રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત માટે કોણ જવાબદાર?

વાંચવાનો સમય: 7 મિનિટ

ઘણા ‘અઘરા’ સવાલો પૈકીનો સવાલ કે જેના માટે મોટાભાગના મુસલમાનો પાસે કોઈ જવાબ નથી તે છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત થઈ છે કે પછી શહાદત?

 

મોટાભાગના મુસલમાનો ત્રણમાંથી એક મત ધરાવે છે, રસુલુલ્લાહ (સ.અ.વ.) કુદરતી મૌતે વફાત પામ્યા અથવા બીમારીથી અથવા ઝહેરથી જે તેમને ખૈબરના સફર ઉપર આપવામાં આવ્યું હતું.

 

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાતનું આ સાચુ કારણ છે?

જવાબ:

મોટાભાગના મંતવ્યો જે રજુ થયા, તે કુરઆનની સ્પષ્ટ નિશાનીઓ અને ઈતિહાસને સાબીત કરવામાં નિષ્ફળ ગયા કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ખુબજ ખતરામાં હતી અને તેથી તે બાબત તરફ આશ્ર્ચર્ય ન થવું જોઈએ કે આપ (સ.અ.વ.)ને શહીદ કરવામાં આવ્યા છે.

 

મુસલમાન બહુમતી નીચેની દલીલોના જવાબ આપવામાં નિષ્ફળ છે:

 1. યહુદીઓ દ્વારા ઝહેર દેવામાં આવ્યું તે નબળી દલીલ છે.
 2. કુરઆનમાંથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતની દલીલ.
 3. એહલે તસન્નુનનું બે પત્નિઓની ભૂમિકાને કબુલ કરવું.
 4. શહાદત તલવાર અથવા ઝહેરથી.
 5. ઈમામ હસન (અ.સ.)ની શહાદતથી રસુલુલ્લાહ (સ.અ.વ.)નો કાતીલ ઉઘાડો પડયો.
 6. રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સોમવારે શહીદ કરવામાં આવ્યા.
 7. શ્રેષ્ઠ મૌત શહાદત છે.
 8. જ્યારે સહાબીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મરવા માટે છોડી દીધા.
 9. અકાબાહમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવાની કોશિષ.
 10. સાદ ઈબ્ને ઉબેદાહની જીન દ્વારા કત્લ?!
 11. યહુદીઓ દ્વારા ઝહેર દેવામાં આવ્યું તે નબળી દલીલ છે:

ખૈબરના યહુદીઓ દ્વારા ઝહેર દેવાની ખોટી વાત, પચાય તેવી વાત નથી કારણકે મુસલમાનોને ખુબજ ખરાબ સ્થિતિમાં મુકી દે છે.

આ બનાવ આ મુજબ છે, ખૈબરના વિજય પછી યહુદીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને મુસલમાનોની દઅવત કરી. તેઓએ ખાવામાં ઝહેર મેળવ્યું જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખરાઈ કરે. અગર નબી (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હોય, જેનો તેઓ દાવો કરે છે, તો પછી તો આ ઝહેરવાળો ખોરાક નહિ ખાઈ. અગર તેઓ ખાશે, તો પછી તેમનો આ દાવો ખોટો છે અને તેઓ અલ્લાહના નબી નથી. મુસલમાનો મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તે ખાવાનું ખાધુ અને તેના કારણે વર્ષો પછી વફાત પામ્યા. તેથી મુસલમાનો મુજબ મોહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસુલ નથી અને યહુદીઓ સાચા હતા!

 

આપણે જોઈએ છીએ કે આ કેવી હસીપાત્ર વાત છે અને તેનો અંત એ આવે છે કે મુસલમાનો અને યહુદીઓ બન્ને કાફીરોની હરોળમાં આવી જાય છે.

 

ઈતિહાસ સાક્ષી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તે ખોરાક લીધો ન હતો અને પોતાના દાવાની ખરાઈ કરી હતી.

 

કદાચ આવી મૂર્ખામીભરી વાતનો એહસાસ થતા, હદીસ ઘડી કાઢનારાઓએ બીજી વિરોધાભાસ હદીસ આયેશાથી નકલ કરી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) બીમારીથી વફાત પામ્યા. (મુસ્નદે અબી યઅલા, ભાગ. 8, પા. 258)

 

 1. કુરઆનમાંથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતની દલીલ:

અમુક કુરઆની આયતો છે છે સ્પષ્ટપણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જાનના જોખમ તરફ ઈશારો કરે છે.

અય રસુલ! જે કાંઈ તમારા પરવરદિગાર તરફથી તમારી તરફ ઉતારવામાં આવ્યું છે તે પહોંચાડી દો; અને જો તમે તેમ ન કર્યું તો જાણે તમે તેનો સંદેશો પહોંચાડયો જ નહિ; અને અલ્લાહ તમને લોકોથી સુરક્ષિત રાખશે…

(સુ.માએદાહ 5:67)

 

આવી આયતો તે બાબત તરફ ઈશારો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જાન ખતરામાં હતી. સંદેશાની વાત ખતરા હોવા માટેનો પુરાવો  છે.

 

પછી પવિત્ર કુરઆન રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત થઈ છે તે તરફ ઈશારો કરે છે:

અને મોહમ્મદ (સ.અ.વ.! માત્ર એક રસુલ છે, જેની પહેલા ઘણાય રસુલો થઈ ગયા છે; અગર તે વફાત પામે અથવા શહીદ કરવામાં આવે તો શું તમે તમારા પાછલા પગે ફરી જશો?” (સુરએ આલે ઈમરાન (3): 144)

 

 1. એહલે તસન્નુનનું બે પત્નિઓની ભૂમિકાને કબુલ કરવું:

એહલૈ તસન્નુને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વિરૂધ્ધ બે પત્નિઓનું એક થઈ જવાની ભૂમિકાને નકલ કર્યું છે.

 

ઈબ્ને અબ્બાસ નકલ કરે છે: “હું એક વર્ષથી ઈચ્છતો હતો કે ઉમર ઈબ્ને ખત્તાબને સુરએ તેહરીમ (66): આયત 3 ની સમજૂતિના બારામાં પુછું. અય મોઅમીનોના સરદાર! રસુલુલ્લાહ (સ.અ.વ.)ની તે કંઈ બે પત્નિઓ હતી જેઓએ આપ (સ.અ.વ.)ની વિરૂધ્ધ એકબીજાની મદદ કરી?

તેણે કહ્યું: તે હફસા અને આયેશા હતી.

 • સહીહ બુખારી, ભાગ. 6, કિતાબ-60, હદીસ 435
 • તફસરે જુબાઈમાં સુરએ તેહરીમ (66): 3 ની તફસીર હેઠળ

સીહાહ (એહલે તસન્નુન માટે સૌથી ભરોસાપાત્ર કિતાબો)માં પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાતના ભેદી    સંજોગોનું વર્ણન થયું છે.

 

આયેશા નકલ કરે છે: જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) આખરી બીમારીના બિસ્તર ઉપર હતા, તેમણે અમને હુકમ કર્યો: મારા મોઢામાં દવા ન મુકતા. પરંતુ અમોએ તેમની એ રીતે ઈતાઅત ન કરી જેવી રીતે દરેક બીમારને દવા પસંદ ન હોય! તેથી અમોએ દવા તેમના મોઢામાં મુકી. જ્યારે તેમને હોશ આવ્યો ત્યારે આપ(સ.અ.વ.)એ પુછયું: કોણે આમ કર્યું? શું મેં એમ કરવાની મનાઈ ન્હોતી કરી?

 • સહીહ બુખારી, ભાગ. 8, પા. 42
 • સહીહ મુસ્લીમ, ભાગ. 7, પા. 42
 • મુઅનદે એહમદ ઈબ્ને હમ્બલ, ભાગ. 6, પા. 53
 • તારીખે ઈબ્ને કસીર, ભાગ. 4, પા. 446

કોઈપણ પ્રકારની તફસીરમાં જવા પહેલા, જે તરતજ સ્પષ્ટ થાય છે એ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તેમના અંતીમ દિવસોમાં તેમના હુકમથી વિરૂધ્ધ પરાણે કોઈ પદાર્થ આપવામાં આવ્યો.

 

 1. શહાદત તલવાર અથવા ઝહેરથી:

એવી રિવાયતો છે કે મઅસુમીન (અ.મુ.સ.) માટે શહાદત તલ્વાર અથવા ઝહેરથી હોય છે.

ઈમામ હસન (અ.સ.) તેમના નાના રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે: “અમારામાંથી કોઈ નથી પરંતુ એ કે તેને શહીદ કરવામાં આવ્યા અથવા ઝહેર આપવામાં આવ્યું.

 • ઈસ્બાતુલ હોદાત, ભાગ. 1, પા. 344
 • કેફાયતુલ અસર, પા. 162, 227
 • મુલ્લા સદ્ર (અ.ર.)ની શર્હે ઉસુલે કાફી, ભાગ. 1, પા. 96
 • બેહારૂલ અન્વાર, ભાગ. 27, પા. 217

 

બીજી એક રિવાયતમાં જે એહલે તસન્નુન સાથે સુસંગત છે, તેમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: “રસુલુલ્લાહ (સ.અ.વ.)ને વફાત પહેલા ઝહેર દેવામાં આવ્યું હતું, તેણી બન્નેએ આપ (સ.અ.વ.)ને પીવરાવ્યું હતું.”

 • તફસીરે બુરહાનમાં સુરએ આલે ઈમરાન (3): 144 ની તફસીર હેઠળ
 • તફસીરે સાફીમાં સુરએ આલે ઈમરાન (3): 144 ની તફસીર હેઠળ
 • તફસીરે અય્યાશીમાં સુરએ આલે ઈમરાન (3): 144 ની તફસીર હેઠળ
 • બેહારૂલ અન્વાર, ભાગ. 22, પા. 516

આ પ્રકારની હદીસો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતને ઈજાગર કરે છે.

 

 1. ઈમામ હસન (અ.સ.)ની શહાદતથી રસુલુલ્લાહ (સ.અ.વ.)નો કાતીલ જાહેર થઇ ગયો:

ઈમામ હસન (અ.સ.) અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત વચ્ચે ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે.

 

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે ઈમામ હસન (અ.સ.)એ તેમના કુટુંબીજનોને ફરમાવ્યું: “અય મારી ઉમ્મત! હું એવીજ રીતે ઝહેરથી શહીદ કરવામાં આવીશ જેવી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઝહેરથી શહીદ કરવામાં આવ્યા હતા.”

 • બેહારૂલ અન્વાર, ભાગ. 43, પા. 327-328
 • ઈબ્ને શહરે આશુબની અલ મનાકીબ, ભાગ. 4, પા. 8

 

આ સામ્યતા અહિં પુરી થતી નથી. ઈમામ હસન (અ.સ.)ને પણ તેમની પત્નિ જોદાહ દ્વારા, તેના પિતા અશ્અશ ઈબ્ને કૈસના હુકમથી ઝહેર આપવામાં આવ્યું, જે મોઆવીયાને મનોરંજન પુરૂ પાડતો.

 

ત્રીજી સામ્યતા એ છે કે બન્ને રસુલુલ્લાહ (સ.અ.વ.) અને ઈમામ હસન (અ.સ.)ને 28 મી સફરના શહીદ કરવામાં આવ્યા.

 

કદાચ અકલ ધરાવનારાઓ માટે આ બન્ને શહાદતોની સામ્યતાઓમાં સંદેશો હોય.

 

 1. રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સોમવારે શહીદ કરવામાં આવ્યા:

આપણે ન ફકત એ જાણીએ છીએ કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવામાં આવ્યા બલ્કે આપણે તેમની શહાદતના દિવસથી પણ વાકેફ છીએ.

 

રાવીએ ઈમામ સાદિક (અ.સ.)ને સવાલ કર્યો: મારી જાન તમારા ઉપર કુરબાન થાય! સોમવાર માટે શું? શા માટે તેને ઈસ્નૈન કહેવામાં આવે છે?

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: આ નામ તે બન્ને ઝાલીમો ઉપરથી રાખવામાં આવ્યું.

 

રાવી: પરંતુ અલ ઈસ્નૈન (સોમવાર) તે બન્નેની પહેલા પણ કહેવામાં આવતો.

ઈમામ (અ.સ.): એક વખત જ્યારે તમને કોઈ વસ્તુ કહેવામાં આવે તો તમે તેને સમજવાની કોશિષ કરો. અલબત્ત અલ્લાહ જાણતો હતો કે કયા દિવસે તે તેમના રસુલ (સ.અ.વ.)ની રૂહ કબ્ઝ કરશે અને કયા દિવસે રસુલ (સ.અ.વ.)ના અમાનતદાર ઉપર ઝુલ્મ ગુજારવામાં આવશે. તેથી, તે નામ તેઓ બન્નેના કારણે રાખવામાં આવ્યું.

(અલ ખેસાલ, પ્ર. 7, હ. 112)

 

 1. શ્રેષ્ઠ મૌત શહાદત છે:

જ્યારે હદીસો સ્પષ્ટપણે બયાન કરે છે કે શ્રેષ્ઠ મૌત શહાદત છે, તો પછી મુસલમાનોએ પોતાને આ સવાલ પુછવો જોઈએ કે શા માટે અલ્લાહ પોતાના રસુલ (સ.અ.વ.)ને શહાદતથી મહેરૂમ રાખે.

 

શું મોહમ્મદ (સ.અ.વ.) શ્રેષ્ઠ પયગમ્બર નથી? શું ઝકરીયા (અ.સ.), યહ્યા (અ.સ.) અને બની ઈસ્રાઈલના હજારો અંબીયા (અ.મુ.સ.) કે જેમને તેઓની ઉમ્મતે શહીદ કર્યા દરજ્જામાં નીચા નથી? ઘણી બધી હદીસો છે જે એલાન કરે છે કે મુસલમાન ઉમ્મત એવીજ રીતે વર્તણુંક કરશે જેવી રીતે બની ઈસ્રાઈલે છેલ્લે સુધી વર્તાવ કર્યો હતો. અગર બની ઈસ્રાઈલે તેમના અંબીયા (અ.મુ.સ.) ઉપર ઝુલ્મ કર્યો અને અંતે શહીદ કર્યા, તો પછી મુસલમાન ઉમ્મત પાસેથી પણ આવી અપેક્ષા છે.

 

પછી આશ્ર્ચર્ય નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવામાં આવ્યા. બલ્કે આશ્ર્ચર્ય ત્યારે થાય છે જ્યારે મોટાભાગના મુસલમાનો એવો દાવો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) કુદરતી મૌત મર્યા છે.

 

 1. જ્યારે સહાબીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મરવા માટે છોડી દીધા:

જે કોઈ કુરઆનથી પરિચીત છે, તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી કે ઓછા માં ઓછા બે મૌકાઓ – ઓહદ અને હોનૈન ઉપર સહાબીઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જાનની કઈ ફીક્ર ન હતી. સહાબીઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને દુશ્મનો વચ્ચે મરવા મુકી ચાલ્યા ગયા હતા સિવાય કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કે જેઓ હકીકતમાં જાન બચાવનાર હતા.

(તે સમયને યાદ કરો) જ્યારે તમે આગળને આગળ નાસી  જતા હતા અને પાછા વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસુલ તમને બોલાવી રહ્યા હતા… (સુરએ આલે ઈમરાન (3): 153)

 

“(અય મુસમાનો!) બેશક અલ્લાહે ઘણી જંગોમાં તમારી સહાય કરી અને હુનૈનના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ફુલાવી દીધા હતા, પછી તે તમારા કાંઈજ કામે લાગી નહિ અને ઝમીન પહોળી હોવા છતાં તમારા માટે સંકોચાઈ ગઈ, પછી તમે પીઠ ફેરવી મૈદાન મુકી ગયા. (સુરએ તૌબા (9): 25)

 

આ આયતો વડે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આસપાસના લોકો આપ (સ.અ.વ.)ને શહીદ કરવા ખુબજ સમર્થ અને મુસલમાનોની ઈઝઝત અને અદાલતને બચાવવા નબળી કોશિષો કરતા હતા.

 

આ હદીસ સ્પષ્ટપણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બે સહાબીઓનું આપ (સ.અ.વ.)ની સોમવારના શહાદત તરફ ઈશારો કરે છે નહીતો અલ્લાહ માટે અર્થહીન હતું કે તે સોમવાર આ બન્નેના કારણે નામ રાખે.

 

 1. અકાબાહમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવાની કોશિષ:

ઈતિહાસના કોઈપણ વિદ્યાર્થી માટે આમાં કોઈ આશ્ર્ચર્ય નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવામાં આવ્યા, કારણકે તેમની ઝીંદગીના આખરી બે વર્ષ દરમ્યાન શહીદ કરવાની ઘણી બધી કોશિષો કરવામાં આવી હતી.

 

અકાબાહનો બનાવ- રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવાનું ષડયંત્ર એ  તેની સૌથી મોટી દલીલ છે.

આ બનાવ તબુકની જંગના સમયે બહાર આવ્યો જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને એક વાદી (અકાબાહ)થી પસાર થવાનું થયું. મુનાફીકોના બે સમુહ વાદીની બાજુમાં છુપાઈ ગયા હતા જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉંટને ભડકાવે. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જાન જીબ્રઈલ (અ.સ.)ની ચેતવણીથી બચી ગઈ હતી અને આપ (સ.અ.વ.)ની સામે અને આપની પાછળ આવતા હુઝૈફા ઈબ્ને યમાનની સામેં આ ષડયંત્ર છતુ થઈ ગયુ હતું.

 

વિવિધ રિવાયતોના આધારો આ મુનાફીકોની સંખ્યા 12-24 ની હતી. જેમાં શંકા કરનારાઓ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરી પોતાની દરમ્યાન ખિલાફત વેહ્ચી લેવાનો કરાર કરનાર પાંચ સહાબીઓ, શૂરાના પાંચ સભ્યો, મોઆવીયા અને અમ્રે આસ શામીલ છે.

 • તફસીરે કુમ્મીમાં સુરએ આલે ઈમરાન (5): આયત 67 હેઠળ
 • તફસીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.) પા. 387-389
 • કિતાબે સુલૈમ, ભાગ. 1, પા. 429, 729
 • ખેસાલ, ભાગ. 2, પા. 499, ચોવીસ સિફતોના પ્રકરણ હેઠળ

 

મુસલમાન બહુમતી માટે પોતાના બચાવ માટેનો સૌથી પહેલો જવાબ એ હોય છે કે આ અકાબાહનો બનાવ શીઆ દ્વારા ઘડી કાઢેલ છે પરતું આ બનાવ એહલે તસન્નુનની સીહાહ સહીતની મોટાભાગની ભરોસાપાત્ર કિતાબોમાં ખુબ સારી રીતે વર્ણન થયેલ છે.

 • સહીહ મુસ્લીમ, પા. 1, 282, હ. 2879
 • તારીખે ઈબ્ને કસીર, ભાગ. 4, પા. 181-182
 • ઈબ્ને હજરની મતાલીબ અલ આલીયા, ભાગ. 14, પા. 272

એવા ઘણા બધા બનાવો છે જેમાં ખલીફાઓ હંમેશા હુઝૈફાને અકાબાહના મુનાફીકોની ઓળખ બતાવવા દબાણ કરતા હતા.

 

 1. સાદ ઈબ્ને ઉબાદાહની જીન દ્વારા કત્લ?!

જેઓ એવો દાવો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત મુસલમાનોના હોવાથી તેમની દરમ્યાન શકય ન હતી અને આ શહાદત માટે કોઈ ઉદાહરણ નથી, તેઓ માટે અમે સાદ ઈબ્ને ઉબાદાહ અલ ખઝરાજીના કત્લ તરફ ધ્યાન દોરીએ છીએ.

 

બધા મુસલમાનો એકમત છે કે ઈજમાના દાવા હોવા છતાં ઘણા બધા સહાબીઓ અને કબીલાઓ જેમકે ખઝરજ કે જેના સરદાર સાદ ઈબ્ને ઉબાદાહ હતા તેઓએ અબુબક્રને બયઅત કરવાની ના પાડી દીધી હતી. બલ્કે તેઓ દરમ્યાન વાત કરવાનો સબંધ પણ ન હતો. જ્યાં સુધી સાદ ઈબ્ને ઉબાદાહ હયાત રહ્યા, હુકુમત અસુરક્ષિત રહી, બળવાના ડરના કારણે.

 

તેથી હુકુમતે શું કર્યું?

 

તેઓએ સાદ ઈબ્ને ઉબાદાહને જીન્ન દ્વારા દૂર કર્યા. કમ સે કમ જાહેરમાં એમ કહેવાતું કે સાદ ઈબ્ને ઉબાદાહને જીન્ને કત્લ કર્યો. હકીકતમાં, તે કામ હુકુમતના માણસ ખાલીદ ઈબ્ને વલીદનું હતું, કે જેણે આ પહેલા પણ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને શહીદ કરવા પ્રયત્નો કર્યા હતા.

 

આ એ લોકો માટે સ્પષ્ટ પયગામ છે જેઓ અબુબક્રની સત્તા કબુલ કરતા ન હતા અને તેને બયઅત કરવાથી ઈન્કાર કર્યો હતો, તેઓનો અંજામપણ સાદ ઈબ્ને ઉબાદાહ જેવો થશે. જેના કારણે ઘણા બધાએ હાકીમને બયઅત કરી એ છતાં કે તેની અને તેના સાથીઓના બારામાં શંકા હતી.

 

ઈજમા (બહુમતી)નો દેખાવ જીન ઉપર આધારીત હતો.

હવે એ સવાલ જેનો જવાબ દેવો જોઈએ એ છે કે જ્યારે એક પ્રખ્યાત સહાબી અને 1/3 અંસારોના સરદારને આટલી આસાનીથી દૂર કરી શકાતો હોય અને તેનો આરોપ જીન ઉપર મુકી શકાતો હોય તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) માટે એમ કહેવું કે કુદરતી મૌત અથવા યહુદીઓ દ્વારા ઝહેર આપવું અથવા બીજું કોઈ બહાનું પેશ કરવું કેમ નહિ?

 

તેથી, એ સ્પષ્ટ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને હકીકતમાં યહુદીઓ દ્વારા ઝહેર આપવામાં આવ્યું હતું, પરંતુ ખૈબરના યહુદીઓ નહિ.

Be the first to comment

Leave a Reply