ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન

વાંચવાનો સમય: 4 મિનિટ

અમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને  તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ ઝમાનામા થશે.

સ્પષ્ટપણે, શંકાકરવાવાળા લોકો  તેમની પોતાની કિતાબને (જાણીજોઇને અથવા અજાણતાં) અવગણે છે જેમાં ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વને સાબિત કરતી ઘણી હદીસો અને કુરઆનની આયતો નોંધવામાં આવી છે. જેનાથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે ઈમામ ઝમાના(અ.ત.ફ.શ) બાબતે માન્યતા તે શીઆઓની ઘડેલી નથી બલ્કે  ઇસ્લામિક માન્યતા છે.

જવાબ:

એક હદીસ કે જે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વને સાબિત  કરે છે અને તે બંને ફિરકાઓ દ્વારા સહીહ અને મુતવાતીર(તવાતુર) કે જેને બે ભારે વસ્તુની હદીસ(હદીસે સક્લૈન ) તરીકે મોટાપ્રમાણમાં નોંધવામાં આવી છે.

હદીસે સક્લૈન હદીસે ખલીફતૈન તરીકે પણ ઓળખાય છે જેનો અર્થ “બે જાનશીનોની હદીસ” હદીસે સક્લૈન /ખલીફતૈન સાબિત કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)ની ઔલાદમાંથી એક માઅસુમ ઈમામ હમેશા ઝમીન ઉપર મૌજુદ હોય છે જેવીરીતે કે કુરઆન મુસલમાનોમાં મૌજુદ છે.

ચાલો આપણે પ્રખ્યાત રીવાયતોના આધારે બંને શબ્દો સકલૈન અને ખલીફતૈનથી હદીસને જોઈએ.

إِنِّي تَارِكٌ‏ فِيكُمْ خَلِيفَتَيْنِ‏: كِتَابُ اللَّهِ، حَبْلٌ مَمْدُودٌ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ، أَوْ مَا بَيْنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ، وَعِتْرَتِي أَهْلُ بَيْتِي، وَإِنَّهُمَا لَنْ يَتَفَرَّقَا حَتَّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ

પવિત્ર પયગંબર(સ.અ.વ.):

હું તમારી વચ્ચે બે જાનશીન(ખલીફતૈન) છોડી જાવ છુ. અલ્લાહની કિતાબ કે જેનો એક છેડો ઝમીન અને જન્નતની દરમિયાન છે.(અથવા તો જન્નતથી ઝમીન સુધી છે)અને મારી એહલેબેત (અ.મુ.સ) છે. આ બંને કદી પણ  એક્બીજાથી અલગ નહિ થાય ત્યાં સુધી કે હોવઝે કવસર પર મને મળે.

  • -મુસ્નદ એહમદ ઈબ્ને હન્બલ ભાગ-૩૫ પાના.૪૫૬,૫૧૨

أَمَّا بَعْدُ. أَلَا أَيُّهَا النَّاسُ! فَإِنَّمَا أَنَا بَشَرٌ يُوشِكُ أَنْ يَأْتِيَ رَسُولُ رَبِّي فَأُجِيبَ. وَ أَنَا تَارِكٌ‏ فِيكُمْ ثَقَلَيْنِ‏: أَوَّلُهُمَا كِتَابُ اللَّهِ فِيهِ الْهُدَى وَ النُّورُ فَخُذُوا بِكِتَابِ اللَّهِ. وَ اسْتَمْسِكُوا بِهِ» فَحَثَّ عَلَى كِتَابِ اللَّهِ وَ رَغَّبَ فِيهِ. ثُمَّ قَالَ «وَ أَهْلُ بَيْتِي. أُذَكِّرُكُمْ اللَّهَ فِي أَهْلِ بَيْتِي. أُذَكِّرُكُمْ اللَّهَ فِي أَهْلِ بَيْتِي. أُذَكِّرُكُمْ اللَّهَ فِي أَهْلِ بَيْتِي

 

પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ મક્કા અને મદીનાની વચ્ચે ખુમમાં તેમના આખરી ખુત્બામાં ફરમાવ્યું:

અય લોકો! હું ઈન્સાન છુ. મને મારા અલ્લાહ તરફથી મારી પાસે એક સંદેશાવાહક (મોતનો ફરિશ્તો) આવવાનો છે અને હું અલ્લાહના હુકમ ઉપર લબ્બેક કહીશ, પરંતુ હું તમારી વચ્ચે બે મહાભારે વસ્તુઓ છોડી રહ્યો છું: અલ્લાહની કિતાબ. જેમાં હક્કની હિદાયત અને નુર છે, તેથી અલ્લાહની  કિતાબને મજબૂતીથી  પકડી રાખો અને તેના પર અડગ રહો. તેને (આપણને) અલ્લાહની કિતાબને (મજબૂતપણે) પકડી રાખવાની સલાહ આપી અને પછી કહ્યું: બીજા મારા એહલેબેત (અ.મુ.સ.) છે. હું તમને મારી એહલેબેત (અ.મુ.સ) બાબતેની (તમારી જવાબદારીની) યાદ કરાવુ છુ.

  • સહીહ મુસ્લિમ હદીસ:૨૪૦૮

દિનના ઓલ્માઓએ પણ સમાન રીતે (આવીજ રીતે) હદીસે સકલૈન/ખલીફતૈનને વર્ણવી છે જે સ્પષ્ટ સૂચવે છે કે પયગંબર (સ.અ.વ.)ની એહલેબેત (અ.મુ.સ)માંથી કોઈ હંમેશા કયામત સુધી બાકી રહેશે કે જેની ઈતાઅત કરવામાં આવશે તે કયામતના દિવસ સુધી લોકોને માર્ગદર્શન આપશે.

 

ઈબ્ને હજર અલ-હય્સમી અલ- મક્કી કે જે અલ-સવાએક અલ-મુહર્રેકાના લેખક છે તે નોંધે છે:

સકલૈનની હદીસ દર્શાવે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)ના એહલેબેત (અ.મુ.સ)માંથી હંમેશા એવી લાયકાત ધરાવનાર વ્યક્તિ હોય છે કે જે અલ્લાહની કિતાબ જેવા હોય છે જેની હંમેશા ઈતાઅત કરવાની છે. અને ઝમીન ક્યારેય પણ તેમનાથી ખાલી નથી રહેતી. આથી અલ્લાહના પયગંબર(સ.અ.વ.)ના એહલેબેત (અ.મુ.સ) ઝમીનના રહેવાસીઓની સલામતીનું કારણ માનવામાં આવે છે.

આમ અમારો દાવો હદીસે સકલૈનથી સ્પષ્ટ રીતે સાબિત છે.

પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ પોતાના ખુત્બામાં ફરમાવ્યુ:

فى كل‏ خلف‏ من‏ امتى عدول من اهل بيتى‏

મારી ઉમ્મતના દરેક ઝમાનામાં એક શખ્સ મારા એહલેબેતમાંથી હશે.

અલ-સવાએક અલ-મુહર્રેકા પાનાં.૯૦

દરેક ઝમાનામાં એક આલીમે કુરઆનનુ હોવા બાબતે બધા મુસલમાનોના ફિરકાઓ એકમત છે.

મુસલમાનોના આલિમો હદીસે સકલૈનને પુરાવા તરીકે સ્વીકારે છે કે દરેક ઝમાનામાં પવિત્ર પયગંબર(સ.અ.વ.વ.)ના એહલેબેત(અ.મુ.સ)નું હોવું જોઈએ.

હાફીઝ શરીફ સમહુદી હદીસે સકલૈનના વિશે કહે છે કે:

આ મહાન હદીસ દર્શાવે છે કે કયામતના દિવસ સુધી કોઈ પવિત્ર પયગંબર(સ.અ.વ.)ની નસ્લમાંથી હોવું જોઈએ, નહીતર પવિત્ર પયગંબર(સ.અ.વ.)ના શબ્દો કે બે ભારે ચીઝોની ઈતાઅત કરો તેનો કોઈ અર્થ રહેશે નહિ.

આવી જ રીતે પવિત્ર કુરઆનના બાબતે પણ છે (તે હંમેશા ભરોસાપાત્ર પણ હોવું જોઈએ, કારણ કે પયગંબર (સ.અ.વ.) એ આપણને તેને જલ્દીથી પકડી લેવા માટે નસીહત કરી છે). તેથી, પવિત્ર પયગંબર(સ.અ.વ.)ના એહલેબેત(અ.મુ.સ)ઝમીનના લોકોની સલામતીનું કારણ છે અને ઝમીનના વારસદાર છે. જો તેઓ મૃત્યુ પામે છે, તો ઝમીનના રહેવાસીઓ નાશ પામશે.

જવાહીર- અલ-અક્દૈન પાનાં.૨૪૪

મનાવી પોતાની કિતાબ અલ જામેઉસ્સગીરમાં અને ઝરકાની માલિકીએ તેની કિતાબ અલ મવાહીબ અલ-લદુન્નીયામાં  આ બાબતને આ જ રીતે સમહુદીના મંતવ્યને નોંધ્યું છે

શર્હ અલ-જામેઅ અલ સગીર ભાગ-૩ પાનાં.૧૫

શર્હ અલ-મવાહીબ અલ-લદુન્નીયા ભાગ-૭ પાનાં.૮

બીજી એક જગ્યાએ સમહુદી કહે છે:

પવીત્ર પયગંબર(સ.અ.વ.)ની એહલેબેત(અ.મુ.સ)ને અનુસરવાનું કહેવામાં આવેલ છે કે જેઓ અલ્લાહની કિતાબનું ઈલ્મ ધરાવે છે.

આ એટલા માટે છે કારણ કે પવિત્ર પયગંબર(સ.અ.વ.) આપણને એમ નથી કહ્યું કે જે અલ્લાહની કિતાબનું ઈલ્મ ધરાવતા નથી તેઓનું અનુસરણ કરો.. આ આલિમો (એહલેબેત) હંમેશા પવિત્ર કુરઆનથી સંકળાયેલા છે ત્યાં સુધી કે તે પવિત્ર પયગંબર(સ.અ.વ.)ને હૌઝે કવસર ઉપર મળે.તેથી જ આપ(સ.અ.વ.)એ  કહ્યું છે:

فلا تقدموهما فتهلكوا و لا تقصروا عنهما فتهلكوا و لا تعلموهم‏ فانهم‏ أعلم منكم

આથી તમે પવિત્ર કુરઆન અને મારા એહલેબય્તથી આગળ ન વધી જાવ નહીતર તમે હલાક થઈ જશો અને અગર તમે તેઓ તરફ રજુ થવામાં નિષ્ફળ જશો તો પણ તમે હલાક થઈ જશો. તમે મારા એહલેબય્તને શીખવાડો નહિ કેમ કે તેઓ તમારા કરતા વધારે ઈલ્મ ધરાવે છે.

જવાહીર અલ-અક્દૈન પાનાં.૨૪૩

ત્રણેય ફિરકાઓ(શિયા,એહલે સુન્નત, સલફી) દરેક ઝમાનામાં એક (કુરઆનના)આલીમના વજુદને સાબિત કરવામાં માટે પયગંબરે અકરમ(સ.અ.વ.)ની મશહુર રિવાયતને નોંધે છે.

يَحْمِلُ‏ هَذَا الْعِلْمَ‏ مِنْ‏ كُلِ‏ خَلَفٍ عُدُولُهُ، يَنْفُونَ عَنْهُ تَحْرِيفَ الْغَالِينَ، وَ انْتِحَالَ الْمُبْطِلِينَ وَ تَأْوِيلَ الْجَاهِلِين‏

મારી ઉમ્મતની દરેક નસ્લમાં આ (કુરઆનનું) ઈલ્મ ધરાવનાર એક આદીલ છે કે જે ગુલુવ (અતિશયોક્તિ) કરનારના દુરાગ્રહને, હદથી ઘટાડો કરનારના વર્ણનને (બાતીલની દલીલોને), અજ્ઞાનીઓની તફસીરનો અસ્વીકાર કરે.

  • ઈબ્ને કય્યુમ અલ જવઝીય્યહ(ઈબ્ને તય્મીય્યાહનો વિદ્યાર્થી)ની કિતાબ મીફતાહ દાર અલ-સઆદાહ વ મન્શૂર વિલાયાહ અલ-ઈલ્મ વ અલ-ઈરાદાહ પાનાં.૧૬૩-૧૬૪
  • નસીરૂદ્દીન અલ્બાની(સલ્ફી રાવી)તેના સંશોધનમાં મિશ્કાત અલ-મસાબીહ ભાગ-૧ પાનાં.૫૩ ઉપર આ હદીસને સહીહ ગણાવી છે.
  • એહમદ ઈબ્ને હન્બલએ આ હદીસને સહીહ ગણાવી છે.
  • સોનને બય્હકી ભાગ-૧૦ પાનાં.૨૦૯ હદીસ ૨૦૭૦૦
  • કુરતુબીની કિતાબ અલ-જામેઅ લે અહકામે અલ-કુરઆન  ભાગ-૧ પાનાં.૩૬
  • અબ્દુલ્લાહ ઈબ્ને અદિની અલ-કામીલ ભાગ-૧ પાનાં.૨૪૮
  • મઆનીલ અખ્બાર – પાનાં.૩૫
  • તફ્સીરે ઈમામ હસન અસ્કરી(અ.સ.) પાનાં.૪૭
  • બેહારુલ અન્વાર ભાગ-૨૭ પાનાં.૨૨૨

હદીસે સકલૈન/ખલીફતૈન સ્પષ્ટપણે સાબિત કરે છે કે દરેક ઝમાનામાં પયગંબર(સ.અ.વ.)ના એહલેબેત(અ.મુ.સ.) માંથી એક  ઈલાહી હુજ્જત / આલીમનું હોવું જરૂરી છે કે જે પવિત્ર કુરઆનની સાથે હોય અને આ બંને કયામતના દિવસ સુધી એકબીજાની સાથે હશે,. તમામ મુસલમાનોના ફિરકાઓ પોતાની આ ધારણા અને માન્યતા વ્યાપકપણે ધરાવે છે. જો કે એકદમ પહેલેથી ચાલ્યો આવતો હઠાગ્રહ અને પક્ષપાતના કારણે તેઓને એહલેબૈત(અ.મુ.સ.)ના વંશમાંથી બાર ઈમામ/ખલીફાઓમાંથી ખલીફા તરીકે સ્વીકારતા અટકાવે છે, પરંતુ આ એ જ ખલીફાઓ (ઇમામો) છે જેઓ દિનનું સમર્થન દુન્યાના અંત સુધી કરતા રહેશે જેવી રીતે એહલે તસન્નુંનની સીહાહમાં નોંધવામાં આવ્યું છે.

Be the first to comment

Leave a Reply