સહીહ બુખારી સીહાએ સીત્તામાં (છ સાચી કિતાબો) થી એક કિતાબ માનવામાં આવે છે. એહલે સુન્નત હઝરાત કુરઆને કરીમ પછી આ છ કિતાબો (સીહાએ સીત્તા) ની સરખામણીમાં બીજી કોઈ કિતાબને મહત્વ નથી આપતા અને આ કિતાબોમાં જે કાંઈ બયાન કરવામાં આવ્યુ છે તેને તેઓ તદ્દન સહીહ (સાચુ) માને છે.
બુખારીએ પોતાની સહીહ કિતાબમાં સકીફાનો બનાવ ઉમરના હવાલાથી આ રીતે બયાન કર્યો છેઃ
પગમ્બરે અકરમ સ.અ.વ. ની વફાત પછી અમુક ખબરોમાંથી એક ખબર જે અમારા સુધી પહોંચી એ છે કે સકીફાએ બની સાઅદામાં અન્સાર ભેગા થયા છે. મેં અબુબકરને કહ્યું કે ચાલો આપણે પણ ત્યાં જાઈએ જેથી આપણે પણ આપણા અન્સારી ભાઈઓ સાથે ભેગા થાઈએ. અબુબકરે મારી વાત માની લીધી અને અમો બંને સકીફા પહોંચી ગયા. હ. અલી અ.સ. અને ઝુબૈર તથા તેમના સાથીઓ અમારી સાથે ન હતા. અમે જ્યારે સકીફા પહોંચ્યા તો ત્યાં જોયું કે અન્સારના લોકો એક માણસને કોઈ વસ્તુમાં લપેટીને પોતાની સાથે લાવ્યા હતા અને કહેતા હતા કે આ સાઅદ બીન ઓબાદા છે જેને ખુબજ વધારે તાવ છે. અમે બંન્ને (ઉમર અને અબુબકર) તેની નઝદીક બેસી ગયા. અન્સારમાંથી એક શખ્સ ઊભો થયો અને તે તકરીર કરવા લાગ્યો. અલ્લાહના વખાણ અને પાલનહારની પ્રસંશા પછી કહ્યું કે અમો ખુદાવંદે આલમના દોસ્ત અને તેના ચાહવાવાળા છીએ અને ઈસ્લામના સીપાહીઓ અને તેની તાકત છીએ. પરંતુ તમે અય મોહાજેરીનના લોકો તમારી સંખ્યા ઘણી ઓછી છે અને …
મેં (ઉમરે) વિચાર્યુ કે આનો જવાબ આપું પરંતુ અબુબકરે મારી આસ્તીન ખેચીને મને ચુપ કરી દીધો અને ખુદ પોતે ઊભો થઈને બોલવા લાગ્યો કેઃ અને ખુદા ગવાહ છે કે તેણે જે કાંઈ કહ્યું તે હું પણ કહેવા ચાહતો હતો બલ્કે તેણે મારા કરતા પણ વધારે સારી રીતે કહ્યું.
તેણે (અબુબકરે) કહ્યુ કે અય અન્સારના લોકો! તમોએ જે લાક્ષણિકતાઓ અને ખુબીઓનું વર્ણન કર્યુ બેશક તમે લોકો તેનિ તલબ કરનારા છો અને તમે તેને પ્રાપ્ત પણ કરી છે. પરંતુ ખીલાફત અને હુકુમત ફકત કુરૈશનો હક્ક છે. કારણકે તે લોકો શરાફત, વંશ અને કુળના આધારે અરબના બધા કબીલાઓમાં મશ્હુર છે અને તેમના બાબતે કોઈ ઇખ્તેલાફ નથી. હું તમારા હિત અને ભલાઈ માટે કહી રહ્યો છું કે હું બે વ્યકિતઓને તમારી સમક્ષ રજુ કરૂં છું તેમાંથી જેને ચાહો કોઈ એકને ખીલાફત માટે ચુંટી કાઢી તેની બયઅત કરી લ્યો. આમ કહીને અબુબકરે મારો અને અબુ ઓબયદાનો હાથ પકડીને લોકોની સામે રજુ કર્યો અને આ છેલ્લો પ્રસ્તાવ મને પસંદ ન પડયો. તેટાલામાં અન્સારમાંથી એક બીજો વ્યક્તિ પોતાની જગ્યા ઉપરથી ઉભો થયો અને આ રીતે બોલ્યોઃ
અય અન્સારના લોકો! હું તમારી વચ્ચે એ લાકડી સમાન છું જેનાથી ઊંટોને હંકારવામાં આવે છે અથવા તે ઝાડની જેમ છું જેના છાંયામાં આશરો લેવામાં આવે છે. અગર આમ જ વાત હોય તો અય મોહાજેરીનના લોકો તમે તમારા માટે એક હાકીમ ચુંટો અને અમે અમારામાંથી એક હાકીમની પસંદગી કરીશુ. આ વાત થતાંજ કરતા લોકોમાં ચારો તરફથી શોરબકોર શરૂ થઈ ગયો અને અમે તીવ્ર મતભેદો અને હરીફાઈને જોઈ.
મેં આ ખળભળાટનો લાભ ઉઠાવ્યો અને અબુબકરને કહ્યું કે તમે તમારો હાથ આપો જેથી હું તમારી બયઅત કરૂં. જેવો તેમણે પોતાનો હાથ આગળ કર્યો કે મેં તેના હાથ ઉપર બયઅત કરી લીધી અને અબુબકરની બયઅત કર્યા પછી અમે સાઅદ બીન ઓબાદા પાસે ભેગા થઈ ગયા…
આ બનાવ પછી હવે અગર કોઈ મુસલમાનોના મશ્ વેરા વગર કોઈ શખ્સની ખીલાફતની બયઅત કરે તો ન બયઅત કરવાવાળાને અનુસરો અને ન બયઅત લેવાવાળાને અનુસરો. કારણકે બંને મૌતની સજાના હકદાર છે.
- (સહી બુખારી, કિતાબુલ હોદુદ, પ્રકરણ રજમુલ હબ્લા, ૪ / ૧૧૯-૧૨૦,સીરએ ઈબ્ને હિશામ, ૪/૩૩૬-૩૩૮. કન્ઝુલ ઉમ્માલ, ૩/૧૩૯ હદીસ નં. ૨૩૨૬)
Be the first to comment