દુશ્મનો વિરુદ્ધ કડક શબ્દો વાપરવા બાબત ઇસ્લામનો શું ફતવો છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

ઘણી ચર્ચાલાયક બાબતોમાંથી એક એ છે કે શું અલ્લાહ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના દુશ્મનો વિરુધ્ધ કડક વાણીનો ઉપયોગ કરવો સહી છે કે નહિ?

અમુક લોકો એવું માને છે કે આપણે અલ્લાહ અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ના દુશ્મનોના માટે સંયમથી કામ લેવું જોઈએ અને તેમના ઉપર મલામત અને લાનત કરવું જોઈએ નહી. તેઓ એમ કહે છે કે કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતમાં નોંધાયેલ છે કે આવુ કરવું એ અલ્લાહ, રસૂલ (સ) અને અહલેબૈત (અ.મુ.સ.)ના બતાવેલ ઉચ્ચ અખ્લાક અને સંસ્કારની વિરુધ્ધ છે.

જવાબ:

સૌપ્રથમ આપણે અમુક પ્રસંગોનું વર્ણન કરીએ  કે જેમાં રસૂલ (સ.અ.વ.) અને તેમની આલે અલ્લાહના દુશ્મનોને કઈ રીતે સંબોધન કર્યું કે જેથી આપણે જાણીએ કે દુશ્મનો વિરુદ્ધ તેમની સુન્નત/ રીત શું હતી.

૧) જંગે અહઝાબમાં જયારે અમ્ર ઈબ્ને અબદવૈદે મુસલમાનોની ફોજને મેણું માર્યું ત્યારે રસૂલ (સ.અ.વ.)એ પોતાના સહાબીઓને સંબોધન કર્યું:

“આ કુતરા વિરુદ્ધ કોણ જશે?”

(તફસીરે અલ કુમ્મી (અ .ર) ભાગ ૨ પેજ ૧૮૩ & તફસીર એ સાફી ભાગ ૪ પેજ ૧૭૫)

૨) જયારે ઈબ્ને ઝિયાદે મિસમે તમ્મારને મારી નાખવાની ધમકી આપી કે તને એવી રીતે મારી નાખુ  કે જેવી રીતે ઇસ્લામમાં કોઈએ કોઈને કત્લ કર્યું ન હોય.

 ત્યારે મિસમે  જવાબ આપ્યો: “મારા મૌલા અલી (અ.) એ મને ખબર આપી હતી કે તે શખ્સ મને કત્લ કરશે કે જે અનૈતિક સ્ત્રી વડે જન્મેલ હશે…. ” (અલ-ઇખ્તેસાસ પે-૭૬)

૩) જયારે મરવાન ઈબ્ને હકમે ઇમામ હુસૈન (અ.સ.) ને યઝીદની બયઅત ન કરવાને લીધે ધમકી આપે છે, ત્યારે ઇમામ (અ.સ.) તેને આ મુજબ જવાબ આપે છે:

“અય નીલી આંખવાળી ઔરતના દીકરા (અરબોની વચ્ચે મરવાનની માતાના ખરાબ કિરદારને બયાન કર્યું)…..” (અલ-ઈરર્શાદ, ભા-૨, પેજ -૩૩ & શરહે નહજુલ બલાગાહ ભા-૨૦, પેજ-૧૧૬)

૪) યઝીદની બયઅતનો હુકમ મળ્યા પછી ઇમામ હુસૈન (અ.સ.) ફરમાવે છે:

“નાજાએઝ બાપની નાજાએઝ ઔલાદે મને હુકુમ આપ્યો છે કે હું ઇમાન અને ઝિલ્લતની વચ્ચે પસંદગી કરું, ઝિલ્લત અમારા થી દૂર છે….. (તોહફુલ ઓકુલ પેજ ૨૪૧,અલ-લુહૂફ પેજ ૯૭)

માસૂમીન (અ.મુ.સ.હંમેશા કુરઆનના  મુતાબિક જ અમલ કરે છે.

આ વાત ઉપર સઘળાં લોકો એક મત છે કે રસૂલે ખુદા (સ.અ.વ.) અને તેમની માસૂમ આલ (અ.મુ.સ.) અખ્લાકના શ્રેષ્ઠ નમૂના છે કે જેઓ ઇલાહી હુકમના વિરુધ એક પળ પણ અમલ નથી કરતા.

તો જયારે તેઓ દુશ્મનો સામે ઉપર મુજબનો વ્યવહાર કરે છે તો પછી તે અલ્લાહની સુન્નતની પ્રમાણે જ હોય છે.

મકતલ અલ-હુસૈનના સંશોધકની સમજૂતી જોઈએ છે જે લખે છે કે: “હાલાંકે ઇસ્લામિક શરીઅત આપણને મનાઈ કરે છે કે એકબીજાને બુરા નામ વડે ન બોલાવવો અને તેઓના વંશજને બુરું કેહવું.” (સ.હૂજુરાત ૪૯:૧૧)

ઇમામો (અ.મુ.સ.) કે જેઓ અલ્લાહની ખીલ્કત ઉપર હુજ્જત છે બધીજ જટિલ બાબતોને જાણતા હતા અને ક્યારેય પણ ઇલાહી હદોને ઓળંગીયા નથી.

આપણે માસૂમ ઇમામો (અ.મુ.સ.)ના હુકમો અને જે કાંઈ તેઓએ બયાન કર્યું છે અથવા જે કાંઈ તેઓએ અમલ કર્યો છે, તેના ઉપર તસ્લીમ થઇ જવું જોઈએ અને ખાસ કરીને જયારે તે બાબત કુરઆને પાકની સાથે સુસંગત હોઈ, કે જે કિતાબ (કુરઆન) દરેક ઇસ્લામી અહકામનો મૂળ સ્ત્રોત છે.

પરંતુ આપણે ઝમાનાના આધારે  ઈમામથી ઘણા દૂર છીએ.

ઇમામો (અ.મુ.સ.) નું મેણું મારવું એ હકીકતમાં  અલ્લાહ(સુ.વ.ત.)નું વલિદ બિન મુગીરા અલ મખઝુમી (ખાલિદ બિન વલીદના પિતા) ની સાથે મેણું મારવા જેવું છે, કે જે કુરઆનમાં આ રીતે વર્ણવેલ છે.

عُتُلٍّ بَعْدَ ذَلِكَ زَنِيمٍ

 “ખરાબ સ્વભાવવાળો (અને) બદ-નસ્લ પણ હોય.” (સૂર કલમ ૬૮:૧૩)

ભાષાંકીય રીતે زَنِيمٍ  એ શખ્સ છે કે જેની વિલાદત લગ્ન વિના થઇ હોય એટલે કે નાજાઇઝ. વંશાવળીના નિયમ પ્રમાણે “તે એ વ્યક્તિ છે કે જેનું વંશનો દાવો બીજી વ્યક્તિ કરે.”

મુત્તકી અલ-હિન્દીની કિતાબ ક્ન્ઝુલ ઉમ્માલમાં (ભાગ-૧, પેજ.૧૫૬) રસૂલે ખુદા(સ.અ.વ.) આ રીતે બયાન કરે છે: عُتُلٍّ زَنِيمٍ “એ વ્યક્તિ છે કે જેની વિલાદત પસ્ત (નિમ્ન કક્ષાની) છે.”

અલુસી પોતાની તફસીર રૂહ અલ માઅની ભાગ-૨૯ પે ૨૮ માં લખે છે:

વાલિદ ના પિતા – મુગીરાએ વાલીદની વિલાદતના ૧૮ વર્ષ પછી દાવો કર્યો હતો કે વલીદ તેની ઔલાદ છે.

તો અગર પાક કુરઆન, કે જે ઉચ્ચ અખ્લાકનો મૂળસ્ત્રોત છે, તે કોઈને આવા ખરાબ નામોથી સંબોધન કરે છે, અને આ કિતાબ કે જેની રાત અને દિવસમાં તિલાવત કરવામાં આવે છે, તો પછી આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ કે જયારે ઇમામ હુસૈન(અ.સ.) – રસૂલે ખુદા (સ.અ.વ.)ના નવાસાએ – મરવાનને અપમાનજનક શબ્દો “નીલી આંખોવાળી ઔરતનો પુત્ર” તરીકે થી સંબોધે છે.

(અબ્દુલ રઝઝાક અલ મુકર્રમની  મક્તલ અલ-હુસૈન, યઝીદ ઈબ્ને મુઆવીયા ના પ્રકરણ હેઠળ)

એ વાત પણ વિચારવા લાયક છે કે જયારે કોઈ પ્રખ્યાત અને ઐતીહાસીક બાબત તે સમયના લોકોં દરમિયાન પ્રચલિત હોય કે જે એક શખ્સના ચારિત્રય માટે મશહુર અને નામે સાથે જોડાયેલ હોય, તો પછી તેને બુરા નામ  કે ગાળ તરીકે લેવાય નહી.

મરવાનનું અનૈતિક ચારીત્ય અને વંશજથી  કોઈ અજાણ ન હતું. આ એટલું મશહુર હતુ કે ન ફક્ત મરવાન પરંતુ તેનું વંશજ – બની મરવાનને પણ નીલી આંખવાળી ઔરતના પુત્ર તરીકે અને ઘૃણાજનક ઝાડના ફળો તરીકે સંબોધન કરવામાં આવતું.

ઈબ્ને અસીર બયાન કરે છે : લોકો અબ્દુલ મલિક ઈબ્ને મરવાનના વંશજો ને “નીલી આંખવાળી ઔરત” તરીકે મેણા મારતા હતા. (અલ કામિલ ભાગ-૪, પેજ.૭૫)

મરવાનનું અનૈતિક ચારીત્રય અને વંશજ  કોઈથી અજાણ ન હતો. આ એટલુ મશહુર હતુ કે ન ફક્ત મરવાન પરંતુ તેનું વંશજ – બની મરવાનને પણ નીલી આંખવાળી ઔરતના પુત્રો તરીકે અને ઘૃણાજનક ઝાડના ફળો તરીકે સંબોધન કરવામાં આવતું.

ઈબ્ને અસીર બયાન કરે છે: “લોકો અબ્દુલ મલિક ઈબ્ને મરવાનને “નીલી આંખવાળી ઔરતના વંશજો” તરીકે મેંણા મારતા હતા. (ખરાબ ચારીત્ર્યવાળી ઔરત) (અલ કામિલ ભાગ-૪, પેજ.૭૫)

મરવાન ઈબ્ને મુહમ્મદ ઈબ્ને અશસ કેહતો: “મરવાનના બચ્ચાઓ (બની મરવાન)ને હંમેશા નીલી આંખવાળી ઔરતના વંશજ તરીકે મેંણા મારવામાં આવતા.”(તારીખ અલ-તબરી ભાગ ૮ પેજ ૧૬)

દુશ્મનો પ્રત્યે મેંણા મારવા બાબત પૂરું પ્રકરણ

આપણા ઓલમાએ પૂરુ પ્રકરણ કે જેનું શીર્ષક “દુશ્મનોને મેણાં-ટોણા” ઉપર લખ્યું છે.

દાખલા તરીકે મશહુર આલીમ શેખ હુર્રે-આમેલી (અ.ર) એ વસાએલુશ્શીયા કિતાબમાં  એક પૂરુ પ્રકરણ (નં-૩૯) ભાગ ૧૬ માં રજુ કર્યું છે, જેનું શીર્ષક

بَابُ وُجُوبِ الْبَرَاءَةِ مِنْ أَهْلِ الْبِدَعِ وَ سَبِّهِمْ وَ تَحْذِيرِ النَّاسِ مِنْهُمْ وَ تَرْكِ تَعْظِيمِهِمْ مَعَ عَدَمِ الْخَوْف‏

તરજુમો: “બિદઅત કરવાવાળાઓના ઉપર લાનત અને તેમને અપશબ્દો કેહવા વાજીબ છે અને જે લોકો  તેનો વિરોધ કરે તેનાથી સાવચેત અને બેખૌફ રેહવું અને તેઓનો તિરસ્કાર કરવો.”

આ બાબત પવિત્ર કુરઆન, પયગંબરે પાક (સ.અ.વ.) અને માસૂમ ઇમામો(અ.મુ.સ.) અને આલીમોનાના સંશોધનોના સમર્થન થકી અલ્લાહના દુશ્મનોને અપશબ્દો કેહવા એ ભાગ્યેજ કોઈ શંકા કે વિવાદ બની શકે.   

Be the first to comment

Leave a Reply