અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ

આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન થયા તો દરવાજો સળગાવીને ઘર પર હુમલો કર્યો. આ રીતે તેઓએ  આપ (સ.અ.)ના ઘર અને ઘરના લોકોની હુરમતને તોડી. એ ઘર કે જેના  માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અસંખ્ય વાર ભલામણ કરી હતી. ઘર ઉપર હુમલો અને હુરમત પાયમાલ કરવી એ સર્વસ્વીકૃત હકીકત છે અને તે બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી.

ઈબ્ને તયમીયાએ પણ તેની સનદને સ્વીકારી છે આ રીતે તેણે આ બનાવની સત્યતા પર કોઈ શંકા વ્યકત નથી કરી.(૧)

હજી પણ અગર કોઈ આ હુમલા ઉપર શંકાઓ કરે તો તેઓ ઈબ્ને તયમીયા કરતા પણ વધારે બદતર છે કારણકે ઈબ્ને તયમીયા ઓછામાં ઓછું આ બનાવને કબુલ તો કરે છે. અને પછી અગર શંકા કરવાવાળાઓ શીઆ હોય તો આ વાત વધારે દુ:ખદાયક છે કે તેઓ પોતાને એહલેબૈત (અ.મુ.સ.)ના મોહીબ પણ ગણે છે અને સાથે સાથે એહલેબૈત (અ.મુ.સ.) ઉપર થયેલા ઝુલ્મનો ઈન્કાર પણ કરે છે, કે જે હકીકતનો દુશ્મનો પણ ઈન્કાર નથી કરતા (સુન્ની અને વહાબી પણ).

આ હુમલાને એવો ઘાતકી અને ક્રુરતાથી કરવામાં આવ્યો હતો અને એ આશ્ચર્ય પમાડે છે કે તેઓ શું શોધવા માટે ત્યાં આવ્યા હતા? શું તેઓ કોઈ ખજાનો અથવા અલ્લાહનો માલની અપેક્ષા કરતા  હતા કે જેને ઘરના લોકોએ ગસબ કર્યો હતો અને તેને શોધીને અલ્લાહ અને રસુલ (સ.અ.વ.)ની કુરબત હાંસીલ કરી લે?

અલબત, બહુજ જલ્દી ઝાલીમોને જાણ થઇ ગઈ કે તેમનો ઝુલ્મ કેટલો ભયાનક હતો!!! તેથી જ વર્ણવવામાં આવેછે કે જ્યારે અબુબક્ર મરણ પથારી પર હતો ત્યારે તેણે આ વાતની કબુલાત કરી:

‘મને મારા દુન્યવી કાર્યો બાબતે કોઈ પસ્તાવો નથી સિવાયકે ત્રણ કાર્યો કે જે મેં કર્યા તે બાબતે મને ખુબ પસ્તાવો છે કે અગર મેં તે કાર્યો ન કર્યા હોતે તો કેટલું સારૂ થતે અને તેજ રીતે મને ત્રણ બાબતો કે જેને મેં છોડી દીધી તેના પર પણ મને પસ્તાવો થાય છે કે અગર તે કાર્યો કર્યા હોતે તો સારું થતે અને કાશ મેં રસુલે ખુદા (સ.અ.વ.)ને આ ત્રણ બાબતોના જવાબો માંગી લીધા હોતે…’

આ હદીસ આપણ માટે ખુબ મહત્વની છે પણ આપણે તેમાંથી તે વાતની જ ચર્ચા કરીશું જે આપણા વિષયને લગતી છે.


وددت انی لم اکشف بیت فاطمہ عن شئی و ان کانوا قد غلقوہ علی الحرب وددت انی کنت سالت رسول اللہ لمن ھٰذا الامر فلا ینازعہ احد

‘કાશ! મેં ફાતેમા (સ.અ.)ના ઘરનો દરવાજો ખોલવા માટે જબરદસ્તી ન કરી હોતે ભલે પછી તે જંગ માટે બંધ કરવામાં આવ્યો હોતે.

કાશ! મેં રસુલે ખુદા (સ.અ.વ.)ને તેમના જાનશીન વિશે પુછી લીધું હોતે જેથી હું કોઈ બાબતે તેનો વિરોધ ન કરતે.

શું ખલીફાનો આ પસ્તાવો તેની નિખાલસતાને જાહેર કરે છે? નહિ, અગર ચોક્કસ તેઓ વ્યથિત અને ઈમાનદાર હતા તો શા માટે પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન થી અજાણ  હોવાનો દાવો કર્યો જ્યારે કે તેઓ ગદીરમાં હાજર હતા?

શું તે પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીનને મુબારકબાદી દેવાવાળા અગ્રણીઓમાંથી  ન હતો??

શું તેને  એવા અસંખ્ય પ્રસંગોની જાણ ન હતી કે જેમાં પયગમ્બર (સ.અ.વ.) પોતાના જાનશીનની નિમણુંક કરી હતી?

અબુબક્રના એકરારને તારીખે તબરીએ પણ નકલ કરી છે.

તદઉપરાંત કોઈપણ શખ્સ ઈબ્ને અબ્દે રાબેહની ઈકદ અલ ફરીદ, મહાન હાફીઝ અને હદીસવેતા ઈમામ અબુ અબીદ કાસીમ ઈબ્ને સલામની અલ અમવાલ, મસઉદીની મુરૂજ અલ ઝહબ, ઈબ્ને કુતૈબા અલ દૈનુરીની અલ ઈમામહ વલ સીયાસહનો અભ્યાસ કરી શકે છે.(૨)

તે વાત પણ નોંધપાત્ર છે કે આ વાત આજે પણ કિતાબોમાં મૌજુદ છે એ છતાં કે ઐતિહાસીક પુરાવાને ભુંસી નાખવાની સંપૂર્ણ કોશિષો કરવામાં આવી છે. જેનું વર્ણન અગાઉ થઇ ચુક્યું છે. દાખલા તરીકે અલ અમવાલમાં જોવા મળે છે કે ‘કાશ મેં જબરદસ્તી ન કરી હોતે.’ ની બદલે લખી નાંખ્યું છે કે: કાશ મેં ફલાણુ ફલાણુ ન કર્યું હોતે.

એ સ્પષ્ટ છે કે આ તો ફેરફારનો એક નજીવું ઉદાહરણ છે. અહી આ બનાવના ખાસ સંદર્ભને બદલીને સામાન્ય સંદર્ભો લખી નાખવામાં આવ્યા છે.

અમે આ વાત ને વારંવાર કેહતા આવ્યા છીએ કે – આટલા બધા ફેરફારો પછી કોઈ શખ્સ કેવી રીતે સંપૂર્ણ બનાવની ભુલરહીત તસ્વીરની અપેક્ષા કરી શકે છે?

આ પણ કેવી મોટી કમનસીબી છે કે કપટી લોકોએ સત્યને જૂઠ સાથે ભેળવીને લોકાને છેતર્યા છે અને ઘણા બધા મુસલમાનો તેનો શિકાર પણ બની ગયા છે…

૧- મીન્હાજ અસ્સુન્નાહ ભાગ-૮ પેજ-૨૯૧,

૨-(કિતાબ અલ અમવાલ, પા. 131, ઈમામહ વલ સીયાસહ, ભાગ-1, પા. 18, તારીખે તબરી, ભાગ-3, પા. 430, મુરૂજ અલ ઝહબ, ઈકદ અલ ફરીદ, ભાગ-2, પા. 254)

Be the first to comment

Leave a Reply