શૈખૈન દ્વારા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલાનો મૂર્ખામીભર્યો બચાવ

વાંચવાનો સમય: 5 મિનિટ

અમૂક એહલે તસન્નુનના આલીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાની રિવાયતોને ગોળમોળ અને મૂર્ખાઈવાળા કારણો આપી રદ કરી અને સહાબીઓનો બચાવ કર્યો છે. તેમનો મુળ મકસદ સહાબીઓ નેક બતાવવાનો અને તેમની અદાલતને કોઈપણ કિંમતે સાબીત કરવાનો છે, ભલે ચાહે તે જુઠલાવી ન શકાય તેવી રિવાયતો પણ હોય.

 

અમો અહિં આલીમો જેમકે ઈબ્ને અબીલ હદીદ અને શાહ અબ્દુલ અઝીઝ દેહલવીના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરનારમાંથી સહાબાના નામને દૂર કરવાના નબળા બચાવનું વિશ્ર્લેષણ કરીશું.

 

ઈબ્ને અબીલ હદીદ કહે છે: “જનાબે ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો અને આગનું જમા કરવું કે જેથી તેને બાળવામાં આવે તેવી શીઆઓની રિવાયતો ફકત ખબરૂન વાહેદૂન (ફકત એકજ વ્યક્તિથી નકલ થયેલ) છે તેથી તે સહાબીઓ માટે ભરોસાપાત્ર ન કહી શકાય, બલ્કે તે કોઈપણ મુસલમાન માટે ભરોસાપાત્ર ન થઈ શકે જેને આદીલ માનવામાં આવે.” (શર્હે નહજુલ બલાગાહ, ભાગ. 12, પા. 289)

 

તેવીજ રીતે શાહ અબ્દુલ અઝીઝ દેહલવી લખે છે: “મારી દ્રષ્ટિએ શીઆઓ સહાબીઓને જનાબે સુલૈમાન (અ.સ.)ના સૈનિકો કરતા ઓછા આંકે છે કે જેઓ નબીના સાથમાં સામાન્ય બાબતો તરફ પણ ધ્યાન રાખતા જેમકે રસ્તામાં કીડીઓથી પણ બચતા. (સુરએ નમ્લ (27): 18), પરંતુ શીઆઓ બુઝુર્ગ સહાબીઓ કે જેઓ શ્રેષ્ઠ નબી (સ.અ.વ.) સાથે દરેક જગ્યાએ હાજર હતા, તેઓને એટલા ક્રુર માને છે કે આપ (સ.અ.વ.)ની અઝાદાર દુખ્તર, આપ (સ.અ.વ.)ના દામાદ અને યતીમ નવાસાઓને સતાવતા અને તેઓના ઘરને આગ લગાવતા…  (તોહફે ઈસ્નાઅશર)

 

જવાબ:

સૌ પ્રથમ અને મુખ્ય વાત એ કે ઈબ્ને અબીલ હદીદનો સહાબીઓની તરફેણમાં મજબુત બચાવમાં તેમનું શીઆ ન હોવાના દરેક શકને દૂર કરી દે છે. જેમકે અમૂક એહલે તસન્નુન એવો દાવો કરે છે કે તેઓ શીઆ હતા હાલાકે તેઓની આવી પ્રકારની ટીપ્પણી કે જેમાં તેમણે સહાબીઓનો બચાવ કર્યો છે અને શીઆઓના અકીદાને રદ કર્યો છે અને એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતનો ઈન્કાર કર્યો છે.

 

ઉપરના બયાન ઉપર તેમના હુમલા આવતા, અમો એ વાત સમજવામાં નિષ્ફળ જઈએ છીએ કે કેવી રીતે તે વ્યક્તિ કે જેણે 20 ભાગોમાં નહજુલ બલાગાહની શર્હ જમા કરી હોય આવી રીતે સહાબીઓને અને દરેક ‘ન્યાયી’ મુસલમાનોને સ્પષ્ટ એવો ટેકો આપે  કે જે પવિત્ર કુરઆન અને સુન્નતથી તદ્દન વિરૂધ્ધ છે.

 

જ્યારે અલ્લાહે સહાબીઓ, પત્નિઓ અને મુસલમાનોને કોઈ ટેકો આપ્યો નથી, તો પછી ઈબ્ને અબીલ હદીદને શું હક્ક છે?

 

પવિત્ર કુરઆન એ પ્રકારની આયતોથી ભરેલું છે કે જેમાં સહાબીઓને એક પછી એક અમલ માટે વખોડવામાં આવ્યા હોય અને તેમાંથી અમૂક તો એવા ગંભીર છે કે તે સહાબીઓને ઈસ્લામના દાયરામાંથી બહાર કાઢી નાખે છે.

 

ટૂંકાણને ધ્યાનમાં રાખી અમો અહિં અમૂક આયતો અને ઐતિહાસીક બનાવો તરફ ધ્યાન દોરીએ છીએ કે જે સહાબીઓની ગંભીર ભુલો તરફ નિર્દેશ કરે છે અને તેમને કહેવાતા ન્યાય અને અદાલતા સિધ્ધાંત ઉપર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવા બદલ માફ કરવા એ ખુલ્લી જેહાલત છે.

 

  1. રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવી:

પવિત્ર કુરઆને એક કરતા વધારે બનાવો ઉપર ઉજાગર કર્યું છે કે કેવી રીતે સહાબીઓ અને પત્નિઓની વર્તણુંક આપ (સ.અ.વ.)ને તકલીફ પહોંચાડી છે, જે તેઓની કાયમી હલાકતનું સબબ બન્યું.

إِنَّ ذَلِكُمْ كَانَ يُؤْذِي النَّبِيَّ

બેશક આ રસુલ (સ.અ.વ.)ને તકલીફ આપે છે…   (સુરએ અહઝાબ (33): 53)

 

إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا

બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસુલને ઈજા પહોંચાડે છે તેમના પર અલ્લાહે દુનિયા તથા આખેરતમાં ફિટકાર કર્યો છે, અને તેમના માટે ફજેત કરનારો અઝાબ તૈયાર કર્યો છે. (સુરએ અહઝાબ (33): 57)

 

સહાબીઓ ઉપર આ દુનિયા અને આખેરતમાં રસુલ (સ.અ.વ.)ને ઈજા આપવા બદલ ફિટકાર કર્યો છે. તેમ છતાં ઈબ્ને અબીલ હદીદ અને શાહ અબ્દુલ અઝીઝ દેહલવી એવું માને છે કે તેઓ ન્યાયી હતા અને તેઓએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો ન કર્યો હોય!

 

  1. આપ (સ.અ.વ.)ની બેવાઓને શાદીની ધમકી:

સહાબીઓએ રસુલ (સ.અ.વ.)ને ઘણા બીજા તરીકાઓથી ઈજા પહોંચાડી છે જેમકે તેમની બેવાઓને શાદી કરવા ધમકાવવા. તેઓએ પત્નિઓ સાથે શાદી કરી છે કે નહિ તે અલગ બાબત છે, પરંતુ તેમની નિય્યત તેઓના ચારિત્ર્યની ગવાહી આપે છે અને તેઓનો અયોગ્ય સ્વભાવ મુસલમાનો દ્વારા તેઓની સાથે જોડાતા શિષ્ટાચારથી ખુબજ દૂર છે.

અને તમે અલ્લાહના રસુલને કાંઈ તકલીફ આપો એ તમારા માટે જાએઝ નથી અને ન આ કે તમે તેમની પાછળ તેમની પત્નિઓ સાથે કદી પણ નિકાહ કરો; બેશલ આ વાત અલ્લાહની પાસે અત્યંત ગંભીર છે.

(સુરએ અહઝાબ (33): 53)

 

શા માટે કોઈને આશ્ર્ચર્ય થાય કે આવા બદચારિત્ર્યવાળા સહાબીઓ રસુલ (સ.અ.વ.)ને એકની એક દુખ્તરના ઘર ઉપર હુમલો કરે?

 

  1. પત્નિઓ અને તેમના પિતાઓ દ્વારા વિશ્ર્વાસઘાત:

સહાબીઓ અને પત્નિઓનો વિશ્ર્વાસઘાત મશ્હુર હતો જેમકે કુરઆન વારંવાર ઈશારો કરે છે:

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَى بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ

અને જે વખતે નબીએ પોતાની પત્નિઓમાંથી એક પત્નિને એક વાત ખાનગી રીતે કરી, અને પછી જ્યારે તેણીએ તે ભેદથી વાકેફ કરી દીધી અને અલ્લાહે તેની નબીને જાણ કરી દીધી… (સુરએ તેહરીમ (66): 3)

 

એહલે સુન્નતે આ બનાવની ખતાકાર પત્નિની ઓળખ કરી નાખી; આ માટે ઉત્સુક વાંચકો સહીહ બુખારી, ભાગ. 6, પ્રકરણ 60, હદીસ 435 નો અભ્યાસ કરી શકે છે.

 

અગર આવો વિશ્ર્વાસઘાત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીમાં જાહેર થયો છે તો પછી આપ (સ.અ.વ.)ની શહાદત પછી આનાથી પણ વધારે વિશ્ર્વાસઘાત દેખાય તે સ્વાભાવીક જ છે કે જે જનાબે ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાવવાના સ્વરૂપે જોવા મળે છે.

 

  1. ઓહદ અને હુનૈનમાં વિશ્ર્વાસઘાત:

પવિત્ર કુરઆને સહાબીઓનું અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ને બીજી જંગો સાથે મહત્વની જંગો જેમકે ઓહદ અને હોનેનમાં પીઠ બતાવી વિશ્ર્વાસઘાત કર્યો હોવાને વર્ગીકૃત રીતે વર્ણન કર્યું છે.

ચાહે તેઓ માને કે ન માને પરંતુ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ખુન પીનારા દુશ્મનો વચ્ચે છોડી દેવા (ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.નો સાથ) એટલેકે પરોક્ષ રીતે શહીદ કરવાની કોશિષ હતી.

 

તેથી, અગર સહાબીઓનું અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ને પીઠ બતાવી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરી ઘરના સભ્યોને શહીદ કરવાની કોશિષ કરવા ઉપર આશ્ર્ચર્ય ન થવું જોઈએ.

 

  1. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હાજરીમાં અવાજને બલંદ કરવો:

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હાજરીમાં પોતાના અવાજને બલંદ કરવો એ સહાબીઓની નઝદીક નાનો ગુનોહ હતો પરંતુ અલ્લાહની નઝરમાં ગંભીર ગુનોહ છે. એવો ગુનોહ કે જેની સહાબીઓ વારંવાર તકરાર કરતા હતા અને સજારૂપે તેઓના કાર્યો બાતીલ કર્યા હતા.

અય ઈમાન લાવનારાઓ! તમારા અવાજને નબીના અવાજ કરતા ઉંચો ન કરો અને ન વાત કરવામાં તેની સાથે એવા જોરથી બોલો જેમકે તમે એક બીજાઓની સાથે બૂમો પડીને વાત કરો છો કે જેથી એવું ન થાય કે તમારા કાર્યો રદ થઈ જાય અને તમને જાણ પણ થવા પામે નહિ.  (સુરએ હોજરત (49):2)

 

જ્યારે સહાબીઓ સહીહ તરીકાથી રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે વાત પણ કરી ન્હોતા શકતા તો પછી તેમની દુખ્તર (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવા જેવા મોટા ગુનાહ કરવામાં કોઈ આશ્ર્ચર્ય ન હોય શકે.

 

  1. ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર ઘણી વખત હુમલો કરવો:

સહાબીઓ અને તાબેઈન દ્વારા ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર ઘણા વખત હુમલાઓ કરવામાં આવ્યા છે.

આપ (અ.સ.) ઉપર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ અબુબક્રની બયઅત માટે હુમલો કરવામાં આવ્યો.

 

અલબત્ત મુસલમાનો આ હુમલાનો ઈન્કાર કરે છે અથવા તેની નઝરઅંદાઝ કરે છે.

વર્ષો પછી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જંગે જમલમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિ આયેશા અને તલ્હા, ઝુબૈર, મરવાન જેવા સહાબીઓ સાથે જંગ કરવી પડી. જેના પરિણામે હજારોની સંખ્યામાં મુસલમાનો કત્લ થયા.

 

ત્યારબાદ તરતજ બીજા સહાબી મોઆવીયાએ અલી (અ.સ.)ને જંગે સીફફીનમાં પડકાર્યા કે જે એક વર્ષ કરતા વધુ ચાલી અને તેમાંથી જંગે જમલ કરતા પણ વધુ લોકોએ પોતાની જાન ગુમાવી.

 

જ્યારે સહાબીઓ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર ખુલ્લમ ખુલ્લી રીતે જુદી-જુદી જંગોમાં હુમલાઓ કરી શકે છે અને તેમના દરજ્જાની જરા પણ પરવા નથી કરતા તો પછી તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ આપ (અ.સ.)ના ઘર ઉપર હુમલો કર્યો અને તેમાં આગ લગાડી.

 

શું ઈબ્ને અબીલ હદીદ પાસે સહાબીઓની જમલ અને સીફફીનના હુમલાઓની ક્રુરતા બાબતે તેઓની હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને કહેવાતી બનાવટી માફી માંગવા સિવાય બીજો કોઈ મઝબુત બચાવ છે?

 

  1. ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ઉપર કરબલામાં હુમલો:

અગર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપરના તમામ હુમલો ન્યાયીક અથવા બચાવ પાત્ર અથવા જતા કરીએ તો પણ મુસ્લીમ બહુમતી કેવી રીતે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ઉપર કરબલાના હુમલાનો બચાવ કરશે?

 

ઈસ્લામના ઈતિહાસની અથવા માનવજાતના ઈતિહાસની સૌથી અમાનવીય હુમલાના બારામાં સહાબીઓ અને તાબેઈનની કહેવાતી ‘અદાલત’ કયા છે?

 

કરબલા એક હકીકત છે અને તમામ મુસલમાનો તેના બારામાં એકમત છે. એક અકલમંદ મુસલમાન માટે, કરબલા તેની પહેલાના હુમલાઓને સમજવા માટે પુરતી છે જેમકે જમલ, સીફફીન અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો ભલે પછી ચાહે મુસ્લીમ બહુમતી તેનો સ્વિકારે કે ન સ્વિકારે. અગર સહાબીઓ અને તાબેઈન ઈમામ હુસૈન (અ.સ.) ઉપર કરબલામાં હુમલો કરી શકે છે તો પછી તેવીજ રીતે તેઓ મદીનામાં હી.સ. 11 માં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી પણ હુમલો કરી શકે છે. તેથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાનો ઈન્કાર કરવો ફકત બિનતાર્કીક છે જ્યારે કે હુમલો કર્યો હોવાના સ્પષ્ટ પુરાવાઓ મૌજુદ છે.

 

શા માટે ઈબ્ને અબીલ હદીદ સહાબીઓ અને તાબેઈન દ્વારા અન્ય હુમલાઓને કબુલ કરે છે અને ફકત જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાનો બચાવ કરવા મક્કમ છે, તે એક રહસ્ય છે.

Be the first to comment

Leave a Reply