ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૨ દરબારે યઝીદ

વાંચવાનો સમય: 3 મિનિટ

નબીઝાદીઓ યઝીદ (લા.)નાં નજીસ દરબારમાં

 

નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસ્સીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ ઉમ્મે કુલ્સુમ છે, આ રૂકૈયા, આ જ. ફાતેમા બિન્તે હસન અ.સ. અને હ. ઈ. હુસૈન અ.સ.ની યતીમ દીકરી અને તેમની લાડલી પારએ જીગર કે જે જ્યાં સુધી હ. ઈ. હુસૈન અ.સ.ના સીના (છાતી) પર સૂતી નહી ત્યાં સુધી ન હ. ઈ. હુસૈન અ.સ.ને ઊંઘ આવતી અને ન સકીના સ.અ.ને.”

રસુલઝાદીઓ માથું નમાવી, રસ્સી બાંધેલ હાલતમાં યઝીદ (લઈન)ના નજીસ ભરેલા અને શણગારેલા દરબારમાં ઊભી હતી તેમની સામે શહીદોના સર હતા. આ નબી સ.અ.વ.ના હમશકલ અલી અકરબર(અ.સ)નું સર, આ રૂબાબના દૂધપિતા બાળક જ.અલી અસગર(અ.સ)નું સર, આ હસન અ.સ.ની યાદગાર કાસિમ(અ.સ)નું સર અને આ સર કે જેની આંખો બંધ અને મીચેલી છે તે જાણો છો કોનું સર છે? એક ગૈરતદાર ગુલામનું, નહીં, ભાઈનું, નહીં સક્કાનું, નહી, હુસૈની લશ્કરના સિપેહસાલાર (સરદાર)નું, નહીં, કરબલામાં હ. અલી અ.સ. ના પ્રતિનિધિનું નહી, જેને જ. ફાતેમા સ.અ.એ પોતાના જીગરનો ટુકડો કહેલો, તેનું નહીં, નબી ઝાદીઓની ઢારસ (સાંત્વનરૂપ) હતા તેનું, નહીં, દુનિયાના તમામ બેવારસો, યતીમો, નિરાશાના માર્યા ઈન્સાનો, હાજતમંદો, બે આસરા (નિરાધાર) લોકોના આસરા અને આધાર, બાબુલ હવાએજ, બાબુલ મુરાદ, સકીના સ.અ.ના કાકા હ. અબુલ ફઝલિલ અબ્બાસ, મઝહરે જલાલે કિબ્રીયાનું સર છે અને સામેજ યઝીદ (લઈન)ના તખ્તની બરાબર નીચે, સોનાના થાળમાં ખૂનથી તરબોળ અને ધૂળ અને રજથી લીપાયેલું, સુકી જીભ હોઠથી બહાર નીકળેલ, ઈન્સાની આઝાદીના અલમબરદાર, ખુદાઈ (સલ્તનત)ના પ્રતિનિધિ, હ. હુસૈન બિન અલી અ.સ.નું સર છે સામે રસુલે કૌનેન સ.અ.વ.ની નવાસીઓ પોતાના સર ઝુકાવી ઊભી છે અને શોહદાએ રાહે ખુદાના સર તખ્તની નીચે વીખેરાયેલા પડયા છે અને નબીઝાદીઓની પાસે ઝમાનાના ઈમામ અ.સ. માથાથી પગ સુધી સાંકળોમાં જકડાયેલા ઊભા છે.

યઝીદ મુસલમાન હતો

યઝીદ(લઈન) શરાબના જામ પર જામ ખાલી કરતો જાય છે. ઝમાનાના મૂસા અ.સ.ને સાંકળોમાં જકડાયેલ જોઈને શરાબ અને ફિરઓનિયતના નશાની બેવડી આગે તેને ઔર મદહોશ બનાવી દીધો છે. એહલેબૈતે રસુલ સ.અ.વ.ને કૈદમાં જકડાયેલા અને મજબુર અને લાચાર જોઈને ખુશીના જોશમાં ઝૂમી રહ્યો છે અને આનંદ અને નશામાં બેવડા કેફમાં ઝૂમતો આ શેઅર પડી રહ્યો છે જેનો મતલબ આવો હતો

“અય કાશ, મારા એ વડીલો કે જે જંગે બદ્રમાં કત્લ થઈ ગયા તેઓ જો આજે જીવતા હોત તો જોત કે ખઝરજ (કબીલા)નો ગીરોહ (જૂથ) કેવી રીતે અમારા નેઝા અને તલ્વારોનો માર્યો ફરિયાદ અને રૂદન કરે છે. બેશક, તેઓ ખુશીના માર્યા પુકારી ઉઠત. “અય યઝીદ (લઈન) તારા હાથ શલ ન થાય લકવો ન થાય અમે બની હાશમના બુઝુર્ગોને કત્લ કર્યા અને જગે બદ્રનો હિસાબ પુરી રીતે ચુકવી દીધો. બની હાશિમે તો મુલ્ક અને સત્તા હાસિલ કરવા એક ખેલ ખેલેલો બાકી ન તો ખરેખર કોઈ આસમાની પૈગામ આવેલો છે કે ન તેમને કોઈ વહી નાઝીલ થઇ છે જો હું એહમદ સ.અ.વ.ના ફરઝંદોથી વેર ન વાળત તો હું ખન્દફની ઔલાદ જ ન હોત.”

(ફૂટ નોટ: યઝીદ આ શેર ત્યારે પડ્યો કે જયારે દરબારમાં રસુલેખુદા(સ.અ.વ)ના સહાબી અબુ બરદાઅસ્લામી એ યઝીદને ટોકિયો જયારે તે ઈમામ હુસૈન(અ.સ)ના લબ પર પોતાની છડી(સાકળ) મારતો હતો ત્યારે કહ્યું હું ગવાહી આપું છું કે મેં રસુલે ખુદા(સ.અ.વ)ને ઈમામ હસન(અ.સ) અને ઈમામ હુસૈન(અ.સ.)ના લબ પર બોસો લેતા જોયા છે અને તાઅરીફ બયાન કરતા હતા ને ફરમાવ્યુ છે કે ઈ.હસન(અ.સ) અને ઈમામ હુસૈન(અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે ખુદા તમારા કાતીલોને કત્લ કરે અને તેની પર લાઅનત કરે અને જહન્નમ તેના માટે તૈયાર રાખે. આ વાત પર યઝીદ ગુસ્સે થયો અને આ શેર પડ્યો વધુ વિગત માટે નફ્સુલ મહમુન એહલેબૈત દર મજાલીસે યઝીદ પેજ-૨૫૨ અને અલ-અખબારૂલ તાવલ પેજ-૨6૩)

યઝીદ (લઈન)ના આ શૈતાની કલામ હતા જેમાં તે ઈસ્લામની (ઉસૂલી) માન્યતાઓનું જાહેરમા ખંડન જ નહોતો કરતો પરંતુ મઝાક ઉડાડતો હતો અને (આમ કરી) પોતાની જ બેશરમી અને બેગૈરતીનું પ્રદર્શન કરતો હતો અને ખુદ પૈગમ્બર (સ.અ.વ.)થી બદલાની વાત કરતો હતો.

અરે, શું યઝીદ (લઈન) રસુલે અકરમ ... સંબંધે અણછાજતી અને અયોગ્ય વાતો કરતો હતો? અને આપ ...ના દુશ્મનો અને કાફરોની બુઝુર્ગી અને મહાનતાની પ્રશંસા કરતો હતો?

જી હા, આ એક દર્દનાક અને (અત્યંત) કડવી હકીકત હતી આ પહેલો પ્રસંગ હતો જયારે કોઈ માણસ મુલસમાનોના ખલીફા અને રસુલે ખુદા સ.અ.વ.ના જાનશીન (વારસ) હોવાનો પણ દાવો કરતો હોય અને (સાથો સાથ) ઈસ્લામના પવિત્ર સિધ્ધાંતોનો ઈન્કાર કરી તેની ખુલ્લમખુલ્લી હાંસી અને મઝાક પણ ઉડાવતો હોય!! પરંતુ દરબારમાં કોઈની એ મજાલ કે હિંમત ન હતી કે આ દારૂડિયા, નીચ અને બદનામીના પુતળા જેવા (કહેવાતા) ખલીફતુલ મુસ્લેમીન! ને જરાય રોકે કે ટોકે. હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન ની સામે ઝલીલ કરી શકે?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*