શા માટે ઈમામ હસન અલ મુજતબા (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ

કેટલાક મુસલમાનો એવો દાવો કરે છે કે ઈમામ હસન (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરીને મોઆવીયા ની  ખિલાફત  વધુ સારી હોવાના દાવાને સ્વિકારી લીધો. આમ બીજા મુસલમાનો સાથેની  ઈસ્લામીક એકતાનો વિશાળ હેતુ ઈમામ હસન અ.સ ની સુલેહ દ્વારા  આપણે સિધ્ધ કરી શકીએ.

જવાબ: જે કોઈ મોઆવીયાને વધુ સારો ગણે તે ખરેખર  ઈસ્લામી ઈતિહાસનો નબળો વિદ્યાર્થી છે. મોઆવીયાએ અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.) સાથે સિફફીનની જંગ કરી અને પયગમ્બર (સ.અ.વ.)ના આદરણીય સહાબી જ.અમ્માર (ર.અ.)ને કત્લ કર્યા આમ પયગમ્બર (સ.અ.વ.)ની ભવિષ્યવાણી કે અમ્માર (ર.અ.)ને એક બળવાખોર જૂથ કત્લ કરશે પુરી થઈ. મોઆવીયા, કે જેના નામે ઘણા બધા ગુનાહો લખાઈ ચુકયા છે તે ઈમામ હસન (અ.સ.) કે જે જન્નતના જવાનોના સરદાર છે, તેમની બરાબર કઈ રીતે થઈ શકે?

જ્યાં સુધી મુસલમાન એકતાની વાત છે. જેટલું ઓછું બોલીએ એટલું સારૂ છે. અગાઉના ઝમાનાની જંગે જમલ, સીફફીન, નહેરવાન, કરબલા પછી આધુનિક સમયની ઉસ્માન સફવી, ઈરાન ઈરાક જંગ અને પાકીસ્તાન, અફઘાનીસ્તાન, બહેરૈન, ઈરાક, સીરીયા, વિગેરે દેશોમાં વસતા નિર્દોષ અને નિઃશસ્ત્ર શીઆઓની સતત અને બેશરમ કત્લેઆમનું કારણ માત્ર તેમના અકીદો જ છે બીજું કઈજ નહીં. મુસલમાન એકતા તો ફક્ત તેમના મુસલમાન જગત પર વર્ચસ્વ સ્થાપવાના લગભગ અશકય સ્વપ્ન માટેનો એક રાજકીય નારા સિવાય કંઈ જ નથી.

સુલેહ કરાર બાબતે ઈમામ હસન (અ.સ.)નો એક રસપ્રદ ખુત્બો છે જેમાં આપ (અ.સ.) એ સુલેહ પાછળના કારણો સમજાવ્યા છે. આ ખુત્બાએ મુસલમાનો દ્વારા કરવામાં આવેલા નિરર્થક અને પાયાવિહોણા સિધ્ધાંતોને રદ કરી નાખ્યા છે.

ઈમામ હસન (અ.સ.) એ મોઆવીયા સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો:

અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ભરોસાપાત્ર સહાબી સુલૈમ ઈબ્ને કૈસ હિલાલી નકલ કરે છે કે એક દિવસ મોઆવીયાના અને મુસલમાનોના દરબારમાં ઈમામેં હસન (અ.સ.) મીમ્બર પર ગયા અને અલ્લાહની હમ્દ કર્યા પછી ફરમાવ્યું:

‘અય લોકો! એ મોઆવીયાની ખોટીધારણા છે કે હું તેને ખિલાફત માટે લાયક અને ખિલાફત માટે મારા કરતા વધારે પસંદ કરૂ છું. તેણે જૂઠ કહ્યું છે. કુરઆને મજીદની નિર્ણાયક આયતો અને પયગમ્બર (સ.અ.વ.)ની હદીસો મુજબ હું ખિલાફત માટે બધા લોકો કરતા અફઝલ અને લાયક વ્યકિત છું. અલ્લાહની કસમ! અગર લોકોએ મારી બયઅત કરી હોત અને મારી ઈતાઅત કરીને મારી મદદ કરી હોત તો તેમના આ કાર્યના કારણે જમીન અને આસમાન તેમના ઉપર રહેમત ઉતારત. અય મોઆવીયા! (તે સ્થિતિમાં) તું કયારે પણ તેના (સત્તા) માટે ભૂખ્યો ન બનત, જેમ કે પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે: જ્યારે લોકો એવા વ્યકિત (કે જે ઓછો જ્ઞાની છે) ને સત્તા સોંપે જ્યારે કે વધારે જ્ઞાની વ્યકિત તેઓમાં મૌજુદ હોય, તેમના કાર્યો નિષ્ફળતા તરફ ધસી જશે. ત્યાં સુધી કે તેઓ દીનની બહાર નીકળી જશે અને વાછરડાની પુજામાં પડી જશે.

બની ઈસરાઈલે હારૂન (પયગમ્બર)ને મુસા (પયગમ્બર અ.સ.)ના વારસ હોવાનું જાણવા છતાં તેમને છોડીને વાછરડાની પૂજા કરવા લાગ્યા. એજ રીતે આ ઉમ્મતે પણ અલી (અ.સ.)ને છોડી દીધા, જો કે તેઓએ ખુદ પયગમ્બર (સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા હતા કે તમે મારી પાસે એવા છો જેવા હારૂન (અ.સ.) મુસા (અ.સ.) પાસે હતા સિવાય એ કે મારા પછી કોઈ પયગમ્બર નથી.

પયગમ્બર (સ.અ.વ.) લોકોને મુકીને શેઅબે અબી તાલિબમાં ગયા જ્યારે કે તેઓ લોકોને અલ્લાહ તરફ બોલાવી રહ્યા હતા. જો તેમને અસ્હાબ અને મદદગારો મળતે તો તેઓ કયારેય તે ગુફા તરફ ન જતે. તેજ રીતે અગર મને મદદગારો મળતે તો હું કયારેય તારી સાથે સુલેહ ન કરતે.

જ્યારે બની ઈસ્રાઈલે હારૂન(અ.સ.)ને એટલા કમજોર કરી નાખ્યા કે તેઓ તેમને કત્લ કરવાની નજીક પહોંચી ગયા, તો અલ્લાહે તેમની ચુપકીદીને યોગ્ય ગણી કેમકે તેમની પાસે કોઈ મદદગાર કે સાથી ન હતો. તેજ રીતે જ્યારે અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.) પાસે મદદગાર ન હતા ત્યારે અલ્લાહે તેમનું શેઅબે અબી તાલિબમાં જવા સ્વતંત્રતા આપી. તેજ બાબત મારા અને મારા પિતા સાથે બની, જ્યારે લોકોએ અમને છોડી દીધા, બીજાઓની બયઅત કરી લીધી અને અમને  કોઈ મદદગાર ન મળ્યા, તો પછી આ (ચુપકીદી) અમારા માટે અલ્લાહ તરફથી માન્ય છે. બેશક આ પ્રકારના અસ્વિકારો અને (સુલેહ વિરૂધ્ધનો) દલીલો ચાલુ રહેશે.

અય લોકો! અગર તમે પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબય્તની શોધ પૂર્વ અને પશ્ચિમમાં કરશો તો પણ મારા અને મારા ભાઈ સિવાય કોઈ નહી મળે, કે અમોજ અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.)ના પુત્રો છીએ,

રિવાયતમાં છે કે જયારે ઈમામ હસન (અ.સ.)એ મોઆવીયા સાથે સુલેહ કરી તો લોકો તેમની પાસે આવ્યા અને તેમનો વિરોધ કર્યો, તો આપ (અ.સ.) એ તરતજ તેનો જવાબ આપતા ફરમાવ્યું:

તમારા પર વાય થાય! તમે બધા નથી જાણતા કે મેં શું કર્યું. અલ્લાહની કસમ! મેં અમારા શીઆઓ માટે તેના કરતા વધુ સારૂ અને યોગ્ય કર્યું છે કે જેના પર સુરજ ઉગે છે અને આથમે છે. શું તમે નથી જાણતા કે હું તમારો ઈમામ છું કે જેની ઈતાઅત તમારા ઉપર વાજીબ છે.

શું તમે ભૂલી ગયા કે અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: હું જન્નતના જવાનોના સરદારોમાં બે સરદારોમાંનો એક છું?

બધાએ કહ્યું: હાં.

ઈમામ હસન (અ.સ.) એ ફરમાવ્યું: શું તમે નથી જાણતા કે જ્યારે ખિઝ્ર (અ.સ.) એ હોડીમાં કાણું પાડયું, દિવાલ સરખી કરી અને બાળકને મારી નાખ્યું તો આ બધા કાર્યો મુસા (અ.સ.) માટે અઘરા અને મુશ્કીલ હતા કારણ કે તેની પાછળની હીક્મત તેમના માટે સ્પષ્ટ ન હતી, પણ અલ્લાહની નજરમાં તે હક અને સંપૂર્ણ હીક્મતવાળુ હતું. ……. (પયગમ્બર) ઈસા (અ.સ.) તેમની (ઈમામ મહદી અ.સ.) પાછળ નમાઝ પડશે કેમકે અલ્લાહ તેમના જન્મને અને તેમના વ્યકિતત્વને છુપુ રાખશે અને ક્ષણભર માટે પણ તેમની (કાએમ અ.સ.)ની ગરદન પર કોઈની બયઅત નહી હોય.

  • (બેહારૂલ અન્વાર, ભાગ-44, પા. 19, પ્ર. 18, અલ એહતેજાજ, ભાગ-2, પા. 289 થી નકલ)

સારાંશ:

1) ઈમામ હસન (અ.સ.)ની સુલેહ એ કારણે હતી કે તેઓને મદદગાર અને સાથીદારો ન મળ્યા, તેજ પરિસ્થિતિ તેમના પિતા અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને તેમના જદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ તેમના પહેલા અનુભવી હતી.

2) સુલેહને લગતા બીજા કારણો એ કે ઈમામ હસન (અ.સ.)એ મોઆવીયાની શ્રેષ્ઠતા સ્વીકારી અથવા મુલસામોની બનાવટી એકતા. આ બધા ગંદા જુઠાણા છે અને જન્નતના જવાનોના સરદાર સામેના માત્ર આક્ષેપો  છે.

3) ઈમામ હસન (અ.સ.) અલ્લાહની હુજ્જત હતા. તેમનો નિર્ણય પરિપૂર્ણ હતો અને તેમાં શંકા કરવી એ અલ્લાહની હીક્મતમાં શંકા કરવા બરાબર છે. આપણા વિચારો તેમના કાર્યો સામે સમર્પિત હોવા જોઈએ અને આપણે ઈમામ(અ.સ.)ને આપણા વિચારોને આધીન ન કરવા જોઈએ.

4) હંમેશા ઈમામ (અ.સ.)ની ઈતાઅત થવી જોઈએ, સુલેહમાં હોય કે જંગમાં.

5) ઈમામ (અ.સ.) હંમેશા તે રસ્તા તરફ દોરે છે જે તેમના શીયાઓના હિત માટે શ્રેષ્ઠ હોય, ભલે શરૂઆતમાં તેઓને તેનો અહેસાસ ન પણ થાય.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*