જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

વાંચવાનો સમય: < 1 મિનિટ

હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે

  • સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને
  • અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે

જવાબ:-

આ બંને દલીલો અસંખ્ય ઉદાહરણોને જોતાં પાયાવિહોણી છે જ્યારે કે સહાબાઓએ વહીનું ઉલ્લંઘન કર્યું હતુ અને સ્ત્રીઓ સાથે તિરસ્કારપૂર્વક વર્તન કર્યું હતું.

હકીકતમાં, તેઓ આમ કરવાની પ્રથમ તકની રાહ જોઈ રહ્યા હતા, જેવી રીતે આ વર્ણન બતાવે છે કે

અબ્દુલ્લા ઇબ્ને ઉમર વર્ણવે છે:

પયગંબર (સ.અ.વ.)ના સમયમાં અમે અમારી વાણીમાં(બોલવામાં) સાવધાની રાખતા હતા તેમજ સ્ત્રી પર હાથ ઉપાડવા માટે અમારા હાથોને રોકી રાખતા કારણ કે અમોને ડર લાગતો હતો કે અમારી વિરુદ્ધ કોઈ આયત નાઝીલ થઈ જશે.

પરંતુ જ્યારે પયગંબર (સ.અ.વ.)આ દુનિયાથી રેહલત પામ્યા, ત્યારે અમે અમારી વાણી (બોલવામાં)  તેમજ સ્ત્રી પર હાથ ઉપાડવા બાબતે કોઈ સાવધાની ન વર્તતા હતા.

સહીહ બુખારી,- ૬૭,હદીસ 121

સોનન ઇબ્ને માજાહ – ,૬,હદીસ 1701

ઉપરોક્ત બાબતથી એ સ્પષ્ટ છે કે સહાબીઓ તેમના સાચા રંગ બતાવવા માટે પયગંબર (સ.અ.વ.)ની વિદાયની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ફાતેમા ઝહરા (સ.અ.) પર હુમલો સહાબીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ તે બાબતને એકદમ સ્પષ્ટ કરતા ઘણા બધા કારણો અને દલીલો મૌજુદ છે.

Be the first to comment

Leave a Reply