આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

વાંચવાનો સમય: < 1 મિનિટ

આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

  • રસુલે અકરમ સ.અ.વ. અને અમીરુલ મોમેનીન અ.સ. અને તેના પવિત્ર વંશજોની મોહબ્બત સૌથી વધારે નફાકારક અમલ છે. અને આ અમલનો સવાબ આખેરત માટે સાચવીને રાખવામાં આવે છે.

આ બારામાં એક મશહુર હદીસ જોવા મળે છે-

પવિત્ર પયગંબર સ.અ.વ. એ આપણને જણાવ્યું છે કે-

મેં સ્વપનામાં મારા કાકા જ.હમઝા અ.સ. અને મારા પિતરાઈ ભાઈ જ.જાફર(અ.સ.)ને જોયા.

મેં તેમને પુછયું: “મૌતના બાદ તમે સૌથી વધારે તમારા માટે ફાયદાકારક કયો અમલ જોયો?”

તેઓએ કહ્યું:

૧. તમારા (સ.અ.વ.)પર સલવાત

૨. તરસ્યાને પાણી પીવડાવવું

૩. અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની મોહબ્બત

  • અલ-દાવત પેજ ૯૦
  • મીયાથોહ મન્કેબાહ પેજ ૧૩૯ (થોડાક ફેરફાર સાથે)
  • મુસતદરકુલ વસાએલ ભાગ ૫, પેજ ૩૩૧
  • કશ્ફુલ ગુમ્માહ ભાગ ૧ પેજ ૯૫
  • કશ્ફુલ યકીન પેજ ૨૩૧
  • મશારેકુલ અન્વાર પેજ ૬૨
  • મદીનતુલ મઆજીઝ ભાગ ૩ પેજ ૩૪, ભાગ ૩ પેજ ૫૪૯
  • બેહારુલ અન્વાર ભાગ ૨ પેજ ૨૮૪, ભાગ ૨૭ પેજ ૧૧૭, ભાગ ૪૦ પેજ ૪૭

મૌતના પછી સૌથી વધારે ફાયદાકારક અમલ અમીરુલ મોઅમેનીન અ.સ.ની મોહબ્બત છે. શિયા આ મોહબ્બતથી ફાયદામાં રેહશે અને જે લોકો અલી અ.સ.થી નફરત રાખે છે તેઓને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે. અને નફરતની એક નિશાની એ પણ છે કે બીજા લોકોને અલી અ.સ. કરતા વધારે મરતબો આપવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*