ઓસામા ઈબ્ને ઝૈદ, રસુલ(સ.અ.વ.) દ્વારા નિયુકત કરાયેલ સેનાપતિ અબુબક્રની પસંદગીને પડકારે છે

વાંચવાનો સમય: 3 મિનિટ

અબુબક્રની ખિલાફત બાબતે વિરોધીઓ શીઆઓની સામે જે મજબુત દલીલ રજુ કરી શકે તે ‘ઈજમા’ એકમત છે. તેઓ દાવો કરે છે કે અબુબક્ર બધાના એકમતથી ખિલાફત માટે સૌથી વધારે લાયકાત ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે સમયના મુસલમાનો કે જેમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ના પહેલી હરોળના સહાબીઓનો પણ સમાવેશ થાય છે, તેઓએ અબુબક્રને ખલીફા તરીકે પસંદ કર્યો છે તેથી તે આ હોદ્દાને બીજા સહાબીઓ જેમકે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કરતા વધારે લાયક છે.

જવાબ:

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કે જે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના હકીકી વારીસ છે તેમની પાસેથી ખિલાફત છીનવીને અબુબક્રને આપવા માટે સૌથી મોટુ જુઠાણું ઈજમાની દલીલ છે. ઓસામા ઈબ્ને ઝૈદના લશ્કરનો બનાવ ઘણી બધી દલીલો પૈકી એક દલીલ છે કે જે સહાબીઓના ઈજમાના આધાર ઉપર અબુબક્રના ખિલાફતના દાવાને રદ કરે છે.

 

એ યાદ રાખવું જોઈએ કે રસુલુલ્લાહ(સ.અ.વ.)એ ઓસામા ઈબ્ને ઝૈદને લશ્કરના સેનાપતિ તરીકે નિયુકત કર્યા છે અને શામ તરફ આગળ વધી દુશ્મનની આક્રમકતાનો ખાત્મો કરવાનો હુકમ આપ્યો હતો. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ એલાન કર્યું હતું કે જે કોઈ ઓસામાના હુકમનો અનાદર કરશે તે મુનાફીક છે. તેથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત અને સકીફાના વહીવટના સમયે ઓસામા મદીનાથી બહાર જર્ફ (મદીનાથી નઝદીક) નામની જગ્યાએ હતા અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના હુકમ મુજબ શામ તરફ આગેકૂચ કરી રહ્યા હતા.

 

ખિલાફત છીનવી લેવા ઉપર અબુબક્ર એ ઓસામાને એક પત્ર લખ્યો.

તે પત્રનું લખાણ આ મુજબ હતું:

“રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા અબુબક્ર તરફથી ઓસામા ઈબ્ને ઝૈદને. હવે, મુસલમાનો મારી પનાહમાં આવી ગયા છે અને મને ખિલાફતની સરદારી માટે પસંદ કર્યો છે અને રસુલુલ્લાહ(સ.અ.વ.) પછી મને પોતાનો સરદાર બનાવ્યો છે…. તેથી, જ્યારે મારો પત્ર તમને મળે, તમે બીજા મુસલમાનોની જેમ મારી પાસે આવજો, મારી બયઅત કરજો. તમે ઉમર ઈબ્ને ખત્તાબને પણ તમારી સરદારીમાંથી આઝાદ કરજો અને તેને મારી સાથે રહેવા દેજો કારણ કે મને તેની જરુર છે. ત્યારબાદ રસુલુલ્લાહ(સ.અ.વ.)ના હુકમ મુજબ લશ્કરનું નેતૃત્વ કરો.”

 

જ્યારે આ પત્ર ઓસામાને મળ્યો, તેમણે વાંચ્યો અને જવાબમાં લખ્યું: “ઓસામા ઈબ્ને ઝૈદ તરફથી રસુલુલ્લાહ(સ.અ.વ.)ના આઝાદ કરાએલા ગુલામ અબુબક્ર ઈબ્ને અબી કહાફાને. હવે જ્યારે તમારો પત્ર મારી સુધી પહોંચ્યો છે પરંતુ તે શરુઆતથી લઈને અંત સુધી તદ્દન મેળ વગરનો છે.

 

‘પહેલા તમે રસુલ(સ.અ.વ.)ના ખલીફા હોવાનો દાવો કર્યો અને પછી કહો છો કે મુસલમાનો તમારી આજુબાજુ જમા થયા અને તમને સરદાર તરીકે પસંદ કર્યો? અગર આવુ છે તો પછી તેઓએ રસુલ(સ.અ.વ.)ની મસ્જીદમાં તારા હાથો ઉપર બયઅત કરી હોત, ન કે સકીફાએ બની સઅદાહમાં.’ (એટલે કે અગર અબુબક્ર રસુલ(સ.અ.વ.)નો ખલીફા હતો તો શા માટે તેને મુસલમાનોની મંજુરી અને પસંદગીની જરુર હતી? અને તેમ છતાં, શા માટે તેઓ મસ્જીદે નબવીને છોડીને તેની પસંદગીને સકીફામાં માન્ય રાખે?

 

વધુમાં તે વિનંતી કરી કે હું ઉમર ઈબ્ને ખત્તાબને લશ્કરમાંથી આઝાદ કરુ એ માટે કે તને તેની જરુર છે! જાણી લે કે તે પહેલેથી જ મારી પરવાનગી વગર પોતાની મેળે લશ્કરથી દૂર છે અને મારા માટે એ જાએઝ નથી કે હું કોઈને રજા આપું કે જેને રસુલ(સ.અ.વ.) પોતે મારા હુકમ હેઠળ જંગમાં જોડાવવા કહ્યું હોય. આ બાબતે તારી અને ઉમર દરમ્યાન કોઈ ફર્ક નથી, કે તમે બન્ને પાછળ રહ્યા, અને રસુલ(સ.અ.વ.)ની શહાદત બાદ તેમના હુકમની નાફરમાની એવું જ છે જાણે કે આપ(સ.અ.વ.)ની ઝીંદગીમાં આપની નાફરમાની.’

 

‘તું સારી રીતે જાણો છો કે રસુલ(સ.અ.વ.)એ તને અને ઉમરને મારા હુકમ હેઠળ આ અભિયાનમાં જોડાવવા હુકમ કર્યો હતો જ્યારે કે તારી બાબતે તારા પોતાના મંતવ્ય કરતા વધારે રસુલ(સ.અ.વ.)નો મંતવ્ય અને હુકમ વધુ સારો અને યોગ્ય છે. તમારુ મકામ રસુલ(સ.અ.વ.)થી છુપુ ન હતુ કે આપ(સ.અ.વ.)એ મને તમારો સેનાપતિ બનાવ્યો, ન કે તમને મારો સેનાપતિ બનાવ્યો. તેથી રસુલ(સ.અ.વ.)નો વિરોધ કરવું મુનાફેકત અને છેતરપીંડી છે…’

(શૈખ અબ્બાસ કુમ્મી (અ.ર.)ની ઓયુન અલ બલાગાહ ફી ઉન્સ અલ હઝીર વ નકલાહ અલ મુસાફીર)

 

આ બનાવ બતાવે છે કે અબુબક્ર મુસલમાનોના ઈજમાથી ચુંટાએલો નથી. અલબત્ત, તે મુઠ્ઠીભર કાવત્રાખોરો દ્વારા તેને મુસલમાનો ઉપર લાદવામાં આવ્યો છે. એવી જ રીતે જેવી રીતે બની ઈસ્રાઈલની બહુમતીને વાછરડાની ઈબાદતમાં છેતરાયા હતા.

 

અબુબક્રની પસંદગીમાં સકીફા તો એક બાજુ, મુસલમાનોની બહુમતી મદીનામાં પણ હાજર ન હતી. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના હુકમો અનુસાર તો બધા શામના અભિયાનમાં ઓસામા ઈબ્ને ઝૈદના નેતૃત્વ હેઠળ જોડાણા હતા. તેમ છતાં મુસલમાનોનો આ મોટો સમૂહ કે જે મદીનામાં હાજર ન હતા અને અબુબક્રની બયઅત પણ કરી ન હતી, તેઓએ લઘુમતી મુસલમાનોના પગલે ચાલી બયઅત કરવાનો હુકમ આપવામાં આવી રહ્યો હતો!

 

ઈજમા ત્યારે છે જ્યારે લઘુમતી વર્ગ બહુમતી વર્ગના નિર્ણયને કબુલ કરે. અબુબક્રની ખિલાફતના બારામાં ઈજમા એટલે બહુમતી લઘુમતીને તસ્લીમ થાય તેવી નવી વ્યાખ્યા કરવામાં આવી.

 

બોધ લ્યો! અય દ્રષ્ટિ ધરાવનાર લોકો!

Be the first to comment

Leave a Reply