શું આયેશાનો એહતેરામ કરવાનો હુકમ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આપ્યો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ

અમૂક બેવકુફો કહે છે કે આપણે આયેશાનો એહતેરામ કરવો જોઈએ કારણે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ આપણને આમ કરવા કહ્યું છે!! પોતાની વાતને સાબિત કરવા તેઓ આ ખુત્બો રજુ કરે છે:

નહજુલ બલાગાહ, ખુત્બા નં. 156 અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

وَأَمَّا فُلاَنَةُ، فَأَدْرَكَهَا رَأْيُ الْنِّسَاءِ، وَضِغْنٌ غَلاَ فِي صَدْرِهَا كَمِرْجَلِ الْقَيْنِ، وَلَوْ دُعِيَتْ لِتَنَالَ مِنْ غَيْرِي مَا أَتَتْ إِلَيَّ، لَمْ تَفْعَلْ، وَلَهَا بَعْدُ حُرْمَتُهَا الاُوْلَى، وَالْحِسَابُ عَلَى اللهِ.

એક ઔરત (આયેશા) બાબતેતેણી સ્ત્રી દ્રષ્ટિકોણની પકડમાં છે અને એ વેરનો પ્રભાવ તેણીની છાતીમાં એવી રીતે છે ઉકળે છે જેવી રીતે લુહારની ભઠ્ઠી. અગર તેણીને કહેવામાં આવે કે જે રીતે તું અલી (અ.સ.) સાથે વ્યવહાર કરો છો તેવોજ વ્યવહાર બીજાઓ સાથે કર તો તેણી કરત નહિ. અને તેણી માટે (તેણી નફરત હોવા છતાં) આના પછી તેનો મુળ એહતેરામ (એટલે કે મદીનામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરે પરત ફરવું છે)જ્યારે કે તેણીના આમાલ (ગુનાહો)નો હિસાબ અલ્લાહના ઉપર છે.

હવે નોંધનીય મુદ્દાઓ નીચે મુજબ છે:

1) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ આયેશાને (فُلاَنَةُ) કોઈક ઔરતના શબ્દ વડે સંબોધન કર્યું છે, ન કે તેણીનું નામ લીધું કે જે અરબોમાં બેઈઝઝતી ગણવામાં આવે છે.

2) આપ (અ.સ.) એ ફરમાવ્યું કે તેણી આપ (અ.સ.)ને લુહારની ભઠ્ઠીની જેમ નફરત કરતી હતી.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે: “અય અલી! તમારી મોહબ્બત ઈમાન છે અને તમારાથી નફરત કુફ્ર અને નિફાક છે. (બેહારૂલ અન્વાર, ભા. 39, પા. 42 )

નિસાઈ પોતાની સોનનમાં નોંધે છે કે અલી (અ.સ.)એ ફરમાવ્યું: “નબી (સ.અ.વ.)એ મારી સાથે એક વાયદો કર્યો હતો કે કોઈ મારી સાથે મોહબ્બત નહિ કરે સિવાય કે મોઅમીન, અને કોઈ નફરત નહિ કરે સિવાય કે મુનાફીક.” (સોનને નિસાઈ, કિતાબ 47, હદીસ 38)

આવી ઘણી બધી હદીસો છે જે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની નફરત કરનારને વખોડે છે. આયેશા ચોક્કસપણે તેમાંથી એક હતી કે જે ખુત્બામાંથી સ્પષ્ટ થાય છે! ન ફકત તેણીએ અલી (અ.સ.)થી નફરત કરતી હતી બલ્કે તેની નફરતની હદ લુહારની ભઠ્ઠીની જેવી હતી! ભાઈઓ અને બહેનો! કોણ મુસલમાન, પોતાના દિમાગમાં તે ઔરત માટે એહતેરામની અપેક્ષા કરે જે હઝરત અલી (અ.સ.)થી આ હદે નફરત કરતી હોય? અહિંયા, અમો તેણીના બીજા ઘણા બધા ગુનાહીત કૃત્યોના બારામાં તો ચર્ચા જ નથી કરતા જેમકે:

1) ઉમ્મુલ મોઅમેનીન જનાબે ખદીજા (સ.અ.)ને નફરત કરવી. (સહીહ બુખારી, કિતાબ-97, હદીસ 110)

2) રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તકલીફો આપવી. (સહીહ બુખારી, કિતાબ-65, હદીસ 4961)

3) જનાબે ઝહરા (સ.અ.) કે જે દુનિયાની ઔરતોની સરદાર હતા તેમને રડાવવા. (શૈખે સદુક અ.ર.ની અલ ખેસાલ, ભા. 2,પા. 405)

4) રસુલુલ્લાહ (સ.અ.વ.) થી ખોટી હદીસો ઘડવી. (સહીહ બુખારી, કિતાબ-66, હદીસ 62)

5) ખોટી હદીસો ઘડી રસુલુલ્લાહ (સ.અ.વ.) ના દરજ્જાને નિમ્ન કરવો. જેમકે તેઓ ગીત સાંભળતા અને નૃત્ય કરતા અને તેણીને પણ કરાવતા (નઉઝોબિલ્લાહ). (સહીહ બુખારી, કિતાબ-63, હદીસ 157)

6) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સામે જંગ લડવી.

7) અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત ઉપર જશન મનાવવું.

8) ઈમામ હસને મુજતબા (અ.સ.) ના જનાઝા ઉપર સૌ પ્રથમ તીર ફેંકવું.

9) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બીજી પત્નિઓ, મોઅમીનોની માતાઓ ઉપર આરોપો લગાડવા, જેમકે જનાબે મારીયા ઉપર ઝીના અને નિકાહ વગર રસુલુલ્લાહ (સ.અ.વ.)નો ફરઝંદ ધરાવવો. (તફસીરે શૈખ અલી ઈબ્ને ઈબ્રાહીમ કુમ્મી, ભા. 2, પા. 99)

10) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ અજાણી વ્યક્તિને પોતાના ઘરમાં સુવડાવવી અને બેશરમીથી તેઓને મુજનીબ થયાની વાતો કરવી. (સહીહ મુસ્લીમ, કિતાબ-2. હદીસ 134)

આ યાદી પુરી થાય એમ નથી. ઉપરના કાર્યોમાંથી દરેક એવા મોટા ગુનાહો છે કે જે દરેક મુસલમાન માટે કાફી છે કે તેણી સાથે નફરત કરે.

આ બધી બાબતો જાણ્યા પછી પણ અગર કોઈ આવી ઔરત માટે એહતેરામની વાત કરે તો પછી આ વ્યક્તિના બારામાં શું કહી શકાય?

3) આ વાકય (وَلَهَا بَعْدُ حُرْمَتُهَا الاْولَى)નું શાબ્દીક ભાષાંતર છે ‘આના બાદ તેણી માટે તેનો મુળ એહતેરામ છે.’ તેણીનો એહતેરામ ફકત એટલો જ હતો કે આપ (અ.સ.)એ તેણી સાથે ફઝલથી કામ લીધું અને અદ્લથી કામ ન લીધું.

નહિંતર, શરીઅતના હુકમ મુજબ જે દરેક મુસલમાન માન્ય રાખે છે ચાહે તે ગમે તે ફીર્કાના હોય, કોઈપણ વ્યક્તિ એક સાચા ઈમામની સામે બળવો કરે તેને કત્લ કરી નાખવો જોઈએ! કોઈપણ મુસલમાન શરીઅતના આ હુકમના બારામાં વિવાદ નથી કરી શકતો!

રસુલુલ્લાહ (સ.અ.વ.)નું અમલ જેમાં આપ (સ.અ.વ.)એ અબુ સુફીયાન અને હિન્દને (તેણી કે જેણે જનાબે હમ્ઝા (અ.સ.)ના કલેજાને ખાધુ હતું) ફત્હે મક્કાના દિવસે માફી આપી હતી. તો શું આનો મતલબ એમ થાય કે આપણે તેઓનો એહતેરામ કરવા લાગીએ?

4) અને હદીસનો મુખ્ય ભાગ (وَالْحِسَابُ عَلَى اللهِ) સ્પષ્ટ કરે છે કે તેણીનું ઠેકાણું જહન્નમ છે.

5) સવાલ એ છે કે: શા માટે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તેણીને કત્લ અથવા કૈદ ન કરી? આનો જવાબ આપણા અઈમ્મા (અ.મુ.સ.)એ આપ્યો છે કે આપ (અ.સ.) આપના ઈલ્મે ગૈબથી જાણતા હતા કે આપના બાદ હી.સ. 61 માં કરબલાના બનાવમાં આપની દુખ્તરો જનાબે ઝૈનબ, ઉમ્મે કુલસુમ અને બીજાઓને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનો અને આયેશાથી મોહબ્બત કરનારાઆ યઝીદ અને ઈબ્ને ઝિયાદ દ્વારા કૈદી બનાવવામાં આવશે. આ અરબોમાં એહતેરામની બાબત હતી કે અગર કોઈએ મહેરબાની કરી હોય તો તેને તેવીજ મહેરબાનીથી વાળવામાં આવે. અગર આજે આપ (અ.સ.) તેણીને જવા દેશે તો કાલે તેઓ આપની દુખ્તરોને જવા દેશે!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*