અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

વાંચવાનો સમય: < 1 મિનિટ

એઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી.

આવી ખોખલી દલીલને ખુલ્લી પાડતા ઘણા બધા ફદક વિશેના એહવાલો છે. એમાંથી અમુકને અહી નોંધીએ છીએ.

અ. મઝલુમ અને ઝાલીમ માટે જઝા અને સઝા

ઈમામ સાદિક(અ.સ.)એ જણાવ્યું કે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ શા માટે ઘમંડી ખલીફાઓ પાસેથી ફદક પાછો ન લીધો.

આપ (અ.સ) ફરમાવે છે: અલી(અ.સ.)એ તે પાછો ન લીધો કારણ કે મઝલુમા બીબી હઝરત ફાતેમા ઝેહરા (સ.અ.) અલ્લાહ સર્વશક્તિમાન તરફ આગળ વધ્યા હતા.અલ્લાહે મઝલુમને જઝા આપી હતી (સબ્ર કરવાના લીધે) અને ઝાલીમને સજા આપી હતી (ગસ્બ કરવાના લીધે). આથી અલી(અ.સ.) એ ઈચ્છતા ન હતા કે તે કઈપણ  પાછુ લે જે અલ્લાહે પેહલેથી ઝાલીમને સજા અને મઝલુમને જઝા દઈ દીધી હતી.

  • એલ્લુલ શરાએઅ પાના.૧૫૫ (શા માટે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ઘમડી ખલીફાઓં પાસેથી ફદક પાછો ન લીધો) પ્રકરણમાં.”
  • અવાલીમ અલ ઓલુમ ભાગ-૧૧ પાના.૮૬૬

બ.અલી(અ.સ.)એ  અયોગ્ય ખલીફાઓના નિર્ણયને બદલાવો જોઈતો હતો

ભૂતકાળના ખલીફાઓં અસક્ષમ હતા અને તેઓની પાસે મુસલમાનો ઉપર શાસન કરવા માટે જરૂરી ઇલ્મ ન હતું. જો અલી(અ.સ.) તેની જગ્યાએ હોત તો તેઓના ઘણા ચુકાદાને પાછા ફેરવી નાખ્યા હોત જેમકે તે એક મોટા ખુત્બામાં  સ્પષ્ટ રીતે કહે છે કે જો મને હુક્મ કરવામાં આવ્યો હોત કે મકામે ઈબ્રાહિમને એ જગ્યા ઉપર પુનઃસ્થાપિત કરવામાં આવે જ્યાં અલ્લાહના પયગંબર(સ.અ.વ)એ મુક્યો હતો. અને  ફદક ફાતેમા(સ.અ.)ને વારસામાં પાછો આપી દેવામાં આવે……(અને ઈમામ(અ.સ.) ભૂતકાળના ખલીફાની ઘણી બધી ભયંકર ભૂલો અને બિદઅતોની યાદી બયાન કરે છે.) લોકો મને છોડી દેશે (અને મારી વિરુદ્ધ બળવો કરશે)

  • અલ કાફી ભાગ-૮ પાના.૫૮-૬૩ અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના ખુત્બામાંથી

સ્પષ્ટરીતે,ફદક પાછો ન લઈને. અલી(અ.સ.)એ અલ્લાહની પવિત્ર જઝા અને સજા(મઝલુમ અને ઝાલીમ માટે )  હંમેશા મળતી રહે તેની ઈચ્છા કરી.ઉપરાંત, આપ(અ.સ.) તેમની ફોજમાં બળવાથી સાવધ હતા જે આપને અયોગ્ય ખલીફાઓંથી વારસામાં મળેલી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*