ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને તેનો પેહલાની ઉમ્મતો સાથે સંબંધ

વાંચવાનો સમય: 3 મિનિટ

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એ ‘આસમાનો અને ઝમીનમાં એક મહત્વપૂર્ણ’ બાબત હતી. એક નોંધપાત્ર ઘટના હોવાથી, તેની ભૂતકાળ સાથે ઘણી કડીઓ હતી. અગાઉની ઉમ્મતોની સરખામણીમાં ઈમામ હુસૈન (અ.સ)ના ઝુલ્મ અને અસત્યની વિરુદ્ધ ક્યામ કરવાની બાબત ટીકા કરવાવાળાઓ માટે જવાબ છે

જવાબ
1. ઇસ્લામ અને બની ઇસરાઇલ
2. ઇમામ હુસૈન (અ.સ.) અને પયગંબર યહ્યા (અ.સ.)
3. ઇમામ હુસૈન (અ.સ.)ના કાતીલો અને પયગંબર યહ્યા (અ.સ.)
4. આસમાનોનું રુદન
5. ઇમામ હુસૈન (અ.સ.)નું ખાસ નામ
6. સબ્થ/સબ્ત (શનિવાર) નું ઉલ્લંઘન

1. ઇસ્લામ અને બની ઇસરાઇલ

એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ઇસ્લામ અને બની ઇસરાઇલની ઘટનાઓ એકબીજાનુ નજીકથી અનુસરણ કરશે.

અલ્લાહના નબી (સ.અ.વ.) એ આગાહી કરી:
“બની ઇસરાઇલમાં જે બન્યું તે ચોક્કસરીતે અને સચોટપણે અહીં પણ બનશે.”
(મન લા યહઝોરોહુલ-ફકીહ ભાગ. ૧, પા ૨૦૩, હદીસ ૬૦૯)

આપ (સ.અ.વ.)એ આમ પણ ફરમાવ્યું:
“ચોક્કસ,તોરેત અને કુરઆન એક ફરિશ્તા દ્વારા, એક ચામડી ઉપર અને એક પેનથી લખવામાં આવ્યા હતા, અને હદીસ સાથેના બધા ઉદાહરણો સમાન બન્યા હતા.”

(કિતાબ અલ-સુલેમ કેસ અલ-હિલાલી (ર.અ.)ભાગ – ૨ પા – ૫૯૯)

2. ઇમામ હુસૈન (અ.સ.) અને યહ્યા પયગંબર (અ.સ.)
જ્યારે ઝકરિયા પયગંબર (અ.સ.)ને ઇમામ હુસૈન (અ.સ.) અને કરબલાની ઘટના વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે અલ્લાહને વિનંતી કરી:
“અય અલ્લાહ મને એક એવો પુત્ર આપ જે વૃદ્ધાવસ્થામાં મારી આંખની ઠંડક બને અને તેને મારો વારસદાર અને જાનશીન બનાવ અને તેને મારા માટે તે જ સ્થાન અતા કર જે તે ઈમામ હુસૈન (અ.સ.)ને અતા કર્યું છે (પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) માટે). પછી જ્યારે તું તે મને અતા કરી દે, તો પછી તેમની મોહબ્બત થકી મારું ઇમ્તેહાન લે,પછી તેમના બાબતે મને મુશ્કેલીમાં મુબ્તેલા કર, જેવી રીતે તે તારા મેહબૂબ મોહમ્મદ (સ.અ.વ)ને તેમના પુત્ર (ઈમામ હુસૈન અ.સ.)ના બાબતમાં મુસીબતમાં મુબ્તેલા કર્યા.”
પછી અલ્લાહે તેમને યહ્યા અતા કર્યા અને ઝકરિયાને યહ્યાના બાબતમાં મુસીબતમાં મુબ્તેલા કર્યા.
(કમાલુદ્દીન ભા – ૨ પા -૪૬૧)

ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતમાં આપણે આપ(અ.સ.)ની તુલના યહ્યા પયગંબર (અ.સ.) સાથે કરીએ છીએ:
أَشْهَدُ أَنَّكَ مَضَيْتَ عَلَى مَا مَضَى عَلَيْهِ أَخُوكَ يَحْيَى بْنُ زَكَرِيَّا

“હું ગવાહી આપું છું કે તમે તમારા ભાઈ યહ્યા ઇબ્ને ઝકરિયાના માર્ગ પર ચાલ્યા છો.”
(બશારહ અલ-મુસ્તફા (સ.અ.વ.) પા ૭૪-૭૫)

૩. ઇમામ હુસૈન (અ.સ.) અને યહ્યા (અ.સ.)ના કાતીલો
ઇમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
“યહ્યા ઇબ્ને ઝકરિયા(અ.સ.)નો કાતિલ નાજાએઝ જન્મેલો હતો અને ઇમામ હુસૈન (અ.સ.)નો કાતિલ પણ નાજાએઝ જન્મેલો હતો. તેમના સિવાય આસમાને ક્યારેય કોઈના પર રુદન નથી કર્યું.
(કામિલ અલ-ઝિયારત પા – ૭૭)

પવિત્ર પયગંબર (સ.અ.વ.) ફરમાવે છે;
જહન્નમમાં એક એવી જગ્યા છે જ્યાં કોઈ દાખલ નહિ થાય સિવાય હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ના કાતીલો અને યહ્યા ઇબ્ને ઝકરીયા (અ.સ.)ના કાતીલો.
(કામિલ અલ-ઝિયારત પા – ૭૮)

4. આસમાનોનું રુદન (જન્નતનું રુદન)

ઇમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
હુસૈન ઇબ્ને અલી (અ.સ.) અને યહ્યા ઇબ્ને ઝકારિયા (અ.સ.) પર આસમાનોએ રુદન કર્યું છે અને તેણે તેમના સિવાય બીજા કોઈ પર ક્યારેય રુદન નથી કર્યું.

મેં પૂછ્યું: આસમાનોનું રુદન કરવું કેવું હતું?

ઈમામ (અ.સ.) એ જવાબ આપ્યો: “આસમાન ચાલીસ દિવસ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સુરજ જેવું લાલ રહ્યું,”
(કામિલ અલ-ઝિયારત પા – ૮૯)

5. ઇમામ હુસૈન (અ.સ.)નું ખાસ નામ
કુરઆનની આ આયત :

لَمْ نَجْعَل لَّهُ مِن قَبْلُ سَمِيًّا

“આ નામ અમે પહેલા કોઈને આપ્યું નથી. “
(સુરએ મરિયમ (૧૯/૭)

ઇમામ જાફર સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
“હુસૈન ઈબ્ને અલી (અ.સ.)નું નામ તેમના પહેલા કોઈને આપવામાં આવ્યું ન હતું અને યહ્યા ઈબ્ને ઝકરિયા (અ.સ.)નું નામ પણ તેમના પહેલા કોઈને આપવામાં આવ્યું ન હતું.”
(કામિલ અલ-ઝિયારત પા -૯૦)

6. સબ્થ/સબ્ત (શનિવાર)નુ ઉલ્લંઘન
રાવી બયાન કરે છે :
આ ઉમ્મત ઈમામ હુસૈન (અ.સ.)ના સાથીઓ પર એવી રીતે ઝુલ્મ કરશે જેવી રીતે બની ઈસરાઇલે શનિવારના અત્યાચાર કર્યો હતો અને ઈમામ (અ.સ.) પણ શનિવારે આશુરાના દિવસે શહીદ થયા હતા (એ મહિનામાં જેમાં જંગ હરામ છે).
(કામિલ અલ-ઝિયારત પા ૭૩)
સ્પષ્ટપણે, ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની, પેહલાની ઉમ્મતની ઘટનાઓ અને વ્યક્તિઓ સાથે સરખામણીમાં આપ (અ.સ)ની નિખાલસતા અને સત્યતાનો, તેમજ જુઠ અને દૃષ્ટતાની સામે ક્યામ કરવાનો અને ઇસ્લામને બચાવવાનો વધુ એક પુરાવો છે (અગર જરૂર હોય તો) તે ઇસ્લામ જે આપ (અ.સ)ના નાના (સ.અ.વ) દ્વારા ઓળખાવાયો અને આપના માતા પિતા (અ.સ) દ્વારા તેને ફેલાવાયો.

Be the first to comment

Leave a Reply