હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

વાંચવાનો સમય: 2 મિનિટ

એ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર માને છે

જવાબ:

નીચે આપેલી હદીસો સ્પષ્ટ રીતે સ્થાપિત કરે છે કે ઇબ્ને મુલ્જીમ તમામ લોકોમાં સૌથી વધુ નીંદનીય-મલઉન છે.

જાબીર બિન સમરાહથી વર્ણવવામાં આવ્યું છે કે :પવિત્ર પયગંબર સ.અ.વ.એ હ.અલી અ.સ.ને જણાવ્યું કે “અવ્વલથી આખર સુધીની માનવજાતમાં સૌથી નીચ વ્યક્તિ કોણ છે? હ.અલી અ.સ.એ જવાબ આપ્યો કે અલ્લાહ અને તેના રસુલ બહેતર જાણે છે આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે “આપનો કાતિલ અય અલી”

  • મુસ્નદે અહમદ ભાગ-૧ પા-૧૩૦ ઈમામ અહમદ બિન હમ્બલ સુન્ની મક્તબના ૪ ઇમામો માંથી છે તેણે જે હમ્બલી ફિરકાની સ્થાપના કરી છે તે સલફીઓ માટે સૌથી વધુ ઈચ્છનીય મક્તબે ફીકહ છે.
  • ખસાઈઓ આલે અબી તાલિબ અ.સ. લેખક ઈમામ નીસાઈ પેજ-૩૯ ઈમામ નીસાઈ ની સુનને એહલે સુન્નત ની છ ભરોસાપાત્ર કિતાબોમાંથી  છે જેને સીહાએ સીત્તાહ કહે છે.તેની કિતાબ ખસાઇસ હ.અલી અ.સ ની ફઝીલાતોને સમર્પિત કિતાબ છે જેના લીધે તેને સીરીયામાં મુઆવીયાના ટેકેદારોએ કત્લ કર્યા હતા
  • અલ મનાકીબે ઇબ્ને મગાઝલી પેજ-૨૦૪ સ્પષ્ટ હદીસ કે જેને પ્રથમ દરજ્જાના સંદર્ભો નો ટેકો ધરાવે છે છતાં પણ મુસલમાનો નાં દરમ્યાન ઇબ્ને મુલ્જીમ અમુક ટેકેદારો ધરાવે છે!!!

ઉદાહરણ સ્વરૂપે ઇબ્ને તૈયમીયા (કહેવાતો શૈખુલ ઇસ્લામ)નું ખારજીઓ કે ઇબ્ને મુલ્જીમ જેનો એક સદસ્ય છે તેના વિષે આમ કહેવું છે

“તેઓ(ખારજીઓ) એવા નથી કે જેઓ હેતુપુર્વક જુઠું કહે છે તેઓ સાચાઓ તરીકે પ્રખ્યાત છે તેવું પણ કહેવાય છે કે તેમની હદીસો સૌથી વધુ ભરોસાપાત્ર હદીસોમાંથી છે.

( મીન્હાજુસ્સુન્નાહ ભાગ-૧ પેજ-૬૮)

તે આ ઉપરાંત ઉમેરો કરે છે: “તેમનો કાતિલ (હ.અલી અ.સ નો કાતિલ) તે તેઓ (ખારજીઓમાંથી) એક હતો તે ઇબ્ને મુલ્જીમ હતો તે અલ્લાહના શ્રેષ્ઠ બંદાઓમાંથી હતો”

( મીન્હાજુસ્સુન્નાહ ભાગ-૫ પેજ-૪૭)

જ્યારેકે હ.રસુલેખુદા સ.અ.વ એ ઇબ્ને મુલ્જીમને તેની ઈબાદત અને બંદગી હોવા છતાં સૌથી ખરાબ મખ્લુંક તરીકે વર્ણવ્યા બાદ  ઇબ્ને તૈયમીયા અને તેના જેવા સાથીદારોને શું અધિકાર કે તેને શ્રેષ્ઠ આબિદ ગણે? શું આપણે ઇબ્લીસને અલ્લાહનો શ્રેષ્ઠ ઇબદત ગુઝાર ગણીએ છીએ કે જે ફરિશ્તાઓનો દરજ્જો ધરાવતો હતો કે તેને મલઉન દુશ્મન ગણીએ છીએ? ઉપરાંત ઇબ્ને મુલ્જીમને સૌથી અધમ મખ્લુકનું શીર્ષક આપીને હ.રસુલેખુદા સ.અ.વ.એ હ.અલી અ.સની બીજાઓનાં ઉપર અફ્ઝલીયતને દર્શાવી છે.એવી કોઈ હદીસ જોવા નથી મળતી કે જેમાં ઉમર બિન ખત્તાબના કાતીલોને માનવજાતમાં સૌથી વધારે ખરાબ કહ્યા હોય અથવા ઉસ્માનના કાતીલોને અધમ મખ્લુક કહી હોય.

ઉપરાંત ઇબ્ને મુલ્જીમ મલઉનછે તેને લાનત કરવી જાએઝ છે.કોઈ એમ નથી કહી શકતુ કે કોઈએ તેને લાનત ન કરવી જોઈએ કારણકે લાનત કરવી ઇસ્લામમાં પ્રતિબંધિત છે અથવા કોઈ એમ પણ નથી કહી શકતું કે કોઈએ તેને લાનત ન કરવી જોઈએ કારણકે શક્ય છે કે તેણે મૃત્યુ સમયે તૌબા કરી લીધી હોય પણ આ દલીલો યઝીદ બિન મુઆવિયા (મલઉન) નાં બચાવ માટે થાય છે આ એટલા માટે કે તે ખલીફા હતો.  ઇબ્ને મુલ્જીમ ની જેમ યઝીદ પણ નીચ અને મલઉન છે. પરંતુ અમુક મુસલમાનો તેને હકારાત્મક ભૂમિકા આપવાનું પસંદ કરે છે.જેથી ખલીફા અને બનુ ઉમય્યાહના માનને જાળવે કે જેઓએ તેને આ દરજ્જો આપ્યો હતો

Be the first to comment

Leave a Reply