અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ

વાંચવાનો સમય: 5 મિનિટ

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના અનુયાયીઓ પત્નિઓની સંપૂર્ણ ઈસ્મત સિવાય કોઈ વસ્તુથી નહિ માને. તેમના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ‘પાકીઝા’ પત્નિઓમાં કંઈ ખોટું નથી અને તેમનો બધા મુસલમાનોએ આદાર કરવો જોઈએ.

તેઓ માને છે કે પત્નિઓ દીનનું પ્રતીક છે અને અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓ પણ માનવંત હતા.

તેમની દલીલને સમર્થન આપવા, તેઓ ઈતિહાસમાંથી એવા બનાવો લાવે છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓને તેમની બુરાઈના બદલામાં પણ માન આપવામાં આવ્યું હતું. તેઓ જંગે જમલ પછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા પ્રત્યેના એહતેરામને ટાંકે છે.

જવાબ:

અમુક મુસલમાનોનું પત્નિઓ પ્રત્યેની લાગણી અને મોહબ્બત જોઈને આશ્ર્ચર્ય થાય છે. અગર તેઓએ આજ કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને આપની આલ (અ.મુ.સ.)ના માન અને એહતેરામના બચાવ સુધી વધારી દીધી હોત, ખાસ કરીને આપ (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માટે તો આજે ઈસ્લામ ખુબજ સારી સ્થિતિમાં હોત.

1) પત્નિઓએ ગંભીર ભુલો અને મુનાફેકત કરી:

આંધળી મોહબ્બત ફકત મઅસુમ માટે યોગ્ય છે. મુસલમાનો માટે આ ફકત ચહારદા મઅસુમીન (અ.મુ.સ.) – રસુલુલ્લાહ (સ.અ.વ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને 12 અઈમ્મા (અ.મુ.સ.) માટે શકય છે.

બીજી દરેક વ્યક્તિને ચકાસવી પડે અને તેને અથવા તેણીની અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની નાફરમાની ઉપર ટીકા કરવી પડે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ ઈસ્મતની ઘણી દૂર હતી, અલબત્ત્ા તેઓમાંથી અમુક મુસલમાન હતી કે નહિ તે પણ ચર્ચાનો વિષય છે. અમુક પત્નિઓની ટીકા તો એહલે તસન્નુન એ પણ પોતાની કિતાબોમાં કરેલી છે. જેમકે

ફાતેમા બિન્તે અલ ઝહહાક અલ કેલબીય્યાહ: તેણીએ રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર આ દુનિયાને પસંદ કરી.

(ઈબ્ને હજરની અલ ઈસાબાહ, ભાગ. 8, પા. 273)

અસ્મા બિન્તુલ નોઅમાન: તેણીએ અલ્લાહની બારગાહમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી પનાહ ચાહી.

(ઈબ્ને હજરની અલ ઈસાબાહ, ભાગ. 8, પા. 19)

અલ શાનબાહ બિન્તે અમ્ર: તેણીએ આપ (સ.અ.વ.)ની નબુવ્વતનો ઈન્કાર કર્યો જ્યારે આપ (સ.અ.વ.)ના ફરઝંદ ઈબ્રાહીમ વફાત પામ્યા. તેણીએ કહ્યુ: અગર તે નબી હોતે તો તેમનો પોતાનો ફરઝંદ વફાત ન પામતે.

(ઈબ્ને કસીરની અલ સીરાહ અલ નબવીય્યાહ, ભાગ. 4, પા. 580)

લય્લી બિન્તે ખતીમ: તેણીએ આપ (સ.અ.વ.)ને છોડી દીધા.

(તારીખે તબરી, ભાગ. 2, પા. 417)

કતિલાહ બિન્તે કૈસ અલ ક્ધિદીય્યાહ: તેણી રસુલુલ્લાહ (સ.અ.વ.) બાદ ધર્મભ્રષ્ટ થઈ ગઈ હતી.

(અલ તબકાતુલ કુબરા, ઈબ્ને સાઅદ, ભાગ. 8, પા. 147)

જ્યારે હકીકી પત્નિઓને મોહબ્બત કરનારાઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ટીકા કરી છે તો પછી આપણે નથી સમજી શકતા કે શા માટે આજે પત્નિઓને ચાહનારાઓ પત્નિઓને ટેકો આપે છે. શું તેઓ પાસે બીજું કોઈ કાર્ય નથી જેમકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના એહતેરામની હિફાઝત કરે?

તદઉપરાંત, તે વધુ આશ્ર્ચર્યજનક છે કે આજના પત્નિઓને ચાહનારાઓએ દરેક નબી (અ.સ.)ની પત્નિઓને એહતેરામ આપ્યો છે જ્યારે કે કુરઆનમાં આવી આયતો મૌજુદ છે:

“અલ્લાહ તે લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા નૂહ (અ.સ.)ની પત્નિ તથા લૂત (અ.સ.)ની પત્નિનો દાખલો વર્ણવે છે; આ બન્ને અમારા બંદાઓમાંથી બે સદાચારી બંદાઓના નિકાહમાં હતી. પછી તે બન્નેએ તે બન્નેને દગો દીધો, જેથી તે બન્ને સ્ત્રીઓને અલ્લાહના અઝાબથી બચાવવામાં આ બન્ને કોઈપણ કામમાં આવ્યા નહિ; અને તે બન્નેસ્ સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે તમે પણ દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાઓ.”

(સુરએ તેહરીમ (66): 10)

આ સ્પષ્ટપણે સાબીત કરે છે કે અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓ દીનના પ્રતિકથી કોસો દૂર હતી, અલબત્ત તેનાથી વિરૂધ્ધ હતી. તેથી તેમને ઈમાનના પાયા અને સંપૂર્ણના દરજ્જે બેસાડવા અને તેમની કોઈપણ ટીકાનો વિરોધ કરવો પવિત્ર કુરઆન મુજબ કુફ્ર છે.

આ અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓની વાત છે.

જ્યાં સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની વાત છે, તેમના માટે સ્પષ્ટ આયતો છે જે તેઓની અસભ્યતા, વિશ્ર્વાસઘાત, અગાઉના જાહીલોની જેમ શણગાર કરવો, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નામહેરામને ઘરમાં આમંત્રણ આપવું, વિગેરે માટે ટીકા કરી રહી છે.

તેથી આંધળી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓનો બચાવ કરવો જાણે કે તેઓ બેખતા છે, તે માટે કોઈ દલીલ નથી.

2) શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આયેશાને ‘માન’ આપ્યું:

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના એહતેરામની વાત આવે તો આજના પત્નિઓને મોહબ્બત કરનારાઓ દાખલો ટાંકે છે. ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ.

તેઓ ઈમામ (અ.સ.)ના દરેક કાર્યોના આટલી તીવ્રતાથી વખાણ નહિ કરે પરંતુ તેઓ ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો આયેશા પ્રત્યેના ‘એહતેરામ’ ગમે છે કે આપ (અ.સ.)એ અદબની સાથે તેણીને પાછી મદીના મોકલી.

આપણે એક હદીસ ઉપર ચિંતન-મનન કરીશું જેથી આ પત્નિના કહેવાતા એહતેરામની પાછળનું કારણ ખબર પડે.

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ નકલ કરે છે: મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! તમારી શહાદત પછી તમને કોણ ગુસ્લ આપશે?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: દરેક નબીને તેના વસી દ્વારા ગુસ્લ આપવામાં આવે છે.

મેં પુછયું: તમારા વસી કોણ છે અય રસુલુલ્લાહ?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)

મેં સવાલ કર્યો: તે તમારા પછી કેટલા વર્ષ હયાત રહેશે યા રસુલુલ્લાહ?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: તે 30 વર્ષ હયાત રહેશે. નબી મુસા (અ.સ.)ના વસી તેમના બાદ 30 વર્ષ હયાત રહ્યા હતા અને તેમનો સફરા બિન્તે શોએબ, મુસા (અ.સ.)ની પત્નિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેણીએ કહ્યું: હું તમારી કરતા આ બાબતે (ખિલાફત) વધારે હક્કદાર છું. પછી તેઓએ તેણી સાથે જંગ કરી, તેના સૈનિકોને કત્લ કર્યા અને તેણીને શ્રેષ્ઠ તરીકાથી કૈદ કરી. પછી નજીકમાં જ અબુબક્રની દીકરી અલી (અ.સ.)નો ફલાણી જગ્યાએ હજાર મુસલમાનો સાથે બળવો કરશે. પછી તેણી તેઓ સાથે જંગ કરશે અને પછી તેઓ તેણીના સૈનિકોને કત્લ કરશે અને તેણીને શ્રેષ્ઠ અદબ સાથે કૈદ કરશે. અને અલ્લાહે તેણીના બારામાં નાઝીલ કર્યું છે: અને તમારા ઘરોમાં બેસી રહો અને પહેલાની જેહાલતના સમય જેવો શણગાર કરી બહાર નીકળો નહિ. (સુરએ અહઝાબ (33):33) જેમકે સફરા બિન્તે શોએબની જેહાલત.

  • કમાલુદ્દીન, ભાગ. 1, પા. 27
  • નહજુલ હક્ક, પા. 368
  • તફસીરે સાફી,ભાગ. 4, પા. 168 (સુરએ અહઝાબ (33): 33)ની તફસીર હેઠળ
  • તફસીરે સાફી,ભાગ. 4, પા. 442 (સુરએ અહઝાબ (33): 33)ની તફસીર હેઠળ

સ્પષ્ટપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ‘એહતેરામ’ને આયશાના માન અને એહતેરામ સાથે કંઈ લેવા દેવા ન્હોતું. તે ફકત જનાબે યુશા ઈબ્ને નૂન (અ.સ.)ની સુન્નત ઉપર અમલ કરવા પુરતું જ હતું કે જેમને અમુક રિવાયતોમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે સરખાવવામાં આવ્યા છે. જેવી રીતે યુશા ઈબ્ને નૂન (અ.સ.)એ સફરા બિન્તે શોએબ સાથે આ રીતે વર્તન કર્યું તેથીજ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આયેશા સાથે તે મુજબ વર્તન કર્યું.

જે લોકો એમ માનતા હોય કે પત્નિઓ ખતા અને ટીકાથી પર છે તેઓ માટે પણ આ રિવાયતમાં બોધપાઠો છે. સુફરા બિન્તે શોએબ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી પરંતુ તે નબી શોએબ (અ.સ.)ની દુખ્તર હતી અને તેનો ઝીક્ર કુરઆનમાં છે.

તેમ છતાં જ્યારે તેણીએ નબીના વસી યુશા (અ.સ.)ની મુખાલેફત કરી, જે પોતે નબી છે, તો તેણીને બેસાડી દીધી અને એક સામાન્ય અપરાધીની જેમ કૈદ કરવામાં આવી.

આયેશા પાસે તો સુફરાની જેવી ફઝીલત પણ ન્હોતી. તેણીનો બાપ કોઈ નબી ન હતો અને ફકત એક મુસલમાન હતો. તેમ છતાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ આયશા સાથે જનાબે યુશા (અ.સ.)ની સિરત ઉપર અમલ કર્યો. આપણે એ જોવામાં નિષ્ફળ ગયા છીએ કે કેવી રીતે ખુંખાર જંગ જેમાં હજારોની સંખ્યામાં મુસલમાનોની જાન ગઈ હોય તેની તફસીર આપણે પત્નિઓનું માન અને એહતેરામ કરીએ. અગર આ એહતેરામ છે, તો પછી બેએહતેરામી શું છે?

અલબત્ત એ પણ આગાહી કરવામાં આવી હતી કે ઈસ્લામ અને બની ઈસ્રાઈલના બનાવો એકબીજાને નઝદીકથી અનુસરશે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આગાહી કરી હતી: જે કાંઈ બની ઈસ્રાઈલમાં થયું તેવી જ રીતે અહિં થશે.

(મનલા યહઝરોહુલ ફકીહ, ભાગ. 1, પા. 203, હદીસ 609)

આપ (સ.અ.વ.)એ આ પણ ફરમાવ્યું: બેશક, તૌરેત અને કુરઆન એક ફરિશ્તા દ્વારા લખવામાં આવી, એક ચામડી ઉપર, એક કલમ વડે અને હદીસ સહિત દરેક દાખલાઓ સરખા થયા.

(કિતાબે સુલૈમ બિન કૈસ અલ હિલાલી ર.અ., ભાગ. 2, પા. 599)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શબ્દોના એહતેરામમાં આયેશા સાથે ફુફરા જેવું વર્તન કર્યું. અથવા કોણ જાણે આપ (અ.સ.)એ તેણી સાથે કેવું વર્તન કરત. ખલીફા સામે બળવો કરવાની સામાન્ય સજા મૌત છે અને આયેશા નસીબદાર હતી કે બાકી રહી ગઈ.

3) અઈમ્મા (અ.મુ.સ.) પહેલા અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતનો એહતેરામ કરવાની કાળજી રાખતા હતા:

ઈતિહાસ ગવાહ છે કે અઈમ્મા (અ.મુ.સ.) હિકતમને આધીન અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતને બાકી રાખવા સાવચેત હતા. ન ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.), આપણે બીજા અઈમ્મા (અ.મુ.સ.)ને પણ જોઈએ છીએ કે જેઓ અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નત મુજબ અમલ કરતા હતા.

જેમકે મશ્હુર બનાવ જેમાં ઈમામ રેઝા (અ.સ.) સિંહના ચિત્રને કે જે ટેબલ કવરમાં હતું દોરેલ હતું તેને હુકમ આપે છે કે મામુનના દરબારમાં આ તોછડા માણસને ગણી જાય, જોનારાઓ લોકો અચંબામાં પડી અને મામુન ત્યાં બેહોશ થઈ ગયો.

જ્યારે મામુન હોશમાં આવ્યો, તેણે ઈમામ રેઝા (અ.સ.)ને વિનંતી કરી – મારા તમારા ઉપરના હક્કથી, હું વિનંતી કરૂં છું કે તે માણસને પાછો લાવવામાં આવે.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: અગર હઝરત મુસા (અ.સ.)ની ઈસાએ દોરડા અને સાંપો બહાર કાઢયા હોત તો હું પણ આને બહાર કાઢત.

આ બનાવ મામુન દ્વારા ઈમામ (અ.સ.)ને શહીદ કરવાનું સૌથી મોટું કારણ હતું.

  • ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ. 1, પા. 95-96

અહિં ત્રણ બાબતો નોંધપાત્ર છે.

1) જાહેરમાં ઈમામ (અ.સ.) માટે તે માણસને પાછો લાવવામાં કોઈ નુકશાન ન હતું.

2) આ એટલા માટે જ હતું કારણકે હઝરત મુસા (અ.સ.)ની સુન્નતમાં હતું તેથી ઈમામ (અ.સ.) એ તે માણસને પાછો લાવવા ચાહ્યું નહિ.

3) ઈમામ (અ.સ.) તેમના ઈલ્મ ગૈબના હિસાબ જાણતા હતા કે આના તેમના માટે ગંભીર પરિણામો આવશે અને તેમની શહાદતનું કારણ બનશે. પરંતુ ઈમામ (અ.સ.)એ પોતાની જાનની પરવા ન કરી અને હઝરત મુસા (અ.સ.)ની સુન્નત ઉપર અમલ કરવાને પ્રાથમિકતા આપી.

સ્પષ્ટપણે, અઈમ્મા (અ.મુ.સ.) અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતોથી સારી પેઠે વાકીફ હતા અને હિકમતને આધીન તેનું પાલન પણ કરતા હતા. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું બળવાખોર પત્નિ સાથે આવું વર્તન ઘણા બધા કારણો પૈકી એક કારણ હતું કારણકે અગાઉના અંબીયા (અ.મુ.સ.)એ આવી રીતે વર્તન કર્યું હતું. અહિં બળવાખોર પત્નિની કોઈ ફઝીલત નથી, ફઝીલત છે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની છે કે આપ (અ.સ.)એ સજાપાત્ર જમલના બળવાખોરોને સજા ન કરી બલ્કે પત્નિને જવાબદારી સાથે પાછી મદીના મોકલી, જ્યાંની તે રહેવાસી હતી.

Be the first to comment

Leave a Reply