (સ.અ.વ.) આવી અંધશ્રધ્ધાઓ ખોટી માન્યતાથી આપણને મુકત કયર્િ છે.
જવાબ:
આ કંઈ નથી પણ ફકત ખોટો ખ્યાલ છે. કારણકે એવી કોઈ રિવાયત નથી જે કહેતી હોય કે આશુરના યા મોહર્રમ યા સફર મહીનામાં નિકાહ કરવા હરામ છે. પરંતુ એ વાત જાણવી જરી છે કે શું એક મુસલમાન પસંદ કરશે શાદી કરવી એ દિવસે કે જે દિવસે તેના માં યા બાપની રેહલત થઈ હોય યા પછી તે દિવસે કે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત હોય. યા પછી તે પોતાની વિવેક બુધ્ધી વાપરી તે શાદીને થોડા દિવસો માટે ટાળશે અને માન આપવાવાળા ખાતર.
Be the first to comment