એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.)

વાંચવાનો સમય: 4 મિનિટ

એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (..)

મુસલમાનો શીઆઓ ઉપર એવો આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ના દરજ્જામાં અતિશયોકિત કરે છે. તેઓનો મુળભુત આક્ષેપ એ છે કે અઈમ્મા (અ.મુ.સ.) એટલા બલંદ નથી જેટલા શીઆઓ દાવો કરે છે. અલબત્ત તેઓ દાવો કરે છે કે અગર તેઓ સાચા હતા તો પણ કોઈ પુરાવો નથી કે તેઓ ઈમામો હતા. આ તો ફકત શીઆઓ જ છે જેઓએ તેઓને ઉંચો દરજ્જો આપ્યો છે અને તેઓએ પોતે કયારેય પણ આવા દરજ્જાનો દાવો કર્યો નથી.

જવાબ:

એહલે તસન્નુન (જેઓને ખોટી રીતે સુન્નીતરીકે સંબોધવામાં આવે છે) ના આલીમો આપણા અગિયારમાં ઈમામ, ઈમામ હસન અલ અસ્કરી (અ.સ.)ના બારામાં શું લખે છે તેનો ટુંકમાં અભ્યાસ કરી તેના આધારે સાબિત કરીશું કે આ આક્ષેપો પાયાવિહોણા છે.

આ બાબત ભરોસાપાત્ર છે અને આશ્ર્ચર્ય પમાડનાર છે કે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ને તેમની પૂરી ઝીંદગી નઝરકૈદ રાખવામાં આવ્યા હતા અને મુસલમાનો સાથે સંપર્ક બહુજ ઓછો હતો. તેમ છતાં પણ ઈમામ (અ.સ.) એ પોતાને પ્રાપ્ત ઈલાહી કાબેલીય્યત લોકોને બતાવી કે જેના કારણે તે આલીમો કે જેઓ એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામતને કબુલ કરતા નથી તેઓ પણ પ્રભાવિત થયા.

ખાસ નોંધ: આ ટુંકા લેખમાં, આપણે એહલેબૈત (અ.મુ.સ.)ની હદીસોના આધારે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની ઈલાહી મન્ઝેલતની ચર્ચા નથી કરી રહ્યા. બલ્કે, આપણે ફકત વિરોધી આલીમોના લખાણ રજુ કરીએ છીએ કે જે તેઓએ ઈમામ (અ.સ.)ની શાન અને ફઝીલતમાં નકલ કર્યા છે. અલબત્ત, તેઓ તેમના બલંદ દરજ્જાની ખુશ્બુથી પણ દૂર છે કારણ કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના દરવાજાથી ખૂબ દૂર છે.

એ નોંધવુ જરૂરી છે કે ઈમામ હસન અસ્કરી (અ.સ.) 28 વર્ષ સુધી જીવન પસાર કર્યું અને 13 વર્ષની વયે ઈમામત મેળવી. ફરી તે લોકો ખોટા પડે છે જેઓ એમ માને છે કે ઈમામતના હોદ્દા માટે મોટી વય હોવી જોઈએ અને બાળકો આ મકામ માટે યોગ્ય નથી.

આપ (..)ની ઈમામત:

આલીમોએ ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની ઈમામત ગવાહી આપી છે કે જે માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની ઈમામતનો ઈન્કાર કરનારાના ખોટા દાવાને રદ કરે છે.

ઈબ્ને સબાગ અલ માલેકી નકલ કરે છે તેમની (ઈમામ હસન અસ્કરી અ.સ.)ની ઈમામતના બારામાં કોઈ શક કે ખચકાટ નથી. આપ (અ.સ.) આપના ઝમાનાના સૌથી આદર્શ વ્યકિત હતા જેની બરોબરી શકય ન હતી. આપ (અ.સ.) આપના ઝમાનાના સરદાર હતા અને ઝમાનાના ઈમામ હતા.

(અલ ફોસુલ અલ મોહીમ્મા ફી મઅરેફાહ અલ અઈમ્મા, પા. 279)

આપ (..)ની ફઝીલત:

ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની બેશુમાર ફઝીલતો નીચે દર્શાવેલ વ્યકિતઓએ સ્વિકારી છે:

1) અબુ ઉસ્માન અમ્ર ઈબ્ને બહર જાએઝ (વફાત 250 હી..)

જ્યારે ઈમામ હસન અસ્કરી (અ.સ.) સહિત બીજા દસ અઈમ્મા (અ.મુ.સ.)નું વર્ણન કર્યું:

તેઓમાંથી દરેક ઈલ્મવાળા, સંયમી, ઈમાનદાર, તાકતવર, દયાળુ અને પાક છે અને આ સિફતો બીજા કોઈ કુટુંબમાં જોવા મળતી નથી, ચાહે તે અરબ હોય કે અજમ.

(રસાએલ અલ જાહીઝ, પા. 106)

2) મોહમ્મદ ઈબ્ને તલ્હા શાફેઈ (વફાત 652 હી..)

જાણી લ્યો કે અલ્લાહે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ને બલંદ રુત્બો અને મન્ઝેલત અર્પણ કરી છે અને આપ (અ.સ.)ને બીજાઓ માટે આદર્શ બનાવ્યા છે અને આપ (અ.સ.)ને એવી હંમેશા રહેનારી સિફતો અર્પણ કરી છે જે સમય જતા ચાલી નથી જતી અને આપ (અ.સ.)ની ઝબાનને સતત કુરઆનની તિલાવત કરનાર બનાવી છે. મહદી મ-હ-મ-દ આપ (અ.સ.)ની વંશમાંથી છે અને આપ (અ.સ.)ને અતા કરેલ ફરઝંદ આપ (અ.સ.)ના ગોશ્તનો ટુકડો છે.

(મતાલીબ અલ સોઅલ ફી મનાકીબ અલ રસુલ સ.અ.વ., ભાગ-2, પા. 148)

3) સિબ્ત ઈબ્ને જવઝી (વફાત 654 હી..)

આપ (અ.સ.) હસન ઈબ્ને અલી ઈબ્ને મોહમ્મદ ઈબ્ને અલી ઈબ્ને મુસા ઈબ્ને જઅફર ઈબ્ને મોહમ્મદ ઈબ્ને અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી (અ.સ.) છો. આપ (અ.સ.) ઈલ્મવાળા અને વિશ્વસનીય છો…

(તઝકેરાહ અલ ખવાસ, પા. 324)

4) ઈબ્ને સબ્બાગ અલ માલેકી

‘………….આપ (અ.સ.)ની વાતો નિર્ણાયક અને અમલ પ્રશંસનીય છે. આપ (અ.સ.)ના  ઝમાનાના કુશળ વ્યકિતઓએ આપ (અ.સ.)ની શાનમાં અશ્આર રચ્યા છે. આપ (અ.સ.) ઈલ્મની એ ટોચ ઉપર હતા કે જેની કોઈ બરોબરી કરી શકતું ન હતું અને આપ (અ.સ.) એ અસ્પષ્ટ બાબતો ઉકેલી દીધી જે કોઈ ઉકેલી શકતું ન હતું. આપ (અ.સ.) એ પોતાની કુશળતાથી હકીકતો ઉપરથી પર્દો હટાવ્યો અને પોતાની દીર્ઘદ્રષ્ટિથી ઓળખાણ કરાવી. આપ (અ.સ.) ગય્બની બાબતોમાં ઈલાહી ભેદોને બયાન કરનાર હતા. આપ (અ.સ.) ઉમદા, મુલ્યવાન અને ખુશમિજાઝ હતા. અલ્લાહ આપ (અ.સ.)ને પોતાની રહમતથી ઢાંકી દે અને આપ (અ.સ.)ને હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાથે વિશાળ બાગમાં સ્થાયી કરે. આમીન.

(અલ ફોસુલ અલ મોહીમ્મા ફી મઅરેફાહ અલ અઈમ્મા, પા. 279)

5) અબ્દુલ્લાહ ઈબ્ને મોહમ્મદ ઈબ્ને આમીર શબરવી અલ શાફાઈ (વફાત 1171 હી..)

‘… ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની અઝમત માટે એ પુરતુ છે કે હઝરત મહદી અલ મુન્તઝર (અ.સ.) આપના વંશમાંથી છે. અલ્લાહ આ અઝીમ ખાનદાન અને વંશ ઉપર રહમત નાઝીલ કરે અને આ વંશ તમારી અઝમત માટે પુરતો છે. ઉમ્મત એ ઘણી કોશિષ કરી કે આ ઘરના મીનારાઓને નીચા કરવામાં આવે પરંતુ અલ્લાહે  તેને બલંદ કર્યા છે. અલ્લાહ આપણને તેમની મોહબ્બત ઉપર જીવવા અને મરવાની તૌફીક અતા કરી અને આપણને તેમની શફાઅતના લાયક બનાવે

(અલ અતાફ બે હુબ્બ અલ અશ્રાફ, પા. 178-179)

6) શૈખ મોઅમીન શબલંજી (વફાત 1308 હી..)

આપ (અ.સ.)ની પુષ્કળ ફઝીલતો છે…

(નુરૂલ અબ્સાર, પા. 183-185)

7) બસ્તાની

હસન (અ.સ.) ઈમામ અલી અલ હાદી (અ.સ.) ના પાક ફરઝંદ છે. તેમની ઘણી બધી ફઝીલતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આ ઘર માટે ખાસ છે. આપ (અ.સ.)એ ઉંડુ ઈલ્મ અને બાળપણમાં હિકમત બતાવી હતી અને આપ (અ.સ.)ના ઘણા બધા મોઅજીઝાઓ નકલ કરવામાં આવ્યા છે.

(દાએરાત અલ મઆરીક, ભાગ-7, પા. 25)

આપ (..)ના મોઅજીઝાઓ:

ઈમામ (અ.સ.)ના ઈલ્મે ગય્બ સહીત ઘણા બધા મોઅજીઝાઓ નકલ થયા છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને અમે વિગતોને છોડીએ છીએ અને રસ ધરાવતા વાંચકો માટે સંદર્ભો બયાન કર્યા છે.

1) અબુ હાશીમ દાઉદ ઈબ્ને કાસીમને જાણ કરી કે તે તેના સબંધી પાસેથી 1,00,000 દીનારનો વારસો મેળવશે.

(અલ ફોસુલ અલ મોહીમ્મા ફી મઅરેફાહ અલ અઈમ્મા, પા. 279)

2) સિબ્ત ઈબ્ને જવઝી નકલ કરે છે કે ઈમામ (અ.સ.) એ હસન નાસેબી એક ખાનગી બાબતની જાણ કરી.

(મેરાત અલ ઝમાન, ભાગ-2, પા. 192)

3) ઈમામ (અ.સ.) નો ઈસાઈ પાદરીને પડકારવાનો મશહુર બનાવ જે પયગમ્બર અ.સ  ના હાડકાની મદદથી પોતાની ઈચ્છા મુજબ વરસાદ વરસાવતો હતો. અગર ઈમામ (અ.સ.)એ જવાબ રજુ ન કર્યો હોત તો એ ભય હતો કે મુસલમાનો ઈસાય્ય્તમાં બદલાઈ જાય અથવા ઓછામાં ઓછું કુરઆન કરીમ અને રસુલે ખુદા (સ.અ.વ.)ની સચ્ચાઈ ઉપર સવાલ ઉઠાવતે.

– (અલ ફોસુલ અલ મોહીમ્મા ફી મઅરેફાહ અલ અઈમ્મા, પા. 269) (નુરૂલ અબ્સાર, પા. 225) (અલ સવાએક અલ મોહર્રેકા, પા. 124)

ઈમામ હસન અસ્કરી (..)ની ઈબાદત:

1) શૈખ મોઅમીન શબલંજી

અબુ હાશીમ દાઉદ ઈબ્ને કાસીમ નકલ કરે છે: ‘..હસન અસ્કરી (અ.સ.) કૈદખાનામાં રોઝા રાખતા અને ઈફતારના સમયે અમે તેઓ સાથે ઈફતાર કરતા.

(નુરૂલ અબ્સાર, પા. 195)

શબલંજી વધુમાં બોહલુલથી નકલ કરે છે કે ઈમામ હસન અસ્કરી  (અ.સ.) નાની વયથીજ ઈબાદતમાં તલ્લીન હતા.

(નુરૂલ અબ્સાર, પા. 183) (અલ સવાએક અલ મોહર્રેકા, પા. 207)

ઈમામ હસન અસ્કરી (..)ની શહાદત:

1) ઈબ્ને સબ્બાગ અલ માલેકી નકલ કરે છે: ‘…જ્યારે આપ (અ.સ.)ની શહાદતના સમાચાર ફેલાણા, બજારની દુકાનો બંધ થવા લાગી. બની હાશીમ, લેખકો, કાઝીઓ અને બધા માણસોએ જનાઝામાં શિરકત કરી. આ એવું હતું જાણે કે સામર્રામાં કયામતના દિવસની સવાર…

(અલ ફોસુલ અલ મોહીમ્મા ફી મઅરેફાહ અલ અઈમ્મા, પા. 279)

2) બીજા ઘણા ઈતિહાસકારોએ તેમની શહાદતની ૮ રબીઉલ અવ્વલ, હી.સ. 260 માં નોંધી છે અને એ કે આપ (અ.સ.) એક ફરઝંદ છોડી ગયા છો જેમનું નામ મ-હ-મ-દ. વધુ વિગત માટે જોવો:

તારીખે બગદાદ, પા. 366, ઈબ્ને અસીરની અલ કામીલ, ભાગ-2, પા. 274, મિરાત અલ જેનાન, ભાગ-2, પા. 172

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*