ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં

સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે.

આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.

 

(૧) હાફીઝ મોહમ્મદ ઇબ્ને યુસુફ ધનજી શાફેઈ (વફાત હી.સ.૬૫૮) : “તે ઈમામ હસન અસ્કરી(અ.સ)એ પોતાના વારસને જાહેર કર્યા તેમના પુત્ર ઈમામ અલ-મુન્તઝર(અ.સ)થી”.         (કીફયાહ અત્તાલીબ પેજનં.૩૧૨)

 

(૨) આરીફ અબ્દ અલ વહ્હાબ શહરાની હનફી : શૈખ હસન અલ ઈરાકીએ કહ્યું “તે હઝરત ઈમામ હસન અસ્કરી(અ.સ.)ની ઔલાદમાંથી છે અને તેમનો જન્મ અર્ધ શાબાન હી.સ.૨૫૫ ની પૂર્વસંધ્યાએ થયો હતો તે હજુ સુધી જીવંત છે અને તેઓ ઇસા બિન મરયમ(અ.સ) સાથે હશે ત્યારે તેમની વય ૯૫૮ વર્ષ હશે. આ વાત તેમને હસન અલ ઈરાકી એ કહી હતી.” (અલ યવાકીત વ અલ જવાહીર ભાગ-૨ પેજ-૧૨૭)

 

(૩) શૈખલ ઇસ્લામ સદ્ર અદ્દીન હમવીની : તેમની કિતાબના ૩૧ માં બાબમાં આ હદીસ લખી છે કે જેમાં રસુલેખુદા (સ.અ.વ.)એ તેમના વારસદાર અને ઇમામોના નામની યાદી આપી અને અંતમાં કહ્યું “મારો બારમો ફરઝંદ મારી નસ્લમાંથી હશે ત્યાંસુધી કે અલ્લાહ તેમને ઝહુરની રજા આપે.” (ફ્વાએદુદઅલ સીમતૈન ભાગ-૨ પેજ-૧૩૨)

 

(૪) શૈખ ફરીદ અલ દિન અત્તર નીશાપુરી: દરેક ઈમામના લખાણ પછી તેણે દરેકના વખાણ લખ્યા છે. અને તેણે એવુજ ઈમામ મહદી (અ.ત.ફ.શ) ને તેમની ગયબતમાં યાદ અને તેમનો ઝહુર અને તેમની હુકુમત માટે અલ્લાહ પાસે દુઆ કરે છે.” (યનાબીઉલ મવદ્દત ભાગ-૩,પેજ નં.૩૫૦-૩૫૧)

 

(૫) જલાલુદ્દીન રૂમી: કે જેને મોલવી તરીકે ઓળખાયછે. તેમણે પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ)ના બારામાં વર્ણન કર્યું છે. (યનાબીઉલ મવદ્દત ભાગ-૩,પેજ નં.૩૫૧)

 

(૬) એહમદ ઇબ્ને યુસુફ અબુ અલ અબ્બાસ કિરમાની હનફી : મહમદ અલ હુજ્જહ અલ ખલફ અલ સાલેહ તેમની ઉમ્ર એ સમયે જયારે તેમના પિતાની શહાદત થઇ ત્યારે ૫ વર્ષના હતા. અલ્લાહે તેમને બચપણમાં જ ઈલ્મ આપ્યું છે જેવી રીતે કે જ.યહ્યાને બચપણમાં જ આપ્યું હતું અને આ બાબતે બધા વિદ્વાનો(આલિમો) સહમત છે. તે મહદી (અ.ત.ફ.શ.) છે  અને તે આખરી ઝમાનામાં ઝહુર કરશે. (અખબાર અલ દુવાલ ભાગ-૩ પેજ-૫૩૫).

 

(૭) અલ્લામાં યુસુફ ઇબ્ને યહ્યા ઇબ્ને અલી ઇબ્ને અબ્દ અલી અઝીઝ મક્દસી અલી સહીફી અલ સલમી:

લેખકે કતાદાહ અને સઈદ ઇબ્ને મુસય્યબ વચ્ચેની વાતચીત લખી છે કે જેમાં જણાવે છે કે “ઈમામ મહદી(અ.ત.ફ.શ)એ જ.ફાતેમા ઝહેરા(સ.અ.)ની ઔલાદમાંથી છે.” (અકદ અદદુર ફી અખબાર અલ મુન્તઝર વ હોવ અલ મહદી (અ.સ) પેજ-૨૩)

બીજી હદીસોમાં તેમણે લખ્યું છે કે હ.રસુલેખુદા (સ.અ.વ.) થી જાણ્યું છે “અગર  આ ઝમીનનો નાશ થવામાં એક દિવસ પણ બાકી  રહી જાય તો અલ્લાહ તે દીવસને લાંબો કરી દેશે ત્યાં સુધી કે મારી નસ્લમાંથી એક માણસ જાહેર થઇ જાય.”

એવી જ રીતે ઉમ્મે સલમા (ર.અ) લખ્યું છે કે અમે સાંભળ્યું છે હ.રસુલેખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે “મહદી મારી નસ્લમાંથી છે.”  (અકદ અદદુરર ફી અખબારે અલ મુન્તઝર વ હોવ અલ મહદી (અ.સ) પેજ-૨૦૭)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*