એઅતેરાઝ (વાંધો) :
અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ ઈમામ હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી અને એક બીજા કોઈની નસ્લમાંથી!!!
જવાબ:
આ પ્રકારનું અર્થઘટન સ્પષ્ટપણે હદીસોના લખાણો (નસ્સ)ની તદન વિરુદ્ધ છે, તેમજ આ પ્રકારની હદીસોમાં અચોક્કસપણે પણ આવી કોઇ બાબતનો ઉલ્લેખ નથી.
- મારા પછી બાર ખલીફા
- આ મઝહબ હંમેશા શક્તિશાળી અને સર્વોચ્ય રહેશે વિગેરે.
કે જે પુરવાર કરે કે ખલીફાનું જોડાણ અલ્લાહના રસુલ સાથે છે, અને આ ખલીફાના સિલસિલાનું જોડાણ આખરી યુગના દોર સુધી છે જે ઇબ્ને મસઉદની રિવાયતથી એકદમ સ્પષ્ટ છે.
આ હદીસ અને આ ઉપરાંતની બીજી ઘણી હદીસો પરથી હકીકત એવી સ્પષ્ટ છે કે આ હદીસો બાર ઇમામોને જ લાગુ પડે છે જેઓ બધા મુસ્લિમ ફિરકાઓમાં જાણીતા અને પ્રખ્યાત છે, જેનાથી અલ્લાહના પયગંબર (સ.અ.વ.)ની હદીસની સત્યતા સ્પષ્ટ શબ્દોમાં સ્થાપિત થાય છે. તો પછી આ હદીસોને જબરદસ્તી બીજાઓથી સંબંધિત કરવાનો શું અર્થ કે જેઓ, તેમના વર્ણન વડે, કોઈ પણ રીતે લાયક નથી?
અગર તમે દલીલ કરો: જો કે આ વિશેષતાઓ બાર ઇમામો (અ.મુ.સ) સિવાય બીજા કોઈમાં પણ જોવા મળતી નથી પરંતુ ભવિષ્યમાં આ વિશેષતાઓ બીજા કોઈ લોકોમાં જોવા મળી શકે છે.
જવાબ: ખરેખર આશ્ચર્યજનક! આપણે એવું કેમ કહી શકીએ કે અમુક ભવિષ્યમાં હશે, જયારે કે અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ સ્પષ્ટ ભવિષ્યવાણી (પેશનગોઇ)કરી છે કે તે પોતાના તરત પછીના વસીઓમાં હશે, જેમનો સમય આપ (સ.અ.વ.)ના સમય સાથે જોડાયેલો છે. શું આવું અર્થઘટન પયગંબર (સ.અવ.)ની ભવિષ્યવાણી (પેશનગોઇ)થી વિરુદ્ધ અને ભવિષ્યવાણીઓનો ઇનકાર નથી? આ સંજોગોમાં આપણે એ ખલીફાઓના સમયગાળાને અમાન્ય માનવો પડે જેમને અલ્લાહના પયગંબર (સ.અ.વ.)ના સમયની સાથે જોડવામાં આવે છે અને તેવી હદીસોને અમાન્ય જાણવી પડે.
પરંતુ જ્યાં સ્પષ્ટ અર્થઘટન અને સ્પષ્ટતા મૌજુદ છે, જેના પર આ હદીસો ખરી ઉતરે છે, તો આ દાવાનો ઇનકાર ભાવી શક્યતાની દલીલથી ન કરી શકાય.
શું તમે નથી જોયું કે અલ્લાહ અઝ્ઝ વ જલ્લ, એ પયગંબર (સ.અ.વ.)ના આવવાની ભવિષ્યવાણી (પેશનગોઇ) તૌરેત અને ઝુબુરમાં તેમની વિશેષતાઓના વર્ણન સાથે કરી હતી? પણ જયારે આપ (સ.અ.વ.) આવ્યા, બરાબર એ જ રીતે કે જે રીતે અગાઉ કહેવામાં આવ્યું હતું ત્યારે યહુદીઓ અને ઈસાઈઓએ તેમની નબુવ્વતનો ઇન્કાર કર્યો, એ દલીલ સાથે કે તેવા નબી ભવિષ્યમાં આવશે!! અલ્લાહે પવિત્ર કુરઆનમાં તેમને વખોડ્યા છે અને તેમની એ દલીલને નકારી છે.
અમારા કહેવા મુજબ અગર હદીસના આ અર્થઘટન કે ઈમામ મહદી (અ.સ) પછી બાર ખલીફા થશે જેમાંથી છ ઈમામ હસન (અ.સ)ના વંશમાંથી હશે આ વાતને ભરોસાપાત્ર કે આધારભૂત સાબિત કરવા જઈએ તો ઘણી બધી મોઅતબર હદીસો કે જે શિઆ અને સુન્ની મઝહબોએ નોંધેલી છે તે ઘણી બધી હદીસોથી આ બાબત વિધોભાસી થશે અને આ હદીસોમાં દર્શાવેલી ચોક્કસ લાક્ષણીકતાઓથી પણ વિરોધી થશે. એટલે કે
- એક બાબત તો એ કે ખલીફાની સંખ્યાને બાર સુધી મર્યાદિત માનવું
- અને બીજું કે તેમનું હયાત હોવું માનવું અને તેનું રસુલુલ્લાહ (સ.અ.વ) પછીના સમયગાળામાં જોડાયેલું રહેવું માનવું
આ બન્ને બાબતમાં ખુલ્લો તફાવત છે અને કારણકે મૂળ હદીસ કહે છે કે “મારા બાદ” જે સ્પષ્ટ સૂચવે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ) પછી તરતજ અને તેના પછી તેના હોવું બતાવે છે જ્યારે અર્થઘટન કરવું કે ઈમામ મહદી (અ.ત.ફ.શ) પછી તે મૂળ હદીસથી સ્પષ્ટ વિરોધભાસ બતાવે છે.
આ ઉપરાંત, ઇબ્ને હજરના સ્પષ્ટ ઉલ્લેખથી, આવી અર્થઘટન વાળી હદીસને કે જેમાં ઈમામ મહદી પછી બાર ખલીફા થશે એ હદીસને ઝઈફ અને અમાન્ય ગણવામાં આવી છે. તે પોતાની અલ સવાએક અલ મોહર્રેકામાં કહે છે આ હદીસ ખરેખર અપ્રાસંગિક અને બિન ભરોસાપાત્ર છે. તેણે ફતહ અલ બારીના લેખક ઇબ્ને હજરના હવાલાથી આ નોંધ્યું છે કે આ બાબતે સ્પષ્ટ હકીકટ હોવા છતાય આ પ્રકારની શંકાઓ અને શક્યતાઓ યહુદીઓ અને ઈસાઈઓથી લેવામાં આવી છે (એટલે કે યહુદીઓ અને ઈસાઈઓની જેમ ઇલાહી નસ્સમાં પોતાના મનઘડત ફેરફાર કરવા)માંથી લેવામાં આવી છે. તેઓએ ભટકાવવા માટે થઈને આ હદીસોની સ્પષ્ટ અર્થઘટન અને તશરીહ મૌજુદ હોવા છતાં આવી રુકાવટનો સહારો લીધો છે.
ઇબ્ને મુનાદી લખે છે, અમે આ હદીસોની નોંધ લઈએ છીએ કેમ કે અમે તેમને દાનીયલની કિતાબમાં જોઈ છે. જો તમે આ કિતાબની પૂર્વભૂમિકા અને તેના વિષે જે કંઈ કહેવામાં આવ્યું તે જાણવા ઈચ્છતા હો તો ઇબ્ને મુનાદીની અલ-મલાહેમની શરૂઆત તરફ રજુ થાવ, જેથી તમે જાણી શકો કે જયારે કોઈ કૌમ સાચા ઇલ્મના માલિક એટલે કે એહલેબેત (અ.મુ.સ)ના ઇમામો (અ.મુ.સ.)પાસેથી તેને (ઇલ્મને) લેવાનો ઇન્કાર કરે તો કઈ રીતે તેની પૂર્વધારણા, વાહિયાતવાતોથી વ્યથિત થઇને ગુમરાહ થાય છે.એહલેબેત(અ.મુ.સ)એ છે કે જેમના માટે અલ્લાહે મુસ્લિમ ઉમ્મતને હુકમ કર્યો છે કે તેઓ કુરઆનની સાથો સાથ તેઓ (અ.મુસ.)થી જોડાયેલા રહે.
- મુન્તખબ અલ અસર, ભાગ ૧, કિતાબના અંગ્રેજી ભાષાંતર પ્રકાશક: નબ પબ્લીકેશન, તહેરાન, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન લેખક આયતુલ્લાહ લુત્ફૂલ્લાહ સાફી ગુલપયગાની (અ.ર)માંથી સંક્ષિપ્તમાં
Be the first to comment