શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી? – ખુદાની સુન્નાહ

વાંચવાનો સમય: 2 મિનિટ

1) અલ્લાહની સુન્નત

2) કુરઆનમાં જુઠાણું

3) ઈમ્તેહાન

4) સામાન્યની સામે ખાસ

5) અગાઉની ઉમ્મતના દાખલાઓ

6) યાદીવાળા લોકો

શીઆઓના વિરોધીઓ શીઆની ઈમામતના અકીદા સામે સવાલ ઉઠાવે છે.

તેઓ એવી દલીલ કરે છે કે અગર ઈમામત આટલી મહત્વની બાબત છે તો પછી શા માટે તેનું પવિત્ર કુરઆનમાં ઝીક્ર નથી? શા માટે એહલેબૈત (અ.મુ.સ.) અથવા અઈમ્મા (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી જેથી મુસલમાનો હિદાયત પ્રાપ્ત કરે?

જવાબ:

  • અલ્લાહની સુન્નત છે કે તે ભાગ્યેજ નામ લે છે:

વિરોધીઓ કે જેઓ એવો આગ્રહ રાખે છે કે એહલેબૈત (અ.મુ.સ.) / અઈમ્મા (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં હોવા જોઈતા હતા તેઓને આપણો પહેલા જવાબ એ છે કે અલ્લાહ ભાગ્યેજ નામોનો ઉલ્લેખ કરે છે.

ત્યારબાદ, પવિત્ર કુરઆનમાં કુલ કેટલા નામોનો ઝીક્ર થયો છે?

ન ફકત આ વસીઓ, પરંતુ પવિત્ર કુરઆનમાં બધા અંબીયા (અ.મુ.સ.)ના નામોનો પણ નથી. અલ્લાહે આના તરફ કુરઆનની આયતોમાં બે વખત ઈશારો કર્યો છે, સુરએ નિસા-4, આયત 164 અને સુરએ ગાફીર-40, આયત. 78.

તમામ સ્ત્રીઓમાંથી ફકત એક જનાબે મયરમ બિન્તે ઈમરાનનું નામ લેવામાં આવ્યું છે.

તમામ મુસલમાનોમાંથી ફકત એક ઝૈદ ઈબ્ને હારીસ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દત્ત્ક પુત્રનું નામ લેવામાં આવ્યું છે.

તમામ મુનાફીકો અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ખુંખાર દુશ્મનોમાંથી ફકત એક અબુ લહબ (લ.અ.)નું નામ લેવામાં આવ્યું છે.

શું આનો અર્થ એમ થાય કે બીજાઓ અસ્તિત્વ ધરાવતા ન હતા અથવા તો ઝીક્રને લાયક ન હતા?

આશ્ર્ચર્યજનક છે એ મુસલમાનો કે જેઓ એવી માંગણી કરે છે કે એહલેબૈત (અ.મુ.સ.) / અઈમ્મા (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં હોવા જોઈએ તેઓ દ્વારા લખાયેલી કુરઆનની આયતોની ખોટી તફસીર કે જેમાં સહાબીઓ અને પત્નિઓના વખાણ કર્યા છે તેના બારામાં કંઈ વિચારતા નથી!!!!!!!!!!!!!!!

પવિત્ર કુરઆનમાં એનો ઝીક્ર કયા છે જેણે ગારમાં રૂદન કર્યું? તેમ છતાં આ મુસલમાનો તેના કહેવાતા પહેલા ખલીફા તરીકે ઓળખે છે, એમ છતાં કે આ કોઈપણ સબબે ફઝીલત નથી, પરંતુ એ અલગ બાબત છે.

પવિત્ર કુરઆનમાં સુરએ નુર (સુ.ન. -24)માં જે પત્નિની પાક દામનની બાંહેધરી લીધી છે તે પત્નિનું નામ કયા છે? તેમ છતાં મુસલમાનો તેના કહેવાતા પહેલા ખલીફાની દીકરી તરીકે ઓળખે છે?

તેથી વિરોધીઓ પાસે એહલેબૈત (અ.મુ.સ.) અને તેમને માનનારાઓ માટે અલગ નિયમો અને કાનૂનો છે અને સહાબીઓ અને પત્નિઓ માટે અલગ માપદંડ છે.

Be the first to comment

Leave a Reply