અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટ

જ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના વલી

મુસલમાનો એ પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના પર શાસન કરવા માટે ‘ખલીફા’ / વલી પસંદ કર્યા. પરંતુ શું આ કહેવાતા ખલીફાઓ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળમાં મુસલમાનોનું શાસન કે નેતૃત્વ કરવા માટે ક્યારેય લાયક ગણાતા હતા? જો મુસ્લિમો દ્વારા પસંદ કરાયેલ આ ‘ખલીફા’ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળમાં મુસ્લિમોનું નેતૃત્વ કરવા માટે અયોગ્ય હતા, તો તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી રાતોરાત કેવી રીતે લાયક ઉમેદવાર બની ગયા?

પવિત્ર પયગંબર (સ.અ.વ)ના  ખલીફા/વલી તરીકે સફળ થવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જેણે પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મુબારક જીવનકાળ દરમિયાન આ ભૂમિકા ભજવી હોય.

પવિત્ર કુરઆનની ઘણી આયતો અને સુન્નતના વિશ્વસનીય અહેવાલો છે જે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ખલીફા/માર્ગદર્શક/ઇમામ/વલી/જાનશીન તરફ નિર્દેશ કરે છે. અને આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે.

 

દરેક ઉમ્મત માટે એક હાદી હોય છે

અલી (અ.સ.) પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળમાં મુસલમાનોના માર્ગદર્શક હતા. આ વાત અલ્લાહના કહેણથી સ્પષ્ટ થાય છ

اِنَّمَا اَنْتَ مُنْذِرٌ وَ لِكُلِّ قَوْمٍ هَاد

(હે રસુલ) સિવાય તેના નથી કે તું તો (કેવળ એક) ડરાવનારો છે અને દરેક કોમ માટે એક હિદાયત કરનારો હોય છે.

(સુરએ રઆદ 13/7)

મુસ્લિમ આલીમો દ્વારા નોંધવામાં આવ્યું છે કે આ આયત આપણા ઈમામ અમીરુલ મોમીનીન (અ.સ.) અને માસૂમ ઈમામો (અ.સ.)ની શાનમાં નાઝીલ થઈ હતી અને તે દરેક ઉમ્મત માટે એક હાદી છે જે મોહમ્મદ (સ.અ.વ.)ના પછી તેમના વંશમાંથી છે.અને આ દુનિયા તેમના વગર ક્યારેય ખાલી રહેશે નહીં.

 

 • અલ-કાફી, વો ૧, પા ૧૯૧ ;
 • બસાએરૂદ-દરાજાત પા 29
 • મનાકીબે આલ-એ-અબી તાલિબ (અ.સ.) વો ૩ પા ૮૩
 • તફસીરે અય્યાશી વો-૨ પા ૨૦૩
 • ગાયહ અલ-મરામ, પા ૨૩૫ ફરાએદ અલ-સિમતેન માંથી

 

તેથી, જ્યારે પવિત્ર પયગંબર (સ.અ.વ.) માત્ર ચેતવણી આપનાર હતા, ત્યારે અલી (અ.સ.) પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના મુબારક જીવનકાળમાં અને તેમના પછી પણ મુસલમાનોના હાદી (માર્ગદર્શક) હતા.

સવાલ

શંકાખોરો કહે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) ચેતવણી આપનાર અને માર્ગદર્શક બંને છે.

જવાબ

આ વાત કુરઆનની આયતનુ ઝાહીર અને તેનાથી સંબંધિત તફસીરોની સ્પષ્ટ વિરુદ્ધ છે. અલ્લાહે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને اِنَّمَا શબ્દ દ્વારા માત્ર ચેતવણી આપનાર હોવા પર ભાર મૂક્યો છે. જો પવિત્ર પયગંબર (સ.અ.વ.) ચેતવણી આપનાર અને માર્ગદર્શક બંને હતા તો اِنَّمَا કોઈ હેતુ નથી. અને જો તેમ હોત તો આયત આ પ્રમાણે હોત – તમે દરેક ઉમ્મત માટે ચેતવણી આપનાર અને માર્ગદર્શક છો- (‘માત્ર’ અથવા اِنَّمَا વિના)

તેથી, આ સમજી શકાય છે કે માર્ગદર્શક પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સિવાય અન્ય કોઈ છે અને આ માર્ગદર્શક એટલે કે અલી (અ.સ.) તેમના જીવનકાળમાં પણ હતા અને દરેક યુગમાં પણ માર્ગદર્શક છે.

અલી (..) સાથે પવિત્ર પયગમ્બર (...)નો સબંધ હારૂન (..) સાથે મૂસા (.) જેવો હતો

બધા મુસલમાનો સહમત છે કે હદીસ-એ-મંઝેલત એક મોઅતબર હદીસ છે જે પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને અલી (અ.સ.) વચ્ચેના સંબંધને મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.) જેવો દર્શાવે છે, જેમ કે અહીં વર્ણવાયું છે:

 

અલ્લાહના રસુલ (સ.અ.વ.) તબુક માટે નીકળ્યા અલી (અ.સ.)ને તેમના નાયબ (મદીનામાં) તરીકે નિયુક્ત કરીને. અલી (અ.સ.) એ કહ્યું: શું તમે મને બાળકો અને સ્ત્રીઓ સાથે છોડી દેવા માંગો છો? પયગંબર (સ.અ.વ.) એ કહ્યું: શું તમે એ વાતથી ખુશ નહીં થાવ કે તમારો સંબંધ મારી નજદીક જ.મુસા (અ.સ)નો અને હારુન (અ.સ) જેવો છે સિવાયકે મારા પછી નબી નથી.

 

 • સહીહ -બુખારી હદીસ 3,706, 4,416
 • સહીહ મુસ્લિમ હદીસ 2,404 e, 2,404 b

 

હારૂન (અ.સ.) તેમના જીવનકાળમાં મૂસા (અ.સ.)ના વલી હતા કારણ કે આ આયત દર્શાવે છે

وَقَالَ مُوسَى لأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلاَ تَتَّبِعْ سَبِيلَالْمُفْسِدِينَ

અને (તૂર પર જતી વખતે) મૂસાએ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો પ્રતિનિધિ બનીને (લોકોની) સુધારણા કરતો રહેજે અને ફસાદખોરોના માર્ગને અનુસરજે નહિ.

(સુરએ અઅરાફ ૭-૧૪૨)

પરંતુ, હારૂન (અ.સ.) મુસા (અ.સ.)ની પયગંબરીમાં તેમના એક સહયોગી હતા, જેવી રીતે મુસા (અ.સ.) દ્વારા અલ્લાહ પાસે દુઆ માંગવામાં આવી હતી કે;

وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي هَارُونَ أَخِي اشْدُدْ بِهِ أَزْرِي وَأَشْرِكْهُ فِي أَمْرِي

અને (મારી મદદ માટે) મારા કુટુંબમાંથી એક(ને) મારો વઝીર (સહાયક) નીમી દે: મારા ભાઇ હારૂનને: તેના કારણે મારી પીઠ મઝબુત કરી નાખ: અને તેને મારા કાર્યમાં ભાગીદાર બનાવ

(સુરે તાહા ૨૯-૩૨)

જેનો અલ્લાહે જવાબ આપ્યો:

ફરમાવ્યું, અય મૂસા! તારી સઘળી માંગણીઓ કબૂલ થઇ ગઇ.

(સુરએ તાહા -૩૬)

હકીકતમાં, હારૂન (અ.સ.)એ મૂસા (અ.સ.) માટે રહેમત હતા.

وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا

અને અમોએ અમારી કૃપાથી તેના ભાઇ હારૃનને (પણ એક) નબી બનાવી તેને (એક મદદનીશ) આપ્યો

(સુ.મરયમ-૫૩)

તેથી, હારૂન(અ.સ) એ જનાબે મૂસા (અ.સ.)ના ખલીફા, વઝીર, રિસાલતમાં મદદગાર, તેમજ તેમના જીવનકાળમાં કૃપા(રહેમ) હતા .

હદીસ-એ-મંઝેલત મુજબ, અલી (અ.સ.) પવિત્ર પયગંબર (સ.અ.વ.) માટે વઝીર, રિસાલતમાં મદદગાર , પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળમાં કૃપા (રેહમત) તરીકે સમાન મનસબ ધરાવતા હતા.

હકીકતમાં, જ્યારે અલી (અ.સ.)ને તબુક દરમિયાન પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના નાયબ  તરીકે મદીનામાં રાખવામાં આવ્યા, ત્યારે મુનાફીકોની જીભ ચાલવા લાગી(બોલવા લાગ્યા) હતી કે પયગંબર (સ.અ.વ.) અને અલી (અ.સ.) વચ્ચે મતભેદો છે,કારણ કે પહેલા અલી (અ.સ.) હંમેશા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સાથે હતા.

પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને હારૂન (અ.સ.)સાથે સરખાવીને દિલાસો આપ્યો, જેમને  મુસા (અ.સ.) દ્વારા બની ઈસરાઈલમાં અલલાહ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ હદીસ-એ-મંઝેલતની પૂર્વભૂમિકા (પસમન્ઝર) છે, જેમ કે અગાઉ પણ અહેવાલ આપ્યો છે.

સવાલ

શંકાખોરો માને છે કે હારૂન મૂસા (અ.સ.)ના જીવનકાળમાં મૃત્યુ પામ્યા હતા, તેથી અગર એવું હોય તો  તો, અલી (અ.સ.)ની ઉત્તરાધિકારી મર્યાદિત સમયગાળા માટે હતી.

જવાબ

મૂસા (અ.સ.)ના જીવનકાળમાં તેમની પાસે વઝીર/સહાયક/વલી હતા એટલે કે હારૂન (અ.સ.) હતા અને તેમના પછી પણ એટલે કે યુશા ઇબ્ને નૂન (અ.સ.) જેમ કે અલી (અ.સ.)ને હારૂન (અ.સ.) સાથે સરખાવતી હદીસો છે, તેવી જ રીતે અલી (અ.સ.)ને યુશા ઇબ્ને નૂન (અ.સ.)ની જેમ જ સ્થાન પર રાખવાની રીવાયતો છે, જેમાંથી એક અહીં વર્ણવેલ છે:

અબ્દુલ્લા ઇબ્ને મસુદ કહે છે:

મેં પવિત્ર પયગંબર (સ.અ.વ.) ને પૂછ્યું – અય અલ્લાહના રસુલ! તમારી વફાત પછી તમને ગુસ્લ કોણ આપશે ?

આપ (સ.અ.વ) એ જવાબ આપ્યો – દરેક પયગમ્બરને તેમના વલી દ્વારા ગુસ્લ આપવામાં આવે છે.

મેં પૂછ્યું – અલ્લાહના પયગંબર તમારા વલી (ઉત્તરાધિકારી) કોણ છે?

આપ (સ.અ.વ) એ જવાબ આપ્યો – અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)

મેં પૂછ્યું – અય અલ્લાહના પયગમ્બર, તે તમારા પછી કેટલો સમય જીવશે?

આપ (સ.અ.વ) એ કહ્યું: તે ત્રીસ વર્ષ જીવશે. પયગંબર મૂસા (અ.સ.)ના ઉત્તરાધિકારી તેમના પછી ત્રીસ વર્ષ જીવ્યા અને મુસા (અ.સ.)ની પત્ની સફરા બિન્ત શોએબ દ્વારા તેમની મુખાલેફત (વિરોધ) કરવામાં આવી. તેણીએ કહ્યું – હું (નેતૃત્ત્વની) બાબતમાં તમારા કરતાં વધુ લાયક છું. પછી તેણે તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમના યોદ્ધાઓને કતલ કરી નાખ્યા અને તેમને સૌથી ખરાબ રીતે કેદ કરી નાખ્યા. પછી અબુબકરની પુત્રી ટૂંક સમયમાં અલી (અ.સ.) સામે હજારો મુસલમાનો સાથે ફલાણી જગ્યાએ બળવો કરશે. પછી તે તેમની સાથે યુદ્ધ કરશે, અને પછી તે (અલી અ.સ) તેના યોદ્ધાઓને કતલ કરશે અને શ્રેષ્ઠ અખ્લાક સાથે તેને કેદ કરશે. અને તેણીના સંબંધમાં અલ્લાહે જાહેર કર્યું છે – અને તમારા ઘરોમાં (સ્વમાન સાથે) બેસી રહો, અને પ્રાચીન અજ્ઞાનતાના સમય જેવો શણગાર કરી બહાર નીકળો નહિ

-(સૂરએ અહઝાબ (33: 33))

 • ક્માલુદ્દીન – વો ૧,પા ૨૭
 • નહજ અલ-હક્ક પા ૩૬૮
 • તફસીરે સાફી વો ૪ પા ૧૬૮ (સૂરા અહઝાબ (33): 33)
 • તફસીરે -બુરહાન વો ૪ પા ૪૪૨ (સૂરએ અહઝાબ (33): 33)

અલી (..) પયગંબર (...)ના જીવનકાળમાં તમામ મુસલમાનોના ઈમામ હતા

તમામ મુસલમાનોને મૌત પછી અલલાહ,પયગંબર અને ઇમામ વિશે પૂછવામાં આવે છે. આ તે લોકો માટે પણ છે જેઓ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઝમાના દરમિયાન મૃત્યુ પામ્યા હતા કારણ કે આ રિવાયત દર્શાવે છે:

પવિત્ર પયગંબર (સ.અ.વ.) બીબી ફાતેમા બીન્તે અસદ (સ.અ.)ના જનાઝા વિશેની લાંબી રિવાયતમાં  વર્ણવે  છે, જેનો એક ભાગ અહીં પ્રસ્તુત છે:

તેણીને પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ તેણીને સંભળાવા માટે મેં તેમના જિસમ પર મારી ઝાતને ઝુકાવી  દીધી. તેણીને પૂછવામાં આવ્યું કે તેણીનો ખાલિક કોણ છે.

 

તેણીએ સાચો જવાબ આપ્યો.પછી તેણીને પૂછવામાં આવ્યું કે અલ્લાહના રસુલ કોણ છે. તેણીએ સાચો જવાબ આપ્યો.

પછી તેણીને પૂછવામાં આવ્યું કે તેણીના વલી અને ઇમામ કોણ છે.

તેણી અચકાયા, મેં તેને કહ્યું : તમાંરો દીકરો, તમાંરો દીકરો!

 

 • અલ-કાફી વો ૧ પા ૪૫૩-૪૫૪
 • ઇસબાત અલ-હોદા વો ૩ પા ૧૫
 • બેહાર ઉલ-અનવાર વો ૬ પા ૨૪૧-૨૪૨
 • મુસ્તદરક અલ-વસાએલ વો ૨ પા ૩૪૨

 

પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મુબારક જીવનકાળ દરમિયાન  ખલીફા / હુજ્જત

 

આવી ઘણી રિવાયત છે જે સાબિત કરે છે કે અલી (અ.સ.) તેમના જીવનકાળમાં અને તેમના મૃત્યુ પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ખલીફા હતા:

માહે રમઝાનના પવિત્ર મહિનાના મહત્વ પર મુસલમાનોને સંબોધિત કર્યા પછી, પવિત્ર પયગંબર (સ.અ.વ.) અમીરુલ મોમીનીન (અ.સ.) તરફ વળ્યા:

 

અય અલી, તમે મારા ઉત્તરાધિકારી છો, મારા બાળકોના પિતા છો, મારી પુત્રીના પતિ છો, મારા જીવનકાળમાં અને મારા મૃત્યુ પછી મારી ઉમ્મતના ખલીફા છો , તમારો આદેશ મારો આદેશ છે, તમારૂ મનાઈ કરવુ એ  મારૂ મનાઈ કરવું છે,તે અલ્લાહની કસમ જેણે મને રસુલ બનાવીને મોકલ્યો અને મને સર્વશ્રેષ્ઠ બનાવ્યો – તમે અલ્લાહની મખલુક પર હુજ્જત છો, તેના રહસ્યો પર તેના રાઝદાર છો અને તેના બંદાઓ પર તેના ખલીફા છો.

 • ફઝાઇલ અલ-અશહોર અલ-સલાસહ- પા ૧૧૦

તેવી જ રીતે, અન્ય રિવાયતમાં, અલ્લાહે મેઅરાજમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.) ને જાણ કરી:

હું તમને પૂછું છું જો કે હું તમારા કરતાં વધુ સારી રીતે જાણું છું  છતાં, મને કહો કે તમે ઝમીન પર તમારા પ્રતિનિધિ તરીકે કોને નિયુક્ત કર્યા છે?

મેં જવાબ આપ્યો: મારા પિતરાઈ ભાઈ, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જેમણે તારા દીનની મદદ કરી છે.

અલ્લાહ : તમે સાચા છો, અય મોહમ્મદ, મેં તમને પયગંબરી સાથે પસંદ કર્યા છે અને તમને રિસાલત સાથે બુલંદ કર્યા છે અને તમારા સંદેશાઓ તમારી ઉમ્મત સુધી પહોંચાડવા માટે અલી (અ.સ.)ની નિમણૂક કરી છે અને તેમને તમારી સાથે અને તમારા પછી ઝમીન પર મારી હુજ્જત તરીકે નિયુક્ત કર્યા છે. તે મારા દોસ્તોના નુર છે અને મારા ફરમાબરદાર લોકોના વલી છે. તે એ નામ છે જે મે મોઅમીનો માટે બંધનકર્તા છે . મેં ફાતેમા (સ.અ.) ના તેમની સાથે અક્દ (લગ્ન) કર્યા અને તેમને તમારા વસી, તમારા વારસદાર, તમારા વઝીર, તમારા  (મૃત્યુ પર) ગુસ્લ દેનાર , અને દીનમાં તમારા મદદગાર બનાવ્યા. તે મારી સુન્નત અને તમારી સુન્નતના માર્ગમાં શહીદ થશે. આ ઉમ્મતનો સૌથી બદતરીન તેમને કતલ કરશે .

 • અલ-તર્ફ પા ૪૪૫-૪૪૬
 • બેહાર ઉલ-અનવાર વો ૧૮ પા ૩૯૫-૩૯૬ , વો ૩૬ ,પા ૧૬૨-૧૬૩, વો ૩૭ પા ૩૧૯-૩૨૧
 • તફસીરે-બુરહાન વો ૫ પા ૧૯૮-૧૯૯

કુરઆનની આયતો અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની રિવાયતો સ્પષ્ટપણે દર્શાવે છે કે અલી (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના મુબારક જીવનકાળમાં તેમના ખલીફા/વઝીર/ઇમામ/વલી હતા. અલ્લાહ અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ આ વિસ્તૃત વ્યવસ્થા કરી હતી જેથી કરીને તમામ મુસલમાનોને એ સ્પષ્ટ થઈ જાય કે અલી (અ.સ.) પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળથી જ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના યોગ્ય વલી/ઉતરાધિકારી હતા. તેથી, પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની રહેલત બાદ કોઈ પ્રશ્ન કે શંકા રહે નહીં કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી કોણ હતા.

છતાંય જર્રા બરાબર પણ શંકા બાકી ન રહે તે માટે, અલ્લાહે પવિત્ર પયગંબર (સ.અ.વ)ને ગદીરમાં અલી (અ.સ.)ની ઈમામત અને ઉત્તરાધિકારીની જાહેરાત કરવા સૂચના આપી. પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત પછી પણ, અલી (અ.સ.)ને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને ગુસ્લ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી કરીને મુસલમાનોને એ સ્પષ્ટ થાય કે તે જ ઉત્તરાધિકારી છે કારણ કે માત્ર ઉત્તરાધિકારી જ પયગમ્બરને ગુસ્લ આપી શકે છે. .

કમનસીબે, મુસલમાનોએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી અસંખ્ય નિશાનીઓની અવગણના કરી અને અન્ય લોકોને તેમના (ખોટા) માર્ગદર્શન માટે પસંદ કર્યા, જ્યારે કે તે સારી રીતે જાણતા હતા કે અલી (અ.સ.) પહેલાથી જ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના મુબારક જીવનકાળ દરમિયાન અને પછી પણ ખલીફા અને ઈમામ હતા.

Be the first to comment

Leave a Reply