ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 9 મિનિટ

શંકા

મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદનો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ.ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યતને જવાબદાર ગણાવે છે ,તે આક્ષેપો માંથી એક ખુબજ મોટો આક્ષેપ એ છે કે શિયાઓએ પોતેજ ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા અને હવે તેઓ આ કાર્ય માટે પસ્તાવો કરે છે

જવાબો :

        ૧,કોણે હમઝા અ.સ ને શહીદ કર્યા ?

        ૨,સાથીદારો નો રોલ

        ૩,યઝીદ નો રોલ

        ૪, શિયાઓ કોણ છે?

        ૫,યઝીદ નાં સૈનિકો ની ટુકડીઓ શિયા ન હતી

 

જ.હમઝા ને કોણે શહીદ કર્યા?

કોણે જ. અમ્માર અ.સ ને શહીદ કર્યા?

આ નકામું બહાનું તે દલીલને યાદ અપાવે છે જે યઝીદનાં પિતાએ ૧૪૦૦ વર્ષ પહેલા સીફ્ફીનમાં રજુ કરી હતી.કારણ કે તે પોતે જવાબદાર હતો જ. અમ્માર ર.અ.ને કત્લ કરવામાં જેની તસ્દીક હ.રસુલે ખુદા સ.અ.વ.એ કરી હતી

હ.અમ્માર ર.અ જે એક મહાન સહાબી છે જેના માટે જન્નત નક્કી છે તેના કત્લ નો દોષ મોઆવિયાએ બચવા માટે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ પર નાખ્યો,તેણે એવી દલીલ કરી કે હ.અલી અ.સ જ.અમ્માર ને જંગે સીફ્ફીનમાં લાવ્યા હતા એટલે તે જવાબદાર ગણાય નહિ કે મોઆવિયા(લા.અ)

અગર મોઆવિયાના આ તર્ક (વિચાર)ને સ્વીકારી લેવામાં આવે તો તેનાપ્રમાણે હ. રસુલે ખુદા સ.અવ. જવાબદાર છે પોતાના કાકા જ.હમઝા ર.અ.ના કત્લ માટે( નૌઝોબીલ્લાહ),કારણ કે હ. હમઝા.ર.અ. જંગે ઓહદમાં હ. રસુલે ખુદા સ.અ.વ.નાં કહેવાથી આવ્યા હતા.

દેખીતી રીતે પોતાના આક્ષેપો પોતે કરેલો ગુનોહ બીજા લોકો પર નાખવો જે આ કાર્યથી પર છે તે આ મુસલમાનોની જૂની આદત છે .

આવો આપણે જોઈએ કે કેવી રીતે આપણે ગુનેહગારને ઓળખી શકીએ  મુસલમાનોના આ તર્કના આધારે :

કોણે જ. હમઝા અ.સ.ને કત્લ કર્યા ?

(૧) ચોક્કસ,ઇત્હાસની રોશનીમાં  સહી સમજણ બતાવે છે કે હ. હમઝા અ.સ ને કત્લ કરવા માટે ઝીમ્મેદાર મક્કાનાં એ લોકો છે કે જેઓએ હ.રસુલે ખુદા સ.અ.વ. અને મુસલમાનો સાથે જંગ કરી હતી

(૨) અને આપણે જોયું કે મોઆવિયાનાં તર્ક પ્રમાણે હ. હમ્ઝા અ.સ.ને કત્લ કરવા માટે જવાબદાર હ.રસુલે ખુદા સ.અ.વ છે (નૌઝોબીલાહ)

(૩) મુસ્લિમોનાં તર્ક પ્રમાણે હ. હમઝા અ.સ.ના મૃત્યુનાં જવાબદાર બીજો અલગજ સમૂહ છે,આવો આપણે જવાબ શોધવા માટે સુ.આલે ઇમરાનની આયત-૧૫૩ નો સહારો લઈએ

“ (તે સમયને યાદ કરો) જ્યારે તમે આગળને આગળ નાસી જતા હતા અને પાછા વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યો હતો, …….”

જેમકે મુસ્લિમોનાં તર્ક મુજબ શિયાઓનાં વિશ્વાસઘાતે હ. ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા તેજ રીતે સહાબીઓના વિશ્વાસઘાતે જંગે ઓહદ માં હ. હમઝા અ.સ ને કત્લ કર્યા

જો કે સ્પષ્ટ કારણો આ મુસ્લિમો કબુલ નહિ કરે અને આ મુસ્લિમો પોતાના તર્કોને શિયાઓની વિરુદ્ધ રજુ કરશે

ઉસ્માન લ.અ ને કોને કતલ કર્યો?

(૧)સહી સમજણ બતાવે છે કે ઉસ્માન લ.અ.ને કત્લ મુસ્લિમોએ કર્યો કે જેઓએ તેના ઘર પાસે ઘેરો કર્યો અને અંતે તેણે કતલ કર્યો તેની ખરાબ અનીતિ ને કારણે

(૨) પરંતુ આ મુસ્લિમોનાં તર્ક પ્રમાણે જે આક્ષેપ મુકે છે સીધો તેના પર જેઓ વિશ્વાસઘાત કરે છે તેના પ્રમાણે તો ઉસ્માનને કત્લ કરવાનો જવાબદાર મોઆવિયા બિન અબી સુફયાન થાય

આ વાત છુપી નથી કે ઉસ્માનના ઘરનો ઘેરાવ એક મહિના સુધી ચાલ્યો હતો તે દરમિયાન તેણે અમુક લોકોને મદદ માટે પયગામ મોકલ્યા હતા,તેમાંથી એક તેનો પીતરાય ભાઈ મોઆવીયાહ પણ હતો. જો કે મોઆવિયાએ પોતાના સૈનિકોને મોકલ્યા ના હતા જે ઉસ્માન ને બહાર નીકાળે,અને આ હકીકત છે કે મોઆવિયા પાસે મોટું લશ્કર હતું છતાં મદદ ન કરી અને બે જ વર્ષ પછી આજ લશ્કર જંગે સીફ્ફીન માં આવ્યું હતું .

જો મોઆવિયાએ તેજ લાગણી અને હિંમત  બતાવી હોત અને મદીના મદદ મોકલાવી હોત ઉસ્માનની રિહાઈ માટે, જે તેના દીકરા યઝીદે સતા પર આવીને હ.ઈમામ હુસૈન અ.સ પાસે મદીના મા બયઅત માંગી બતાવી હતી તો,ઉસ્માનની ઝીંદગી બચી જાત, શું આનો અર્થ એમ થયો કે ઉસ્માન  મોઆવિયાના વિશ્વાસઘાતનો શિકાર થયો તેના કરતા કે જે મુસ્લિમોએ તેને ખરેખર કત્લ કર્યો.મુસ્લિમોનાં તર્ક પ્રમાણે જવાબ છે હાં,મોઆવિયા એ ઉસ્માન ને કત્લ કર્યો

સાથીદારો ની ભૂમિકા :

હ.ઈમામ હુસૈન અ.સ.ને કોણે શહીદ કર્યા ?

મુસલમાનોનાં આ સમૂહ પ્રમાણે હ.ઈ.હુસૈન અ.સ શિયાઓનાં વિશ્વાસઘાતનાં શિકાર થયા હતા

જો આ આક્ષેપનો પહેલો પાયો વિશ્વાસઘાત પર મુકવામાં આવે તો સાથીદારો (સહાબીઓ) અને તાબેઈનએ ઘણા મૌકા પર બતાવી દીધું હતું કે યઝીદની વિરુદ્ધમાં હ.ઈ.હુસૈન અ.સ.ને તેઓએ સાથ આપ્યો ન હતો

સહાબીઓ અને તાબેઈનનો વિશ્વાસઘાત

યઝીદને હકારાત્મક (સાચો) બતાવવા આ મુસ્લિમો પોતે જ દાવો કરે છે કે;”ઘણા બધા સહાબીઓ જંગે કરબલા સમયે જીવતા હતા છતાં તેઓએ પોતાની જાતને દુર રાખી હતી કરબલાની જંગથી જેથી  ઉમ્મતને ગુંચવણ અને ખૂના મરકીથી બચાવી શકાય.અગર આ લડાઈ હક અને બાતીલ વચ્ચે હોત તો તે સહાબીઓ  જે પોતાની ઝીંદગીમાં કયારેય જેહાદને તર્ક કર્યો ન હતો,તેઓએ પોતાના બધા પ્રયત્નો ઈમામ હુસૈન અ.સ પાછળ લગાડ્યા હોત”.

આથી સહાબીઓ કરબલાની જંગથી દુર રહ્યા કારણ કે તેઓ શંકામાં હતા કે હક અને બાતીલ શું છે? અને તેઓને ખુના મરકી કરવી ના હતી

જો સહાબીઓ અને તાબેઈન હકીકતમાં શંકામાં હતા તો આ હકીકત જાહેર હતી કે હ.રસુલે ખુદા સ.અ.વ.એ ઘણી વખત ફરમાવ્યું હતું કે હ.ઈ.હુસૈન અ.સ એ હિદાયતનાં ચિરાગ છે અને નજાત ની કશ્તી છે.અને ઈ.હસન અને ઈ.હુસૈન અ.સ જન્નતનાં જવાનોના સરદાર છે.અને આ બન્ને તેના દીકરાઓ છે આયતે મુબાહેલા ના અનુસંધાન માં (સુરે આલે ઇમરાન ૩:૬૧)-જયારે તેઓ રસૂલ સ.અ.વ. અને તેમના વાલેદૈન અલી અ.સ અને જ.ફાતેમા સ.અ સાથે રહીને નજરાનના ઈસાઈઓ સામે મુબહેલો કર્યો અને તેઓ માટે સમર્પિત થવુ અનિવાર્ય બનાવ્યુ હતું.

વધુ માં પવિત્ર કુરઆન કે જેને મુસલમાનોએ કાફી ગણયું હ.રસુલે ખુદા સ.અ.વ.ની રેહલત પછી,તેમાં પણ શંકા નો ઉકેલ આપેલો છે.

“જો તમે ન જાણતા હો તો એહલે ઝીક્ર ને પુછો”

સુ.નહલ આયત ૪૩ ૧૬:૪૩

આ સર્વ સામાન્ય હકીકત છે કે સુન્ની તફ્સીરકારો એ લખ્યું છે કે ઈ.હુસૈન અ.સ એહલે ઝીક્ર માંથી છે.દરેક સદીના સુન્ની વિદ્વાનોએ આ લખ્યું હતું અને બીજી ઘણી ફઝીલતો હ.ઈ.હુસૈન અ.સ વિષે તેઓની કિતાબમાં લખેલી છે.

શા માટે સહાબીઓ અને તાબેઈનો કે જે હ.ઈ.હુસૈન અ.સ.ના ઝમાનામાં મૌજુદ હતા અને ઘણી બધી હદીસો અને ઘણા  બધા પ્રસંગોનાં ગવાહ પણ હતા તો પછી હ.ઈ.હુસૈન અ.સ અને યઝીદ વચ્ચે તફાવત કેમ ન કરી શક્યા ?

વધુમાં હ. રસુલે ખુદા સ.અ.વ.ની સ્પષ્ટ સૂચનાઓ મુસલમાનોને હતી કે હ.ઈ.હુસૈન અ.સ.ને સાથ આપવામાં આવે જે નીચેની હદીસ થી સાબિત થાય છે.

રસુલે ખુદા સ.અ.વ. નાં સહાબી અનસ બિન હરિસ કહે છે મેં અલ્લાહના રસુલ સ.અ.વ.થી સાંભળ્યું છે કે “ચોક્કસ મારા પુત્ર (હુસૈન અ.સ)ને ઝમીને કરબલામાં કત્લ કરવામાં આવશે જે કોઈ  તમારામાંથી તે સમય એ જીવતા હોય તેઓ એ જરૂર જવું અને તેની મદદ કરવી

(તારીખે દમિશ્ક ભાગ-૧૪ પેજ નં,૨૨૩)

શું આ મુસલમાનો એવું સૂચવે છે કે ઉમર બિન સાદ બિન અબી વક્કાસ જેને કરબલામાં યઝીદના લશ્કરની આગેવાની સંભાળી હતી અને તાબેઈનમાંથી હતો અને ઉચ્ચ સહાબીનો દીકરો હતો  તેણે ક્યારેય હ.ઈ.હુસૈન અ.સ.નાં ફઝાએલ સાંભળ્યા ના હતા?અને વધુમાં હ.ઈ.હુસૈન અ.સ તેના દુરના સગામાંથી હતા તો પછી શા માટે તેણે ઈમામ હુસૈન અ.સ. સાથે લડાઈ કરી? અગર આ વિશ્વાસ્ઘાતનું ઉદાહરણ નથી જે સહાબીઓ અને તાબેઈનો એ કર્યું તો પછી આ શું છે?

આ બતાવે છે કે એ સાચા અને ખોટા વચ્ચે શંકા હોવી તે કરબલામાં સહાબીઓએ ઈમામ હુસૈન અ.સ.ને છોડી દેવાનું સાચું કારણ નથી અને આ સ્પષ્ટ વિશ્વાસઘાત હતો જે આપણે ઘણી જગ્યા પર જોયો જેમકે ઔહદ અને હુનૈનમાં રસુલે ખુદા સ.અ.વ. તેમની વચ્ચે હાજર હોવા છતાં કરવામાં આવ્યો હતો.દેખીતી રીતે જ્યારે સહાબીઓએ રસુલે ખુદા સ.અ.વ.ની હયાતીમાજ તેમને સાથ ન આપ્યો હતો તો પછી કેમ આશા રાખી શકાય કે તેમના નવાસાને તેમની રેહલતના ૫૦ વર્ષ પછી સાથ આપે.

આથી આપણે સહાબીઓને જવાબદાર ગણીએ છીએ જેઓએ પોતાની ફરજ ન નિભાવી અને હ.ઈ.હુસૈન અ.સ ને સાથ ન આપ્યો કરબલામાં અને આજ કારણે તેઓ જ જવાબદાર છે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં

યઝીદ ની ભૂમિકા

યઝીદ ની ભૂમિકા હ.ઈ.હુસૈન અ.સ.ને કત્લ કરવામાં

અલબત્ત દરેક વ્યક્તિ જેણે કરબલાની જંગને વણાંક આપવામાં ફાળો આપ્યો હતો છતાં યઝીદની ભૂમિકા ગૈરસમજણ વાળી છે તે એ છે કે જેણે હ.ઈ.હુસૈન અ.સ.ને જુકાવી તેની પાસે બયઅતની માંગ કરી હતી જેની ઈતિહાસ ઘણી જગ્યાએ ગવાહી આપે છે.

આપણે વાંચીએ છીએ કે ખ્વારઝમી ની કિતાબ મકતલ અલ હુસૈનમાં યઝીદએ લખ્યું;” હુસૈન અ.સ અબ્દુલ્લાહ બિન ઉમર અને અબ્દુલ્લાહ બિન ઝુબૈર ને દબાણ કરો કે તેઓ બયઅત કરે અને તેમને છોડતા નહિ”

આપને તે જ કિતાબમાં એ પણ જોવા મળે છે કે; જ્યારે વલીદ યઝીદનો પત્ર વાંચ્યો અને મરવાનની સલાહ લીધી આ બાબત તમે શું કહો છો ? મરવાને જવાબ આપ્યો અત્યારે જ તેમને બોલાવ અને બયઅત માંગ અને આપણી વાત માનવા કહો.અને અગર તેઓ કબુલ કરે તો આપણે તેઓને જવા દઈશું પરંતુ જો તેઓ ન માંને તો તેઓને ગિરફ્તાર કરીને અને તેઓના માથા ઉડાવી દઈશું.

આ સ્પષ્ટ છે કે યઝીદે બયઅત માંગીને હ.ઈ.હુસૈન અ.સ.ને શહીદ કરવાની ઘટનાનો પાયો નાખ્યો. બીજા બધા બહાનાઓ જેવા કે શિયાઓએ ઈ.હુસૈન અ.સ.ને કત્લ કર્યા અને ઈ.હુસૈન અ.સ એ યઝીદ સામે બળવો કર્યો  વગેરે પાયાવિહીન છે અને આ બધા યઝીદનાં કરતૂતોને છુપાવવા માટે છે જે ખરેખરમાં વાસ્તવિક ગુનેહગાર છે

યઝીદ નો પત્ર ઉબેદુલ્લાહ બીન ઝ્યાદ (લા.અ):

આપણે મતાલીબ અલ સૂઆલમાં વાંચ્યું કે;  ઇબ્ને ઝ્યાદે ઈમામ હુસૈન અ.સ.ને લખ્યું કે મને માહિતી મળી છે કે તમે કરબલામાં આવ્યા છો અને યઝીદે કહ્યું છે કે તમને કત્લ ન કરું, અગર તમે તેની અને મારી સત્તાને સ્વીકારો તો.

જલાલુદ્દીન સીયુતી તારીખ અલ ખોલાફા માં લખે છે; યઝીદે પોતાના ઈરાકના ગવર્નર ઉબેદુલ્લાહ બિન ઝ્યાદને લખ્યું કે મારો હુકમ છે કે ઈ.હુસૈન અ.સ.થી જંગ કરો તેથી  ઇબ્ને ઝ્યાદે ૪૦૦૦ સૈનિકોનું લશ્કર ઉમર બીન સાદ બિન અબી વક્કાસની નિગરાનીમાં મોકલ્યું.

ઝહ્બી  સૈયાર અલ આલમ અલ નોબાલા ભાગ-૩ પેજ ૩૦૫ પર લખે છે; મોહમ્મદ ઇબ્ને અલ ઝહાક પોતાના પિતાથી નકલ કરે છે; જ્યારે ઈ.હુસૈન અ.સ.એ કુચ કરી ત્યારે યઝીદે પોતાના ગવર્નર ઇબ્ને ઝ્યાદને લખ્યું કે ઈ.હુસૈન અ.સ.એ કુફા તરફ કુચ કરી છે અને તે તારા દિવસો માટે ખતરા રૂપ છે નહિ કે બીજાના માટે તારા રાજ્ય માટે નહિ કે બીજાના રાજ્ય માટે અને તારા માટે નહિ કે બીજા ગવર્નરો માટે તે સમયે તું આઝાદ હોઈશ અથવા તું ગુલામ બનાવી લેવામાં આવીશ્ એટલા માટે ઇબ્ને ઝ્યાદે તેમનુ કત્લ કર્યો યઝીદનાં ઇશારે અને તેનું સર યઝીદને મોકલી આપ્યું.

ઇબ્ને ઝ્યાદ પોતે કબુલે છે કે તેને ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા યઝીદ નાં હુકમ થી

તારીખે કામિલ ભાગ-૪ પેજ-૧૧૨ પર આપણ ને જોવા મળે છે કે યઝીદે ઉબેદુલ્લાહ ઇબ્ને ઝ્યાદ ને લખ્યું હતું; કે મારો હુકમ છે કે મદીના તરફ કુચ કર અને અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરને મક્કામાં ઘેરી લે, ઇબ્ને ઝ્યાદે જવાબ આપ્યો કે હું આ બંન્ને વસ્તુ ફાસીક્ને(યઝીદ ને) નથી આપી શકતો, હ.રસુલે ખુદા સ.અ.વ.નાં નવાસાને કત્લ કર્યા બાદ હવે હું કાબાની બેહુરમતી કરવા નહિ જાવ,

ઇબ્ને અબ્બાસની ઝુબાની કે યઝીદે ઈ.હુસૈન અ.સ.ને કત્લ કર્યા

આપણે તારીખે કામિલમાં વાંચ્યું કે યઝીદનાં પત્રનાં જવાબમાં લખતા કહે છે કે ………….તે ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા અને સાથે બની અબ્દુલ મુત્તલીબનાં જવાનોને જેઓ હિદાયતનાં ચિરાગ અને ચમકતા તારાઓ હતા તારા લશ્કરે તેઓ તરફ કુચ કરી તારા હુકમથી,

અબ્દુલ્લાહ બિન ઉમર ની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા

આપણે મક્તલ અલ હુસૈનમાં વાંચીએ છેં કે ઇબ્ને ઉમરે યઝીદને લખ્યું કે શું તારું દિલ હજી સુધી કાળું નથી થયું તે પયગંબર સ.અ.નાં ઘરવાળાઓને કત્લ કર્યા ?

મોઅવિયા બિન યઝીદની જુબાની કે તેના પિતા યઝીદે ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા

અપણે હયાતુલ હય્વાનમાં વાંચ્યું કે જ્યારે યઝીદનો પુત્ર મોઆવિયા ગાદી(સત્તા) પર આવ્યો તેને તેના પહેલા ખુત્બામાં કબુલ કર્યું કે આપણે એ બાબતે ચોક્કસ છીએ કે યઝીદે ખોટું કર્યું,તેને પયગંબરનાં ખાનદાનને કત્લ કર્યું,શરાબને હલાલ કર્યું અને કાબાની બેહુરમતી કરી

યઝીદની પોતાની કબુલાત કે તેને પયગંબર સ.અ.વ.નાં ખાનદાનને કત્લ કર્યું

આપણે શર્હ અલ ફીકહ અલ અકબરમાં વાંચ્યું કે ઈમામ હુસૈનના કત્લ પર યઝીદે જાહેર કર્યું કે મેં બદલો લીધો મારા સગા વહાલાઓનો જે બદ્રમાં કત્લ થયા હતા પૈગંબર સ.અ.વ.નાં ખાનદાનને કત્લ કરીને.

શાહ અબ્દુલ અઝીઝની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા

જયારે શામ અને ઈરાકનાં  ઝાલીમ લોકોએ યઝીદનાં હુકમથી અને બુગ્ઝ અને ફસાદના સરદાર ઇબ્ને ઝ્યાદના પ્રયત્નોથી ઈમામ હુસૈન અ.સ.ને શહીદ કર્યા……………

(તોહફે ઇસ્નાઅશરી ઉર્દુ પેજ -૮ કરાચી થી પ્રકાશિત થયેલ )

 

શાહ અબ્દુલ હક અલ દેહલવીની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કર્યા

આપણે વાંચ્યું અસ શીઆત અલ લામાત ભાગ-૪ પેજ-૬૨૩ બાબ મનાકીબે કુરૈશમાં તે અયોગ્ય છે કે કોઈ એમ કહે કે યઝીદે હુસૈનને કત્લ નથી કર્યા જ્યારે કે યઝીદે ઇબ્ને ઝ્યાદને હુકમ આપ્યો હતો ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કરવા માટે

ઈમામ ઝહાબીની ગવાહી કે યઝીદે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા

ઈમામ ઝહાબી પોતાની કિતાબ તારીખુલ ઇસ્લામ ભાગ-૫ પેજ-૩૦ માં કહે છે; હું કહું છુ જયારે યઝીદે મદીનાના લોકો સાથે જ કઈ કરવાનું હતું  તે કર્યું અને હુસૈનને અને તેના ભાઈઓ અને ઘરવાળાઓને કત્લ કર્યા  અને યઝીદે  શરાબ પીધી અને હરામ કાર્યો બજાવ્યા લોકોએ  તેનાથી નફરત કરી અને તેની વિરુદ્ધ ઉભા થયા એક કરતા વધારે વખત અને અબુ બીલાલ મીરદાસ બિન અદયા અલ હન્ઝલી તેની વિરુદ્ધ ઉભો થયો અલ્લાહ તેના જીવનને મુબારક બનાવે.

ઇબ્ને ખલ્દુન ની ગવાહી કે યઝીદે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા

યઝીદ નો સાથ આપવો ઈ.હુસૈન અ.સ નાં કત્લ બાબતે તે જાએઝ નથી,બલકે  હુસૈન નું કતલ યઝીદ નું કાર્ય છે તે સાબિત કરે છે કે યઝીદ ફાસિક છે અને હુસૈન શહીદ છે

(અલ મુક્કાદેમાં લે.ઇબ્ને ખલ્દુન પે-૨૫૪)

ઇબ્ને કસીર ની ગવાહી કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા

જ્યારે હી.સ.૬૩ની ઘટનાઓની ચર્ચા કરતા હતા ઇબ્ને તેય્મીય્યાહનો વિદ્યાર્થી ઇબ્ને કસીર કહે છે :

પેહલેથી જ ઉલ્લેખ થયેલ છે કે યઝીદે ઈ.હુસૈન અ.સ.ને તેમના સાથીદારોને કતલ કર્યા ઉબેદુલ્લાહ ઇબ્ને ઝ્યાદ વડે

(અલ બીદાયાહ વન નીહાયાહ ભાગ-૮ પેજ-૨૪૩)

કાઝી સનાઉલ્લાહ પાનીપતીની ગવાહી કે યઝીદે ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા

કાઝી સનાઉલ્લાહ પાનીપતી(મૃત્યુ- હી૧૨૨૫) તેરમી સદીના સુન્ની વિદ્વાન હતા જેણે શાહ વલીયુંલ્લાહ દહેલ્વી (મૃત્યુ-હી૧૧૭૬)ની નીચે અભ્યાસ કર્યો હતો જ્યારે તેનો પુત્ર શાહ અબ્દુલ અઝીઝ મોહદ્દીસે દહેલ્વી (મૃત્યુ-હી૧૨૩૯) તે કાઝી સનાઉલ્લ્હને તેના ઝમાનાના બેહકી કેહતા તેઓ મિર્ઝા મઝહર જાન એ જાનાંન(મૃત્યુ-હી૧૧૯૫) નાં ખલીફા હતા જે કાઝી સનાઉલ્લાહ ને અલમુલહોદા કેહતા હતા.

તેની કુરઆન પર ની તફસીર,તફ્સીરે મઝહરી મુસલમાનો વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે તેથી તેના વિચારો યઝીદ વિષે ખુબજ પ્રમાણભૂત છે .

સુરે નુર આયત-૫૫

وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ

“અને જે કોઈ તે બાદ પણ કૃધ્નતા કરશે તો બસ એજ નાફરમાન રહેશે”

આ આયત ની તફસીરમાં તે લખે છે કે શક્ય છે કે આ આયત યઝીદ બિન મોઆવિયાને લાગુ પડે છે જેને પયગંબર સ.અ.વ.નાં નવાસા અને તેના સાથીઓને જેઓ પયગંબર સ.અ.વ.ના ઘરાનાના હતા તેમને શહીદ કર્યા

(તફ્સીરે મઝ્હરી ઉર્દુ ભાગ-૮ પેજ-૨૬૮)

તે એ પણ લખે છે કે

યઝીદ અને તેના સાથીઓએ કુફ્ર કર્યું અલ્લાહની નેઅમતોનું તેઓ પોતાનો મકસદ ખાનદાન એ પયગંબર સ.અ.વ સાથે બુગ્ઝ રાખવું સમજતા હતા તેઓએ ઈ.હુસૈન અ.સ.ને કત્લ કર્યા અન્યાય થી,યઝીદએ પયગંબર સ.અ.વ.નાં દિનમાં કુફ્ર કર્યું,તે હદ સુધી કે ઈ.હુસૈન અ.સ.નાં કત્લ થવા પર નીચે ની પંક્તિઓ પડી;

“ક્યા છે મારા પૂર્વજો તેઓ આવે અને જુવે કે મેં કેવો બદલો લીધો પયગંબર સ.અ.વ નાં ખાનદાન  અને બની હાશિમથી અને છેલ્લા વાક્યો હતા હું ખાનદાને જનદબ માંથી ન હોત જો મેં ખાનદાને અહમદ નો બદલો ન લીધો હોત જે કઈ તેઓએ કર્યું હતું તેના બદલા માં.

(તફ્સીરે મઝ્હરી ભાગ-૫ પેજ-૨૭૧ સુ.ઈબ્રાહીમ ની તફસીર ૧૪:૨૯)

યઝીદનો ફક્ર ઈમામ હુસૈનના કત્લ પર

ઇબ્ને અસાકીર લખે છે……જ્યારે ઈ.હુસૈન અ.સ.નું સર યઝીદની સામે લાવવામાં આવ્યું ત્યારે તે ઇબ્ને ઝુબાયરીનાં અશઆર પડ્યો

“કાશ  કે મારા બદ્રનાં પૂર્વજો હોત તો તે જોતે અલ ખજરજનો(કબીલો) ખૌફ જયારે ભલાઓ વાગ્યા “

(અલ બીદાયાહ વલ નીહાયાહ ભાગ-૮ પેજ-૨૦૪ )

વધુ માં આપણે વાંચીએ કે ;

અલ કાસીમ બિન બકએ કહ્યું;જયારે ઈમામ હુસૈન અ.સ.નું સર યઝીદ બિન મુઆવીયાહની સામે મુકવામાં આવ્યું તો તેણે પોતાની લાકડી આપ અ.સ.ના દાત પર મારીને કહ્યું; હુસૈન અ.સ. અને મારું ઉધારણ હુસૈન બિન હમ્મામ અલ મારીના કથન જેવું છે જે  કહે છે;આહ તલવારો તે માથાઓને કાપી નાખે છે જે અમને નુકસાન પહોચાડવાની કોશીશ કરી છે અને તેઓ ખુબજ નાફરમાન અને ઝાલીમ હતા.

(અલ બીદાયાહ વલ નીહાયાહ ભાગ -૮ પેજ ૨૦૯ )

 

બીજો ભાગ

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*