બિમારીમાં શ્રેષ્ઠ ઈલાજ – કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 2 મિનિટ

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમની મશ્હુર હદીસ, હદીસે સકલૈન (બે મહાભારે વસ્તુઓ)માં મુસલમાન ઉમ્મતને કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)થી વળગી રહેવાની તાકીદ કરી હતી.

જ્યારે આ મહાભારે વસ્તુઓ દરમ્યાન હિદાયત અને ઈસ્મત (મઅસુમ હોવા) અનુસંધાને ઘણી બધી સામ્યતાઓ છે.ત્યારે બીજા એક ક્ષેત્રમાં આ બન્ને  મહાભારે વસ્તુઓ મુસલમાનોને ખુબ જ ફાયદાકારક છે, તે છે બિમારીના ઈલાજમાં.

જેમકે નીચેની રિવાયતમાં તાકીદ થઈ છે કે માયુસીના સમયે, બિમારી અને મુશ્કેલીઓમાં કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.) તરફ રજુ થવું શ્રેષ્ઠ ઈલાજ છે.

પવિત્ર કુરઆન શફા છે:

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:

કુરઆન સ્પષ્ટ નૂર છે, મઝબુત રસ્સી છે, ઉચ્ચ મકામ છે, શ્રેષ્ઠ શફાઅત કરનાર છે, શ્રેષ્ઠતા ધરાવે છે અને મોટી કામ્યાબી છે. જે કોઈ તેમાંથી નૂર લેવા ચાહે છે, તો કુરઆનના નૂરથી તે નુરાની થશે અને જે કોઈ તેની બાબતોથી વળગેલો રહે છે તો તે તેને સુરક્ષિત રાખશે, જે તેને મઝબુતીથી પકડી રાખશે, તે તેને નજાત અપાવશે. જે પોતાને અલ્લાહના હુકમોથી જુદા નહિ રાખે તો અલ્લાહ તેના દરજ્જાને બલંદ કરશે અને જે કોઈ તેના દ્વારા શફા ચાહશે તો અલ્લાહ તેઓને શફા આપશે.

  • સુરએ બકરહ (2): 97-98 હેઠળ તફસીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.)

એહલેબૈત (અ.મુ.સ.) મુહાફીઝો છે:

અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ ફરમાવ્યું:

અમો એહલેબૈત (અ.મુ.સ.)ને યાદ કરવા સખ્ત તાવ અને બિમારી, શંકાઓના વસવસાઓથી નજાતનું કારણ છે અને અમારી સાથે મોહબ્બત અલ્લાહ અઝઝ વ જલ્લની રઝામંદીનું સબબ છે.

  • મહાસીન, ભાગ-1, પા. 62
  • વસાએલુશ્શીઆ, ભાગ-16, પા. 368
  • ખેસાલ, ભાગ-2, પા. 625, 400 નું પ્રકરણ
  • બેહારુલ અન્વાર, ભાગ-2, પા. 145, ભાગ-10, પા. 104, ભાગ-26, પા. 227, ભાગ-59, પા. 97

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

કુરઆન સાથે અમો એહલેબૈત (અ.મુ.સ.)ને યાદ કરવા અને અમારા ઉપર સલવાત મોકલવા કરતા બીજું કોઈ વધુ શફા આપનાર નથી. બેશક અલ્લાહ અઝઝ વ જલ્લ એ એહલેબૈત (અ.મુ.સ.)ના વર્ણનને છાતીઓમાં જે કંઈ છે તેના માટે શફા કરાર દીધું છે અને અમારા ઉપર સલવાત મોકલવું મુસીબતો અને ગુનાહોના દૂર થવાનું તથા ખામીઓથી પાક થવાનું અને નેકીઓનું પ્રમાણ વધવાનું સબબ કરાર દીધું છે.

જે કોઈ આ સિવાયની માન્યતા ધરાવે છે તો તે શયતાનના વસવસાનો શિકાર છે.

  • સુરએ બકરહ (2), આયત નં. 172-173 હેઠળ તફસીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.)
  • બેહારુલ અન્વાર, ભાગ-26, પા. 233
  • મુસ્તદરકે વસાએલ, ભાગ-12, પા. 392

સ્પષ્ટપણે કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.) ઉમ્મતની હિદાયત માટે ન ફકત રુહાની માર્ગદર્શક છે પરંતુ  લોકોની બિમારી, માયુસી અને તકલીફોમાં શફા આપનાર પણ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*