શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે ભાગ-૨

વાંચવાનો સમય: 4 મિનિટ

જે મુસલમાનો અલ્લાહનું જીસ્મ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરે છે તેઓ પોતાનાજ અંધવિધિયાળમાં ફસાએલ છે અને અલ્લાહની સર્વત્ર હોવાને નકારવા વિરોધાભાસી અર્થઘટનો અને હાસ્યસ્પદ દલીલો લાવે છે.

અ) અલ્લાહ સાતમા આસમાન ઉપર છે, અર્શ ઉપર બેઠો છે અને જમીન પર ઉતરતો નથી.

જવાબ: અગર અલ્લાહને જીસ્મ હોય, જે અર્શ ઉપર બેઠો હોય તો ઘણા મુદ્દા ઉપસ્થિત થાય.

અગર અલ્લાહ અર્શ ઉપર પોતાના ભૌતિક શરીર સાથે બેઠો હોય તો અર્શ તેના શરીર કરતા મોટુ હોવું જોઈએ અને તેથી તે અલ્લાહ કરતા મોટુ હોય એ જગ્યા જેમાં અર્શ હોય તે જગ્યા ખુદ અર્શ અને અલ્લાહ કરતા મોટી હોવી જોઈએ. આનો અર્થ એ કે ઓછામાં ઓછી બે ચીજો અલ્લાહ કરતા મોટી છે. અર્શ અને અર્શને સમાવતી જગ્યા. આ સંજોગોમાં તેમની તકબીર (અલ્લાહ સૌથી મહાન છે) ખોટી પડે છે.

અને જો અલ્લાહ અને અર્શ હંમેશા ‘જગ્યા’પર આધારિત છે તો સુરએ તૌહિદનું પડવું અલ્લાહ એ છે કે જેના પર સર્વે આધારિત છે (સુરએ તૌહીદ 112/2) ખોટુ છે.

વળી અલ્લાહને સાતમાં આસમાન પર મર્યાદિત કરવાથી આપણે અલ્લાહના જન્નત અને પૃથ્વી પરના અસ્તિત્વને નકારીએ છીએ, જે ફરી એકવાર કુરઆનની આગળ દર્શાવેલ આયતોની વિરૂધ્ધ છે.

બ) ફરીશ્તાઓનું સર્વત્ર મૌજુદ હોવું:

તેઓ દાવો કરે છે કે દુનિયા અલ્લાહની સામે કીડી સમાન છે અને તેના દળ (સાઈઝ)ને લીધે તે જમીન પર સમાઈ ન શકે. તેથી તે પૃથ્વી પર કેમ ઉતરી શકે? તેઓ કુરઆનની આયત (સુરએ કહફ 50, આયત 16) ‘નિસંશય અમે માણસનું સર્જન કર્યું અને અમે જાણીએ છીએ કે તેના મનમાં શું છે અને અમે તેની ધોરી રગ કરતા વધુ નજીક છીએ.’ ની તફસીર કરતા અલ્લાહ માટે અશકય છે.

સર્વત્ર મૌજુદ હોવાના મુદ્દાને સમજાવવા તેઓ અમુક પાયાવિહીત દલીલો અને તફસીરો / પૃથ્થકરણો રજુ કરે છે. તેઓ કહે છે કે જ્યાં આયતો કહે કે અલ્લાહ આસમાન અને જમીનમાં મૌજુદ છે ત્યાં તેનો મતલબ ફરીશ્તાઓ છે.

જવાબ: આ દલીલ ભૂલો અને વિરોધીભાસોથી ભરપૂર છે.

(૧) જો તેનો અર્થ ફરીશ્તાઓ છે તો એ સમય બાબતે શું કે જ્યારે ફરીશ્તાઓ ન હતા અને માત્ર અલ્લાહ જ હતો? શું ત્યારે અલ્લાહ સર્વત્ર હાજર ન હતો? અથવા શું તેઓ એમ માને છે કે ફરીશ્તાઓ પણ અલ્લાહની જેમ અજલી છે? એ સમય વિશે શું કે જ્યારે ફરીશ્તાઓ નહીં હોય (સુર ફુંકવા પછી), શું અલ્લાહ પોતાના સર્વત્ર હાજર હોવાને રદ કરશે?

(૨) શું અલ્લાહને સર્વત્ર હાજર રહેવા માટે પોતાના જ સર્જનની આવશ્યકતા છે? એ કેવી રીતે બની શકે કે અલ્લાહ ખુદ જે દરેકનો સર્જક અને રાઝીક છે, તે સર્વત્ર હાજર રહે, પોતાની મખ્લુકનો જરૂરતમંદ હોય?

(3) જો દુનિયા અલ્લાહના પ્રમાણમાં એક કીડી જેટલી હોય તો શું તે એવું દર્શાવે છે કે ફરીશ્તાઓનું પ્રમાણ દુનિયાના પરિણામોથી સિમિત કરી શકાય? અગર આ મુસલમાનો એમ માને છે કે આ દુનિયા આસાનીથી ફરીશ્તાઓને સમાવી શકે તો તેઓ ભૂલમાં છે. ફરીશ્તાઓ એવડા આકાર અને દળના છે કે તેમના શરીરનો એક ભાગ જેવો કે હાથ કે પગ પણ આ દુનિયામાં ન સમાઈ શકે. આવા શરીરની તો શું વાત? તેઓની એ દલીલ કે અલ્લાહ આ દુનિયામાં સમાઈ ન શકે તે ફરીશ્તાઓ માટે સાચી છે.

(૪) કુરઆનમાં એવી આયતો છે કે જે દર્શાવે છે કે અમૂક કાર્ય અલ્લાહ પણ કરે છે અને ફરીશ્તાઓ પણ કરે છે. જો માત્ર ફરીશ્તાઓનેજ પૃથ્વી પર છૂટ હોય તો આયતો શા માટે અલ્લાહ અમૂક કાર્ય કરતો હોવાનું કહે છે?

‘અલ્લાહ મૌતના સમયે તેમની રૂહો લઈ લે છે, કે જે ઉંઘમાં મરતી નથી; પછી તે તેમને રાખી લે છે જેના વિશે મૌતનો હુકમ થઈ ચૂકયો હોય છે અને બીજાને એક નિશ્ચિત સમય માટે પરત મોકલે છે. બેશક આમાં એ લોકો માટે નિશાનીઓ છે જેઓ આભાર માનનારા છે. (સુરએ. ઝુમર, ૪૨)

અહી અલ્લાહ ખુદ જમીન પર રૂહ લેનાર દર્શાવવામાં આવ્યો છે, જે એ મુસલમાનોના દાવાને જુઠો સાબિત કરે છે જેઓ કહે છે અલ્લાહ જમીન પર કાર્ય કરતો નથી કેમ કે તે તેના માટે બહુજ નાની છે.

ક) રૂહ લેવાનું અને બીજી ફરજો માત્ર ફરીશ્તાઓ કરે છે.

તેઓ આ આયતો રજુ કરે છે.

‘કહે! મૌતનો ફરીશ્તો, જેને તમારો હવાલો આપવામાં આવ્યો છે તે તમને મૃત્યુ આપશે.’

(સુરએ સજદા, ૧૧)

‘ત્યાં સુધી કે તમારામાંથી એક પર મૃત્યુ આવે, અમારા સંદેશાવાહકો તેને મૃત્યુ પમાડે છે અને તેઓ ચુકતા નથી.’

(સુરએ અન્આમ, ૬૧)

જવાબ: અલ્લાહ ફરીશ્તાઓ દ્વારા રૂહ કબ્ઝ કરે છે પણ અહી દર્શાવેલ સુરએ ઝુમરની આયત  મુજબ ખુદ અલ્લાહ પણ રૂહ કબ્ઝ કરે છે. સુરએ સજદા, ૧૧ અને સુરએ અન્આમ, ૬૧ અલ્લાહની રૂહ લેવાની વાસ્તવિકતાને અટકાવતું નથી અને સુરએ ઝુમર, ૪૨ ની વાસ્તવિકતાને રદ કરવા માત્રથી તે તૌહીદના અકીદા સાથે બંધ બેસતું નથી કે જે હકીકત નથી, જે ખુલ્લું કુફ્ર છે.

તવસ્સુલ વિશે મુંઝવણ:

આ મુલસમાનોનું બેવડુ વલણ આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે બીજા મુસલમાનો તેમને કહે કે પયગમ્બરો અને ઈમામો અલ્લાહની રહેમતના સ્ત્રોત છે અને તેમના વસીલાથી અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવી જોઈએ, તો તેઓ તવસ્સુલની હાંસી ઉડાવે છે અને દલીલ કરે છે કે વસીલાની કોઈ જરૂર નથી. અલ્લાહની સ્વતંત્ર રીતે સંપર્ક કરી શકાય અને જ્યારે અમે તમને કહીએ કે અલ્લાહને હાજર રહેવા ફરીશ્તાઓની જરૂર પડતી નથી તે ખુદ બખુદ દરેક જગ્યાએ હાજર છે તો તેઓ તેને આવેશપૂર્વક ધિક્કારે છે અને દલીલ કરે છે કે અલ્લાહ નહી પણ ફરીશ્તાઓજ છે જે દરેક જગ્યાએ હાજર છે.

અલ્લાહના ર્સ્વવ્યાપી હોવાનું સાચું અર્થઘટન:

માત્ર અને માત્ર અલ્લાહ છે જે સર્વ વ્યાપ છે નહી કે ફરીશ્તાઓ. જે આ આયત મુજબ સ્પષ્ટ છે.

શું તું નથી જો તો કે અલ્લાહ જે કંઈ આકાશોમાં છે તેને જાણે છે અને જે કંઈ પૃથ્વીમાં છે તેને પણ. કોઈપણ ત્રણ જણા વચ્ચે ખાનગી સલાહ થતી નથી કે જે માંહેનો ચોથો (અલ્લાહ) ન હોય. ન તો પાંચ (વચ્ચે) કે જેમાં તે છઠ્ઠો હોય અને ન તે કરતા વધારે કે ઓછા હોય, જ્યાં હોય તેમની સાથે અલ્લાહ પણ હોય છે, પછી તેઓ જે કંઈ કરી ચુકયા છે તે તેમને કયામતના દિવસે જણાવી દેશે. નિસંશય અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.’

(સુરએ મુજાદીલા, 7)

આ આયત પ્રમાણે દરેક સર્જન સાથે પછી ફરીશ્તાઓ  પણ જમીન પર હોય કે આસમાનમાં, અલ્લાહ તેમની સાથે છે.

તેમના દાવા મુજબ શું આ આયતનું તાતપર્ય એ છે કે જો ત્રણ માણસો જમીન પર ગુપ્ત ચર્ચા કરતા હોય તો ફરીશ્તો તેમાંનો ચોથો હોય છે? જો પાંચ માણસો ગુપ્ત ચર્ચા કરતા હોય તો તે તેમાં છઠ્ઠો ફરીશ્તો હોય છે?

અમે એક સવાલ કરીએ છીએ આ મુસલમાનોને જે ફરીશ્તાની દલીલ રદ્દ કરશ અલ્લાહના ઝમીન પર હોવાને સાબિત કરશે

પૃથ્વી પર શું જમીન પર ત્રણ ફરીશ્તા ગુપ્ત ચર્ચા કરે તો તેમાં અલ્લાહ ચોથો હોય છે? શું જમીન પર પાંચ ફરીશ્તા ગુપ્ત ચર્ચા કરે તો તેમાં અલ્લાહ છઠ્ઠો હોય છે?

જો તેઓ નકારમાં જવાબ આપે કારણ કે અલ્લાહ જમીન પર ઉતરી શકે નહી, તો તેઓ ખુલ્લા કુફ્રમાં ફસાણા. સુરએ મુજાદેલા, ૭ માં સ્પષ્ટ અને નિર્ણાયીક આયતના નકારવા ના કારણે તેઓએ પોતાને ટીકાપાત્ર બનાવ્યા છે આ અંધશ્રધ્ધામાં માનવા માટે કે ફરીશ્તાઓ પૃથ્વી પર સ્વતંત્ર છે અને તેમને કોઈ જોઈ શકતું નથી.

જો તેઓ હકારમાં જવાબ આપે તો તેઓએ અલ્લાહના ભૌતિક સ્વરૂપને નકારવું પડે જે સાચી તૌહીદ છે.

આ મુસલમાનો દાવો કરે છે કે જમીન પર ફરીશ્તાઓ હાજર છે નહી કે અલ્લાહ. આ આયત આ દલીલને નકારે છે કેમકે તે સ્પષ્ટ રીતે જણાવે છે કે જો ત્રણ વ્યકિતઓ હાજર હોય, માણસો હોય કે ફરીશ્તા તો અલ્લાહ તેઓમાં ચોથો હોય છે. જો તેઓ પાંચ હોયતો અલ્લાહ તેઓમાં છઠ્ઠો હોય છે. આ આયત સાબીત કરે છે કે અલ્લાહ પૃથ્વી પર હાજર છે તેના સર્વવ્યાપી હોવા માટે અને તે ફરીશ્તાઓ પર આધારિત નથી.

 

Be the first to comment

Leave a Reply