જ.ફાતેમા ઝેહરા (સ.અ)ને અઝીય્યત આપનારાઓ પર લાનત મોકલનાઉપર આલે મોહમ્મદ (સ.અ.વ)ની ખાસ ઇનાયત અને મેહરબાની

વાંચવાનો સમય: 3 મિનિટ

પ્રસ્તાવના

જ્યારે એહલેબૈત અ.મુ.સ.નાં દુશ્મનો પર લાનત કરવામાં આવે છે (મઝહબી પરિભાષા માં તેને તબર્રા કહે છે) તો તરતજ ઘણી બધી દલીલો સામે આવવા લાગે છે અને વાદ-વિવાદ થવા લાગે છે જેમકે નામ ન લેવું જોઈએ, જાહેરમાં લાનત ન મોકલાવી, મુસ્લિમો વચ્ચે એકતા બનાવી રાખવા લાનત બિલકુલ કરવી જોઈએ નહિ.એવા પોકળ દાવા પણ જોવા મળે છે કે  આલે મોહમ્મદ સ.અ.વ.એ કદીપણ સહાબીઓ અને પત્નીઓ પર લાનત મોકલવા માટે પ્રોત્સાહિત નથી કર્યા અને તકય્યાના કારણે જાહેરમાં અને સ્પષ્ટ તબર્રાથી રોક્યા છે.જ્યારે કે આવા પાયાવિહોણા વાંધાઓનાં ઘણા બધા જવાબો છે, અમે અહી એક બનાવ વર્ણવીએ છીએ કે જે તબર્રાની વિરુદ્ધ તમામ પ્રકારના વાંધાઓને કચડી નાખે છે

બશશાર અલ મુકારી બયાન કરે છે: ‘મને કુફામાં ઈમામ સાદિક અ.સ ની ખિદમતમાં હાજર રેહવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.  ઈમામ (અ.સ.) ખજુર ખાઈ રહ્યા હતા જયારે હું દાખલ થયો ત્યારે તેમણે મને કહ્યું: બશશાર મારી સાથે બેસો અને ખજુર ખાવ. મેં કહ્યું: મારી જાન આપના ઉપર કુરબાન થાય. રસ્તામાં મેં એક દ્રશ્ય જોયું જેના કારણે મારૂ દીલ ઘણું બેચેન છે, જેના લીધે મને ખાવાની ઈચ્છા નથી.

ઈમામ અ.સ એ પૂછ્યું: તે રસ્તામાં શું જોયું?

મેં કહ્યું: રસ્તામાં મેં જોયું કે એક સૈનિક એક સ્ત્રીને માથા ઉપર મારતો હતો અને તેને કૈદખાના તરફ ઢસડી ને જતો હતો. તેણી જોર જોર થી અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના વસીલાથી મદદ માટે પુકારતી હતી પરંતુ કોઈએ પણ તેની મદદ ન કરી.

ઈમામ અ.સ એ પૂછ્યું કે: પરંતુ તેણીનો ગુનોહ શું હતો?

મેં કહ્યું: લોકો કહેતા હતા કે તે સ્ત્રીને રસ્તા પર ઠેસ આવી અને ડગમગી ગઈ અને આ સમયે તેની ઝબાનથી આ વાક્ય જારી થયું ‘અય ફાતેમા સ.અ.! અલ્લાહ તેઓના ઉપર લાનત કરે કે જેમણે તમારા ઉપર ઝુલ્મ કર્યા હતા’

માત્ર આટલુ સાંભળ્યું કે ઈમામ અ.સ ખુબજ રડવા લાગ્યા. એટલું રડયા કે આપ(અ.સ.)નો રૂમાલ તેમજ મુબારક દાઢી અને છાતી આંસુઓથી ભીની થઇ ગઈ.

ઈમામ અ.સ એ કહ્યું: બશશાર! ચાલો આપણે મસ્જીદે સહેલા જઈએ અને તે સ્ત્રીની મુક્તિ માટે દુઆ કરીએ.  આ સાથે  કોઈ વ્યક્તિને પણ મોકલો  કે જે દરબારમાંથી તે સ્ત્રીની હાલત વિષે ની ખબર લાવે.

બશશાર કહે છે કે: અમે મસ્જીદે સેહલા ની અંદર દાખલ થયા અને બે રકાત નમાઝ પડ્યા. ઈમામ અ.સ એ તે સ્ત્રીના છુટકારા માટે દુઆ કરી અને સજદામાં ગયા. આપ અ.સ એ સજદામાંથી માથું ઊંચું કર્યું અને કહ્યું: ચાલો આપણે જઈએ, હાકીમે તેણીને છોડી દીધી.

અમે મસ્જીદની બહાર નીકળ્યા, તેવામાં તે માણસ કે જેને તે સ્ત્રીની ખબર લેવા મોકલ્યો હતો તે પરત આવ્યો અને તેણે ઈમામ અ.સ ને ખબર આપી કે: હાકીમે તેણીને છોડી દીધી

ઈમામ અ.સ એ પૂછ્યું કે તેણી કેવીરીતે છૂટી?

તે માણસે કહ્યું હું નથી જાણતો પણ જ્યારે હું ત્યાં પહોચ્યો મેં જોયું કે સ્ત્રી કૈદમાંથી છૂટી છે. પછી તેને હાકીમની સામે લાવવામાં આવી. તેણે તે સ્ત્રીને પૂછ્યું: શા માટે તેઓએ તને કૈદ કરી છે?

સ્ત્રીએ પૂરો બનાવ વર્ણવ્યો, હાકીમેં તે સ્ત્રીને ૨૦૦ દીરહમ (વળતર તરીકે) આપ્યા, પરંતુ તેણીએ તેને કબુલ ન કર્યા. હાકીમે ઘણો આગ્રહ કર્યો: અમને યોગ્ય જાણો અને દીરહમ લઇ લો. તો પણ તે સ્ત્રીએ પૈસા સ્વીકાર્યા નહિ. અંતે તે સ્ત્રીને છોડી દેવામાં આવી.

ઈમામ અ.સ એ પૂછ્યું તેણીએ ૨૦૦ દીરહમ ન લીધા?

મેં કહ્યું: અલ્લાહની કસમ નહિ.

ઈમામ અ.સ એ કહ્યું: બશશાર આ સાત દીનાર તેણીને આપી આવો, કારણકે તેણીને પૈસાની સખ્ત જરૂર છે અને તેણીને મારા સલામ પણ આપજો.

જયારે મેં સાત દીનાર તે સ્ત્રીને આપ્યા અને ઈમામ સાદિક અ.સ ના સલામ પહોચાડ્યા. તો તેણીએ ખુશીની સાથે પૂછ્યું: શું ઈમામ અ.સ.એ મને સલામ મોકલ્યા છે?

મેં કહ્યું: હા.

તે સ્ત્રી ખુશીનાં કારણે બેભાન થઇને પડી ગઈ. જ્યારે તેણી ભાનમાં આવી તેણીએ ફરી એજ સવાલ કર્યો: શું ઈમામ અ.સ એ મને સલામ મોકલ્યા?

મેં કહ્યું હાં અને તેણીએ મને ત્રણ વખત આ વાત પૂછી. તેણીએ મને વિનંતી કરી કે ઈમામ અ.સ ની ખિદમતમાં તેણીના સલામ પહોચાડું, અને વિનંતી કરું કે તેમની કનીઝને દુઆમાં યાદ રાખે.

ત્યારબાદ હું પાછો ફર્યો અને ઈમામ સાદિક અ.સને વાત કરી. ઈમામ અ.સ  આ સાંભળી રડવા લાગ્યા અને તેણીના માટે દુઆ કરી

  • મુસ્તદરક અલ વસાએલ ભાગ-૩ પેજ ૪૧૯ મસ્જીદે સેહલાનાં મુસ્તહબ આમાલ અને મસ્જીદે સેહલામાં પનાહ લેવી અને દુઃખના સમયોમા દુઆ માંગવાના વિભાગ હેઠળ.
  • બેહાર અલ અન્વાર ભાગ-૪૭, પેજ ૩૭૯ થી ૩૮૦

ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ

  • તબર્રા ફક્ત જાએઝ નથી પરંતુ તેની ખુબજ તાકીદ પણ કરવામાં આવી છે. નહીતો ઈમામ સાદિક અ.સ અને તેમના સહાબીઓ તે સ્ત્રીની મુક્તિ  માટે આટલી બધી તકલીફો ન ઉપાડતે.
  • ઠેસ લાગે અથવા કોઈ મુસીબતના સમયમાં આલે મોહમ્મદ અ.મુ.સ નાં દુશ્મનો પર લાનત કરવાથી ભવિષ્યમાં આવનારી મુસીબતોથી નજાત મળે છે.
  • અગર તબર્રા ખુલ્લી રીતે કરવામાં આવે અને દુશ્મનોના કાન સુધી અવાજ પહોચે જે રીતે આ બનાવમાં છે. તો પણ તે આલે મોહમ્મદ અ.મુ.સ.ની શુભેચ્છાઓ, લાગણી અને સંભાળ પ્રાપ્ત થવાનું કારણ બને છે.
  • આલે મોહમ્મદ સ.અ.વ ખુદ તેમના માટે દુઆ કરે છે અને તેમને શક્ય હોય તે રીતે મદદ કરે છે કે જેઓ તબર્રા કરે છે. ખાસ કરીને જયા તબર્રા કરવાથી તેઓ તકલીફમા પડે. આ વાત સ્પષ્ટ છે આના જેવા બીજા ઘણા બનાવો વડે જેમકે અબુ રાજેઅ હમામીનો બનાવ કે જે ખુલ્લી રીતે ગાસીબોઓને ધિક્કારતા, તેમને એટલો માર માર્યો કે મરવા માટે તેને છોડી દીધા હતા ત્યાં સુધી કે તેઓ ઈમામ મહદી અ.ત.ફ.શ.ની દુઆઓથી તેઓને શફા મળી.

વધુ વિગત માટે જુઓ બેહાર અલ અન્વાર ભાગ-૫૨ પેજ -૭૦

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*