ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 8 મિનિટ

પ્રથમ ભાગ

કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા

અલબત મુસ્લિમો જે યઝીદને સાથ આપે છે,પરંતુ ઈતિહાસના નિષ્પક્ષ વિદ્યાર્થીઓમાં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ.ના કત્લની જવાબદારી યઝીદ એકલા પર છે,આ હકીકતને ગમે તેટલા જુઢા પ્રચાર પ્રોપેગેન્ડા કે શિયા વિશ્વાસઘાતનાં બહાના દ્વારા બદલી શકાય નહિ.

નીચેની પ્રખ્યાત સુન્ની કિતાબોમા સ્પષ્ટ લખેલું છે કે યઝીદે ઈ.હુસૈન અ.સ.ને કત્લ કર્યા

(૧) મક્તલુલ હુસૈન અલ ખારઝમી ભાગ-૨ પેજ-૮૦ પ્રકરણ ૯

(૨) તારીખે યાકુબી ભાગ-૨ પેજ-૨૯૯ ઝીકરે યઝીદ

(૩) મતાલીબ અલ સૂઉલ ભાગ-૨ પેજ-૨૬

(૪) નુર અલ અબ્સાર પેજ-૧૩૯

(૫) અલ બીદાયાહ વલ નિહાયાહ પેજ-૨૧૯

(૬) ઝીક્ર ૬૩ હી.સ તારીખ અલ કામિલ ભાગ-૪ પેજ-૬૯

(૭) તારીખ અલ તબરી- પેજ-૪૦૮ ઝીક્ર ઇબ્ને ઝ્યાદ

(૮) અખબાર અલ તીવાલ પેજ-૩૮૪

(૯) તાઝ્કેરહ અલ ખવાસ પેજ-૧૫૯

(૧૦) હયાત અલ હયવાન ભાગ-૧ પેજ-૮૮

(૧૧) તારીખ અલ ખમીસ –ભાગ-૨ પેજ-૩૦૧

(૧૨) અલ સવાએકે મોહર્રેકા પેજ-૧૩૪

(૧૩) શર્હે અલ ફકીહ અલ અકબર પેજ-૭૩

(૧૪) તોહફે અલ ઈશનાઆશારીયાહ ભાગ-૧ પેજ-૬

(૧૫) અલ શીઆહ અલ લામાંત ભાગ-૪ પેજ-૬૨૨ બાબ મનાકીબે કુરૈશ .

(૧૬) શઝારત અલ ઝહબ ભાગ-૧ પેજ-૬૯  ઝીક્ર ૬૧ હી.સ

(૧૭) તફ્સીરે મઝ્હરી ભાગ-૫ પેજ -૨૧ ભાગ-૧૩ સુરે ઈબ્રાહીમ

(૧૮) અકાએદ અલ ઇસ્લામ પેજ-૨૩૨ મૌલાના અબ્દુલ હક્ક હક્કાની

(૧૯) ઈમામે પાક ઔર યઝીદે પલીદ પેજ-૮૮

(૨૦) અકાએદ એ નફસી પેજ-૧૧૩

(૨૧) શર્હ અલ મકાસીદ ભાગ-૨ પેજ-૩૦૯

(૨૨) નુઝુલ અલ અબરાર પેજ-૯૭

(૨૩) ઈરફાન અલ શરીયાહ ભાગ-૨ પેજ-૨૧

(૨૪) અલ ફતાવા મૌલાના અબ્દુલ હય.પેજ-૭૯

(૨૫) શહીદે કરબલા પા-૧૧,12 મુફ્તી મોહમ્મદ શાફી

ઈરફાને શરીયાહ માં યઝીદને ખુલ્લો પાડવામાં આવ્યો છે

યઝીદે રસુલ સ.અ.વ.નાં દિલનો એક ટુકડો તોડી નાખ્યો,તેમને ત્રણ દિવસ ભૂખ્યા રાખ્યા અને પછી કત્લ કર્યા તેના સાથીદારોની સાથે,પછી તેને હુકમ આપ્યો કે તેમની શહાદત પછી ઘોડાઓ ધ્વારા તેમના શરીરને પાયમાલ કરવામાં જેના કારણે તેમનું શરીર ટુકડે ટુકડે થઇ ગયું પછી તેના સરને નેઝા પર ઉપાડવામાં આવ્યું,આ તે સર હતું જેને પયગંબર સ.અ.વ. ચૂમતા હતા,પછી આ સરને બેશરમીની સાથે ઘણી જગ્યાએ ફેરવાવવામાં આવ્યું હતું, તેના ઘરવાળાઓને કૈદ કરવામાં આવ્યા અને યઝીદ સામે લાવવામાં આવ્યા હતા, લાનત છે તેના પર જે આ કાર્યને ધિક્કારે નહિ.

યઝીદ ને લાનત કરવુ જાએઝ હોવું કારણ કે તેની ભૂમિકા હતી ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવામાં

જો યઝીદ ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવા માટે જવાબદાર ન હોત તો પછી ઘણા મુસ્લીમ વિદ્વાનો જેમાં ઘણા પ્રખ્યાત  સુન્ની ઇમામો નો સમાવેશ થાય છે જેમ કે ઈમામ એહમદ બીન હમ્બલ, ઈમામ અબુ હનીફા,ઈમામ માલિક બિન અનસ અને ઈમામ શાફેઈએ રજા ન આપી હોત યઝીદ પર લાનત કરવાની

યઝીદની ભૂમિકા કરબલા પેહલા અને કરબલા પછી :

ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવાનું કામ એક અઠવાડિયાનું ના હતું જેની શરૂઆત અને અંત કરબલામાં થઇ. મદીનામાં બયઅત તલબ કરવી મરવાનની ધમકી, યઝીદનું નોમાન બિન બશીર ને બદલી ઇબ્ને ઝ્યાદને રાખવું, સાથે સાથે સુચના આપવી જરૂર પડે તો ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરી નાખવા વગેરે બતાવે છે કે ઈ. હુસૈન અ.સ.ને કત્લ કરવા માટે પેહલેથી જ નક્કી થયેલું અને સુઆયોજિત હતું

અગર આપણે તે દલીલને કબુલ કરીએ કે ઈ.હુસૈન અ.સ શિયાઓના વિશ્વાસઘાતનાં શિકાર બન્યા તેના કરતા કે અબુ સુફયાન મરવાન અને ઝ્યાદના ઝુલ્મના કારણે તો આ ફક્ત કુફા અને કરબલાના બનાવ સમજાવે છે,  મદીના અને શામની સફર ના બનાવો આહ દાવાઓને જુઠા સાબિત કરે છે કે શિયાઓએ ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા.

નીચેના બનાવો જે સીરીયામાં થયેલ છે તે સ્પષ્ટ પણે જાહેર કરે છે કે યઝીદની ભૂમિકા હતી ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં,અને એમાં કોઈ નિશાની નથી કે કોઈ શિયા તેમાં જવાબદાર હોય

૧,ઈમામ હુસૈન અ.સ ના સર ની બેહુરમતી

ઇબ્ને જવ્ઝી પોતાની કિતાબ અલ રદ અલઅલ મુતાસીબ અલ અનિદ અલ માનએ લે ઝામ્મે યઝીદ પેજ-૫૮

ઇબ્ને અબી દુનિયા નકલ કર્યું છે સલામાહ બિન શબીબ થી તેને અલ હુમૈદી થી તેણે સુફિયાન થી  તેણે સલીમ બિન અબી હફ્શા થી તેણે હસન અલ બસરી થી :-

યઝીદ બિન મોઆવીયાહ છડી મારતો હતો તે જગ્યાએ જ્યાં અલ્લાહના પયગંબર સ.અ.વ બોસા દેતા હતા કેવું શરમનાક છે

(૨) પયગંબર સ.અ.વ નાં ખાનદાન વાળાઓ નું અપમાન

ઇબ્ને ઈમાદ હમ્બ્લી પોતાની કિતાબ શાઝારત અલ ઝહબ ભાગ-૧ પેજ -૬૧

જ્યારે ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કરી તેનું સર તેમના ઘરની સ્ત્રીઓ અને પુત્ર ઈમામ ઝૈનુંલઆબેદીન અ.સ.ને શામમાં બંદી બનાવી લઇ જવામાં આવ્યા હતા. અલ્લાહ તેઓને નાબુદ કરે અને ધિક્કારે જેઓએ આ કાર્ય કર્યું જેઓએ આ હુકમ આપ્યો અને જેઓઆ કાર્ય થી રાજી હતા.

(૩) ઈદ જેવી ઉજવણી

ઈતિહાસ બતાવે છે કે ઈદ જેવી ઉજવણી શામમાં થઇ ઈ.હુસૈન અ.સ.ના કત્લ પર અને બાળકોની હાલત પર અને ઈમામના ઘરની બીબીઓની હાલત પર તેઓએ ખુશી મનાવી.

બધા સીરીયાના બનાવો ખાસ કરીને યઝીદના દરબારનો બનાવ દા.ત ઈમામ હુસૈન અ.સ.ના સરની બેહુરમતી ઈમામ અ.સ.ના ઘરના સભ્યોની સાથે બદવયવહાર જે યઝીદ કરતો હતો અને દુર સુધી કોઈ પણ નિશાની શિયાઓની જોવા મળતી નથી અને તેવીજ રીતે મદીના અને કરબલાના બનાવોમાં પણ શીઓં ની કોઈ નિશાની ના હતી.

શિયાઓ કોણ છે?

જો કે આ મુસ્લિમો તેના આક્ષેપોથી પર નહિ આવે અને શિયાઓ પર આક્ષેપ કરશે તેના સરદારોના કાર્યો પર તે માટે જરૂરી છે કે તેના સવાલોના જવાબો એ રીતે આપવામાં આવે કે તેઓને તેના બધા આક્ષેપો પડતા મુકવા પડે

શિયા એ છે કે જે અલ્લાહને એક માને (તૌહીદ) નબી હ.રસુલે ખુદા સ.અ.વ ની નબુવ્વતમાં માને અને ખુદાએ નિયુક્ત કરેલા ઇમામો અ.સ.ની ઇમામતમાં માને.જ્યાં સુધી તે આ અકીદાઓ પર મક્કમ છે ત્યાં સુધી તે શિયા છે અગર જો તે એક ને પણ ન માને તો તે દિનની બહાર નીકળી જશે અને શિયા નહિ કેહવાય.

જેઓએ ઈમામ હુસૈન અ.સ.ને કરબલામા સાથ નથી આપ્યો તેઓને શિયા ન કેહવાય જેમકે જેઓ જંગે સીફ્ફીનમાં મૌલા અમીરુલ મોઅમેનીન અ.સ.ની વિરુદ્ધમાં થઇ ગયા હતા પાછળ થી ખારજી કેહવાણા.આથી એવો દાવો કરવો કે શીઆઓએ ઈમામ હુસૈન અ.સ.ને કતલ કર્યા છે તે ભુલ ભરેલું છે. આ લોકો ત્યાં સુધી શિયા હતા જ્યાં સુધી બયઅત પર બાકી રહ્યા જ્યારે તેઓએ બયઅત તોડી નાખી અને તેઓની વિરુદ્ધ લડ્યા તેઓએ શિયા તરીકેની ઓળખ ગુમાવી, અને તેઓ એની જેવા છે જેવા કે બીજા મુસ્લિમો યઝીદનાં લશ્કરમાં હતા ,વધુમાં શિયા હોવાની વધુ એક વ્યાખ્યા ઈમામ અલી ઇબ્ને તાલિબ અ.સ એ આપી

“અગર જો હુ આ તલવારનો વાર એક મોમીન (શિયા)ના નાક પર કરું તેથી તે મને નફરત કરે, તો પણ મને નફરત નહિ કરે અને અગર જો હું દુનિયાની બધી દૌલત મુનાફિકની સામે ઢગલો કરી દવ તેથી તે મને ચાહે તો પણ તે મને ચાહશે નહિ, કારણકે આ વાત રસુલે ખુદા સ.અ.વ.એ ફરમાવી છે અય અલી તારો માનવાવાળો ક્યારેય તારી નફરત નહિ કરે અને મુનાફિક ક્યારેય તને ચાહશે નહિ

(નહ્જુલ બલાગાહ હિકમતન નં ૪૫)

આ અને આવી બીજી હદીસો પ્રમાણે શિયા ઝર્રા બરાબર પણ શંકા કરે તેના ઈમામ પર તો તેના ઈમાનથી ખારીજ થઇ નીફાકની હદોમાં પહોચી જશે,આ હદીસે મૌલા અલી અ.સ પ્રમાણે શિયા ઝર્રા બરાબર નફરત અને મતભેદ ધરાવશે નહિ પોતાના ઈમામથી ભલે પછી કોઈ પણ વિકૃત પ્રસંગે અને હુમલાના સમયે પોતાના ઈમામને જંગ માં એકલા છોડશે નહિ.

કુફાના કહેવાતા શિયાઓએ પુરજોશમાં આગળ પડતો ઈ.હુસૈન અ.સ અને તેના સાથીઓ પર હુમલો કર્યો તેથી તેઓને શિયા કહેવાય નહિ,બલકે તેઓં મુનાફિક છે અને તેઓને ફિતના અને શંકા ફેલાવનાર સિવાય બીજું કઈ ના કહી શકાય.એહલેબૈત અ.મુ.સ.ના ચાહવાવાળાઓને વધુ ખ્યાલ છે કે કોણ શિયા છે અને બીજાઓને શિઆઓની ઓળખ આપવાની જરૂર નથી.

કુફા ના મુસલમાનો:

હ.અમીરુલ મોઅમેનીન અલી બિન અબીતાલીબ  અ.સ.ની હુકુમતની રાજ્ધાની હોવાના કારણે જંગ એ જમલ પછી કુફાનું કેન્દ્ર સ્થાન ગણાતું અને બની ઉમય્યાના વિરોધનું ઉદ્ભવ સ્થાન હતુ છતાં ઘણા મુસ્લિમો એવા હતા જેને કોઈ પણ ગિરોહની બયઅત કરી ના હતી અલ્વી કે ઉસ્માની, તેઓ મુસલમાનોના પ્રવાહની સાથે જોડાઈ જતા તેઓએ અબુબક્ર ઉમર અને ઉસ્માન અને ત્યાર બાદ અલી અ.સ.ની બયઅત કરી દરેક વખતની જેમ,તેઓને અલી અ.સ સાથે  કોઈ ખાસ ચાહના અથવા લગાવ ન હતો જેથી તેમને તેના શિયા કહી શકાય.જેઓ શિયા તરીકે ગણાતા હતા તેઓ પર પણ  ઈમામ અ.સ ને ભરોસો ન હતો કારણકે તેઓનું ઈમાન કાચું હતું બીજા મુસલ્માનોની જેમ, તેઓ નું ઈમાન સૌથી વધુ બોલી બોલનારનાં કબ્જામાં હતું કારણ કે મોઆવિયા સૌથી મોટી બોલી બોલતો હતો તો આ કેહ્વાતા શિયાઓ કુફામાં રહેતા હતા પરંતુ મોઆવીયાહના ઈશારા પર કામ કરતા હતા અને અને પછીથી યઝીદ અને ઉબેદુલાહ બિન ઝ્યાદનાં કહેવા પ્રમાણે.

આ સૌથી મોટો પડકાર હ. અલી અ.સ અને  તેમના ફરર્ઝંદ ઈમામ હસન બીન અલી અ.સ.એ સામનો કરવો પડ્યો હતો કારણકે તેમના આ કહેવાતા શિયાઓને મોઆવીયાહ વિરુધ ધકેલવામાં તેમના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા.

તેથી શિયાઓ પર વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરવો જેના લીધે ઈ.હુસૈન અ.સ પર મુસીબતો પડી તે પાયાહીન છે આ હકીકી શીયાઓનો તેમાં કોઈ ભાગ ન હતો કારણ કે તેઓએ ક્યારે પણ વિશ્વાસઘાત કર્યો ના હતો અને હ.ઈ.હુસૈન અ.સ કુફાની ઘટનાઓ સારી રીતે જાણતા હતા જેમ જેમ તે કુફાની નઝદીક આવતા હતા.

કરબલાના શિયાઓ

આ મુસ્લિમો જેઓ શિયાઓના વિશ્વાસઘાતની વાત કરે છે તેઓ ભૂલી જાય છે કે ઈ.હુસૈન અ.સ. પાસે સાચા શિયાઓનો એક નાનો સમૂહ હતો જે બહાદુરીની સાથે યઝીદના લશ્કર સામે કરબલામાં લડ્યા તેઓ જ શિયા હોવાના લાયક છે અને ઈ.હુસૈન અ.સ અને બીજા એહલેબૈત અ.મુ.સ.ના બીજા ઇમામો અ.સ એ તેઓને શિયા કહ્યા છે.

હવે જો આપણે મુસ્લિમોના તરફથી રજુ થતી શિયાઓ પર વિશ્વાસઘાતની દલીલ ગણીએ તો શિયાઓ તો યઝીદના લશ્કરમાં પણ હતા અને ઈ.હુસૈન અ.સ.ના લશ્કરમાં પણ હતા તો પછી આ કઈ નહિ પરંતુ બે શિયા સમૂહો વચ્ચેની જંગ ગણાય છતાં કોઈ પણ ઇતિહાસકારે આવું તારણ કાઢ્યું નથી.અને આવું તારણ કાઢવું કે શિયાઓ પ્રત્યેની  દુશ્મનાવટ અને ઇસ્લામિક ઈતિહાસ ની સાવ ઓછી સમજણ બતાવે છે.

ઈમાન નો આધાર વર્તમાન પર છે નહિ કે ભૂતકાળ પર

ઇન્સાનને તેના વર્તમાન કઈ બાબત પર ઈમાન રાખે છે તેના પરથી ઓળખવામાં આવે છે નહિ કે ભૂતકાળમાં કઈ બાબત પર ઈમાન રાખતો હતો. ઇબ્લીસ એક સમયે ફરિશ્તાનો સરદાર હતો અને અલ્લાહની ઈબાદત  કરવામાં આગળ હતો પરંતુ અલ્લાહની નાફરમાની કરી એટલે અત્યારે તેને અલ્લાહનો  ઈબાદત ગુજાર તરીકે કુરઆન અને સુન્નતમાં નથી વર્ણવામાં આવ્યો. સામાન્ય મુસલમાન અબુબકર ઉમર અને ઉસ્માનને નાસ્તિક નથી ગણતા ભલે ઇસ્લામ આવ્યા પેહલા તેઓ મૂર્તિપૂજકોમાં મોખરે હતા .

જેમકે કુરઆનમાં તાલુત અને જાલુતનો વાકેઓ (બનાવ) સુરે બકરહ આયત ૨૪૯ મા આપણે જોઈએ છે.

“ પછી જે વેળા તાલૂત લશ્કર લઈને (એલીયાથી) ચાલ્યો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરનાર છે, પછી જે તે (પાણી)માંથી પી લેશે તે મારો નથી, અને જે તેને ચાખશે નહિ તે ખરેખર મારો છે, સિવાય કે જે પોતાના હાથે (એક) ઘૂંટડા જેટલું પી લેશે, આ છતાં તેઓમાંથી (ગણતરીના) થોડાક (લોકો) સિવાય સઘળાઓએ (મનાઈ કરેલું પાણી) પી લીધું;

તેઓ બધા જેઓએ નદીમાંથી પાણી પીધું અને તેઓ ની બહુમતી હતી છતા તેઓ હવે તાલુતના સાથીઓ ના રહ્યા અને તેઓને તાલુતનાં માનવાવાળા ન ગણાય.

તેવીજ રીતે જેઓએ ઈમામ હુસૈન અ.સ.ને કુફામાં છોડી અને યઝીદની સાથે થઇ ગયા તેઓને શિયા ન કેહવાય, જેઓ યઝીદના લશ્કરમાં ભળી ગયા અને જે બધા લક્ષણો યઝીદના લશ્કર માટે લાગુ પડે તે બધીજ બાબતો આ કહેવાતા શિયાઓને લાગુ પડે છે

આપણને એ જોવા નથી મળતું કે મુસ્લિમો તલ્હા અને ઝુબૈરનાં પર વિશ્વાસઘાતનો આક્ષેપ કરે જયારે કે તેઓએ તેમની બયઅત તોડી  ખુબજ ઘાતક લડાઈ કરી તેના મૌલા અને ઈમામ અલી બિન અબીતાલીબ અ.સ. સામે જેના પરિણામે હજારો મુસલમાનોના મૃત્યુ થયા, તેથી શિયાઓનું બહાનું આપવું કુફા અને કરબલાના બનાવમાં કઈ નથી સિવાયકે  મુસલમાનોને ગેરમાર્ગે દોરી યઝીદની ભૂમિકા છુપાવી છે ઈ.હુસૈન અ.સ ને શહીદ કરવામાં .

યઝીદનું લશ્કર શિયા ન હતું

અંતમાં તે સારું રેહશે કે ઈમામ હુસૈન અ.સ.નો કાતીલો જેઓ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે શામિલ હતા તેનું ઈમાન તપાસીએ, જો તેઓ એહલેબૈતને માનવાવાળા હોય તો તેઓ શિયા છે નહીતર તેઓ મુસ્લિમો છે જેઓ સુન્નત પર માનવાનો દાવો કરે છે

૧,યઝીદ બિન મોઆવિયા(લા.અ)

કોઈ શંકાને સ્થાન નથી કે સૌથી મોટો ફાળો ઈમામ હુસૈન અ.સ નું ખૂન વહેવડાવવામાં યઝીદ બિન મોઆવિયા લ.અ.હતો તેજ મુખ્ય હિમાયતી હતો અને તેની દુશમની અને તેના કબીલાવાળાની દુશ્મની હતા બની હશીમ સાથે ના બે અલગ રસ્તા ના હતા આ સંજોગો હેઠળ તે એહલેબૈત અ.સ.નો શિયા ના કેહવાય  અને ના તેવું કહેવુ કોઇ પસંદ કરશે.

(૨)ઈમામ હુસૈન અ.સ.ની કતલ કરવાની હિંમત ના હોવાના કારણે યઝીદે  ઉબેદુલ્લાહને આ કાર્યમા સાથે લીધો  જેવી રીતે તેના પિતા મોઆવિયાએ ઉબેદુલ્લાહના પિતા ઝ્યાદને ઈ.હસન અ.સ.નો મુકબલો કરવા સોપ્યું હતું.ઝ્યાદનું ખાનદાન એહલેબૈત અ.સ સાથે કટ્ટર દુશમની રાખતું હતું તો પછી અહી સવાલ જ ઉભો ન થાય કે તેઓ શિયાને એહલેબૈત અ.સ. હતા

(૩)ઉમર બિન સાદ લા.અ

ઉબેદુલ્લાહમાં પણ એટલી હિંમત ન હતી કે ઈ.હુસૈન અ.સ.ની સાથે મુકાબલો કરે એટલે તેને આ કાર્ય ઉમર બિન સાદને સોપ્યુ, તેને પણ શિયા ન કેહવાય કારણ કે તેના પિતા સાદ બિન અબીવક્કાસએ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની બયઅત કરી ના હતી જ્યારે અમુક સિવાય સમગ્ર મુસ્લીમ ઉમ્મત અલી અ.સ ની બયઅત કરી હતી. ઉમર બિન સાદ ઈમામ હુસૈન અ.સ.નો પિત્રાઈ ભાઈ થતો હતો તેજ રીતે યઝીદ પણ હતો છે.તે જગ જાહેર  છે કે ઉમર બિન સાદે હ.ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવાનું કાર્ય પોતે સંભાળ્યું હતું રૈયની હુકુમત માટે (રૈય –ઉપનગર હતું તેહરાન,ઈરાન) તેથી સવાલ ઉભો જ નથી થતો કે ઉમર બિન સાદ (લ.અ) એહલેબૈતનો શિયા  હતો. ત્રણ સૌથી મોટા  નામો  કે જે ખાસ જવાબદાર હતા ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કરવા માટે અને  તેઓ ધાર્મિક હોવાની ઓળખાણ કરાવતા કે તેઓ  સુન્નત પર અમલ કરતા કહેવાતા મુસલમાનો હતા

હવે બીજા તેના સાથીઓ જેઓ જંગે કરબલામાં શામિલ હતા તેને જોઈએ. ટુંકાણ માટે અમે થોડાક જ નામો પ્રકાશિત કર્યા છે પરંતુ રસ ધરાવતા વાંચકો તારીખે તબરીનો સંદર્ભ લઇ શકે છે વધુ ઉદાહરણો માટે

(૪)કાબ બિન જાબીર

કાબ બિન જાબીર એક યોદ્ધા સૈનિક હતો ઉમર બિન સાદનાં લશ્કરમાં જે કરબલામાં હતો તેને બુરેર બિન ખોઝેરને કત્લ કર્યા જે ઈમામ હુસૈન અ.સ.નાં માનનીય સહાબી હતા.

તેને અમુક શેર ઉચ્ચાર્યા હતા કરબલામાં પછી તેને કહ્યું કે તેને પોતાના ઈમાનને અબુ સુફયાનની ઓલાદને હવાલે કરી દીધું છે અને તે ઈચ્છતો હતો ઇબ્ને ઝ્યાદ પાસેથી બદલો મેળવે.

(૫)મુઝાહીમ બિન હારીસ

ઈમામ હુસૈન અ.સ.નાં એક સહાબી નાફેઅ બિન હિલાલ જમાલી સાથે જંગ  કરતા કરતા કરબલામાં તેને જાહેર કર્યું હતું કે હું ઉસ્માનના દિન ઉપર છું

(તારીખે તબરી ભાગ ૬ પા ૨૨૯)

(૬) અમ્ર બિન હજ્જાજ

અમ્રબિન હજ્જાજ જે ઉમર બિન સાદનાં લશ્કરમાં હતો તેને તેના સૈનીકોને ભાલેમાન   કરી કહ્યું હતું કે એટલે કે લશ્કરે હુસૈની સામે અડગ જ રેહવું જેઓએ દિન ને ત્યજી દીધો છે. ઈમામ હુસૈન અ.સ મેં તેની આવી બિનજવાબદાર વાત પર તેને વખોડ્યો.

(તારીખે તબરી ભાગ-૬ પેજ-૨૪૯)

(૭) શીમ્ર બિન ઝીલ જવશન લા.અ.

એ જગ જાહેર છે કે શીમ્રે જ ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા જ્યારે કે દરેકે આ સંગીન જુર્મની નાં પાડી દીધી.આ પહેલા પણ ઇબ્ને ઝ્યાદે સુચના આપી હતી કે જો ઉમરે સાદ ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કરવામાં નબળાઈ બતાવે તો તું લશ્કર ની સરદારી સંભાળી લેજે

શીમ્ર હંમેશા ઇબ્ને ઝ્યાદ સાથે રહ્યો કુફામાં અને તેથી સવાલ જ નથી તેના શિયા હોવાનો તેને એહલેબૈત અ.સ સાથે દુશમની હતી ભલે તે જંગે સીફ્ફીનમાં હ.અલી અમીરુલ મોઅમેનીન અલી અ.સ સાથે રહી મોઆવિયાની વિરુદ્ધ લડયો હતો તે તેવા મુસલમાનોની બહુમતીમાંથી હતો જેઓએ હ.અમીરુલ મોઅમેનીન અલી અ.સ.ને ચોથા ખલીફા માન્યા પરંતુ હ.અલી અ.સ.ની વિલાયત પ્રત્યે કોઈ ખાસ લગાવ ન હતો.

કોને ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા ?

આપણે ફરી આ સવાલ પર આવીએ અને આ બાબતનો અંત લાવીએ, અગાઉનાં બનાવો પરથી એ વાત પુરવાર થઇ ગઈ છે કે ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવાની સંપૂર્ણ જવાબદારી યઝીદ  કાંધા પર હતી,જેઓ ઈજ્માંથી સમજવા માંગે છે આ ખરેખર ઈજ્માંનું બયાન છે કે યઝીદ અને ઉબીદુલ્લાહ ઇબ્ને ઝીયાદના ઝુલ્મોનો આક્ષેપ શિયાઓ ઉપર લગાડવો તે ઈજમાંનો ફેસલો નથી. આ એક મુસ્લીમ સમૂહનું કથન છે કે જેઓને કોઈ ખૂણો મળતો નથી અને કોઈ જગ્યા મળતી નથી ઈમામ હુસૈન અ.સ.ના કતલના જુલમથી બહાર નીકળવાની.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*