મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે

વાંચવાનો સમય: 3 મિનિટ

મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે

મુસલમાનો ફલાણા ફલાણા સહાબીઓની સર્વોચય્તા સાબીત કરવા અથવા એક ખાસ પત્નિ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સાબીત કરવા એડી ચોટીનુ જોર લગાવી દે છે (ભરપૂર પ્રયત્ન કરે છે.) આવી ફઝીલતો સામાન્ય રીતે એહલેબૈત (અ.મુ.સ.)ની સર્વોચતા અને  ખાસ કરીને અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વિરોધમાં ઘડી કાઢવામાં આવેલી હતી. જો દલીલ તરીકે આવી ફઝીલતોને સ્વિકારવામાં આવે તો પણ એહલેબૈત (અ.સ.)ની અફઝલીય્યતનો કોઈ પર્યાય નથી કારણ કે એહલેબૈત (અ.મુ.સ.)ની તમામ ફઝીલતો અજોડ છે.

આવીજ એક ફઝીલત મુબાહેલા (જુઠાઓ ઉપર અલ્લાહની લઅનત) 24 ઝીલહજ, હી. 10 ની ઘટનામાં જાહેર થાય છે. તમામ મુસલમાનો સર્વાનુમતે એકમત છે કે આ ઘટના પવિત્ર કુરઆનના હુકમના પરિણામે હતી. કે જેમાં દોઆ કરવા માટે ભેગા થયા હતા કે જુઠાઓ ઉપર અલ્લાહની લઅનત થાય.

આ ઘટના ત્યારે બની જ્યારે ઈસાઈઓ એ વાતની દલીલો કબુલ કરવા રાજી ન થયા કે હઝરત ઈસા (અ.સ.) એક માનવી હતા અને અલ્લાહના પુત્ર નથી કે જેનો તેઓ દાવો કરતા હતા.

અલ્લાહે મુબાહેલાની આયત નાઝીલ કરી:

પછી તમારી પાસે ઈલ્મ આવી ગયુ કે ઈસા ખુદાના બંદા છે પછી પણ કોઈ એ સંબધથી તમારાથી ઝગડો કરે તો તમે કહી દો આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને બોલાવોઅમે અમારી ઔરતોને બોલાવીએ તમે તમારી ઔરતોને બોલાવોઅમે અમારા નફસોને બોલાવીએ તમે તમારા નફસોને બોલાવો અને ખુદાની સામે કરગરીએ અને જુઠા ઉપર ખુદાની લઅનત કરીએ.

 (સુરએ આલે ઈમરાન, 61)

મુબાહેલાથી કઈ રીતે હઝરત અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે.

ઈમામ અલી ઈબ્ને મુસા (અ.સ.) અને તેઓના ઝમાનાનો ઝાલીમ મામૂન અલ અબ્બાસી વચ્ચેનો એક રસપ્રદ વાર્તાલાપ છે.

મામૂને ઈમામ રેઝા (અ.સ.)ને કુરઆનથી સાબીત હોય તેવી અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સર્વોચ્ચ ફઝીલત વિષે સવાલ કર્યો.

ઈમામ રેઝા (અ.સ.) એ ફરમાવ્યું: તેઓની અન્યો ઉપર અફઝલીય્યત મુબાહેલાના બનાવથી સાબીત થાય છે.

‘પછી તમારી પાસે ઈલ્મ આવી ગયુ કે ઈસા ખુદાના બંદા છે પછી પણ કોઈ એ સંબધથી તમારાથી ઝગડો કરે તો તમે કહી દો આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને બોલાવો, અમે અમારી ઔરતોને બોલાવીએ તમે તમારી ઔરતોને બોલાવો, અમે અમારા નફસોને બોલાવીએ તમે તમારા નફસોને બોલાવો અને ખુદાની સામે કરગરીએ અને જુઠા ઉપર ખુદાની લઅનત કરીએ.’

(સુરએ આલે ઈમરાન, 61)

પયગમ્બર (સ.અ.વ.) એ ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને આમંત્રણ આપ્યું. જે બન્નેનો સંદર્ભ ફરઝંદો તરીકે છે. આપ (સ.અ.વ.) જનાબે ફાતેમા (સ.અ.)ને દઅવત આપી કે તેઓ ‘અમારી ઔરતા’ ને સુચવે છે. અને અંતમાં પોતાના નફસ તરીકે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને આમંત્રણ આપ્યું.

પછી મામુને કહ્યું: શું એવુ નથી કે અલ્લાહે પુત્રો બહુવચન વાપર્યું અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ તેમના બે ફરઝંદોને બોલાવ્યા અને અલ્લાહે સ્ત્રીઓ બહુચવનનો પ્રયોગ કર્યો અને પયગમ્બર (સ.અ.વ.) એ પોતાની દુખ્તરને આમંત્રણ આપ્યું. ફકત એકજ સ્ત્રી.

તો પછી નફસના માટે એ પરવાનગી નથી કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) માટે કોઈ બીજાને (એટલે અમીરુલ મોઅમેનીન અ.સ.ને) બોલાવવું સુચવે. તો આમા આપ (અ.સ.) દાવો કરો છો તેવુ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ ફઝીલત નથી. (મામૂનનો અર્થ હતો કે નફસથી મુરાદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) છે તો અફઝલીય્યત આપ (સ.અ.વ.) માટે છે અને અમીરુલ મોઅમેનીન (અ.સ.) માટે નહી જેમને આયતમાં સંબોધન કરવામાં નથી આવ્યા).

ઈમામ રેઝા (અ.સ.) એ તરત ફરમાવ્યું: જે તું કહે છે તે સાચુ નથી. ખરેખર દઅવત આપનાર પોતાના સિવાયને દઅવત આપે છે. જેવી રીતે સેનાપતિ પોતાના સિવાયનાને હુકમ આપે છે.

એ યોગ્ય નથી કે દઅવત આપનાર પોતે પોતાને દઅવત આપે, જેવી રીતે સેનાપતિ પોતે પોતાને હુકમ આપે. હવે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ મુબાહેલા માટે અમીરુલ મોઅમેનીન (અ.સ.) સિવાય બીજા કોઈને દઅવત ન આપી તે સાબીત કરે છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના નફસ છે. જેમ અલ્લાહે પોતાની કિતાબમાં નિર્દેશ કર્યો છે અને આયત નાઝીલ થવામાં તેનો હુકમ છે.

મામૂને કહ્યું: જ્યારે જવાબ મળી ગયો તો હવે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

(અલ ફુસુલ અલ મુખતારાહ, ભાગ-1, પા. 38 (અરબી) શૈખ મુફીદ અ.ર.)

તારણ:

1) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના નફસ તરીકે પસંદગી પામીને અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ પવિત્ર પયગમ્બર સિવાયની તમામ મખલુક પર ઉચ્ચતા સિધ્ધ કરી છે. પવિત્ર

પયગમ્બર (સ.અ.વ.) તમામ મખ્લુંક કરતા ઉચ્ચ છે. આપ (સ.અ.વ.)નો નફસ પણ તેવોજ દરજ્જો ધરાવે છે. મખ્લુકથી અમારુ સુચન તમામ પૈદા થયેલ જેમાં અંબીયા, રસુલો, ફરિશ્તાઓ, વિગેરે માત્ર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને બાદ કરતા.

2) આ અને અન્ય અનેક ઉપલબ્ધીઓ જેમાં તેમનો કોઈ હરીફ નથી. અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી તરીકે સ્પષ્ટ પસંદગી છે. આપ (અ.સ.) ગદીરના એલાન પછી આપ (સ.અ.વ.)ના જાનશીન હતાજ પરંતુ તેને બાજુએ રાખી મુસલમાનો અગર સર્વસંમતિથી પણ જાનશીન ચુંટે તો પણ આપ (અ.સ.) જ પસંદગી પામતે, તેથી આપ (અ.સ.)એ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની પસંદગી છે.

3) મુબાહેલા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની એહલેબૈત (અ.મુ.સ.)ની સત્યતા ઉપર ભાર મુકે છે. જે તથ્યને નજરાનના ઈસાઈઓએ પણ કબુલ રાખ્યુ હતું. આમ તે બાબત આઘાતજનક છે કે ખિલાફતના ગાસીબો અને તેમના સાથીઓ ફદકના મામલે આપ (અ.સ.)ને પડકારવાની હિમ્મત દાખવી અને આપ (અ.સ.)ના હક્ક અને આપ (અ.સ.)ના સાક્ષીઓનો ધરાર ઈન્કાર કર્યો. આ તેઓના જુઠાણાને અને નીચલા દરજ્જાને છતુ કરે છે કારણ કે એહલેબૈત (અ.મુ.સ.) હક્ક પર હતા ‘અને હક્ક પછી શું છે ફક્ત બાતીલ.’

Be the first to comment

Leave a Reply