અલ્લાહ હકીમ પોતાની માનનીય કિતાબમાં કહે છે:
عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ﴿٢٦﴾ إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ﴿٢٧﴾ لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا
“ગૈબનો જાણનાર એજ છે, અને તે પોતાના ગૈબ પર કોઇને વાકેફ કરતો નથી, સિવાય તે શખ્સને કે જેને રસૂલોમાંથી (ઇલ્મે ગૈબ માટે) ચૂંટી કાઢે, કારણ કે બેશક તે તેની આગલી બાજુએથી તથા તેની પાછલી બાજુએથી ચોકીદારો નીમી દે છે કે જેથી તે જાણી લે કે તેમણે પોતાના પરવરદિગારના પયગામ પહોંચાડી દીધા છે; અને જે કાંઇ તેમની પાસે છે તે સઘળું તે (નું જ્ઞાન) ઘેરી રાખે છે, અને સઘળી વસ્તુઓની સંખ્યા તે નોંધી રાખે છે.” (સુરએ જીન-૭૨: ૨૬-૨૮)
આ આયતના પહેલા ભાગમાં એ નાઝીલ થયું છે કે ફક્ત અલ્લાહ જ ગય્બનો જાણકાર છે અને પછી આગળ બયાન થાય છે કે: જયારે અલ્લાહ કોઈને ચાહે છે અને પોતાના રસૂલોમાંથી જેણે પોતાની રેઝા માટે યોગ્ય જાણે છે, તેઓને તે ગય્બનું ઈલ્મ અતા કરે છે બીજા બધા ઉપર તેને તેના ઉપર વર્ચસ્વ આપે છે.
ગય્બના ઈલ્મને જાહેર કરવામાં અને છુપાવવાના સંજોગોને જોવા માટે અલ્લાહ બે સમુહોની નિમણુંક કરે છે:
એક સમૂહ રસુલોમાંથી હિફાઝત કરનારાઓ છે કે જેઓ ઈલ્મે ગય્બથી વાકેફ થયા પછી તેઓની સામે છે. તેઓની નિમણુંક એટલા માટે કરવામાં આવી છે કે તેઓ ખાત્રી કરે કે આ જવાબદારી પૂર્ણ કરવામાં અને ઈલ્મને સમજાવવામાં શૈતાન તેઓના દીમાગોમાં વસવસો ન કરે અને આ પાક અને સ્પષ્ટ ઈલ્મને ભેળસેળ અને મિશ્રિત ન કરે.
હિફાઝત કરનારાઓનો બીજો સમૂહ દીફા કરનારાઓ છે કે જેઓ તેઓની પાછળથી હિફાઝત કરે છે, દા.ત. તેઓના ઈલ્મથી વાકેફ થવા પહેલા, તેઓ વહીના સ્ત્રોત અને નાઝીલ થવાની જગ્યા (રસૂલો) દરમ્યાન નિયુક્ત હોય છે જેથી વહી તે જ હાલતમાં બાકી રહે ત્યાં સુધી કે આસમાની દુનિયાના રહેવાસીની તેમાં દખલગીરી ન કરે અને તે રસુલના દિલ સુધી પહોંચાડે. આ ફરિશ્તાઓમાંથી હિફાઝત કરનાર સમૂહ વહી નાઝીલ થવાના સમયમાં હાજર હોય છે ત્યાં સુધે કે તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય અને રસુલ સુધી પહોંચે.
હિફાઝત કરવાની બધીજ વ્યવસ્થા અને એ ખાત્રી કરવાની કે આ રસૂલો સુધીનો સંદેશ એજ રીતે પહોંચે અને સહીહ રીતે અંજામ અપાય કારણ કે આપણે આ આયતથી માહિતગાર છીએ કે:
તેઓ જાણે છે કે બેશક તેઓએ તેઓના સંદેશા પહોચાડ્યા. ફરિશ્તાઓના આ બન્ને સમૂહો પાછળથી, આગળથી ખાત્રી કરે છે કે તે બાબત પહોંચાડે જે તેઓને આપવામાં આવી છે.
તેવી જ રીતે પવિત્ર કુરઆનમાં નકલ થયું છે. જેમકે સુરએ અન્કબુત ૨૯-આ. ૩ (બેશક અલ્લાહ જેઓ સાચા છે તેને જાણી લેશે અને બેશક તે જુઠ્ઠાઓને પણ જાણી લેશે.) અને સુરએ હદીદ-૫૭, આ. ૨૫ (અલ્લાહ જાણી લે કે ગય્બમાં કોણ તેને અને તેના રસૂલોની મદદ કરે છે.)
વાતચીતની આ રીત એ જ છે જે રાજાઓ અને હાકીમો દ્વારા અપનાવવામાં આવે છે કે તેઓ ખાત્રી કરે છે કે તેઓનો પયગામ સરખી રીતે પોહચ્યો જયારે તેઓ પોતાનો કોઈ પ્રતિનિધિ અને પયગામ પહોચાડનારને મોકલે છે.
પ્રથમ, તેઓ તે સંદેશાની હિફાઝત કરે છે જ્યારથી તે તેમણા પ્રદેશમાંથી નિકળે. બીજું, એ રસ્તામાં એ ખાત્રી કરે કે તેમાં કોઈ ભેળસેળ કે મિશ્રણ કે બદલાઈ નથી ગયુંને, તેઓ સંદેશા ઉપર હિફાઝત કરનારની નિમણુંક કરે છે.
તેવી જ રીતે જયારે પ્રથમ વખત અલ્લાહ પોતાના અમ્બીયા(અ.મુ.સ.) સાથે ઈલ્મે ગય્બની વાત કરે, તો તેમાં કોઈ જાતની જપ્તી અથવા બદલાવ ન હોવો જોઈએ. બીજા તબક્કામાં પણ નબીને ઈલ્મે ગય્બ પહોચાડવામાં કોઈપણ પ્રકારનું બદલાવ કે ગેરરીતિ ન થાય. આ અમૂક બાબતો ઉપર આધારિત છે:
પ્રથમ, રસુલ વહી અને ઈલ્મે ગય્બ સહીહ રીતે મેળવે.
બીજું, સહીહ તરીકાથી મેળવ્યા પછી તે તેની હિફાઝત કરે અને તેને યાદ રાખે.
અને ત્રીજું, સહીહ તરીકાથી મેળવ્યા અને તેને યાદ કરી, તેની હિફાઝત કર્યા બાદ વાતચીતના સમયે તેને કોઈપણ વધારા કે ઘટાડા વગર પહોચાડે. અને ઈસ્મતના આ ત્રણેય પ્રકાર અમ્બીયામાં મૌજુદ હોવા જોઈએ. કુરઆનના શબ્દોમાં આને વાતચીત પહેલાની ઈસ્મત અને વાતચીત પછીની ઈસ્મત કહેવાય છે.
તદઉપરાંત આયતમાં વર્ણન થયું છે કે અલ્લાહ આ બધી જ આસમાનો અને ઝમીનની નાની-મોટી બાબતો તથા ભૌતિક અને રૂહાની દુનિયાથી વાકીફ છે અને અમ્બીયાથી તેઓ જાત કરતા વધારે નઝદીક છે. તે પોતાના રસૂલોને ચાહે છે અને તેઓથી રાઝી છે. આના કારણે તે તેઓને ગય્બ ઉપર નિયંત્રણ આપે છે જે તેના માટે ખાસ છે. અહી અમૂક મુદ્દાઓ ઉપર ચિંતન-મનન કરવું જરૂરી છે.
પહેલો મુદ્દો: ગય્બ સહીત દરેક ઈલ્મ ફક્ત અલ્લાહ માટે ખાસ છે અને રસૂલો અને ફરિશ્તાઓ સહીત કોઇપણને તેની પહોચ નથી. મખ્લુકને જે કાંઈ પણ ઈલ્મ આપવામાં આવ્યું છે તે અલ્લાહ તરફથી અતા છે. મખ્લુક તેને સ્વતંત્ર રીતે હાસિલ નથી કરી શકતી. અગર ઇલાહી ઈનાયત ન હોત તો તેઓ પાસે આ ઈલ્મ હાસિલ કરવાનું કોઈ રસ્તો ન હોત ભલે ચાહે તે સામાન્ય અને મામુલી કેમ ન હોય.
જે કોઈ આને સમજે છે તે આયતોમાં કોઇપણ પ્રકારનો તફાવત અથવા વિરોધાભાસ નહિ જોવે કે જે એક તરફ ઇલાહી ઈલ્મની મનાઈ કરે છે અને બીજી તરફ મખ્લુકને ઇલાહી ઈલ્મ અતા કર્યા હોવાનું જણાવે છે.
આવી પ્રકારની આયતો પવિત્ર કુરઆનમાં ઘણી બધી જગ્યા એ આવેલી છે કે જેમાં બાબત ફક્ત અલ્લાહ પુરતી મર્યાદિત હોય પણ તે બાબતમાં મખ્લુકે પણ પોતાની ભૂમિકા ભજવી હોય.
દા.ત. આ આયત
اَللهُ يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا
અલ્લાહ પ્રાણોને તેમના મરણ સમયે લઈ લે છે.
(સુરએ ઝુમર-૩૯, આ. ૪૨)
રૂહોને કબ્ઝ કરવાની પાબંદીને સાબિત કરે છે.
બીજી જગ્યા એ ઈરશાદ થાય છે:
અહીં સુધી કે જ્યારે તમારામાંથી કોઇનું મૃત્યુ આવે છે તો અમારા મોકલેલા (ફરિશ્તા)ઓ તેનો અંત લાવી મૂકે છે. (સુરએ અનઆમ-૬, આ. ૬૧)
અને તેવી જ રીતે આ આયત
નિસંશય સઘળી ઈજ્જત તો અલ્લાહને માટે જ છે.
(સુરએ નિસા-૫, આ. ૧૩૯)
ખરેખરી ઇઝઝત અલ્લાહના માટે છે, અને તેના રસૂલના માટે અને મોઅમીનો માટે; પરંતુ મુનાફિકો તે જાણતા નથી. (સુરએ મુનાફેકુન-૬૩, આ. ૮)
આ આયતોમાં એક બાજુ એ બયાન થયું છે કે ઇઝ્ઝત ફક્ત અલ્લાહ માટે છે અને બીજી તરફ એ બયાન થયું છે કે ઇઝ્ઝત રસુલ(સ.અ.વ.) અને મોઅમીનો માટે છે.
તેથી ગય્બની બાબતે, ઈલ્મનો મૂળ સ્ત્રોત અલ્લાહ છે અને તે જેને ચાહે તેને અતા કરે છે. તેથી તેમાં કોઈ વિરોધાભાસ નથી.
તે ઘણી બધી આયતોના મહત્વને સમજવા પણ મદદરૂપ થાય છે જેમાં પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ ઈલ્મે ગય્બનો ઈનકાર કર્યો છે, દા.ત.:
قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ ﴿٥٠﴾
(અય રસુલ!) તમે કહો કે હું તમને એમ તો નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને ન એમ (કહું છું) કે હું ગૈબ (વાતો)નું ઈલ્મ ધરાવું છું, અને તમને નતો આ કહું છું કે નિસંશય હું એક ફરિશ્તો છું, હું તો માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેને જ અનુસરૂ છું, તમે કહો કે શું આંધળો અને દેખતો સમાન હોય છે ? શું તમે એટલુંયે વિચારતા નથી?
(સુરએ અનઆમ-૬, આ. ૫૦)
તેવી જ રીતે નીચેની આયતમાં રસુલ(સ.અ.વ.) એલાન કરે છે:
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ ﴿١٨٨﴾
(અય રસૂલ!) તમે કહો કે હું મારી (પોતાની) જાત માટે પણ ન કોઇ પ્રકારના લાભનો અધિકાર ધરાવું છું ન કોઇ નુકસાનનો, સિવાય કે જે અલ્લાહને માન્ય હોય; અને જો હું છુપી વાતો જાણતો હોત તો હું મારા માટે ઘણું સારૂ ભેગું કરી લેતે અને સખતી તો મને અડકતે પણ નહિ; હું એ લોકો માટે કે જેઓ ઇમાન ધરાવે છે માત્ર (અઝાબથી) ડરાવનારો અને (જન્નતની) ખુશખબર આપનારો છું.
(સુરએ અઅરાફ-૭, આ. ૧૮૮)
રસુલ (સ.અ.વ.) એ આમ પણ ફરમાવ્યું:
આવી જ એક આયત:
તમે કહો કે હું રસૂલોમાંથી એક નવો (અને પહેલોજ રસૂલ) નથી, અને હું એ પણ નથી જાણતો કે મારી સાથે કેમ વર્તવામાં આવશે, અને ન આ કે તમારી સાથે કેમ વર્તવામાં આવશે; હું તો માત્ર મારા તરફ જે વહી કરવામાં આવે છે તેનું જ અનુકરણ કરૂ છું, અને હું તો માત્ર એક ખુલ્લો ડરાવનારો છું.
(સુરએ અહકાફ-૪૬, આ. ૯)
(અય રસૂલ!) તમે કહો કે હું મારી (પોતાની) જાત માટે પણ ન કોઇ પ્રકારના લાભનો અધિકાર ધરાવું છું ન કોઇ નુકસાનનો, સિવાય કે જે અલ્લાહને માન્ય હોય.
સુરએ અઅરાફ-૭ માં નાઝીલ થયું છે:
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللهُ ۚ
(અય રસૂલ!) તમે કહો કે હું મારી (પોતાની) જાત માટે પણ ન કોઇ પ્રકારના લાભનો અધિકાર ધરાવું છું ન કોઇ નુકસાનનો, સિવાય કે જે અલ્લાહને માન્ય હોય.
(સુરએ અઅરાફ-૭, આ. ૧૮૮)
રસુલ (સ.અ.વ.) ઉપર સુરએ યુનુસ-૧૦ માં આ આયત નાઝીલ થઈ છે:
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللهُ
(અય રસૂલ!) તમે કહો કે હું મારા પોતાના માટે ન નુકસાનનો માલિક છું ન લાભનો, સિવાય કે જે અલ્લાહ ચાહે.
(સુરએ યુનુસ-૧૦, આ. ૪૯)
Be the first to comment