સાચા ઉમ્મુલ મોમેનીન – હઝરત ખાદીજા (સ.અ.)

વાંચવાનો સમય: 7 મિનિટ

હંમેશાથી ઇસ્લામ માનવતાનું ઉદાહરણ રહ્યું છે. આ બાબતે ઘણા બધા પાત્રો સાક્ષી પૂરી પાડે છે અને તેઓ દ્વારા ઇસ્લામનો સંદેશ લોકો સુધી પોહ્ચાડ્યો છે. આ રીતે તેમણે બીજા મુસલમાનો પાસેથી આદર મેળવ્યો છે.

ઘણી બધી મુસ્લિમ મહાન હસ્તીઓમાંથી એક છે જ.ખદીજા સ.અ. કે જેમણે પોતાની બધીજ સંપતિઓ ઇસ્લામ અને ર.અકરમ સ.અ.વ. ના રસ્તામાં ખર્ચ કરી નાખી.

પરિવાર:

જ.ખદીજા સ.અ.- (કે જે જ.ઝેહરા સ.અ. ના માતા હતા) તેમનો પરિવાર મહાન હતો. વર્ષોથી તેમનો પરિવાર સમગ્ર કુરૈશમાં તેમની મારેફત અને ઇલ્મથી ખ્યાતીમાન હતો.    (અલ –રોઝ અલ-અનફ, ભાગ-૧ પેજ ૨૧૩)

હ.ખદીજા સ.અ.ને તેમના પિતા પાસેથી અઢળક સંપતિ વારસામાં મળી હતી. આપ સ.અ. સમરુધ્ધ વેપાર કરતા હતા અને ઘણા બધા લોકો આપની નીચે કામ કરતા હતા. તેમની પાસે ૮૦૦૦ કરતા પણ વધારે ઉંટો હતા. તેમનો વેપાર ઇથોપિયા અને ઈજીપ્ત સુધી ફેલાયેલો હતો. (બેહારુલ અન્વાર, ભાગ-૧૬, પેજ ૨૨)

આટલો મોટો વિશાળ વેપારનું સફળ સંચાલન કરવું એ આપ સ.અ.ની સંચાલકીય કુશળતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ર.અકરમ (સ.અ.વ.) (કે જે અમીનથી પ્રખ્યાત હતા) ને પોતાના વેપાર માટે પસંદ કરવા તે તેમની નીર્ણયક પારંગતા દશાવે છે. ર.અકરમ સ.અ.વ. ૨૫ વર્ષ ની વયે વેપાર માટે  સીરિયા સુધી  સફર કરતા હતા .                                      (ઉમ્મુલ મોઅમેનીન ખદીજા  અલ-તાહેરા, પેજ ૧૫)

વેપાર દરમ્યાન આપ સ.અ. એ ર.અકરમ સ.અ.અ.વ. ને વધારે સારી રીતે ઓળખી લીધા કે તેઓ અસામાન્ય અને પરહેઝગાર ઇન્સાન છે.

લગ્ન:

આપ સ.અ.વ.ની સાથે વેપાર સંબધિત કામના લીધે તેઓ ગવાહી આપી શક્યા કે ર.અકરમ સ.અ.વ. એક નોંધપાત્ર ઇન્સાન છે. જ.ખદીજા સ.અ. મક્કાની સૌથી વધારે માલદાર ઓંરત હતા. માલદાર પુરષો દ્વારા જ.ખદીજા સાથે લગ્નની માંગણી આવતી પરંતુ આપ સ.અ. તે તરફ ધ્યાન આપતા નહી. તેમણે પોતાના જીવનસાથી તરીકે ર.અકરમ સ.અ.વ. ને પસંદ કર્યા. આના લીધે તેમણે ઘણાં મેણા-ટોણા સહન કરવા પડ્યા કે તેમના સમકાલીન હોવા છતાં તેમણે એક અનાથ સાથે શાદી કરી.

એવી વ્યક્તિ કે જે દુન્યાની જાહોજલાલીથી દુર હતી તેમની સાથે શાદી કર્યા પછી દોલતમંદ રેહવાને બદલે તેઓ દુન્યાથી આકર્ષિત રહ્યા નહિ અને નૈતિકતા અને આધ્યાત્મિકતા તરફ વલણ રાખ્યું અને ર.અકરમ સ.અ.વ. ને પસંદ કર્યા કે જેઓ પુરા અરબસ્તાનમાં અસામાન્ય હતા.

જ.અબુ તાલિબ કે જે ર.અકરમ સ.અ.વ. ના કાકા અને પાલક પિતા હતા તેમની દેખરેખ હેઠળ નિકાહ થયા. જ.અબુ તાલિબ અસ.એ  ર.અકરમ સ.અ.વ. તરફથી અને વારકાહ બી.નુફાલ એ જ.ખદીજા સ.અ. ના તરફથી નિકાહ પડ્યા.

ર.અકરમ સ.અ.વ. ના નિકાહ જ.અબુ તાલિબ અ.સ.ના દ્વારા પડવા એ જવાબ છે કે એ લોકોના માટે કે જેઓને જ.અબુ તાલિબ અ.સ.ના ઈમાન પ્રત્યે શક છે. જ.અબુ તાલિબ અ.સ.એ તૌહીદ પરસ્ત હતા અને અગર આ સિવાય તેઓ હોત તો અલ્લાહ અને તેના પયગંબર (સ.અ.વ.) કયારેય તેમને નિકાહ પડાવવાની ઈજાઝત ન આપતે.

એવીજ રીતે વારકાહ પણ એ સમયના આલિમોમાંથી એક હતા કે જેઓ મૂર્તિપૂજક ન હતા. જેથી બંને તૌહિદ પરસ્ત લોકોએ નિકાહનો પાયો નાખ્યો કે જેમણે ઈસ્લામને સૌથી ઉચ્ચ ક્ષેત્રે એકેશ્વર વાદ ઇસ્લામ આપ્યો. કે જેની શરૂઆત જ.ઝેહરા સ.અ. અને અંત જ.મહદી અ.સ. છે. (બેહારુલ અન્વાર, ભાગ-૧૬, પેજ ૬૫)

જયારે નિકાહ પુરા થઈ ગયા ત્યારે ર.અકરમ સ.અ.વ. પોતાના ઘર તરફ ચાલ્યા. એ સમયે જ.ખદીજા સ.અ. એ કહ્યું: “તમારા ઘર તરફ ચાલો, હવેથી મારું ઘર એ તમારું ઘર છે અને હું તમારી કનીઝ છું.” (સફીનાતુલ બેહાર ભા. ૧૬ પેજ ૨૭૯)

જ.ખદીજા સ.અ.ના આ શબ્દો દર્શાવે છે કે તેમને પવિત્ર પયગંબર સ.અ.વ.ની માંરેફત અને પોતાનામાં કુરબાનીની ભાવના હતી. તેમની પોતાની બધીજ સંપતી ર.અકરમ સ.અ.વ. ને સોંપી દેવું દર્શાવે છે કે તેમની નઝદીક દુન્યાની દૌલતની કોઈ કિંમત નથી અને તેઓનો મકસદ ફક્ત આખેરત જ છે.

મોટાભાગ ના સંશોધકોનું માનવું છે કે ર.અકરમ સ.અ.વ.ની શાદી આપ સ.અ.ની પેહલી અને ફકત એક જ શાદી હતી.

શાદીના ૧૫ વર્ષ પછી ઐતીહસિક ઘટના બની કે જેમાં આપ સ.અ. એ સ્ત્રીઓમાંથી પેહલા હતા કે જેમણે ર.અકરમ સ.અ.વ. પર ઈમાન લાવ્યા.

અલી અ.સ. : “એ દિવસોમાં ઇસ્લામ ફક્ત એક જ ઘરમાં જોવા મળતો હતો કે જેમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને હ.ખદીજા સ.અ. રેહતા હતા અને હું .”

(નેહ્જુલ બલાગાહ, ખુત્બા એ કાસિયા )

જ.ખદીજા સ.અ. એ પોતાની બધી જ દૌલત ર.અકરમ સ.અ.વ.ને  આપી દીધી અને કહ્યું: “ જે કઈ મારી પાસે છે એ તમારી સમક્ષ રાખી દીધું છે, અને હવે તે તમારા હવાલે છે, તમે જે રીતે ચાહો એ રીતે અલ્લાહની રાહમાં ઉપયોગ કરો  અને તેના દિનની તબલીગ માટે.” (ઉમ્મુલ મોઅમેનીન અલ –તાહેરા, પેજ ૩૨)

જ.ખદીજા સ.અ.ના આ શબ્દો અને તેમનું કાર્ય કે પોતાની દૌલત અલ્લાહની રાહમાં વાપરવા આપી દેવી તે સાબિત કરે છે કે તે અલ્લાહને અને તેના મઝહબને માનનીય માને છે. અલ્લાહની રાહમાં  કુરબાની આપવાના લીધે અલ્લાહ સુ.વ.ત. એ જ.ખદીજા સ.અ.ને જ.જિબ્રઈલ અ.સ. દ્વારા સલામ મોકલાવે છે.

જ.ખદીજા સ.અ.નો મઝહબ પ્રત્યેની કુરબાનીને આ રીતે ટુકમાં કહી શકાય.

૧. નાણાકીય મદદ

જ.ખદીજા સ.અ.એ જરાપણ ખચકાટ કર્યા વગર પોતાની સંપૂણ દૌલતને ર.અકરમ સ.અ.વ.ને આપ દીધી. આપ સ.અ.એ ક્યારેય તેના બદલામાં ર.અકરમ સ.અ.વ. પાસે માંગણી કરી ન હતી અને ક્યારેય ર.અકરમ સ.અ.વ.ના નિર્ણયોમાં દખલગીરી કરી ન હતી પરંતુ હમેશા તેણીએ આપ સ.અ.વ.ને તેમના દરેક કાર્યોમાં મદદ કરી હતી. ઇતિહાસમાં ક્યારેય એ નોધવામાં આવ્યું નથી કે તેણી સ.અ. એ આપ સ.અ.વ.ને તોછ્ડાયથી વાત કરી હોય, તેની દૌલાતના બારમાં અથવા તો ગુસ્સામાં આપ સ.અ.વ. ને પોતાની દૌલાતને યાદ અપાવી હોય.

કોઈપણ એ વાતનો ઇનકાર ન કરી શકે કે ઇસ્લામની તબલીગના કાર્યોમાં જ.ખદીજા સ.અ.ની દૌલત વપરાયેલી ના હોય. આ જ કારણે વિખ્યાત માલેકી આલીમ મોહમ્મદ બી.ઈલ્મોયી દાવો કરે છે કે:

“ઇસ્લામ સ્થાપિત થયો  છે અલી અ.સ.ની તલવાર વડે (બહાદુરી વડે) અને જ.ખદીજા સ.અ.ની દૌલત વડે.” (મનાકીબે ખદીજતુલ કુબરા પેજ ૩)

ર.અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું: “મને કોઈ દૌલતથી એવો ફાયદો નથી પોહ્ચ્યો કે જેવી જ.ખદીજા સ.અ.ની દૌલત વડે.”

જ.ખદીજા સ.અ. ના જીવનની નોધપાત્ર બાબત એ છે કે અઢળક દૌલત હોવા છતાં તેમને કોઈ દિવસ દૌલત હોવાનો દેખાવો કરેલ નથી.

૨. રુહાની આધાર

જયારે પવિત્ર પયગંબર સ.અ.વ. ઈસ્લામને ફેલાવવાનું કાર્ય શરુ કર્યું ત્યારે તેમના વિરોધ થયો. ત્યારે તેમના પર તેમના નઝદીક ના લોકો દ્વારા રુહાની હુમલા  જેમકે (દીવાના, જાદુગર –માઆઝ્લ્લાહ વગેરે ) અને શારીરિક હુમલા જેમકે (આર્થિક બહિષ્કાર, પથ્થરો દ્વારા વગેરે). આ ભયાનક સ્થિતિમાં આપ સ.અ. તેમને સાથ અને હુંફ આપી હતી અને તેના લીધે ર.અકરમ સ.અ.વ. ફરીથી દુશ્મનોનો સામનો કરવા તૈયાર થઇ જતા હતા. આપ સ.અ.ની તરફથી મળતી હુંફ ને  લીધે ઈસ્લામને ફેલાવામાં મદદ મળતી હતી. આપ સ.અ. ફક્ત દુન્યવી જીવનમાં જ સાથીદાર ન હતા બલકે તેઓ તેમની રુહાની જીવનમાં પણ મદદગાર હતા. આમ આપ સ.અ. ઈસ્લામને ફેલાવવામાં આપ સ.અ.વ.ના સહાયક હતા.

૩. વિચારક તરીકે મદદ

અસંખ્ય પ્રસંગો મળે છે કે જેમાં જ.ખદીજા સ.અ. વિકટ પરિસ્થિતિઓમાં ર.અકરમ સ.અ.વ.ની વિચાર વિમર્શ દ્વારા મદદ કરી હતી. આ પ્રકારની મદદ એ ર.અકરમ સ.અ.વ. ની સમક્ષ આપ સ.અ.નો દરર્જજો અને તેમના ઈમાનનું લેવલ દર્શાવે છે.

 “પવિત્ર પયગંબર સ.અ.વ. ને આપ સ.અ. થી રાહત મળતી અને તેઓ આપ સ.અ. ની સાથે ઇસ્લામની અગત્યની બાબતોની ચર્ચા કરતા.”

(બેહારુલ અન્વાર, ભાગ ૧૬, પેજ ૧૦)

અલ્લાહનો તોહ્ફો

અલ્લાહ (ત.વ.ત.)એ ખુબજ કિંમતી તોહ્ફો જ.ખદીજા સ.અ.ને આપ્યો હતો. આ તોહ્ફો જ.ઝેહરા સ.અ.ની વિલાદત ના રૂપે આપને મળ્યો હતો. અલ્લાહે આ તોહ્ફો આપવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ તોહ્ફો આપવા માટે અલ્લાહે ર.અકરમ સ.અ.વ.ને મેઅરાજ કરાવી હતી અને જન્નતનું ફળ આપ્યું હતું. ર.અકરમ સ.અ.વ. એ આ તોહ્ફો જ.ખદીજા સ.અ.ને સુપ્રત કર્યો હતો. જયારે જ.ઝેહરા સ.અ.ની વિલાદત નઝદીક આવી ત્યારે આપ સ.અ. એ કુરૈશની ઔરતોને મદદ માટે બોલાવી હતી પરંતુ તેણીઓએ તેમની મદદ કરવાની મનાઈ કરી એટલા માટે કે આપ સ.અ.એ એક યતીમની સાથે શાદી કરી હતી.

એ સમય ૪ સ્ત્રીઓ તેમના રૂમમાં દાખલ થઇ અને તેણીઓએ પોતાની ઓળખ આપી જેમકે

  1. જ.સારા સ.અ.– જ.ઈબ્રાહીમ અ.સ.ની પત્ની,
  2. જ.આસીયા સ.અ.- ફિરઓનના પત્ની,
  3. જ.મરયમ સ.અ.- જ.ઇસા અ.સ.ની માતા અને
  4.  જ.કુલસુમ સ.અ.- જ.મુસા અ.સ. ના બહેન

તેણીઓએ કહ્યું: “અલ્લાહે અમને તમારી મદદ કરવા માટે મોકલ્યા છે અને અમે દીકરીના ખુશખબર લાવ્યા છે. અલ્લાહે આ દીકરી ના વંશમાં અઢળક રેહમતો મૂકી છે.”

(આમલી એ સદુક (અ.ર.) પેજ ૪૭૦)

અલ્લાહ તરફથી મળેલ અમુલ્ય તોહ્ફાથી જ.ખદીજા સ.અ. ખુશ થયા અને અલ્લાહનો શુક્ર બજાવી લાવ્યા. જયારે પેલી હઠેલી સ્ત્રીઓએ આપ સ.અ.ની મદદ કરવાનો ઇનકાર કર્યો ત્યારે અલ્લાહે જન્ન્તમાંથી ૪ ઔરતોને મદદ માટે મોકલ્યા કે જેના બારમાં અલ્લાહ સુ.વ.ત.નો ઈરશાદ છે કે : “અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે.” (સુ. મોહમ્મદ ૪૭-૭)

 

હસદનો ભોગ

મહાન હસ્તીઓ શારીરિક અને માનસિક હુમલાઓનો તો ભોગ બનતા જ હોય છે આ સાથોસાથ તેઓ હસદનો પણ ભોગ બનતા હોય છે. જ.ખદીજા સ.અ. ર.અકરમ સ.અ. ની પત્નીઓમાં એક અસમાન્ય દરજ્જો ધરાવતા હતા. જેના લીધે ર.અકરમ સ.અ.વ.ની અમુક પત્નીઓના દ્વારા આપ સ.અ. હસદનો ભોગ બન્યા. તેણીઓ અમુક કાર્યો દ્વારા આ હસદને પ્રદશિત કરતી જેમકે મેણા-ટોણા, દુખ લાગે તેવી વાતો કેહવી વગેરે. આના જવાબમાં ર.અકરમ સ.અ.વ. આ ટીકા ટિપ્પણીને રદ બાતલ કરતા અને જ.ખદીજા સ.અ.ના વખાણ કરતા કે જેથી હસદ ઓછી થાય.

આયેશ કહે છે કે: ર.અકરમ સ.અ.વ. હંમેશા જ.ખદીજા સ.અ.ને યાદ કરતા.  તેઓ હમેશા તેણીના વખાણ કરતા અને તેની મહાનતને યાદ કરતા. એક દિવસ મારાથી નિયંત્રણ ન રહ્યું અને મેં આપ સ.અ.પર ટીકા – ટિપ્પણી કરી કે અલ્લાહે તમને ઘણીબધી સારી પત્નીઓથી નવાજ્યા છે.

જયારે આપ સ.અ.વ. આ સાભળ્યું તો તેઓ ગુસ્સે થયા અને કહ્યું: “અલ્લાહની કસમ! અલ્લાહે આપ જ.ખદીજા સ.અ. કરતા વધારે સારી પત્ની આપી નથી. આપ સ.અ. ત્યારે મારી પર ઈમાન લાવ્યા કે જયારે બીજા બધા ઈમાન લાવ્યા ન હતા. તેણીએ મારી સદાકાતની ગવાહી આપી હતી જયારે બીજા લોકો મારો ઇન્કાર કરતા હતા. તેણીએ મને ત્યારે પોતાની દૌલત આપી જયારે લોકોએ મને તેનાથી વંચિત રાખ્યો હતો. અલ્લાહે મને આપ સ.અ.ના દ્વારા ઔલાદોની બક્ષીસ આપી જયારે બીજાઓને આ બક્ષિશ નથી આપી.” (ઉસુદ અલ-ગાબ્બાહ, ભાગ ૫, પેજ ૪૩૬)

પછી આયેશાએ કહ્યું કે મેં નક્કી કરી લીધું કે “અલ્લાહની કસમ! હું આપ સ.અ.ને યાદ નહિ કરું સિવાય કે હસદ વડે.”

ર.અકરમ સ.અ.વ. દ્વારા આપ સ.અ.ને માન અને સન્માન

જ્યાં સુધી જ.ખદીજા સ.અ. જીવંત હતા ત્યાં સુધી ર.અકરમ સ.અ.વ. એ આપ સ.અ.ના માન ખાતર બીજા લગ્ન કર્યા ન હતા. આપે બીજા લગ્ન આપ સ.અ.ની વફાત પછી કર્યા હતા. આપ સ.અ.વ. હમેશા આપને માન અને સન્માનથી યાદ કરતા. આપ એ હદ સુધી એમને માન આપતા કે ક્યારેય આપ જ.ખદીજા સ.અ.ની દોસ્તોને(સ્ત્રીઓ) ભૂલ્યા ના હતા અને જયારે આપ સ.અ.વ. કુરબાની કરાવતા તો કુરબાનીનું ગોશ્ત જ.ખદીજા સ.અ.ના દોસ્તોને મોકલાવતા.

અનસ બિન માલિક વર્ણવે છે કે જયારે પણ ર.અકરમ સ.અ.વ. કોઈ તોહ્ફો સ્વીકારતા તો તેઓ કેહતા: જાવ અને આ તોહ્ફો ફલાણા વ્યક્તિને આપી આવો કારણકે તેણી જ.ખદીજા સ.અ.ની દોસ્ત હતી અને જ.ખદીજા તેણીને ચાહતા હતા.

આપણે તેમના ફઝાએલને વર્ણવી ચુક્યા છે. અહીં અમુક પ્રસંગોને બયાન કરી રહ્યા છે.

૧. હ.જીબરઈલ ર.અકરમ સ.અ.વ.ની ખિદમતમાં આવ્યા અને કહ્યું: “એય મોહમ્મદ (સ.અ.વ.)! ખદીજા સ.અ. તમારી બારગાહમાં આવે છે અને તમે આપ સ.અ.ને  અલ્લાહના સલામ આપો અને તેણીને ખુશખબર આપો કે અલ્લાહે આપ સ.અ.ના માટે જન્નતમાં એક ઘર બનાવ્યું છે કે જ્યાં દુઃખ અને દર્દ નહિ હોય.”

(તઝ્કેરલ ખવાસ ,પેજ ૩૦૨)

૨. પવિત્ર પયગંબર સ.અ.વ. એ જ.ખદીજા સ.અ.ને કહ્યું: “ખદીજા (સ.અ.)!બેશક અલ્લાહ દિવસમાં ઘણીવાર મહાન ફરિશ્તા કરતા પોતાના પર ગર્વ મેહસૂસ કરે છે તમારે લીધે.” (બેહારુલ અન્વાર, ભાગ ૧૬, પેજ ૭૮)

ઘણી બધી આ પ્રકારની હદીસો છે કે જે દર્શાવે છે અલ્લાહ સુ.વ.ત. અને ર.અકરમ સ.અ.વ.ની સમક્ષ જ.ખદીજા સ.અ.ની ફઝીલતોને.

 

સારાંશ

ર.અકરમ સ.અ.વ.ના પ્રયત્નોને લીધે ઇસ્લામ કબુલ કરવામાં લોકોનો વધારો થયો. એવીજ રીતે કાફીરો દ્વારા આપ સ.અ.વ. પર ઝુલામોમાં પણ વધારો થયો. સામાજિક અને આર્થિક બહિષ્કાર ના લીધે લોકોએ જ.અબુ તાલિબ અ.સ. ના પાસે આશરો લેવો પડયો. તકલીફો દિવસે ને દિવસે વધતી જતી હતી. તે સમયે લોકોના સમૂહ સાથે વાતો કરવા માટે પણ પ્રતિબંધ હતો. આ પરિસ્થિતિ ર.અકરમ સ.અ.વ.ની બેઅસત સુધી શરુ રહી. આ તકલીફ ભરેલા સમયગાળામાં મુસલમાનોનું અસ્તિત્વ જ.ખદીજા સ.અ.ની દૌલત વડે અને જ.અબુ તાલિબ અ.સ.ની મદદ ના લીધે બાકી રહ્યું.

તે સમયે ઇસ્લામ અને પવિત્ર પયગંબર સ.અ.વ. એ બે હાદસા જ.અબુ તાલિબ અ.સ.અને જ.ખદીજા સ.અ.ની વફાતના લીધે પીછેહઠ કરવી પડી. આ ઘટના ર.અકરમ સ.અ.વ.ના માટે ખુબજ દર્દનાક હતી અને તેમણે આ વર્ષને “આમૂલ હુઝ્ન” (ગમનું વર્ષ) જાહેર કર્યું.

છેલ્લી ૧૪ સદીઓથી ઘણા લોકોના માટે આપને સાંભળીયે છીએ કે તેઓએ ઇસ્લામની મદદ કરી પરંતુ જ.ખદીજા સ.અ.ના કરતા કોઈપણ વધારે અનુકરણીય નથી.

આ છતાંપણ સલફિઓએ જન્ન્તુલ મોઆલામાં તેમની કબ્રને જમીનદોસ્ત કરી નાખી કે જે “તૌહિદના સંરક્ષક” હતા અને તેવી જ રીતે તેમની ઔલાદોની કબ્ર કે જે જન્નતુલ બકિઅ માં આવેલી છે. આપ લોકોની યાદ એ લોકોના દિલોમાં હમેશા તાજી જ રેહશે કે જે લોકોના દિલોમાં ઇસ્લામ અને પવિત્ર પયગંબર સ.અ.વ. ના પર્ત્યે દર્દ છે.

આપણે એ દિવસોની રાહ જોઈ રહ્યા છીએ કે તેમના દીકરા – હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ-અસ્કરી અ.સ.નો ઝુહુર થાય અને તેઓ તેમનો અને તેમની ઔલાદના ઝુલ્મનો બદલો લે.

Be the first to comment

Leave a Reply