મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

વાંચવાનો સમય: 2 મિનિટ

સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે).

આવો આપણે ટુંકમાં જોઈએ કે મુર્દા પર રોવા વિષેની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની સુન્નત બાબતે આ બંને કિતાબોનું મંતવ્ય શું છે.

પહેલા આપણે સહીહ મુસ્લીમની હદીસ જોઈએ:

ઉમ્મે સલમા વર્ણન કરે છે, ‘જ્યારે અબુ સલમાની વફાત થઈ, તો મેં કહ્યું, ‘હું પરદેશમાં એકલી થઈ ગઈ. હું એવી રીતે રડીશ કે તેની ચર્ચા થાય. મેં તેમના પર રડવાની તૈયારી કરી  કર્યું. શહેરના એક ખુણેથી એક સ્ત્રી પણ આવી જે મને રોવામાં મદદ કરવા ઈચ્છતી હતી. તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી પસાર થઈ તો આપ (અ.સ.) એ તેને કહ્યું, ‘શું તમે એમ ઈચ્છો છો કે શયતાનને એ ઘરમાં લાવો જેમાંથી અલ્લાહે તેને બે વખત બહાર કાઢયો છે? તેથી, મેં (ઉમ્મે સલમા) રડવાનું છોડી દીધું અને પછી રડી નહિ.

(સહીહ મુસ્લીમ, કિતાબ-4, હદીસ નં. 2007)

ઉપરની હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી કારણ કે તે શયતાનને ઘરમાં દાખલ કરે છે.

આવો હવે આપણે બુખારીમાં શું લખ્યું છે તે જોઈએ:

અનસ બિન માલીક વર્ણન કરે છે, ‘અમે પયગમ્બર (સ.અ.વ.) ની એક દિકરીના જનાઝામાં શરીક હતાં,  આપ (સ.અ.વ.) કબ્રની બાજુમાં બેઠા હતા અને મેં જોયું કે આપની આંખોમાંથી આંસુ વહેતા હતા.

(સહીહ બુખારી, કિતાબ 23, હદીસ 374)

ઉપરની હદીસમાં આપણે જોયું કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાની દિકરી પર રડયા હતા.

 

પૃથ્થકરણ:

  1. બંને કિતાબો સહીહ અને ભરોસાપાત્ર હોવાનો દાવો ધરાવે છે.
  2. બંને કિતાબોમાં એકબીજાથી વિરોધાભાસી હદીસો છે.
  3. એક હદીસ મુજબ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી જ્યારે બીજી હદીસ પ્રમાણે ખુદ પોતે પોતાની દિકરીની વફાત પર રડયા હતા.
  4. તેથી ય તો બંને માંથી એક કિતાબ સહીહ નથી અથવા તો પયગમ્બર (સ.અ.વ.) જે બાબતની તબ્લીગ કરે છે તેના પર અમલ નથી કરતા (નઉઝોબીલ્લાહ)
  5. અગર બે માંથી એક કિતાબ સહીહ છે તો બીજી કિતાબની ભરોસાપાત્ર હોવા વિશે શંકા છે.
  6. અગર બંને કિતાબો સહીહ છે તો પછી પયગમ્બર (સ.અ.વ.)ના ભરોસાપાત્ર હોવા વિશે શંકા થાય છે (નઉઝોબીલ્લાહ) !!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*