શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટ

તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.

 

તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે:

  1. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં તેમજ પેહલા ખલીફાના સમયમાં તેમજ બીજા ખલીફાની શરૂઆતના સમયમાં તે પ્રચલિત ન હતી.
  2. તે બિદઅત છે.
  3. મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝો ફુરાદા અદા કરવાની હોય છે.

 

તરાવીહ: 

તરાવીહ એતરવીહશબ્દનું બહુવચન છે કે જેનો અર્થબેસવુંથાય છે. આ એ અન્ય નાફેલા નમાઝ બાદની નાફેલા નમાઝ છે કે જે રમઝાન મહીનાની ચાર રકાત આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તેને તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા કે જે બાજમાઅત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.

(બેહારૂલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,

શરહ અલ ઝરમની, ભાગ-1, પા. 237, અલ નીહાયા, ભાગ-1, પા. 274 ,લેસાન અલ અરબ)

 

પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં તરાવિહનું અસ્તિત્વ ન હતું.

 

સુન્ની ઓલમાઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)ની સુન્નતથી તરાવીહનું ખરાપણું સાબીત નથી કરી શકતા. તેઓ બધા એકમત છે કે તેને હ.ઉમર બીન અલખત્તાબે 14 હીજરીમાં પોતાના ખીલાફત દરમ્યાન શરું કરી. તે ન તો પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં હતી ન અબુ બક્રના ખીલાફત દરમ્યાન હતી.

 

હ.ઉમરે તેને અદા કરવાનો હુકમ પોતાની અટકળે આપ્યો. તેણે કબુલ કર્યું કે તે એક બીદઅત છે પરંતુ એક સારી બીદઅત. રસપ્રદ વાત એ છે કે તે જાતે (પોતે) બાજમાઅત તરાવીહ અદા કરવામાં નિયમિત ન હતા પરંતુ તેને ઘરે ફુરાદા પઢતા હતા. આ તથ્યને કસ્તલાની, ઈબ્ને કુદામા, કલકર ક્ધદી જેવા નામાંકિત સુન્ની ઓલમાએ (વિધ્વાનોએ) પ્રગટ કર્યું છે.

 

ઈ. સહહાબ કહે છે: પવિત્ર પયગમ્બર વફાત પામ્યા અને આ જ રીતે હ.અબુબક્ર અને હ.હ.ઉમરની ખિલાફતના આરંભકાળ સુધી ચાલ્યું.                                                                                                    (સહીહ બુખારી, ભાગ-1, પા. 343)

 

કસ્તલાનીએ નોંધ્યું: હ.ઉમર આ નમાઝને બિદઅત કહેતો હતો. કારણકે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ આ નમાઝને બાજમાઅત પઢવાનો હુકમ આપ્યો ન હતો. હ.અબુબક્રના ઝમાનામાં તે રાત્રીના પહેલા ભાગમાં પઢવામાં ન્હોતી આવતી તે પણ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના સમયમાં જે નમાઝ અદા કરવામાં આવતી તેમાં આટલી રકાત ન હતી.

(ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 657)

 

ઈ. કુદામા કહે છે: તરાવીહનો સંબંધ હ.હ.ઉમરથી જ્યારથી તેણે તેને ઉબે ઈકાબને બાજમાઅત અદા કરવા કહ્યું અને તેણે તેમ કર્યું.                                                                                                   (અલ મુદાની, ભાગ-2, પા. 166)

અલ અયનીનો મત: હ.ઉમર તેને બિદઅત કહે છે કારણકે પયગમ્બરે તેને સુન્નત તરીકે સ્થાપિત કરી ન હતી. અબુ બક્રની ખિલાફતના કાળમાં પણ તેના પર અમલ થતો ન હતો.           (ઉમદા અલ કારી, ભાગ-11, પા. 126)

 

કલકરા ક્ધદી ઉમેરે છે: હ.ઉમરના પોતાના કાર્યોમાંથી તરાવીહનું સ્થાપના કરવું છે કે જે રમઝાન મહીનામાં પેશ ઈમામ સાથે અદા કરવામાં આવે. આ હી.સ. 14 માં કરવામાં આવ્યું.

(મસર અલ અનાફાહ ફી મઆલીમ અલ ખીલાફા, ભાગ-2, પા. 337)

 

અલ બારી, સુયુતી, સખતેવારી અને અન્યોએ પણ લખ્યું છે: તરાવીહની સુન્નતને પહેલીવાર સ્થાપિત કરનાર હ.ઉમર બીન ખત્તાબ છે. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે રમઝાનની નાફેલા પઢવાનો હુકમ હ.ઉમરની બીદઅતોમાંથી એક બિદઅત છે.

(મહઝેરાત અલ સવા’ઈલ, પા. 149, શર્હ અલ મવાકીફ)

 

ઈ. સાદ, તબરી અને ઈ. અસીર એ નોંધ કરી છે: આ હી.સ. 14 નો વાકેઓ છે જ્યારે પુરૂષો માટે એક ઈમામ અને સ્ત્રીઓ માટે એકની નિમણુંક કરી હતી.

(તબકાતે ઈ. સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-2, પા. 41, ઈબ્ને જવઝી દ્વારા તારીખે હ.ઉમર બી. ખત્તાબ, પા. 52)

 

અલ બારી, ઈબ્ન અલ તીન, ઈબ્ને અબ્દ અલ બહા કહલાની અને ઝરકાનીએ આ વિષે નોંધ્યું છે કે કહલાની હ.ઉમરના શબ્દો (આ બીદઅતે હસનાહ છે) વિષે કહે છે: અગર કોઈ વસ્તુ બિદઅત હોય તો તે પસંદગીપાત્ર કે સારી ન હોઈ શકે. તે હંમેશા વિષયાંતર (ઝલાલત, ગુમરાહી)નો અર્થ આપશે.

(સુબુલ અલ સલામ, ભા.2, પા. 10, અલ મુજતહીદ ભા.1, પા. 210, શર્હ ફરકાની, અલ મુનસીફ, ભા.5, પા. 264)

 

તરાવીહની શરૂઆત (આરંભ)

ઈ. સહેહાબ, ઉરવા બી. ઝુબૈર, અબ્દુલ રેહમાન બી અબ્દુલ કારીથી રિવાયત છે કે:
અમો હ.ઉમર બીન ખત્તાબ સાથે રમઝાનની રાત્રીઓમાં મસ્જીદમાં સાથે ગયા. લોકો પોતાની ફુરાદા નમાઝમાં મશ્ગુલ હતા અને કેટલાક પોતાના કબીલાવાળાઓ સાથે વ્યસ્ત હતા. આ જોઈ હ.ઉમર બીન ખત્તાબે કહ્યું: હું જો તેમને એક પેશ ઈમામ સાથે કરી દઉ તો તે સારૂ થશે. પછી તેણે ઉબે ઈ. કાબને તેમના પેશ ઈમામ તરીકે પસંદ કર્યો. બીજી રાત્રે અમો મસ્જીદમાં ગયા તો જોયું કે લોકો બાજમાઅત તે નમાઝ અદા કરી રહ્યા છે. હ.ઉમરે કહ્યું: આ પ્રશંસનિય બિદઅત છે. અગર આ લોકો રાત્રીની ઉંઘ પછી ઉઠીને આ નમાઝ પઢે તે રાત્રીના પહેલા ભાગમાં પઢવા કરતા બેહતર છે.

(સહીહ બુખારી, ભા.1, પા. 342, અબ્દુલ રઝઝાક, ભા.4, પા. 285)

તરાવીહની રકાતના બારામાં વિભીન્ન મંતવ્યો:

તરાવીહ કે જેનો પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના જીવનકાળ દરમ્યાન કોઈ અંશ પણ મળતો નથી તેના બિદઅત હોવાના તથ્યને સાબિત કરવા તેની રકાતોના બારામાં પ્રવર્તતો ગુંચવાડો પણ સબુત છે.

 

પ્રચલિત માન્યતા વિસ (20) રકાતની છે પરંતુ ઘણા બધા વિદ્વાનો (ઓલમાઅ) તેને નકારી કાઢે છે. કહલાની, સુબુલ અલ સલામના લેખક તેને નકારતા ફરમાવે છે: વિસ (20) રકાતવાળી આ હદીસ સહીહ નથી. જો સહીહ હદીસની વાત કરીએ તો તે 11 રકાતની છે અને 20 વાળી બિદઅત છે.                                                                                                                                                                             (સુબુલ અલ સલામ, ભા.2, પા 11)

 

સુકાની નએલ અલ અવતારમાં કહલાનીને અનુવર્તીને મત આપતા તેને બિદઅત બતાવે છે. તેના મતે રમઝાનની નાફેલાનો ફતવો યા તો બાજમાઅત પઢવાનો યા ફુરાદા પઢવાનો મળે છે. માટે તેને તરાવીહ સુધી સીમીત કરવાનું કે ચોક્કસ રકાઅત પઢવાનું કે ચોક્કસ સુન્નત નમાઝ અદા કરવા સુધી સીમીત નથી.                                                                                                         (નએલ અલ અવતાર, ભા. 3 પા. 53)

 

અલ્લામા મજલીસી(અ.ર.) લખે છે: ઈબાદતનું ઉત્તમ પણ હોવા છતાં તેને એક ખાસ સમય અને તરીકાથી તેને મર્યાદિત કરવી અને તેને મુસ્તહબ ગણવું તે બિદઅત અને ગુમરાહી છે. કારણકે સુન્નીઓ તરાવીહને તાકીદભરી સુન્નત ગણાવે છે અને તેનું અદા કરવું મઝહબની આયત ચિન્હમાંથી બતાવે છે.

 

(બેહાલ અન્વાર, ભા. 29 પા. 51)

 

રમઝાનની નાફેલાની રકાત બારામાં વિસંગતતા:

સુન્ની ઓલમાઓ દરમ્યાન આ નાફેલાની રકાત બારામાં વિસંગતતા છે તેનું કારણ આ બારામાં તેઓ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)થી સીધી કોઈ કડી જોડી શકતા નથી. ઘણા સુન્ની ઓલમાઓના મત મુજબ 20 રકાત છે, અન્યોએ તેની રકાતની સંખ્યા વિવિધ રીતે નોંધી છે તેમાં 36 રકાત, 23 રકાત, 16 રકાત, 13 રકાત, 24 રકાત, 34 રકાત અને 14 રકાત જોવા મળે છે.

ઈબ્ને કદામા 20 કહે છે, નવઈએ 20 નોંધી છે, અબુ હનીફા એ 20, શાફેઈ 20, માલેકી 36, મોહમ્મદ બીન નસ્ર મઝી એ 11, કસતલાની એ 20, સરકશી, હનફી, બગવી, મવદી અને ઝુઝાએરીએ 20.

(અલ મુગની ભા.2, પા. 168, અલ મસબુત, ભા. 2, પા. 145, ઉમદા અલ કારી ભા. 11, પા. 127, અલ ઈખ્તીયાર ભા. 11 પા. 127, અલ તેહઝીબ ફી હીસ્કીલ શાફેઈ ભા. 2 પા. 368, અલ હાદી અલ કબીર ભા. 2 પા. 368)

 

શીઆ ઓલમા મુજબ તે પહેલી 20 રાત્રીઓમાં 20 રકાત છે અને આખર દસ રાત્રીઓમાં 30 રકાત છે અને વધારાની 100 રકાત કદ્રની રાત્રીઓમાં (19, 21, 23) જેની કુલ સંખ્યા 1000 ની થાય છે.

 

નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાની બાબતે વિવિધતા:

શાફેઈ નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાને મકરૂહ જાણે છે. જ્યારે અન્યોએ નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવાને સહીહ જણાવ્યું છે. આમ તરાવીહ વિષે સુન્ની ઓલમા એકમત નથી. ભલે પછી મોટાભાગનું વલણ બાજમાઅત પઢવાનું હોય.

 

સુન્ની ફકીહોનો મત:

અબ્દુર રઝઝાક ઈ. હ.ઉમરથી રમઝાનની નાફેલા બાજમાઅત ન બજાવવી જોઈએ.

 

તેણે મુજાહીદથી રિવાયત કરી છે કે એક વ્યકિત ઈબ્ને ઉમર પાસે આવ્યો અને કહ્યું: હું રમઝાનની નાફેલા બાજમાઅત અદા કરું છું. ઈબ્ને ઉમરે પુછયું: શું તું ઝીક્ર સાથે પઢે છે? તેણે કહ્યું: હા, ઈબ્ને ઉમરે કહ્યું: તો તું ગધેડા સમાન ચુપ છે. અહીંથી ચાલ્યો જા અને તારા ઘરે ફુરાદા આ નમાઝ પઢ (બાજમાઅતના બદલે)

(અલ મસબુત ભા. 1 પા. 144)

આજ પુસ્તકના બીજા ભાગમાં તેણે નોંધ્યું છે કે તહવીએ મોઅલ્લા, અબુ યુસુફ અને માલીકથી રિવાયત કરી છે કે આ લોકો એ મતના છે કે શકય હોય ત્યાં સુધી નાફેલા નમાઝ ઘરમાં અદા કરવી જોઈએ. શાફેઈ કહે છે: તરાવીહ ફુરાદા (એકાંતમાં) પઢવી જોઈએ જેથી તે આડંબર (દેખાડો) ન ગણાય.

 

તરાવીહ વિષે શીઆ ફકીહોનો ફતવો:

તમામ શીઆ ફકીહો નીરઅપવાદ રૂપે નાફેલા-મુસ્તહબ નમાઝોને બાજમાઅત અદા કરવું બિદઅત ગણે છે. સય્યદ મુર્તુઝા(ર.અ.) જાહેર કરે છે: જ્યાં સુધી બાજમાઅત તરાવીહનો પ્રશ્ન છે તે કોઈ શંકા વગર બિદઅત છે. આ અંગે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) એ આગમચેતિ (પેશનગોઈ) કરી હતી:

 

અય લોકો રમઝાન મહીનાની રાત્રીની નાફેલા નમાઝ બિદઅત છે.

(મનલા યહઝલ ફકીહ, ભા.2 પા. 137, રમઝાનની સલાતનું પ્રકરણ)

Be the first to comment

Leave a Reply