જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.): ઝુલ્મ અને આતંકવાદનો શિકાર

વાંચવાનો સમય: 11 મિનિટ

પરિચય

પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત બાદ એવી ઘટનાઓની શૃંખલા સર્જાઈ કે જેણે મુસલમાનોને અજાણતા જ પકડી લીધા. તેઓએ આ ઘટનાઓને એવી રીતે સ્વીકારી કે જાણે તે એક કુદરતી બાબત હતી અને તેમના આત્મસમર્પણ ના લાંબા ગાળાના પરિણામોથી અજાણ રહ્યા.

આવી જ એક ઘટના જે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત પછી બની તે બીબી ફાતેમા (સ.અ.)ના ઘરનો ઘેરવું અને તેની પછી તેના પર હુમલો કે જેણે બે લોકોના જીવ લીધા, તેમાંથી એક પોતે બીબી ફાતેમા (સ.અ.)હતા અને બીજા જ. મોહસીંન ઇબ્ને અલી (અ.સ) કે જેમની શહાદત આ લેખનો વિષય છે.

 1. અવિશ્વસનીય હકીકત
 2. હુમલાનો સમય
 3. કોણ છે જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.)
 4. જ.મોહસીન ઇબ્ને અલી(અ.સ)ની શહાદતના દસ્તાવેજી પુરાવા.
 5. બીબી ફાતેમા (સ.અ.) પર ઝૂલમ કરનારની હત્યા કરવાની પરવાનગી
 6. કિતાબોની આવૃત્તિઓનો ઇતિહાસ જેને જ.મોહસીન ઇબ્ને અલી(અ.સ)ની શહાદત નોંધી છે
 7. તારણ

 

1.અવિશ્વસનીય હકીકત

મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત એટલી અવિશ્વસનીય અને આશ્ચર્યજનક છે કે ઘણા મુસલમાનોએ તેનો ઇન્કાર કર્યો છે.

પણ જ્યારે કોઈ તેના પર વિચારે, ત્યારે ખરેખર આ ઘટના અવિશ્વસનીય હકીકત છે. માત્ર જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ)ની શહાદત જ નહીં,ઘટનાઓની આખી શ્રૃંખલા, ઝાલીમો અને મઝૂલમો, અને બીબી ફાતેમા (સ.અ.)ના ઘર પરના હુમલા વિશે બધું જ અવિશ્વસનીય હકીકતછે.

તે અવિશ્વસનીય છે કે કોઈ બીબી ફાતેમા (સ.અ.)ના એક વાળને પણ વાંકો કરી શકે ખાસ કરીને ત્યારે કે જ્યારે મુસલમાનોને પવિત્ર પયગંબર (સ.અ.વ.) દ્વારા આ સંદર્ભમાં સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ફાતેમા(સ.અ) ની નારાઝગી આપ(સ.અ.વ)ની નારાઝગીનું કારણ છે અને આપ(સ.અ.વ)ની નારાઝગી અલ્લાહની નારાઝગીનું કારણ છે અને જેણે અલ્લાહને નારાઝ કર્યો તેનું ઠેકાણું જહન્નમ છે.

તે અવિશ્વસનીય છે કે અલી બીન અબી તાલિબ (અ.સ.) કે જેમને ગદીર-એ-ખુમમાં આપ (સ.અ.વ.)ની શહાદતના ત્રણ મહિના કરતા ઓછા સમય પહેલા ઇલાહી હુકમ વડે પયગંબર (સ.અ.વ) દ્વારા જાહેરમાં અમીરુલ મોઅમેનીન કરાર દેવામાં આવ્યા હતા અને તેમની આ પસંદગી અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ)ની સર્વસંમતિથી પસંદગી હતી કે જેને ઇસ્લામના ઈતિહાસમાં દરેક નોંધપાત્ર ઘટનાઓ દ્વારા ઘોષિત કરવામાં આવી છે શું આ મહાન હસ્તી એવી વ્યક્તિઓના તાબે હોવી જોઈએ જેઓ તેના ઘોડાના પગની ધૂળ સાથે પણ તુલના કરી શકતા નથી, જેની કસમ અલ્લાહ એ સૂરએ આદિયાતમાં ખાધી છે

એ પણ અવિશ્વસનીય છે કે આ અપરાધના ગુનેહગારો અન્ય કોઈ નહીં પણ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના કહેવાતા સહાબીઑ અને તેમના કહેવાતા ઉત્તરાધિકારીઓ હતા જેમણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નિકટતા અને ભાઈચારાનો દાવો કર્યો હતો અને જેમના નામો વડે કહેવાતા મુસલમાનો અલ્લાહની રહમત તલબ કરે છે

તે પણ અવિશ્વસનીય છે કે જે ઝુલ્મો બીબી ફાતેમા (સ.અ.)પર ગુઝારવામાં આવ્યા તે જ તેમની શહાદતનું કારણ બન્યું અને અલી (અ.સ)ને એ કેહવું પડયું કે બીબી ફાતેમાં (સ અ)ની હાલત કળીમાં ચૂસી ગયેલા ફૂલ જેવી હતી અને પયગંબર (સ.અ.વ.)ને જ. ફાતેમા (સ.અ)ની હિફાઝત બાબતે ફરિયાદ કરી અને કહ્યું કે જ.ફાતેમા (સ.અ.)ની હિફાઝત ન થઇ શકી આ બધું પયગંબર (સ.અ.વ.)ની શહાદતના અને આયાત એ તતહીર (સૂરએ અહઝાબ (33: 33)) ના નાઝીલ થવાના અને કિસાઅ(ચાદર)ની ઘટનાના તમામ મુસલમાનો ના ગવાહ બન્યાનાના થોડા સમયમાં બન્યુ હતું

તે પણ અવિશ્વસનીય છે કે બીબી ફાતેમાં (સ.અ.)એ વસિયત કરી હતી કે આપ (સ.અ)નો  જનાઝૉ રાતના અંધારામાં દફનાવામાં આવે તે સહાબીઑને ધ્યામાં રાખતા જેઓ તેમના જનાઝામાં શરીક થવા લાયક ન હતા અને આ રીતે તેઓની ખિલાફત અને તેમના પિતા (સ.અ.વ) સાથે કહેવાતી નિકટતાના દાવાને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો.  અને આપ(સ.અ) પર ઝુલ્મ કરનાર ઝાલીમોના મોઢા પર એવો તમાચો માર્યો હતો કે જેની ગુંજ હમેશા તે ઝાલીમો અને તેના અનુયાયીઓ સાંભળશે

છેવટે, તે પણ અવિશ્વસનીય છે કે દુન્યવી સત્તા અને પદ માટે થોડા વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સંઘર્ષ,નિર્દયતાથી છ મહિનાના અજાત શિશુના અસ્તિત્વને તેની માતાના ગર્ભાશયમાંથી ઉખાડી નાખશે.

અહીં, અલી બીન અબી તાલિબ(અ.સ) અને બીબી ફાતેમા(સ.અ)ના ઈમામ હસન(અ.સ)અને ઈમામ હુસૈન(અ.સ) બાદ ત્રીજા પુત્ર જ. મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદતનુ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શહાદત પહેલા અને પછીની અન્ય ઘટનાઓ,  અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં તેનો ટુંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખોટી રીતે માહિતગાર અને અજાણ મુસલમાનો દ્વારા વિપરીત દાવાઓ હોવા છતાં, તે બંને ફિરકાઓ  અહલે સુન્નાહ અને શિયાઓના સંખ્યાબંધ આલીમો દ્વારા સારી રીતે રિવાયતોમાં નોંધાયેલ છે, કે બીબી ફાતેમા(સ.અ.)ના ઘર પર રસુલ(સ.અ.વ)ની શહાદતના થોડા દિવસો પછી જ ખુબજ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. બીબી ફાતેમા(સ.અ.) અને અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) પર હુમલો કરનારા સહાબીઑનો ઉદ્દેશ્ય કહેવાતા પ્રથમ ખલીફા માટે અલી (અ.સ.)ની બયઅત તલબ કરવાનો હતો, તેઓ જાણતા હતા કે અલી (અ.સ)ની બયઅત વિના કહેવાતા પ્રથમ ખલીફાની ખિલાફતમાં કોઈ પણ પ્રકારની કાયદેસરતાનો અભાવ રહશે.

 1. હુમલાનો સમય

જો કે બીબી ફાતેમાં (સ. અ)ના  ઘર પરના હુમલાનો ચોક્કસ દિવસ ઇતિહાસકારોમાં ચર્ચાનો વિષય છે, વ્યાપક સર્વસંમતિ એ છે કે તે બધું રસુલ (સ.અ.વ.)ની શહાદતના ત્રણ દિવસની અંદર થયું હતું અને એક કરતા વધુ પ્રયાસો થયા હતા. આ હકીકત પરથી તારણ કાઢવામાં આવે છે કે  જ્યારે ટોળાએ કહેવાતા પ્રથમ ખલીફા માટે બયઅતની માંગ કરી તો અલી બીન અબી તાલિબ (અ.સ.) એ ઘરની બહાર આવવાનો ઇન્કાર કર્યો, પયગંબર (સ.અ.વ.)ની વસીયતને ટાંકીને કે જ્યાં સુધી તેઓ કુરઆન ભેગું ન કરે ત્યાં સુધી તેઓ ઘરમાં જ  રહે અને અલી (અ.સ.) એ કાર્ય પૂર્ણ કરવામાં ત્રણ દિવસનો સમય લીધો..

(ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ની તફસીર-એ-ફૂરાત-એ-કુફી પા. 398-399), જે ઇબ્ને નદીમ દ્વારા તેમના પુસ્તક અલ-ફેહરિસ્ત પા 30 પર નોંધવામાં આવ્યું છે, બેહાર અલ-અનવાર, વોલ્યુમ 23 પા 249 જો કે કેટલીક હદીસોમાં કુરઆનને સંકલિત કરવા માટેના દિવસોની સંખ્યા સાત/નવ દિવસ તરીકે વર્ણવવામાં આવી છે.)

આના આધારે, તે સ્પષ્ટ છે કે બીબી ફાતેમાં (સ.અ.)ના ઘર પર હુમલો પયગંબર (સ.અ.વ.)ની શહાદતના મહત્તમ (વધુમાં વધુ) નવ દિવસની અંદર કરવામાં આવ્યો હતો. કુરઆનનુ ભેગું કરવું એના ઘર પર હુમલાનો ઉલ્લેખ કરતી ઘણી રિવાયતો બે દિવસ અને ત્રણ દિવસનો ઉલ્લેખ કરે છે અને સંભવ છે કે બે ઘટનાઓ રાવીઓ દ્વારા ભેગી કરવામાં આવી હોય. કોઈપણ રીતે, તે સૌથી વધુ સંભવ છે કે બીબી ફાતેમાં  (સ.અ.)ના ઘર પરનો હુમલો સરકાર સમર્થિત ટોળા દ્વારા બે-ત્રણ દિવસમાં કરવામાં આવ્યો હતો, જે સાત કે નવ દિવસના વધુ લાંબા સમયગાળાના વિરોધમાં છે.

28મી સફરના રોજ પયગંબર (સ.અ.વ.)ની શહાદતની અમુક ક્ષણોમાં આ જૂથ જે તત્પરતા અને ઉત્સુકતા સાથે પોતાની વચ્ચે ખલીફાની પસંદગી કરવા આગળ વધ્યું હતું તે જોતાં વેહલા હુમલો પણ વધુ બુદ્ધિગમ્ય લાગે છે. તેમની યોજનાને કાયદેસરતા આપવા માટે અલી (અ.સ.)ની કહેવાતા પ્રથમ ખલીફા માટેની બયઅત ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી, તે ખૂબ ઓછું શક્ય છે કે તેઓએ આ પગલામાં(અલી અ.સ ની બયઅતના) વિલંબ કર્યો હોય,કારણ કે દરેક પસાર થતા દરેક દિવસે તેમની પર બાજી પલટવાનું જોખમ વધતું જાય. એકવાર સમગ્ર મદીનાએ (બની હાશિમ અને અલી (અ.સ.)ના પસંદગીના સહાબીઑ સિવાય) બયઅતનું વચન આપ્યું, ત્યારે તેઓને અહેસાસ થયો કે તેઓને અલી(અ. સ)ની બયઅત પ્રાપ્ત કરવા માટે ઝડપથી આગળ વધવું પડશે જે તેની ગેરહાજરીથી સ્પષ્ટ હતી.

(કિતાબ-એ-સુલેમ ઇબ્ને કયસ પા 82, 249)

જો કોઈ વ્યક્તિ પયગંબર (સ.અ.વ.)ની શહાદતના ત્રણ દિવસ પછીના હુમલાને ધ્યાનમાં લે છે, તો 1લી રબી અલ-અવ્વલ એ અલી (અ.સ.) અને બીબી ફાતેમાં (સ.અ.) અને તેમના શિયાઓના જીવનમાં સૌથી વધુ મુસીબતવાળો દિવસ છે જેણે ઇસ્લામના માર્ગને કાયમ માટે બદલી નાખ્યો.તે એહલેબેત (અ.મુ.સ)ના ઉપર અયોગ્ય મખ્લુકની હુકુમતને નિશાનદેહી કરે છે અને અન્ય ઝુલ્મો અને ગુનાહોનો પાયો નાખે છે જેમ કે કરબલાની જંગ અને બધા ઈમામો (અ.મુ.સ)ની શહાદત જે ઈમામ મહદી (અ.ત.ફ.શ)ની ગયબત પર પૂરું થાય છે. આ બધી ઘટનાઓ બીબી ફાતેમાં (સ.અ.)ના ઘર પરના એક જ હુમલાથી શરૂ થઈ હતી અને જો કોઈ બીજું કઈ માને છે તો તેણે અલી (અ.સ.) અને બીબી ફાતેમા(સ.અ.)ને નીચા આંકયા  આ જ કારણ છે કે વિશ્વભરના શિયાઓ 1લી રબી અલ-અવ્વલના જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદતની તારીખ તરીકે મનાવે છે. કોઈ ચોક્કસ તારીખનું અવલોકન કરવાનો વિચાર નથી કારણ કે તે એવી વ્યક્તિની શહાદતનું અવલોકન કરવાનો છે કે જેણે પોતાનો જીવ આપીને તે લોકોના પ્રયત્નોને અમાન્ય કરી દીધા જેઓએ બીબી ફાતેમાં (સ.અ.)ના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને પોતાની ખિલાફતને કાયદેસર બનાવવાની કોશિશ કરી હતી જ્યારે કે આપ(સ.અ)ની એકલા છોડી દેવાની આજીજી કરવા છતાં.

 1. કોણ છે મોહસીન ઈબ્ને અલી (..)

મોહસીન ઇબ્ને અલી (અ.સ.),અલી (અ.સ.) અને બીબી ફાતેમા(સ.અ)ના હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) પછી  ત્રીજા પુત્ર છે. તેમને મુશબ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે જે હારૂન બીન ઈમરાન(અ.સ) ના ત્રીજા પુત્રનું પણ નામ છે. હુમલા સમયે અજાત બાળકની ઉંમર છ મહિનાથી વધુ ન હતી.

(અલ-હિદાયત અલ-કુબરા, પૃષ્ઠ. 407, બેહાર અલ-અનવાર, ભાગ. 53 પૃષ્ઠ. 19).

 જે બીબી ફાતેમાં(સ.અ)ના ઘર પર હુમલો કરવાનો ઉદેશ હતો તે બાબતમાં કે રાજકારણમાં મોહસીન ઇબ્ને અલી (અ.સ) જરા પણ સંકળાયેલા ન હતા,. તે દિવસે બનેલી કોઈપણ ઘટનાથી તે જોડાયેલા ન હતા અને અલી (અ.સ.) અને બીબી (સ.અ.) સાથે ઝઘડો કરનાર કોઈની પણ મોહસીન બીન અલી(અ.સ) સામે દલીલ ન હતી.  અલી (અ.સ.) અને બીબી ફાતેમાં (સ.અ.)ના માસૂમ હોવા વિશે દલીલ કરનારાઓ સામે પણ જ્યારે અજાત બાળકની માસુમિયતની વાત થાય છે ત્યારે ચૂપ થઈ જાય છે કારણ કે તેમની પાસે કોઈ જવાબ નથી.

આમતો ફાતેમાં(સ.અ)ના ઘર પરનો સમગ્ર હુમલો ગેરકાયદેસર હતો પરંતુ મોહસીન ઇબ્ને અલી (અ.સ.) પરનો હુમલો આ હુમલાનો સૌથી વધુ ગેરકાયદેસર ભાગ હતો.

જેવી રીતે આ હુમલાએ કરબલામાં 50 વર્ષ પછી બીજા ખૂની હુમલાનો પાયો નાખ્યો હતો, તે જ રીતે કદાચ મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત તેમના માતા-પિતા (અ.સ.)ની માઅસુમિયત સુરક્ષિત રાખવા માટે છે, તેજ રીતે કદાચ તેમના ભત્રીજા અલી બીન હુસૈન  (અલ-અસગર(અ.સ))ને પ્રેરણા મળી હતી કરબલામાં દુશ્મનો સામે યુદ્ધ કરવા માટે અને ઈમામ હુસૈન(અ.સ)ની માઅસુમિયતની સુરક્ષા માટે અલબત્ત,ઈમામ હુસૈન બિન અલી(અ.સ) મઝલુમોમાં બેમિસાલ છે કારણ કે તે એક માત્ર એ શ્ખ્સીય્ય્ત છે જે બંને હુમલાના સમય પર હાજર હતા – એક તેમના માતા પિતા અને ભાઈ પરના હુમલામાં અને બીજો તેમના બાળકો, ભત્રીજાઓ અને બીજા ભાઈ પર હુમલો

તે કદાચ મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદતની શક્તિ છે કે જેના કારણે હક્કે ખિલાફત અને જ.ફાતેમા (સ.અ.)પરના ઝુલ્મો સ્પષ્ટ થઈ જાય છે જેના કારણે કેટલાક મુસલમાનોને તેમની આ હુમલામાં શહાદતના ઇન્કાર કરવા તરફ દોરી ગયું અને તેઓ તેના બીજા કારણો આપવા લાગ્યા. આ સ્પષ્ટપણે ખોટી માહિતી અથવા માહિતીના અભાવ પર આધારિત એક ઝુંબેશ છે જે ફાતેમા (સ.અ.)ના ઘર પરના હુમલાને સંપૂર્ણપણે નકારી કાઢવાના અભિયાન જેવું જ છે.ફાતેમા (સ.અ.)ના ઘર પરના હુમલાનું કોઈ પણ બચાવ  નથી અને તેથી તેને સંપૂર્ણપણે નકારી કાઢવાનો એકમાત્ર રસ્તો છે.

અલબત્ત,ઇન્કાર કરનારાઓને સૌથી મોટો ફટકો એ હુમલાના પરિણામે બીબી ફાતેમા (સ.અ.) અને મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત છે. તે વ્યાપકપણે નોંધાયેલું છે કે હુમલાના પરિણામે બંને (અ.સ.) શહીદ થયા હતા; મોહસીન ઇબ્ને અલી (અ.સ.) તરતજ અને ફાતેમા (સ.અ.) થોડા દિવસો પછી.

 1. મોહસીન બિન અલી (..)ની શહાદતના દસ્તાવેજી પુરાવા

મોહસીન ઇબ્ને અલી(અ.સ)ની શહાદત બીબી ફાતેમા(સ.અ)ના ઘર પર હુમલાના કારણે થઈ તે સાબિત કરવા માટે ઘણી સ્પષ્ટ રીતે નોધાયેલી રિવાયતો છે.આ બાબતની સત્યતા શોધવામાં રસ ધરાવનારાઓએ આ જોઈ આશ્ચર્યચકિત ન થવું જોઈએ કે મોહસીન ઇબ્ને અલી(અ. સ) ની શહાદતની નોંધ અનેક યુગો અને પૂર્વગ્રહો (શિયા અને અહલે સુન્નત)ના આલીમો અને ઇતિહાસકારોએ નોંધી છે જે આ વાતને સંપૂર્ણપણે શંકાના દાયરાથી બહાર રાખે છે .

) પવિત્ર કુરઆનમાં મોહસીન ઇબ્ને અલી (..)ની શહાદત

 કોઈપણ માન્યતા અથવા ખ્યાલના પુરાવા શોધવાનું પ્રથમ સ્થાન કુરઆન હોવાથી, આપણે પણ મોહસીન ઇબ્ને અલી(અ.સ)ની શહાદતના પુરાવા શોધવા માટે આ ઇલાહી કિતાબ તરફ વળવું જોઈએ અને આ ઘટનાનો પુરાવો સુરએ તકવીર (81) ની 8મી અને 9મી આયતોમાં દેખાય છે:

અને જ્યારે માદા શિશુને જીવતી દફનાવવામાં આવે છે, ત્યારે તેણીને કયા ગુનાહ માટે મારી નાખવામાં આવી હતી.’

મુફઝઝલ બીન ઉમર ઈમામ સાદિક(અ.સ)ના આદરણીય સહાબી અને ખાસ નાએબ છે જેણે ઈમામ (અ.સ.)ને પૂછ્યું – આ આયતો વિશે તમારો શું અભિપ્રાય છે?

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: અય મુફઝ્ઝલ, અલ્લાહની કસમ, આ આયતમાં ‘મૌદાતો’ (નવજાત શિશુ) નો અર્થ મોહસીન(અ.સ) છે અને ચોક્કસ તે અમારામાંથી છે અને બીજાઑ માંથી નથી. જેઓ અન્યથા દાવો કરે છે તેઓ જૂઠું બોલે છે.

પછી ઇમામ (અ.સ.)એ વિગતવાર ફરમાવ્યું(કયામતના દિવસની ઘટનાઓ વિશે) – ફાતેમા (સ.અ.), અલ્લાહના રસૂલની દુખ્તર દુઆ કરશે – અય અલ્લાહ! તારું વચન અને મારી સાથે તારી કસમને પૂરી કર તેઓના બારામાં કે જેઓએ મારા પર ઝૂલમ કર્યો છે, જેઓએ મારા અધિકારોને છીનવી લીધા, જેઓએ મારા પર હુમલો કર્યો અને મારી બધી ઔલાદના સબંધમા મને દુઃખ પહોંચાડ્યું.

આ સાંભળીને, સાતેય આસમાનમાં રહેનારા તમામ ફરિશ્તાઓ,અર્શને ઉપાડનારાઓ અને અવકાશમાં રહેનારા અને ઝમીનના રહેવાસીઓ અને પૃથ્વીના સ્તરો હેઠળ રેહનારાઑ અલ્લાહની સામે વિલાપ કરી રડશે. પછી તેઓ માંથી કોઈ પણ બચશે નહીં જેઓએ અમારા પર ઝૂલમ કર્યો હશે અને અમને કતલ કર્યા હશે અને જેઓ અમારા પર ઝૂલમથી ખુશ હતા ત્યાં સુધી કે તેઓને કતલ કરવામાં આવશે.

(બેહાર અલ-અનવાર ભાગ 53 પા. 23-24)

) મોહસીન ઇબ્ને અલી (..)ની  શહાદત દુઆઓમાં

પવિત્ર કુરઆન સિવાય, માઅસૂમ ઈમામો(અ. સ)ની દુઆઓ ભરોસાપાત્ર સ્ત્રોત છે અકીદાઓ અને ધારણાઓના. જ. મોહસીન બીન અલી (અ.સ.)ની શહાદતનો ઉલ્લેખ દુઆઓમા પણ જોવા મળે છે. દુઆ એ સનમય કુરૈશ નામની મશહૂર દુઆમાં આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે તે ઝુલ્મ કરનારાઓ(અહલેબેત અ.મુ. સ પર )પર લાઅનત કરે તે દરેક ભ્રુણની હત્યા માટે જે તેઓએ કરી છે

(મિસ્બાહ અલ-કફામી પા 731 શેખ તકી અલ-દીન ઇબ્રાહીમ અલ-કફામી દ્વારા)

અહીં, ફાતેમા (સ.અ.) ના ઘર પર હુમલો કરનારા ઝાલીમો તરફ ઈશારો છે જેના પરિણામે મોહસીન બિન અલી (અ.સ.)ની શહાદત થઈ તે સ્પષ્ટ છે.

 

) મોહસીન ઇબ્ને અલી (..)ની શહાદત સુન્નત અને ઇતિહાસમાંથી

 • અલ્લામાહ મોહમ્મદ બાકીર મજલિસી બેહાર અલ-અનવાર ભાગ. 43 પા 171 માં અબુ બસીરથી નોંધે છે જેઑ ઇમામ જાફર સાદિક (અ.સ.)થી વર્ણવે છે, ‘ફાતેમા (સ.અ.) નું મૃત્યુ તલ્વાર દ્વારા વીંધવાથી થયું હતું જેણે (અજાત) જ.મોહસીનની જાન લીધી હતી. આ ગુનાહનો ગુનેહગાર કુનફુઝ હતો, જે તેના માસ્ટરના સ્પષ્ટ આદેશ પર કામ કરી રહ્યો હતો…’
 • ઇબને શહર આશોબ અલ-સરવી અલ-માઝંદરાની ઇબ્ને કુતયબાહ અલ-દીનાવરી (અહલે સુન્નતના આલીમ) ની અલ-મઆરીફ ભાગ. 3 પા 132માં માંથી નોંધે છે કે  -ફાતેમા(સ.અ)ના બાળકો નીચે મુજબ હતા –

હસન, હુસૈન, ઝૈનબ, ઉમ્મે કુલસુમ અને મોહસીન બીન અલી જેની હત્યા કુનફુઝ અદવી દ્વારા કરવામાં આવી હતી (એટલે કે બની અદીમાંથી,તેજ કબીલો જેમાંથી બીજા ખલીફા હતા).

 • ઇસ્બાત અલ-વિલાયહ પા 142માં મસઉદી નોંધે છે કે – તેઓએ ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કર્યો. તેઓએ તમામ ઓરતોની સરદારને દરવાજાની પાછળ એટલી હિંસક રીતે કચડી નાખ્યા કે તેના પરિણામે મોહસીનનો ગર્ભપાત થયો.
 • મુહમ્મદ અલ-શહરસ્તાની અલ-મેંલલ વ અલ-નેહલ ભાગ 1 પા. 57 (બેરૂત આવૃત્તિ)માં નોંધે છે કે – બીજા ખલીફાએ ફાતેમા(સ.અ)ના પેટમાં (બયઅતના દિવસે) એટલો હિંસક પ્રહાર કર્યો કે આપ (અ.સ) આપના પેટ પર પડી ગયા (પરિણામે શિશુનું મૃત્યુ થયું).
 • અબુ અબ્દીલ્લાહ શમ્સ અલ-દીન અલ-ઝહબી મિઝાન અલ-એતેદાલભાગ 1 પા 139 માં નોંધે છે કે   – નિઃશંકપણે બીજા ખલીફાએ ફાતેમાને એટલી લાત મારી હતી કે તે મોહસીનના કસુવાવડ તરફ દોરી ગઈ .
 • અલ્લામા ખલીલ બીન અયબક અલ-સફદી અલ-વફી બે અલ-વફીયાત ભાગ. 6 પા 17માં નોંધે છે કે  – મોઅતઝેલા સંપ્રદાયનું માનવું છે કે બયઅતના દિવસે બીજા ખલીફાએ નિઃશંકપણે ફાતેમાને એટલુ માર્યું કે જ.મોહસીનની શહાદત થઇ ગઈ.
 • અબ્દુલ કાદિર અલ-તમીમી અલ-બગદાદી અલ-ફર્ક બેઇન અલ-ફરાક પા 107 પર ઉપરની જેમ જ નોંધે છે.
 • સદર અલ-દીન ઇબ્રાહીમ ઇબ્ન સાદ અલ-દીન મુહમ્મદ અલ-હમ્મુઇ અલ-ફરાઇદ અલ-સીમતેન ભાગ. 2 પા 35માં ઈબ્ને અબ્બાસથી નોંધે છે કે જેમણે પયગંબર (સ.અ.વ.)ને ભવિષ્યવાણી કરતા સાંભળ્યા –

‘…એવું લાગે છે કે હું મારી પુત્રીના ઘરમાં શોક અને ચિંતાને પ્રવેશતો જોઉં છું, તેના સન્માનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેના અધિકારો છીનવાઈ રહ્યા છે, તેણીનો વારસો તેને નકારવામાં આવી રહ્યો છે, તેણીના અજાતની કસુવાવડ થઈ રહી છે અને (દુઃખની આ ક્ષણમાં) તે અવાજ દઈ રહી  છે – અય મોહમ્મદ, પરંતુ કોઈ તેની પુકારનો જવાબ આપતું નથી.’

 

 1. બીબી ફાતેમા (..) પર ઝૂલમ કરનારની હત્યા કરવાની પરવાનગી

ઇબ્ને અબીલ અલ-હદીદ મોતઝલીએ શરહે નહજુલ બલાગાહ ભાગ. 4  પા 192 (બેરૂત આવૃત્તિ)માં  નીચે મુજબની ઘટના નોંધી છે :

હબ્બારીન બીન અસવદની આગેવાની હેઠળના જૂથ સાથે જોડાયેલા કેટલાક કાફિરો પયગંબર (સ.અ.વ.)ની દુખતર જ. ઝૈનબને તકલીફ આપવા માટે વિસ્તૃત યોજનાઓ બનાવી રહ્યા હતા. ઝૈનબ ઊંટની પીઠ પર સવાર થઈ મક્કાથી મદીના તરફ જઈ રહ્યા હતા. કાફિરો તેણીનો પીછો કરી રહ્યા  હતા.તેણી સુધી પ્રથમ પોહોંચનાર હબબારિન બિન અસ્વદ હતો. તેણે ડરામણીપૂર્વક તેનો ભાલો ઝૈનબની કાઠી તરફ દોર્યો (જેથી તેણીને અને ઊંટને ડરાવે). આનાથી ઝૈનબ એટલી ગભરાઈ ગઈ હતી કે તેના પરિણામે તેણીને કસુવાવડ થઈ ગઈ હતી. આ કારણે પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ હબબારીન બિન અસવદને જોતાંજ કતલ કરવાનો હુકમ આપ્યો

આ ઘટનાનું વર્ણન કર્યા પછી, ઇબ્ને અબીલ હદીદ લખે છે – મેં આ ઘટના નકીબ અબી જાઅફર પાસેથી નોંધી છે

નકીબે કહ્યું – તે સ્પષ્ટ છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) હબબારિન બિન અસવદ ને કસૂરવાર માનતા હતા કે જેના ઝેનબને ડરાવવાના કારણે તેણીનું કસુવાવડ થયું હતું. નિશંકપણે જો અલ્લાહના પયગંબર (સ.અ.વ.)બીબી ફાતેમાના સમયે જીવિત હોત, તો તેમણે તે જ રીતે તેની દુખતરને આતંકિત કરનારનું લોહી વહેવડાવવાની મંજૂરી આપી હોત, જેના કારણે તેણીના ગર્ભપાત થઈ ગયા હતા.

ઇબ્ને અબીલ હદીદ કહે છે – મેં નકીબને પૂછ્યું – શું મારે તમારા નામથી ફાતેમા(સ.અ)ને કસુવાવડ તરફ દોરી જતા લોકોના જૂથ દ્વારા આતંકિત હોવાની ઘટનાની જાણ કરવી જોઈએ?

નકીબે જવાબ આપ્યો- આ ઘટનાની જાણ મારા નામ પર ન કરો. તેમજ મારા નામ પર તેના અસ્વીકારની જાણ પણ કરશો નહીં. હું આ વિષય પર મારો અભિપ્રાય અને માન્યતા આપવા માંગતો નથી.

નકીબના નિવેદનનું એક સરળ વિશ્લેષણ આપણને જણાવે છે કે ફાતેમાં(સ.અ)નું કસુવાવડ તેના માટે સ્પષ્ટ હતું. જો વાત આમ ન હોત અને તે કસુવાવડમાં માનતો ન હોત, તો તેણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોત અને તે નોંધાવ્યું હોત કે તે તે ઘટનામાં વિશ્વાસ કરતો નથી. જો કે, તે કસુવાવડમાં માનતો હતો અને તે માત્ર તેના પૂર્વગ્રહ અને વલણને કારણે હતો કે તેણે તેના નામ પર નોંધવાનો  ઇનકાર કર્યો હતો અને આ રીતે તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે ઘટના વિશે ચોક્કસ નથી.

ઇસ્બાત અલ-હોદા ભાગ 2 પા 360 માં શેખ અલ-હુર્ર અલ-આમેલીની નકીબની કબૂલાતને નોંધ્યા પછીની ટિપ્પણી અહીં જણાવવી યોગ્ય છે.  – તે આપણાથી છુપાયેલ નથી કે જે બન્યું નથી તેની સાક્ષી કરતાં કંઈક બન્યું હોવાનો સાક્ષી સ્વીકારવાની નજીક છે. ઘટનાનું ખંડન કરનાર સાક્ષી તેના વિશે શંકાસ્પદ છે તે સિવાય કોઈ ઘટના ન બની હોવાની સાક્ષી સ્વીકાર્ય નથી. (આ સ્પષ્ટપણે નકીબ સાથેનો કેસ નથી જે કબૂલ કરે છે કે આ ઘટના હકીકતમાં બની હતી માત્ર તે તેની સાથે રેકોર્ડ પર જવા માંગતો ન હતો.)

 1. મોહસીન ઇબ્ને અલી (..)ની શહાદતનું દસ્તાવેજીકરણ કરતી કિતાબોની સૂચિ

મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદત નીચેના આલીમો/ઈતિહાસકારો દ્વારા નોંધવામાં આવી છે:

 1. ) અહલે સુન્નત સ્ત્રોતો
 • અલ-મેંલલ વ અલ-નેહાલ ભાગ 1 પા. 57 (બેરૂત આવૃત્તિ) મુહમ્મદ અલ-શહરસ્તાની વફાત 548 હી.
 • મિઝાન અલ-એઅતેદાલ ભાગ 1 પા. 139 અબુ અબ્દીલ્લાહ શમ્સ અલ-દીન અલ-ઝહબી વફાત 748 હી
 • અલ-વફી બે અલ-વફીયાત ભાગ. 6 પા 17 અલ્લામા ખલીલ બીન અયબક અલ-સફદી વફાત 746 હી
 • અલ-ફર્ક બૈન અલ-ફરાક પા 107 અબ્દુલ કાદિર અલ-તમીમી અલ-બગદાદી વફાત 429 હી
 • અલ-ફરાએદ અલ-સિમતેન ભાગ. 2 પા. 35 સદર અલ-દીન ઇબ્રાહીમ ઇબ્ન સાદ અલ-દીન મુહમ્મદ અલ-હમ્મુઇ વફાત 732 હી
 • શરહે નહજુલ બલાગાહ ભાગ. 4 પા192 (બેરૂત આવૃત્તિ) ઇબ્ને અબીલ હદીદ મોતઝલી વફાત. 656 હી
 • અબુ જાફર મોહમ્મદ ઇબ્ન જુરૈર અલ-તબરી ની કિતાબ દલાએલ અલ-ઇમામહ.વફાત 310 હી
 1. II) શિયા સ્ત્રોતો
 • અલ-મનાકીબ ભાગ.3 પા 132 ઇબ્ન શહર આશોબ અલ-સરવી અલ-માઝંદરાની(વફાત 583 હી )
 • મસઉદીની ઇસબાત અલ-વિલાયહ પા 142 મસઉદી(વફાત 346 હ)
 • શેખ અલ-સાદુક ની કિતાબ અમાલી-એ-સદૂક પા 99 (વફાત 381 હી )
 • બશારહ અલ-મુસ્તફા લે શિયા અલ-મુર્તઝા પા 197 અબુ જાફર મુહમ્મદ ઇબ્ન અબુ અલ-કાસિમ અલ-તબરી (છઠ્ઠી સદીના વિદ્વાન)
 • સૈયદ ઇબ્ને તાવૂસની ઇકબાલ અલ-અમાલ પા 625 (વફાત 664 હી .)
 • અબુ મુહમ્મદ અલ-હસન ઇબ્ન અબી અલ-હસન મુહમ્મદ દૈલામી ની ઇર્શાદ અલ-કુલૂબ પા 295.
 • અલ્લામાહ મોહમ્મદ બાકીર મજલીસીની જીલા-અલ-ઉયુન ભાગ. 1 પા 184 (વફાત 1111 હી )
 • શેખ તકી અલ-દીન ઇબ્રાહીમ અલ-કફઅમીની મિસ્બાહ અલ-કફઅમી પા 522 (વફાત 905 હી)
 • અલ-શહીદ અલ-અવ્વલના શાગિર્દ હુસૈન ઇબ્ન સુલેમાન અલ-હિલલીની અલ-મુહતઝર પા 109
 • શેખ બહાઈની કામિલ-એ-બહાઈ પા 309 (વફાત 1031 હી )
 • અહેમદ બિનમોહમ્મદ મુકદ્દસ-એ-અર્દેબેલી તરીકે પ્રખ્યાતની હદીકાહ અલ-શિયા પા 265 (વફાત 993 હી
 • શેખ અલ-સદુકની મઆની અલ-અખબાર પા205. વફત-381 હી
 • ઇલ્મે યકીન પા 686
 • રવઝાહ અલ-મુત્તાકીન ભાગ. 5 પા 342
 • અલ્લામાહ મોહમ્મદ બાકીર મજલિસી ની બેહાર અલ-અનવાર ભાગ. 43 પા. 171 વફાત-1111 હી
 • ઇસબાત અલ-હુદા ભાગ. 2 પા 337 શેખ અલ-હુર્ર અલ-આમેલી દ્વારા વફાત-1104 હી
 1. તારણ

કુરાન, સુન્નાહ અને ઈતિહાસના વિવિધ સંદર્ભોનો એક નિષ્પક્ષ દૃષ્ટિકોણ જે યુગો અને સંપ્રદાયોના આલીમો અને ઈતિહાસકારો દ્વારા નોંધાયેલ છે (જેમ કે અહલે તસન્નૂન અને શિયા)એ સત્ય શોધનારાઓને સ્પષ્ટ કરવું જોઈએ કે મોહસીન ઈબ્ને અલી (અ.સ.) શહીદ થયા હતા. પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદતના થોડા દિવસો પછી જ ટોળાએ જ.ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો કર્યો.

Be the first to comment

Leave a Reply