શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૧

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન અને પત્નિઓના વિશ્ર્વાસઘાત, મુનાફેકત અને છેતરપીંડીની દીફા કરવા આગળ વધે છે.

તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને પોતાની બેઠક અને ઘરમાં આવવા દેવા સહમત હોવું.

જો શૈખૈન અને પત્નિઓ અયોગ્ય અને વિશ્ર્વાસઘાતી છે તો પછી શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની અને મુસલમાનોની નઝદીક આવવા દીધા?

જવાબ:

શૈખૈન અને પત્નિઓના બચાવ બાબતે વિવિધ પાસાઓ છે. ફકત સહાબી હોવાથી કોઈનો એહતેરામ કરવો અને તેને ‘ખલીફા’ બનાવી દેવો તેમાં કોઈ હિકમત નથી અથવા તે પત્નિનું અનુસરણ કરવું જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ, ‘નફસે રસુલ સ.અ.વ.’ તથા તેમના હકીકી જાનશીન હતા તેમની સામે જંગ કરવા આવે.

તદઉપરાંત મોટાભાગના મુસલમાનો  પત્નિઓ અને શૈખૈનના બચાવ માટે સહાબી હોવું તે પહેલી અને છેલ્લી દલીલ રજૂ કરે છે.

અમો અહીં જવાબ આપીશું કે શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આવી વ્યક્તિઓને પોતાની નઝદીક આવવા દીધી.

  • રસુલુલ્લાહ(...)ને જાહેરી બાબતો ઉપર જવાનો હુકમ હતો.
  • શા માટે અબુ તાલિબ(..) માટે અલગ નિયમ?
  • રસુલુલ્લાહ(...)ને પત્નિઓ અને સહાબીઓ દ્વારા અઝીય્ય્ત આપવામાં આવતી પરંતુ તેઓને દૂર કરવા માટે સંકોચ મહેસુસ કરતા.
  • અલ્લાહે ઈબ્લીસને ફરિશ્તાઓ સાથે રહેવાની પરવાનગી આપી છે.
  • અલ્લાહ અને રસુલુલ્લાહ(...) મુનાફીકોની મજાક ઉડાવે છે.
  • અગાઉના અંબીયા(.મુ..) પણ વિશ્ર્વાસઘાતી સહાબીઓ અને પત્નિઓને સહન કર્યા છેજેમકે સામરી અને સફરા બિન્તે શોએબ.
  • નબી ઈસા(..)ને પોતાના સહાબી યહુદા દ્વારા ધોકો આપવામાં આવ્યો.
  • મક્કાવાસીઓનું ઈમાન ફત્હે મક્કાના સમયે મોઆવીયાઅબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ.
  • રસુલુલ્લાહ(...)નું ઝાલીમો વડે ઈમ્તેહાન
  • પવિત્ર કુરઆનમાં પત્નિઓનો વિશ્ર્વાસઘાત અને સહાબીઓના ખરાબ સ્વભાવનો ઝીક્ર.
  • રસુલુલ્લાહ(...) અન્યની હાજરીમાં ઉમરને બહાર કઢાવે છે.
  • મુસલમાનો કેવી રીતે મરવાનને ભૂલી શકે?

અહી આપણે ૧૨ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ આથી આ ચર્ચાને આપણે ૨ ભાગમાં વેહ્ચીએ છીએ આ પહેલા ભાગમાં આપણે ચાર મુદ્દાઓને આવરી લઈશું બીજા મુદ્દાઓ બીજા ભાગમા મળશે.

1) રસુલુલ્લાહ (...)ને જાહેરી બાબતો ઉપર જવાનો હુકમ હતો:

અલ્લાહ દ્વારા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને હુકમ આપવામાં આવ્યો કે લોકોના જાહેરી ઈસ્લામ એટલે કે ઝબાનથી કલમએ શહાદતૈન (તૌહીદ અને નબુવ્વતની ગવાહી) પઢવાને કબુલ કરવામાં આવે. રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈમાનના ઈખ્લાસ, તેમાં કમી અથવા ઈલ્બે ગૈબના આધારે તપાસ (વર્તન) કરવાનો હુકમ આપવામાં આવ્યો ન હતો.

ફકત બન્ને ગવાહીઓ દોહરાવવાથી ઘણા બધા મુનાફીકો જેમાં ખુલ્લા દુશ્મનો જેમકે ઉમય્યા ઈબ્ને ખલફ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે રહી શકયો અને મુસલમાનો સાથે ભળી ગયો. આ દરેક મુસલમાનો દ્વારા સ્વિકાર્ય છે.

અલ્લાહ કુરઆને મજીદમાં આ બાબતે ઈશારો કરે છે:

وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الأَعْرَابِ مُنَافِقُونَ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ مَرَدُواْ عَلَى النِّفَاقِ لاَ تَعْلَمُهُمْ نَحْنُ نَعْلَمُهُمْ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَى عَذَابٍ عَظِيم

“અને (અય મુસલમાનો!) તમારી આસપાસના અરબના ગામડિયાઓ માંહેના કેટલાક મુનાફિકો છે અને મદીનાવાળાઓમાંથી પણ; તેઓ નિફાકપણા ઉપર અડીને બેઠા છે;  (અય રસુલ!) તમે તેમને નથી જાણતા; અમે તેમને જાણીએ છીએ; નજીકમાં અમે તેમને બેવડો અઝાબ આપીશું, પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે.”

(સુરએ તૌબા (9):101)

આ અને આના જેવી બીજી આયતો મુજબ, શૈખૈન અને પત્નિઓનું ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નઝદીક હોવું તેઓને મુસલમાન નથી બનાવી દેતા.

2) શા માટે અબુ તાલિબ (..) માટે અલગ નિયમ?

જ્યારે આમ મુસલમાનો સહાબી હોવાને શૈખૈન અને પત્નિઓના ઈમાનની દલીલ તરીકે રજુ કરવા તત્પર છે, આપણે તેઓને પુછવું જોઈએ કે શા માટે તેઓ આજ વલણ હઝરત અબુ તાલિબ (અ.સ.)ના ઈમાન માટે નથી વાપરતા?

અંતે, હઝરત અબુ તાલિબ (અ.સ.) સિવાય કોણ છે જેમણે રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે વધુ સમય અને મહેનત ફાળવી છે?

પરંતુ હજુ પણ અબુ તાલિબ (અ.સ.) કાફીર છે પણ શૈખૈન અને પત્નિઓ મુસલમાનો છે!!!

3) રસુલુલ્લાહ (...)ને પત્નિઓ અને સહાબીઓ દ્વારા અઝીય્યત આપવામાં આવતી પરંતુ તેઓને દૂર કરવાથી સંકોચ મહેસુસ કરતા:

પવિત્ર કુરઆને એક કરતા વધુ પ્રસંગે આ બાબત તરફ ઈશારો કર્યો છે કે કેવી રીતે સહાબીઓ અને પત્નિઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અઝીય્યત આપતા પરંતુ આપ (સ.અ.વ.) તેના ઉપર સબ્ર કરતા.

“…બેશક તમારી આ વાત નબીને તકલીફ આપે છે અને તે તમને કહેતા શરમાય છે….”

(સુરએ અહઝાબ (33):53)

આ સબ્રવાળો સ્વભાવ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શ્રેષ્ઠ અખ્લાકનું ઉદાહરણ છે.

“પછી (અય રસુલ સ.અ.વ.!) અલ્લાહની રહેમતના કારણે તમે તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું…”

(સુરએ આલે ઈમરાન (3): 159)

4) અલ્લાહે ઈબ્લીસને ફરિશ્તાઓ સાથે રહેવાની પરવાનગી આપી છે:

અલ્લાહ પણ પોતાના બંદાઓ સાથે તેમના જાહેર મુજબ વર્તન કર્યું છે અને જરૂરી નથી કે ઈલ્મે ગૈબ મુજબ વર્તન કરે.

અલ્લાહ ઈબ્લીસના બળવાખોર સ્વભાવને જાણતો હતો તેમ છતાં તેની વર્ષોની ઈબાદત અને નેકીના કારણે તેને ફરિશ્તાઓ સાથે જોડાવવાની પરવાનગી આપી. જ્યારે ઈબ્લીસે હઝરત આદમ (અ.સ.)ને સજદો કરવાની મનાઈ કરી તો તેનો બળવાખોર સ્વભાવ છતો થઈ ગયો અને અલ્લાહે તેને તરતજ તેની સફમાંથી દૂર કરી દીધો.

તેવીજ રીતે, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પણ શૈખૈન અને પત્નિઓના ખરાબ સ્વભાવ હોવા છતાં પણ તેઓને મુસલમાનો સાથે ભળી જવાની પરવાનગી આપી છે.

વધુ માટે ભાગ – ૨

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*