છઠ્ઠો પુરાવો: રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી (અ.સ.) સૌથી વધારે ઈલ્મ ધરાવતા હતા.
રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. તેથી જે કોઈને ઈલ્મ પ્રાપ્ત કરવું હોય તેઓએ આ દરવાજાથી દાખલ થવું જોઈએ.”
આ ઘણી બધી સુન્ની કિતાબોમાં વર્ણવવામાં આવે છે અને તેનું વર્ગીકરણ ઘણા સુન્ની આલીમો જેવા કે ઈમામ હજર અલ અસ્કારની, ઈમામ તબરી, ઈમામ સિયુતી અને ઈમામ હાકીમે વિ. એ કર્યું છે.
હ.ઉમર ઈબ્ને ખત્તાબ પોતાની ખિલાફતના સમયમાં વારંવાર પોતાના મુંઝવણભર્યા પ્રશ્નોના ઉકેલ માટે અલી (અ.સ.)ની સલાહ લેતા. ઘણા પ્રસંગોએ હ.ઉમરે અલી (અ.સ.) વિષે ફરમાવ્યું છે: “અગર અલી ન હોતે તો હ.ઉમર હલાક થઈ જતે.”
(ફઝાએલ અસ્સહાબા, લેખક અહેમદ ઈબ્ને હમ્બલ, ભાગ-2, પા. 647, હદીસ 1100, અલ ઈસ્તીઆબ, લેખક ઈબ્ને અબ્દુલ બરર, અલ કુરતુબી, ભાગ-3, પા. 39, મનાકીબ, લેખક અલ ખ્વારઝમી, પા. 48, અલ રિયાઝ અન્નઝરહ, લેખક મોહીબ્બુદ્દીન તબરી, ભાગ-2, પા. 194, તારીખ અલ ખોલફા, જલાલુદ્દીન અલ સિયુતી, પા. 171)
કુરઆન એલાન કરે છે: “શું તે કે જે સત્ય સુધી પહોંચાડી દે તે તેનો વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે અથવા તે કે જેને કોઈ બીજો માર્ગ દેખાડે નહિ ત્યાં સુધી તેને કોઈ માર્ગ જડે નહિ?”
સાતમો પુરાવો: અલી (અ.સ.) એ મોઅમીનોના અમીર (ઈમામ) છે.
રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “અલી (અ.સ.) મારાથી છે અને હું અલી (અ.સ.)થી છું. તેઓ મારા પછી દરેક મોઅમીનોના સરપરસ્ત (વલી) છે.” (સોનને તીરમીઝી, ભાગ-2, પા. 298, મુસ્તદરક અલ હાકીમ, ભાગ-3, પા. 111, સવાએક અલ મુહર્રેકા,પા. 122, ઈજીપ્ત પ્રકાશન)
“મને જાણ કરવામાં આવી છે કે અલી (અ.સ.) પાસે 3 અલગ જુદી પડતી ફઝીલતો છે કે તેઓ મુસ્લીમોના સરદાર છે, નેક લોકોના પેશ્ર્વા છે અને જેઓની પેશાની ઈમાનના નૂરથી પ્રકાશિત છે તેઓના ઈમામ છે.’
(મુસ્તદરક અલ હાકીમ, પા. 138, ભાગ-3, કન્ઝુલ ઉમ્માલ, ભાગ-6, પા. 157, હદીસ નં. 2628, તેમજ અલ બદી, ઈબ્ને ફાની, અબુ નઈમ અને અલ બઝઝારે પણ તેને નકલ કરી છે)
આઠમો પુરાવો: તેઓ એહલેબૈતમાંથી છે અને ઈમામો (અ.મુ.સ.)ના પિતા છે.
અલી (અ.સ.) રસુલે અકરમ (સ.અ.વ.)ના ભાઈ છે. અલી (અ.સ.) સૈયદતુન્નીસાઈલ આલમીનના શૌહર છે. અલી (અ.સ.) જન્નતના જવાનોના સરદારોના પિતા છે. અલી (અ.સ.) મહદીએ મુન્તઝર (અ.સ.)ના પિતા છે.
નવમો પુરાવો: અલી (અ.સ.) હક્ક અને બાતિલને પારખવાનું માપદંડ છે.
રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “નજીકમાંજ મારા બાદ તમારી વચ્ચે ફિત્ના અને દુશ્મનાવટ જાહેર થશે, જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમે જાઓ અને અલી (અ.સ.)ને શોધો કારણકે તેઓ જ હક્કને બાતિલથી અલગ કરી શકે છે.” (કન્ઝુલ ઉમ્માલ, ભાગ-2, પા. 612)
“જેણે અલી (અ.સ.)ની ઈતાઅત કરી તેણે મારી ઈતાઅત કરી, જેણે મારી ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી, જેણે અલી (અ.સ.)ની નાફરમાની કરી તેણે મારી નાફરમાની કરી અને જેણે મારી નાફરમાની કરી તેણે અલ્લાહની નાફરમાની કરી.” (કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં. 32973, 32976, મુસ્તદરક અલ હાકીમ, ભાગ-3, પા. 123, રિયાઝ અન્નઝરહ, ભાગ-3, પા. 110)
દસમો પુરાવો: અલી (અ.સ.)નું નામ જન્નતના દરવાજા ઉપર લખ્યું છે.
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે: “જન્નતના દરવાજાની ઉપર લખ્યું છે: અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી, મોહમ્મદ (સ.અ.વ.) તેમના રસુલ છે અને અલી (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ છે.”
(અલ મવસત, લે. તબરાની, અલ મુત્તફક વલ મુતફરરક, લે. અલ ખતીબ, ક્ધઝુલ ઉમ્માલ, મુસ્નદે અહેમદ ઈબ્ને હમ્બલ, પા. 35, ભાગ-5, ઈબ્ને અસાકીર, પા. 46)
આ તો ફકત અલી (અ.સ.)ની ફઝીલતોની એક નાનુ ઉદાહરણ છે.
આ લખાણ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો હક અદા ન કરી શકે.
અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે: “અલી (અ.સ.)ના ઘણા દુશ્મનો હતા કે જેમણે તેમની ખામીઓ શોધવાનો અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. તેથી તેઓ એક એવા માણસને લઈ આવ્યા જેની સાથે અલી (અ.સ.)એ જંગ કરી હતી અને તેઓ અલી (અ.સ.)ની દુશ્મનીમાં તેના વખાણ કરવા લાગ્યા.”
તેઓ ઈમામ અલી (અ.સ.)ની ખામીઓ શોધી ન શકયા તેથી તેઓએ તેમના દુશ્મનોની ફઝીલતમાં હદીસો ઘડી.
સવાલ : આ દોઆ કયાંથી આવી છે?
إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
“બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલતા રહે છે; માટે અય ઈમાનવાળાઓ! તમે પણ તેના પર દુરૂદ મોકલો અને એવી રીતે સલામ મોકલો જેવો કે સલામ મોકલવાનો હક છે.”
હવે વિચારો અને ખુદ ફેંસલો કરો.
રસુલે અકરમ (સ.અ.વ.)ના તમામ સહાબીઓમાં બધી ફઝીલતોમાં સૌથી અફઝલ કોણ હતું?
તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હતા.
રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે: “અલી (અ.સ.)ના ચહેરા તરફ જોવું ઈબાદત છે.”
Be the first to comment