શું રસુલે ખુદા સ.અ.વ ની પત્ની ઠપકાથી પર હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ

“અમુક અતિ ઉત્સાહી મુસ્લમાનો તમામ અઝ્વાજે રસુલ સ.અ.ને નેક મોઅમેના સ્ત્રી અને ઠપકાથી દુર હોવાનું ચીતરવાનો પ્રયાસ કરે છે.ચાલો આપણે જોઈએકે તેઓ તેમની કાલ્પનિક અને બેબુનિયાદ માન્યતાને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે.શું તે માન્યતા કુરાનની આયતો અને હ.રસુલેખુદા સ.અ.વની ઝીંદગી અને ઐતિહાસિક સત્યતા સામે ટકી શકે છે?

તેઓની માન્યતાનો પાયો:

الْخَبيثاتُ لِلْخَبيثينَ وَ الْخَبيثُونَ لِلْخَبيثاتِ وَ الطَّيِّباتُ لِلطَّيِّبينَ وَ الطَّيِّبُونَ لِلطَّيِّباتِ

“બદકાર ઓરતો બદકાર પુરૃષો માટે છે, અને બદકાર પુરૃષો બદકાર ઓરતો માટે બંધબેસતા છે; અને નેક ઓરતો નેક પુરૃષો માટે છે, અને નેક પુરૃષો નેક ઓરતો માટે બંધબેસતા છે”

(સુ.નુર આં-૨૭)

આથી તેઓ આ આયતની  રોશનીમાં દાવો કરે છે કે એ શક્ય નથી કે પવિત્ર પયગંબર સ.અ.વ ઉપરોક્ત આયતની વિરુદ્ધ જાય. આથી તેઓ પોતાના માટે સૌથી વધારે પસંદીદા જીવનસાથીને પસંદ કરશે અને તેઓ એક હલકી તથા ગુનેહગાર સ્ત્રીને પત્ની તરીકે પસંદ નહિ કરે

જવાબ:

જે કોઈની પાસે કુરઆનનું રતીભાર પણ જ્ઞાન હશે તે આવી માન્યતા નહિ ધરાવે.આ બીજી આયતોનું આડકતરે ઉલ્લંઘન છે.દા.ત.પવિત્ર કુરઆન ઇલાહી પયગંબર જ.નુહ અ.સ જ.લુત અ.સ ની પત્નીઓ વિષે વાત કરે છે.અલ્લાહ એ લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા નુહ અ.સ અને લુત અ.સની પત્નીનો દાખલો આપે છે. તેણી બંને અમારા બે નેક બંદાઓની હેઠળ હતી અને તેણીઓ બન્નેએ તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો.અને એમ કહેવામાં આવ્યું તમે બંને દાખલ થનારાઓની સાથે આગમાં દાખલ થઇ જાઓ

(સુ તહરીમ -૧૦)

શું આ બંને નબીઓ આ ઇલાહી કાયદાની વિરુદ્ધ ગયા? આ આયત હેઠળ ઈમામ મોહમ્મદ બાકીર અ.સ ઝોરારહને ફરમાવે છે “મહાન અને શક્તિશાળી અલ્લાહના શબ્દો “વિશ્વાસઘાત થી તમે શું સમજો છો? જેમકે ખુદાએ ફરમાવ્યું કે તેણી બન્નેએ તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો” અલ્લાહ અહી નિર્લજ્જતા (ઝીનાકારી) સિવાય બીજું કશું જ સૂચવવા નથી માંગતો અને બેશક અલ્લાહના રસુલે ફલાણી અને ફલાણી સાથે શાદી કરી…..(આપ અ.સની એક પત્ની તરફ વિશ્વાસઘાત અને ઝીનાકારી સૂચવતા)

(અલ કાફી ભાગ-૨ પ-૪૦૨,હ.૨ ગુમરાહીનું પ્રકરણ)

પવિત્ર કુરઆન હ.રસુલેખુદા સ.અ.વ.ની પત્નીઓને સંબોધતા ચેતવે છે: અય નબીઓની પત્નીઓ! તમારામાંથી જે કોઈ ખુલ્લી નિર્લજ્જતા આચરશે.તો તેનો અઝાબ બમણો હશે અને આ અલ્લાહના માટે સરળ છે” 

(સુ.અહ્ઝાબ આ.૩૧)

ચાલો હવે અમુક પત્નીઓને જોઈએકે જેમણે અલ્લાહ અને તેના રસુલ સ.અ.વ ની ખુલ્લી નાફરમાની કરેલ કે જેને એહલે તસન્નુનના વિદ્વાનોએ પણ તેમની કિતાબોમાં સ્વીકારેલ છે  જેમકે

  • ફાતેમા બીન્તે ઝહ્હાક અલ કેલાબીયહ: “તેણીએ પવિત્ર પયગંબર સ.અ.વના ઉપર દુન્યાને પસંદ કરી લીધી” (અલ એસાબહ લે-ઇબ્ને હજર ૮/૨૭૩)
  • અસ્મહ બિન નોઅમાન “તેણી અલ્લાહ પાસે આપ સ.અ.વ ની વિરુદ્ધ પનાહ ચાહી (ઉપર મુજબ ૮/૧૯)
  • અલ શન્બા બીન્તે અમ્ર : “જ્યારે આપ સ.અ.વ ના ફરઝંદ ઇબ્રાહીમનો ઇન્તેકાલ થયો ત્યારે તેણીએ  આપની નબુવ્વતનો ઇન્કાર કર્યો અને કહ્યું જો તે નબી હોતે તો તેનો પુત્ર કદી ન મૃત્યુ પામતે” (અસ્સીરતુન્નાબ્વીય્યાહ ઇબ્ને કસીર ભાગ-૪ પા-૫૮૦)
  • લૈલત બીન્તુલ ખતિમ: “તેણીએ આપને છોડી દીધા હતા (તારીખે તબરી ભાગ-૨ પા-૪૧૭)
  • કતીલહ બીન્તે કૈસ અલ કીન્દીય્યહ: “આપ સ.અ.વ ના બાદ તેણી મુરતદ થઇ ગઈ”(અત્તબકાતુલ કુબરા ઇબ્ને સાદ ભાગ-૮ પા-૧૪૭)

ઉપરની બાબતો પર ધ્યાન આપતા એ સ્પષ્ટ થઇ જાય છે કે આ અતિઉત્સાહી મુસલમાનોની માન્યતા જે અલબત્ત પાયા વિહોણી અને પુરાવાવગરની છે.તે સ્પષ્ટ રીતે અમુક પત્નીઓને બચાવવાનો પ્રયાસ છે કે જેને પવિત્ર કુરઆનની આયતોમાં ઠપકો આપવામાં આવ્યો છે અને વખોડવામાં આવી છે.

Be the first to comment

Leave a Reply