આયશા મોઅમીનોની માતા નથી

વાંચવાનો સમય: 4 મિનિટ

કેટલાક મુસલમાનો મક્કમ છે કે આયશા બધા ઈમાનદાર પુરૂષો અને સ્ત્રીઓની માતા છે,અને ઘણું ઉંચુ સ્થાન ધરાવે છે કે જે તેને બીજા બધા મુસલમાનો અને ખલીફાઓ ઉપર વિશેષતા અને સત્તા આપે છે. આમાંના કેટલાક અધિકાર છે તેના સમય ના ખલીફા સામે જંગ કરવો, પોતાની ધારણાના આધાર પર ઘરનો પરદો છોડવો, અલ્લાહ અને તેના પયગમ્બર (સ.અ.વ.)ના રહસ્યો જાહેર કરવા.

એ સ્પષ્ટ છે કે આ વિશેષાધિકારોનું કારણ આયેશાને ખલીફાની દિકરી હોવાને લીધે વધારે અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ હોવાના કારણે ઓછું છે. કેમ કે પયગમ્બર (સ.અ.વ.)ને ઘણી પત્નિઓ હતી પણ કોઈક કારણે માત્ર એક જ પત્નિને વધારે અધિકાર આપવામાં આવ્યા છે.

અમે આ વિશેષાધિકારોનું વિષ્લેષણ કરવા માગતા નથી પણ અમે આ વિશેષાધિકારોના પાયાનું મુલ્યાંકન કરવા માગીએ છીએ કે જેનું મુળ તેના ઉમ્મુલ મોઅમેનીન હોવાનો દરજ્જો છે. આમ જે ઉત્તર માગતો સવાલ છે એ છે:

શું આયેશા બધા ઈમાનદારો / મોઅમીનોની માં છે અને અગર છે તો તેના માતૃતાની સીમા શું છે?

જવાબ: ચાલો આ બાબતે આપણે ખુદ આયેશાના પોતાના જ દ્રષ્ટિકોણને જોઈએ કે શું ખરેખર તે મોઅમીનો મોઅમેનાતની માં છે?

આયેશા બધી મોઅમેનાત (મોઅમીન સ્ત્રીઓ)ની માતા હોવાનો ઈન્કાર કરે છે:

એક દિવસ એક સ્ત્રીએ આયેશાને ઉમ્મુલ મોઅમેનીન તરીકે સંબોધન કર્યું. આ સાંભળી આયેશાએ ગુસ્સે થઈ જવાબ આપ્યો. હું તારી માતા નથી પણ (માત્ર) તમારા પુરૂષોની.

પ્રસિધ્ધ સુન્ની વિદ્વાન મોહીયુદ્દીન ઈબ્ને અરબી જે ઈબ્ને અરબી તરીકે જાણીતો છે તે જણાવે છે કે આ હદીસ ભરોસપાત્ર (સહીહ) છે.

બીજા સંદર્ભો આ પ્રમાણે છે:

1) કુરતુબી, સુરએ અહઝાબ (33)ની આયત 6 ની તફસીરમાં

2) ઈમામ બયહાકી તેની સોનનમાં (શોઅબીમાંથી)

3) તબકાત ઈબ્ને સાદ (શોઅબા સિવાયની સનદમાંથી)

4) તફસીરે મઝહરી (ઉર્દુ આવૃતિ સુરા 33 ની આયત 6 ની તફસીર, લેખક કાઝી સનાઉલ્લાહ પાનીપતી જે ભારતીય ઉપખંડના સન્માનનીય વિદ્વાન છે)

અલ્લાહે આયેશાને શા માટે ઉમ્મુલ મોઅમેનીન જાહેર કર્યા?

કુરઆનમાં કોઈ વિરોધાભાસ નથી, આથી પત્નિઓને ઉમ્મુલ મોઅમેનીન જાહેર કરતી આયત (સુરએ અહઝાબની આયત 6)ને બીજી આયતોના સંદર્ભમાં તપાસવી જરૂરી છે.

આપણે દૂર જોવાની જરૂર નથી. જવાબ સુરએ અહઝાબની આયત 53 માંજ છે.

‘તમારા માટે એ યોગ્ય નથી કે તમે અલ્લાહના પયગમ્બરને ગુસ્સે કરો અથવા તો તેમની વિધવા સાથે તેમના પછી કયારે પણ લગ્ન કરો. ખરેખર આવું કામ અલ્લાહની નજરમાં મોટો ગુનાહ છે.’

(સુરએ અહઝાબ 33, આયત 53)

તેથી આયેશા અને બીજી સ્ત્રીઓ ઉમ્મુલ મોઅમેનીન (મોઅમીનોની માં) હતી એ માટે કે પયગમ્બર (સ.અ.વ.)ની વફાત બાદ કોઈ તેમની સાથે નિકાહ ન કરે.

પત્નિઓ માટે માન ઉપરાંત ઉમ્મુલ મોઅમેનીનનો લકબ ખરેખર તો પયગમ્બર (સ.અ.વ.) માટે માન ઉત્પન્ન કરે છે,કેમ કે આપ(સ.અ.વ.)ની વિધવાઓ મુસલમાનોની હદો કરતા ઉંચી છે. જ્યારે કે આપ (સ.અ.વ.) તેમની સ્ત્રીઓ અને વિધવાઓની સાથે શાદી કરવા સ્વતંત્ર હતા.

આને કોઈ બીજી રીતે અર્થઘટન કરવું તે એવું છે કે આપ (સ.અ.વ.)ના તે સ્થાનને ઘટાડવું જેને અલ્લાહે ઉંચુ કર્યું છે,અને બીજાના સ્થાનને ઉંચુ કરવું જેનું સ્થાન અલ્લાહએ નીચું રાખ્યું છે.

એવા બધા દાવાઓ કે પત્નિઓ તેમના વ્યકિતગત સદગુણો, તહારત, ઈબાદત, વિગેરેને લીધે ઉમ્મુલ મોઅમેનીન છે તે માત્ર ધારણાઓ છે અને કુરઆનમાં તેનો કોઈ આધાર નથી.

અબ્બાસ બીન અબ્દુલ મુત્તલીબ પયગમ્બર (સ.અ.વ.)ના કાકા હતા પણ તેમને પણ જંગે બદ્ર પછી સામાન્ય કૈદીઓની જેમ પકડી લેવામાં આવ્યા અને મુક્તિ દંડ પર મુકત કરવામાં આવ્યા. જો કે પયગમ્બર (સ.અ.વ.) પાસે ઈખ્તેયાર હતો કે આપ કુરઆનની (નીચે મુજબની) આયત પ્રમાણે તેમને મુક્તિ દંડ વગર મુકત કરી શકે.

‘તેથી જ્યારે જંગમાં એ લોકોનો સામનો કરે જે બેઈમાન / કાફીર છે તો તેમની ગરદનને ફટકારો,ત્યાં સુધી કે તમે તેમના પર ગલબો મેળવી લ્યો, પછી (તેમને) કેદી બનાવી લો, અને બાદમાં તેમને સદભાવના દર્શાવી મુકત કરી દયો અથવા તેમનો મુકિતદંડ કરો ત્યાં સુધી કે જંગ પુરી થાય.’

(સુરએ મોહમ્મદ 47, આયત 5)

આ એ દર્શાવે છે કે માત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સંબંધી હોવું, ચાહે ખુનનો સંબંધ કેમ ન હોય,તે કોઈને અલ્લાહ કે તેના પયગમ્બર (સ.અ.વ.)ના હુકમના ઉલ્લંઘનનો અને તેમાંથી બચી જવાની સત્તા નથી આપતું. લગ્નથી ઉદભવતા સંબંધનું મહત્વ તો તેથી પણ ઓછું છે. આખરે તો પયગમ્બર (સ.અ.વ.) અને અલ્લાહના સૌથી નજદીક તરીન એ છે જે સૌથી વધારે મુત્તકી હોય.

બેશક તમારામાં અલ્લાહની પાસે સૌથી વધારે માનનીય એ છે જે (પોતાની ફરજોમાં) સૌથી વધુ કાળજી રાખે છે. બેશક અલ્લાહ સઘળું જાણનાર અને ખબરદાર છે.

(સુરએ હુજરાત 49, આયત 13)

આ કારણે અગાઉના પયગમ્બરોની પત્નિઓના દીનથી ફરી જવાને અને વિશ્વાસઘાત ધ્યાનમાં લેવામાં આવ્યું છે. જો કે તેઓ પયગમ્બર (સ.અ.વ.)થી સંબંધ ધરાવતી હતી. યથાયોગ્ય રીતે તેમનું ઠેકાણું જહન્નમની આગ છે જેને કુરઆન આ રીતે જણાવે છે:

‘અલ્લાહ તે લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા નૂહની પત્નિ અને લૂતની પત્નિનો દાખલો વર્ણવે છે; આ બન્ને અમારા બંદાઓમાંથી બે સદાચારી બંદાઓના નિકાહમાં હતી પછી તે બન્નેએ તે બન્નેને છોડી દીધા જેથી તે બન્ને સ્ત્રીઓને અલ્લાહના અઝાબથી બચાવવામાં આ બન્ને કોઈ કામમાં આવ્યા નહી, અને તે બન્ને (સ્ત્રીઓ)ને કહેવામાં આવ્યું કે તમે પણ દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાવ.’

(સુરએ તહરીમ 66, આયત 10)

બીજી બાજુ તકવા / પાકીઝગીથી એક ધર્મભ્રષ્ટ અને ખુદાઈનો દાવો કરનાર જેવા કે ફિરૌનની પત્નિ બચી ગઈ જેનો કુરઆન આ રીતે ઉલ્લેખ કરે છે:

‘અને અલ્લાહે તે લોકો માટે કે જે ઈમાન લાવ્યા છે ફિરઔનની પત્નીનો દાખલો વર્ણવ્યો છે; જ્યારે કે તેણીએ અરજ કરી કે અય મારા પરવરદિગાર! મારા માટે જન્નતમાં તારા પાસે એક મકાન બનાવી દે અને મને ફિરઔન તથા તેના કાર્યોથી છુટકારો આપ અને ઝુલ્મગાર કૌમથી મને બચાવી લે.’

(સુરએ તહરીમ 66, આયત 11)

સ્ષષ્ટ રીતે સંબંધ (સંબંધી હોવું) કોઈ લાયકાત નથી. લાયકાત / ગુણવતા તકવા અને વ્યકિતના કાર્યોમાં છે. ખરાબ કાર્યો કોઈ વ્યકિતને બચાવી ન શકે ભલે તે પયગમ્બરનો નજદીકી (સંબંધી) કેમ ન હોય અને તકવા તથા સારા કાર્યો વ્યકિતને ઉંચા સ્થાન તરફ લઈ જાય છે ભલે પછી તેણી અલ્લાહના સૌથી મોટા દુશ્મન સાથે પરણી હોય.

તેથી એમ માનવું કે પત્નિઓ ટીકાથી પર છે, ઈરાદાપૂર્વક ભૂલ ન કરે પણ ઈજતેહાદ (પોતાનો નિર્ણય) માં ભૂલ કરી શકે તે પાયા વગરની (માન્યતા) છે.

માત્ર એટલુંજ કે જે (બીજી પત્નિઓ) કરી શકે અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ ન કરી શકે તે બીજા મુસલમાનો સાથે લગ્ન. કેમ કે, જે રીતે કુરઆન ફરમાવે છે તેનાથી અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.) ગુસ્સે થાય છે.

અહીં ચર્ચાનો મુદ્દો પયગમ્બર (સ.અ.વ.)ની ખુશી નાખુશીનો છે નહીં કે પત્નિના ઉમ્મુલ મોઅમેનીન હોવાનો જ્યાં સુધી પત્નિઓનો સંબંધ છે. જે કંઈ પયગમ્બર (સ.અ.વ.)ને ના ખુશ કરે તે (સઘળું) હરામ છે નહીં કે માત્ર બીજા પુરૂષ સાથે શાદી કરવી. આ ગુસ્સે કરનારા પરિબળોમાં નફસે રસુલ અને તેમના ભાઈ અલી (અ.સ.) સામે જંગ કરવી શામેલ છે. જો આને ઈજતેહાદની ભૂલ ગણીને રદ કરી શકાતું હોય તો કોઈ પણ પત્નિ મુસલમાન પુરૂષ સાથે શાદી કરી શકે અને તેને ઈજતેહાદની ભૂલ કહી શકે. હકીકતમાં આવી ભૂલ પસંદ કરવા લાયક ગણાત કેમ કે તે ત્રીસ હજાર મુસલમાનો જેમાં સહાબા અને તાબેઈન શામેલ હતા તેના મૃત્યુમાં ન પરીણમત.

હકીકતમાં ઉમ્મુલ મોઅમેનીન સંબંધીત બધી દલીલો અને બહાનાઓ એટલા માટે રજૂ કરવામાં આવે છે કે તે આયેશાના ઘણા બધા જુર્મો ને છાવરે, જે ઈજતેહાદ કહેવાને લાયક નથી. આ સહાબા પરસ્તી છે જે અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના મહત્વને ઘટાડવા માટે અસ્તિત્વમાં આવી છે. જે મુસલમાનો શીઆઓ ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ના સ્થાનને વધારવાનો આક્ષેપ મુકે છે તેમણે આયેશાના વધારી મુકવામાં આવેલ સ્થાન અને તેના દુરવ્યવહાર તરફ જોવું જોઈએ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*