કોણ મોટો ઝાલીમ છે? જ.ફાતેમા (સ.અ.)નો કાતીલ કે ઈ.હુસૈન (અ.સ.)નો કાતીલ?

વાંચવાનો સમય: 4 મિનિટ

હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા.

ખાસ કરીને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલમાંથી બે શખ્સીયતો જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) છે કે જેમને ઝાલીમો દ્વારા અવર્ણનીય તકલીફો અને મુસીબતોનો નિશાન બનાવવામાં આવ્યા છે.

ઝાલીમોએ આ બન્ને મઅસુમ હસ્તીઓને સતાવવામાં, તંઝ કરવામાં અને છેવટે શહીદ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી.

આપણે એ પૃથ્થકરણ કરવું જોઈએ કે કોણ મોટો ઝાલીમ છે? જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો કાતીલ કે ઈમામ હુસૈન (અ.સ.)નો કાતીલ?

અમો એક બનાવ ઉપર પ્રકાશ પાડીએ છીએ કે જેથી માપી શકાય કે બન્નેમાંથી કોણ મોટો ઝાલીમ હતો?

શીમ્રની કાયરતા:

મોહમ્મદ ઈબ્ને જુરૈર અલ તબરી પોતાના ઈતિહાસમાં નકલ કરે છે: શીમ્ર ઈબ્ને ઝીલ ઝોશન ત્યાં સુધી આગળ વધ્યો કે તે ઈમામ હુસૈન (અ.સ.)ના ખૈમા સુધી પહોંચી ગયો અને પોતાના ભાલાથી મારતા કહ્યું: મને આગ આપો જેથી હું આ ખૈમાને તેના રહેવાસીઓ સહિત બાળી નાખું.

આ સાંભળી, ઔરતો ચીસ પાડવા લાગ્યા અને ગભરાહટમાં ખૈમાની બહાર આવ્યા.

ઈમામ હુસૈન (અ.સ.)એ મોટા અવાજે કહ્યું: અય ઝીલ ઝોશનના દિકરા! તું આગ લગાવવા રહ્યો છો કે જેથી ખૈમાને મારા કુટુંબ સહીત બાળી નાખ? અલ્લાહ તને જહન્નમની આગમાં બાળે.

હમીદ ઈબ્ને મુસ્લીમ નકલ કરે છે: મેં શીમ્ર ઈબ્ને ઝીલ ઝોશનને કહ્યું: અલ્લાહના વખાણ છે, આ તને નથી શોભતું. શું તું બાળકો અને ઔરતોને કત્લ કરીને અલ્લાહનો ગઝબ ચાખવા માંગો છો? અલ્લાહની કસમ! હાકીમ તારાથી ફકત મર્દોને કત્લ કરવાથી રાઝી થઇ થશે.

પછી શીમ્રએ મને પુછયું કે તું  કોણ છે? મેં કહ્યું: હું નહિ બતાવું કે હું કોણ છું.

મેં આ અલ્લાહ માટે કહ્યું હતું અને હું ડરતો હતો કે તે હાકીમને મારી શિકાયત કરી દેશે.

તેથી શબસ ઈબ્ને રબીઅ, અલ્લાહ એના ઉપર લઅનત કરે, શીમ્ર પાસે આવ્યો, જે બીજા બધા કરતા સૌથી વધારે તેના હુકમોનું અનુસરણ કરતો અને કહ્યું: મેં આ પહેલા તારી પાસેથી આવી ખરાબ વાત નથી સાંભળી અને આ કરતા વધારે હલ્કી જગ્યા મેં તારા માટે નથી જોઈ કે જ્યાં તે તારી જાતને મુકયો છે. શું તે હવે ઔરતોને ડરાવવાનું શરૂ કર્યું છે?

આ સાંભળી શીમ્ર ઢીલો પડયો અને પાછો ફર્યો.

  • અબુ મખ્નફ અલ કુફીની વાકેએ અલ તફ, પા. 229
  • શૈખ અબ્બાસ અલ કુમ્મી (ર.અ.)ની બય્તઅલ અહઝાન, પા. 138

શીમ્ર એક મૂર્ખ, બુધ્ધિહીન અને બેશરમ શખ્સ હોવા છતાં તેણે શબસ ઈબ્ને રીબઈ દ્વારા રોકવાથી તેના હુકમને માન્યો અને તેને ખૈમાઓને બાળવાથી અટકી ગયો.

અલબત્ત, તે વ્યક્તિ કે જે શીમ્ર કરતા પણ વધુ બેશરમ હતો, તે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ઘરે આવ્યો, તેમને અને તેમના કુટુંબને બાળી નાખવાની ધમકી આપી, અને કેહતો હતો કે તેની કસમ જેના કબજામાં મારી જાન છે! તમે બૈયત કરવા ઘરની બહાર આવો, અગર ન આવ્યા તો હું તમો બધા સહિત આ ઘરને આગ લગાડી દઈશ.

કોઈએ તેને જણાવ્યું કે ફાતેમા(સ.અ.) દુખ્તરે રસુલ(સ.અ.વ.) અને તેમના બન્ને ફરઝંદો પણ આ ઘરમાં છે. પરંતુ હું (લેખક) ગવાહી આપું છું કે તે અટકયો નહિ, અને ન તો તેને શરમ આવી પરંતુ તેને જે કરવું હતું તે કર્યું (એટલે કે તેણે તે ઘરને આગ લગાવી દીધી).

  • શૈખ અલ તબરસી (ર.અ.)ની અલ એહતેજાજ, ભાગ-1, પા. 105

આ બનાવ અંગે એહલે તસન્નોની કિતાબોનો અભ્યાસ પણ કરો.

  • અલ મુસન્નફ, ભાગ-7, પા. 432
  • મિન્હાજુલ સુન્નહ, ભાગ-8, પા. 291
  • મિઝાનુલ અલ એઅતેદાલ, ભાગ-1, પા. 139
  • અલ વાફી બે અલ વફાયત, ભાગ-6, પા. 17
  • અલ ફર્ક બય્ન અલ ફેરક, પા. 107
  • અલ ઈસ્તેઆબ ફી મઅરેફત  અલ અસ્હાબ, ભાગ-3, પા. 975
  • અન્સાબ અલ અશ્રાફ, ભાગ-1, પા. 586
  • અલ ઇક્દ અલ ફરીદ, ભાગ-5, પા. 13
  • શરહે નહજુલ બલાગાહ, ભાગ-4, પા. 192
  • અલ મુખ્તસર ફી અખ્બાર અલ બશર, ભાગ-1, પા. 156
  • તારીખુલ ઓમમ વલ મુલુક, તારીખે તબરી તરીકે પ્રખ્યાત, ભાગ-3, પા. 202
  • અલ મેલલ વલ નેહલ, ભાગ-1, પા. 59
  • કિતાબુલ અમ્વાલ, પા. 131
  • અલ ઈમામહ વલ સિયાસહ, ભાગ-1, પા. 18

અને જનાબે ફાતેમા(સ.અ.) ઉપર ઝુલ્મ કરનારાઓ આટલા બધા બેશરમ હતા કે જેઓ જંગોમાંથી ફરાર કરતા હતા અને રાત ઓ રાત  પોતાને ‘વિજેતા’ જાહેર કરવા લાગ્યા જેમકે આ બનાવ બતાવે છે:

“અને અમીરૂલ મોઅમેનીન(અ.સ.) પાસે કોઈ મદદગાર કે તેમનો બચાવ કરનાર ન હતું સિવાય કે જે ઝુબૈરના બારામાં વર્ણન થયું છે કે જ્યારે ઝુબેરે એક સમૂહને જોયો કે જે અલી(અ.સ.)ને તેમના ઘરેથી ખેચીને  લઈ જતા હતા ત્યારે તેણે પોતાની તલ્વાર ખેંચી અને કહ્યું: અય બની અબ્દુલ મુત્તલીબના કબીલા! અલી(અ.સ.)ને આવી રીતે લઈ જવામાં આવે છે અને તમે જીવતા છો? પછી તેણે હ.ઉમર તરફ રૂખ કર્યો અને પોતાની તલ્વાર ઉપાડી કે જેથી તેના ઉપર વાર કરે. ત્યારે ખાલીદ બિન વલીદે ઝુબૈર ઉપર એક પથ્થર ફેંકયો કે જેથી તેની તલ્વાર પડી ગઈ. પછી હ.ઉમરે તેની તલ્વાર ઉપાડી અને પથ્થર દ્વારા તોડી નાખી.” (બેહારૂલ અન્વાર, ભાગ-28, પા. 229)

જ ઝેહરા સ.અ પર થયેલા ઝુલ્મો એ કરબલા ના બનાવનો પાયો નાખ્યો

કોણ વધારે ઝાલીમ હતો તેનો બીજો જવાબ હદીસો માં જોવા મળે છે. તે બાબતે સ્પષ્ટ હદીસો જોવા મળે છે કે જ.ફાતેમા ઝેહરા(સ.અ.)ના ઘર પર થયેલા હુમલા એ આલ એ મોહમ્મદ(અ.મુ.સ.) પર થનારા તમામ ઝુલ્મોનો પાયો નાખ્યો કે જેમાં કરબલાના બનાવનો પણ સમાવેશ થાય છે.

મુફઝ્ઝલ ઇબ્ને ઉમરે (ર.અ) ઈમામ સાદિક(અ.સ.)ને સવાલ કરે છે: “એ ફરઝંદે રસૂલ(સ.અ.વ.) દુશ્મનો તરફ થી થયેલા ઝુલ્મોમાંથી કયો દિવસ તમારા માટે સૌથી વધારે મુશ્કિલ હતો?”

ઈમામ(અ.સ.)એ ફરમાવ્યું: “કરબલાના દિવસથી વધીને અમારા માટે કોઈ વધુ સખ્ત દિવસ નથી અલબત તે સકીફા અને અલી(અ.સ.) અને ફાતેમા(સ.અ.) અને ઈમામ હસન(અ.સ.) અને ઈમામ હુસૈન(અ.સ.) અને જ.ઝ્યનબ(સ.અ.) અને જ.ઉમ્મે કુલસુમ(સ.અ.) અને જ.ફીઝ્ઝા(સ.અ.)ના ઘરને સળગવાનો દિવસ તથા એક લાત વડે જ.મોહસીન(અ.સ.)ની શહાદતનો દિવસ તેના કરતા પણ વધારે તકલીફદાયક હતો કારણ કે તે દિવસે જ કરબલાના દિવસનો પાયો નખાય ગયો હતો. (હિદાયત અલ કુબ્રા પા ૧૧૭ )

આ અને આ પ્રકારની બીજી હદીસો સ્પષ્ટ પણે સાબિત કરે છે કે જ.ફાતેમા ઝેહરા(સ.અ.)ના કાતિલ મોટો ઝાલીમ હતો કે જેણે કરબલાનો પાયો નાખ્યો હતો.

કોણ મોટો ઝાલીમ છે?

ઉપરોક્ત દલીલોના આધારે મોટો ઝાલીમ કોણ છે તે પારખવા માટે નિષ્ણાંત હોવાની જરૂર નથી.

જયારે શીમ્રને ખૈમાને આગ લગાવવાથી અને નિ:સહાય ઔરતો અને બાળકો ઉપર ઝુલ્મ કરવાથી ચેતવવામાં અને રોકવામાં આવ્યો ત્યારે તે અટકી ગયો ત્યાં સુધીકે ઈમામે હુસૈન(અ.સ.) જીવંત હતા.

અલબત્ત્, જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ના કાતીલે કોઈ પસ્તાવો કે ઈન્સાનીય્યત ન દાખવી. તેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરની ઔરતો અને બાળકોને નિશાન બનાવ્યા. તેણે ન જન્મેલા મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ને પણ ન છોડયા. તે પોતે એકલા ઘર સળગાવવા મશ્ગુલ ન હતો પરંતુ તેણે એક ટોળુ ભેગુ કર્યું હતું જાણે કે એક મોટું ફઝીલતવાળું કાર્ય જમાતથી અંજામ આપવાનું હોય!!!!!!!!!!!!!!!

ઉપરોક્ત ચર્ચાના અંતે અક્કલ તે નિર્ણય કરે છે કે જ.ફાતેમા ઝહરા(સ.અ.)નો કાતીલ મોટો ઝાલીમ હતો. તેથી તેમાં કોઈ શંકા નથી કે જ.ફાતેમા ઝહરા(સ.અ.)નો કાતીલ કયામતના દિવસે ખુબજ ઝલીલ અને સખ્ત અઝાબને પાત્ર હશે.

Be the first to comment

Leave a Reply