જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે.
ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.) ઈસ્લામ કબુલ કરનાર પ્રથમ સ્ત્રી હતા જે રીતે રિવાયતો ગવાહી આપે છે તે મુજબ.
પ્રથમ ઈમાન લાવનાર:
એ હકીકત બાબતે બધા એકમત છે કે જનાબે ખદીજા (સ.અ.) અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) ઉપર ઈમાન લાવવામાં અને જે કાંઈ ર.ખુદા(સ.અ.વ.)એ પહોંચાડયું તે માનવામાં સૌ પ્રથમ હતા…
- અલ ઈસ્તીઆબ, ભાગ. 2, પા. 459
અબ્બાસ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કાકા જ.અબ્બાસ જે ત્રણ વ્યક્તિઓ ખાનએ કાબાને રૂખ કરીને ઈબાદત કરી રહ્યા હતા, તેમનો પરિચય કરાવતા કહે છે કે
“શું તમે આ જવાનને ઓળખો છો?
તે મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ (સ.અ.વ.), મારા ભત્રીજા છે.”
“શું તમે આ બાળકને ઓળખો છો?
તે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે, મારા ભત્રીજા.”
“શું તમે આ ઔરતને ઓળખો છો?
તે જનાબે ખદીજા બિન્તે ખુવેલૈદ (સ.અ.), રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિ છે.”
અને મારા આ ભત્રીજા (સ.અ.વ.)એ મને ઓળખાણ કરાવી છે કે તેમના પરવરદિગાર, કે જે આસમાનો અને જમીનના પરવરદિગાર છે તેમણે આ દીનને અનુસરવાનો હુકમ આપ્યો છે. અલ્લાહની કસમ! જમીન ઉપર આ ત્રણેય સિવાય આ દિન પર કોઈ નથી.
- ખસાએસ પા. 3
- તારીખે તબરી, ભાગ. 2, પા. 212
- અલ રેયાઝ અલ નઝરાહ, ભાગ. 2, પા. 158
- અલ ઈસ્તીઆબ, ભાગ. 2, પા. 459
- ઈબ્ને કસીરની અલ કામીલ, ભાગ. 2, પા. 22
- અલ સેરાતુલ હલબીય્યાહ, ભાગ. 1, પા. 288
આયેશાની ઈર્ષાનું કારણ:
આયેશા નકલ કરે છે: રસુલુલ્લાહ (સ.અ.વ.) જનાબે ખદીજા (સ.અ.)ને શ્રેષ્ઠ તરીકાથી યાદ કરતા હતા. એક દિવસ ઈર્ષાના કારણે મેં કહ્યું: “તમે તેણીને કેટલું યાદ કરશો? બેશક અલ્લાહે તેણીની જગ્યાને બીજી વધુ સારી ઔરત (આયેશા)થી ભરી દીધી છે.”
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સામો સવાલ કર્યો: “કેવી રીતે અલ્લાહ તેણીને તેની કરતા બહેતરથી બદલી દે?”
“બેશક તેણી મારા ઉપર (ઈસ્લામ કબુલ કરવામાં) ઈમાન લાવી જ્યારે લોકો મને માનતા ન હતા. તેણીએ મારી સચ્ચાઈની ગવાહી આપી જ્યારે લોકો મારો ઈન્કાર કરતા હતા. તેણીએ પોતાની દૌલત ન્યોછાવર કરી દીધી જ્યારે લોકોએ મને પોતાની દૌલતથી વંચીત રાખ્યો. અલ્લાહ અઝઝ વ જલ્લએ તેણીને ફરઝંદો અતા કર્યા જ્યારે તેણે બીજી પત્નિઓને ફરઝંદોથી વંચિત રાખી છે.
(મુસ્નદે એહમદ, હદીસ 24864.)
Be the first to comment