અલ્લાહે નબી ખિઝર (અ.સ.)ને લાંબી ઝીંદગી શા માટે આપી?

વાંચવાનો સમય: 2 મિનિટ

શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી.

જવાબ:

ઇમામ મહદી (અ.ત.ફ. શ.)ની લાંબી ઝીંદગી વિશે શંકા કરવું તે અલ્લાહની અસીમ શક્તિમાં ઈમાન ન ધરાવવા જેવુ છે, જે હકીકતમાં કમજોર તૌહિદની નિશાની છે.

શું અલ્લાહે  બીજાઓને જેમ કે પયગંબર નૂહ (અ.સ.)ને લાંબી જિંદગી નથી આપી?

સૂરએ અન્કબૂત(૨૯):૧૪ માં ફરમાવવામાં આવ્યું છે:

અને ખરેખરજ અમોએ નૂહને તેની કોમ તરફ (પયગમ્બર બનાવી) મોકલ્યા. પછી તે તેઓમાં એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા (અને હિદાયત કર્યા કરી); પછી તે લોકોને તેમની ઝુલમગાર સ્થિતિમાં (જળ પ્રલયના) તોફાને આવી પકડ્યા.”

માત્ર પોતાના દોસ્તો જ નહિ, અલ્લાહે  દૃષ્ટાંત માટે પોતાના દુશ્મન,  જેમ કે શૈતાનને પણ લાંબી જિંદગી અતા કરી છે. તો પછી જો અલ્લાહ હઝરત મહદી (અ.ત.ફ.શ.)ને લાંબી જિંદગી અતા કરે તો તેમાં આટલું બધું આશ્ચર્ય શું છે?

પછી, એક વ્યક્તિ છે કે જેની લાંબી જિંદગી ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, અને આ બાબત તમામ વિરોધનો અંત લાવી દે છે.

પયગંબર ખીઝર (..)ની લાંબી જિંદગી.

પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે:

અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (..)નો સવાલ છેઅલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા કે તેમને કિતાબ અતા કરી હતી,   માટે નહિ તેમણે એક નવી શરિયત લાગુ કરી જે અગાઉની શરીયતને રદ કરતી હતી માટે પણ નહિ કે તેણે તેમને ઇમામ બનાવ્યા અને લોકો માટે જરૂરી હતું કે તેઓ તેમને અનુસરે માટે પણ નહિ કે તેમની ઈતાઅત વાજીબ હતી.”

પણ એ માત્ર લાંબી જિંદગી અતા કરી હતી કે એ બાબત અલ્લાહના ઇલ્મમાં હતી કે ગયબતમાં કાએમ (અ.સ.)ની જિંદગી એટલી લાંબી હશે કે લોકો તેમાં માનશે નહિ, અને કાએમ (અ.ત.ફ.શ.)ની લાંબી જિંદગીનો લોકો ઇન્કાર કરશે.

તેથી અલ્લાહે પોતાના સત્યનિષ્ઠ બંદા ખીઝર (અ.સ.)ની ઉમ્રને લંબાવી કે જેથી તે કાએમ્ (અ.સ.)ની લાંબી જિંદગીને સાબિત કરવાનો આધાર બને. જેથી વિરોધીઓની દલીલો અને સાબિતીઓને અમાન્ય કરી શકાય અને એ કે અલ્લાહની હુજ્જત વિરૂધ્ધ લોકો પાસે કોઈ દલીલ ન હોય.

(બેહારૂલ અન્વાર ભાગ ૫૧, પેજ ૨૨૨-૨૨૩)

નબી ખીઝર (અ.સ.)ના અસામાન્ય બનાવ પછી શંકાશીલ લોકો પાસે, લાંબા જીવનનું બહાનું બતાવી  ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના ઇનકાર માટે કોઈ આવકાશ રહેતો નથી.

Be the first to comment

Leave a Reply