અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સમાનતા ખાના એ કાબા સાથે

વાંચવાનો સમય: 2 મિનિટ

શિયા અને સુન્ની રીવાયતો મુજબ અલી અ.સ.ની વિલાદત ખાના એ કાબામાં થઇ છે.

આ ઉપરાંત અલી અ.સ.ની ફઝીલતની સામ્યતા ખાના એ કાબા સાથે નીચેની હદીસો દ્વારા પણ મળે છે.

. લોકો અલી ..ની મુલાકાત માટે આવે છે નહિ કે અલી ..ખુદ તેઓની મુલાકાતે જાય.

રસુલે અકરમ સ.અ.વ.: “(એય અલી અ.સ.) તમે ખુશ થાવ છો ખાના એ કાબા ની ફઝીલત જોઇને. લોકો તેની મુલાકાતે આવે છે. ખાના એ કાબા લોકોને મુલાકાતે જતું નથી.”

  • અસદુલ ગાબાહ ફી મારેફ્તુસસહાબા ભાગ-૪ પેજ ૩૧

અમુક હદીસો મુજબ અલી અ.સ.નું દ્રષ્ટાંત ખાન એ કાબા જેવુ છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી અલી અ.સ.ની જવાબદારી એ ન હતી કે આપ (અ.સ.) લોકો પાસે પોતાની ખિલાફત (વિલાયત) માટે જાય પરંતુ લોકોની જવાબદારી છે કે તેઓ અલી અ.સ.ની પાસે જાય આપ (અ.સ.) ની  ખિલાફત અને વિલાયતને કબૂલ કરે.

અમૂક વર્ષો પછી લોકોને પોતાની આ ભૂલનો ખ્યાલ આવ્યો તો તેઓ અલી અ.સ.ની  વિલાયત અને ખિલાફતના માટે આપ અ.સ.ના ઘર તરફ ગયા અને ત્યારે અલી અ.સ.એ ખિલાફત સ્વીકારી.

. અલી ..ની તરફ જોવું ઈબાદત છે  અને અલી (..)ની મુલાકાત કરવી વાજીબ છે.

રસુલે અકરમ સ.અ.વ. એ આપને ફરમાવ્યું છે કે: “ઉમ્મતમાં અલી અ.સ.નું દ્રષ્ટાંત પડદો નાખેલા ખાના એ કાબા જેવી છે. આપ (અ.સ) ની તરફ નઝર કરવી ઈબાદત છે અને આપ (અ.સ.) ની મુલાકાત કરવી વાજીબ છે.” (આ હદીસ અલી અ.સ. ની ઝરીમાં દાખલ થવાના દરવાજા પર લખેલી છે.)

  • અલ-મુસ્તરશીદ પે-૩૮૭
  • અલ-મનાકીબ ભાગ-૩ પેજ ૨૦૨
  • અલ ઉમદાહ પેજ ૩૦૨
  • બેહારુલ અન્વાર ભાગ-૩૮,પે ૧૯૯,
  • બેહારુલ અન્વાર ભાગ-૪૦,પે ૪૩,

આ હદીસ જવાબ છે એ લોકોના માટે કે જેઓ માને છે કે કબ્રોની ઝીયારત કરવી એ શિર્ક છે. તેઓનો બીજો વિરોધ એ છે કે જે વ્યક્તિ કબ્રમાં દફન થઇ છે તેમાં જીવ હોતો નથી જેમકે પત્થર અને તેઓ મુલાકાતીઓનો અવાજ સાંભળી શકતા નથી, પરિણામે કબરો ની મુલાકાત કરવી વ્યર્થ છે.

અલી અ.સ.નું દ્રષ્ટાંત ખાન એ કાબા જેવુ છે આ હદીસ ઉપરના બધા જ વિરોધના જવાબો છે. અગર ઝીયારત કરવી ફાયદાકારક નથી તો પછી શા માટે મુસ્લિમો ખાના એ કાબાની ઝીયારત કરે છે? અને અગર પથ્થર માં જીવ નથી અને તે સાંભળી શકતા નથી તો શા માટે ખાના એ કાબાની ઝીયારત કરે છે?  તો પછી તે પણ કઈ જ નથી સિવાય કે દુન્યવી પથ્થરોનું બનેલું મકાન.

અલી અ.સ. એટલી ઉચ્ચ ફઝીલત ધરાવે છે કે તેની સરખામણી સામાન્ય માણસો સાથે થઇ ન શકે પરંતુ તેની સરખામણી ખાના એ કાબા સાથે જ થઇ શકે. આ પ્રકારની સરખામણી બીજા કોઈ સહાબી સાથે કરવામાં આવી નથી. આ દર્શાવે છે કે તેઓ જ ફક્ત ખિલાફત/ઇમામતના હોદ્દાને લાયક હતા પરંતુ સહાબીઓએ તેમની જગ્યાએ બીજાને પોતાના ખલીફા માની લીધા. આ એટલા માટે થયું કે સહાબીઓએ ગદીરના પ્રસંગને અને રસુલે અકરમ સ.અ.વ.ની અલી અસ. પ્રત્યેની વસીય્યતને ભુલાવી દીધી.

Be the first to comment

Leave a Reply