શું પૈસા અઝાદારીના મુલ્યને ઘટાડે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

અમૂક ‘પાક’ મુસલમાનો જયારે ‘અઝાદારી’ની વાત આવે તો પક્ષપાતી વલણ અપનાવે છે અને તેને પૈસા રહીત જોવા માંગે છે. જયારે અઝાદારીની વાત આવે તો તેઓ એવી દલીલ કરે છે કે અઝાદારીમાં એહલેબય્ત (અ.મુ.સ.) ઉપર ગીર્યા કરવામાં કોઈ પ્રકારના પૈસાનો સમાવેશ ન થવો જોઈએ કારણકે આનાથી અઝાદારી વેપાર થઈ જશે પરિણામે તેમાં ખુલુસ અને મુલ્ય બાકી રહેશે નહિ.

જવાબ:

ઘણા બધા કાર્યો જેમકે મર્હુમના કઝા રોઝા અને નમાઝો, પવિત્ર કુરઆનની તિલાવત, હજ્જ અને ઝિયારતની ટુર્સ વિગેરે પૈસા લઈને અંજામ આપવામાં આવે છે, એ અજીબ છે કે જયારે અઝાદારીમાં પૈસા વાપરવામાં આવે છે તો વિપરીત પ્રતિક્રિયા બતાવવામાં આવે છે. કોઈ પણ આ વિષયની રિવાયતોનો અભ્યાસ કરતા જણાય છે કે પૈસા સારી જગ્યાએ વાપરવામાં આવ્યા છે.

અલ્લાહ અઝાદારી ઉપર ખર્ચ કરવા ઉપર બદલો આપે છે:

અલ્લાહે અઝાદારીના રસ્તા ઉપર ખર્ચ કરનાર માટે અજીબો ગરીબ અજ્રનો વાયદો કર્યો છે. હદીસે કુદ્સીમાં અલ્લાહ નબી મુસા (અ.સ.)ને આશુરાના બારામાં કહે છે કે જે મુસલમાન ઉમ્મત માટે એક ખાસ એહમીય્યત ધરાવે છે જેના કારણે આ ઉમ્મતને તમામ ઉમ્મતો ઉપર ફઝીલત હાસીલ છે.

આશુરા બાબતે અલ્લાહ હઝરત મુસા (અ.સ.)ને વહી કરે છે કે:

કોઈ બંદો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દુખ્તર (સ.અ.)ના ફરઝંદની મોહબ્બતમાં પોતાના માલમાંથી ખાવા-પીવા, વિગેરે ઉપર એક દિરહમ નહિ ખર્ચે સિવાય કે હું તેના માટે આ દુનિયામાં ૭૦ દિરહમ વધારી દઈશ અને તેને માફ કરી દેવામાં આવશે અને તે જન્નતમાં હશે અને હું તેના ગુનાહોને માફ કરી દઈશ.

  • મુસ્તદરકુલ વસાએલ, ભા. ૧૦, પા. ૩૧૮,
  • મજમઉલ બેહરૈન, પા. ૪૦૩

અગર અઝાદારીમાં પૈસાનો સમાવેશ ખુલુસતાનો અભાવ અને રૂહાનીય્યતની કમી છે કે જેનો તેઓ દાવો કરે છે તો પછી અલ્લાહ અઝાદારી ઉપર ખર્ચો કરવા માટે આટલો અઝીમ સવાબ ન રાખતે.

ઈમામ (અ.સ.)એ અઝાદારી બરપા કરવા માટે પૈસા આપ્યા:

ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ વસીયત કરી કે તેમના માટે ૭ હજ્જની મૌસમ સુધી અઝાદારી કરવામાં આવે અને આપ (અ.સ.)એ તે અઝાદારી બરપા કરવા માટે પૈસા પણ આપ્યા.

  • તેહઝીબુલ એહ્કામ, ભા. ૯, પા. ૧૪૪
  • મન લા યહઝોરોહુલ ફકીહ, ભા. ૪, પા. ૨૪૪

આ બાબતે ઈમામ સાદિક (અ.સ.) પોતાના મઅસુમ વાલીદ, ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ના નકશે કદમ ઉપર ચાલી રહ્યા હતા.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

મારા વાલીદ (ઈમામ બાકીર અ.સ.)એ મને હુકમ આપ્યો: અય જઅફર! મારા માલમાંથી આટલી અને આટલી  રકમ અઝાદારી કરતી ઔરતોને આપજો જેથી તેઓ મારા ઉપર હજ્જની ૧૦ મૌસમમાં અઝાદારી કરે જયારે હાજીઓ મીનામાં હોય.

  • અલ કાફી, ભા. ૫, પા. ૧૧૭
  • મન લા યહઝોરોહુલ ફકીહ, ભા. ૧, પા. ૧૮૨
  • તેહઝીબુલ એહ્કામ, ભા. ૬, પા. ૩૫૮
  • વસાએલુશ્શશીઆ, ભા. ૧૭, પા. ૧૨૫

મઅસુમ અઈમ્માહ (અ.મુ.સ.) અઝાદારીમાં ખુલુસતા અને કબુલીય્યતની શ્રેષ્ઠ નિશાનીઓ જાણે છે. અગર અઝાદારી માટે પૈસા ખર્ચ કરવા અથવા માંગવા ટીકાપાત્ર હોત તો ઇમામો (અ.સ.)એ તેને રોક્યું હોત, બલ્કે ઈમામ (અ.સ.)એ તો પોતાની હયાતીમાં પૈસા ખર્ચીને તેને પ્રોત્સાહન આપ્યું છે.

સ્પસ્ટપણે શંકા કરનારાઓને કોઈ હક્ક નથી કે તે નક્કી કરે કે કઈ બાબત અઝાદારીને અજ્રપાત્ર બનાવશે. તદઉપરાંત, તેઓનું અઝાદારી ઉપર શંકા કરવું પણ શંકાસ્પદ છે, જયારે તેઓને મર્હુમ માટે નમાઝો, રોઝા અને કુરઆનની તિલાવતમાં પૈસાના સમાવેશમાં અને અન્ય કાર્યો જેમકે હજ્જ અને ઝિયારત માટે પૈસા લેવામાં કોઈ સમસ્યા દેખાતી નથી પરંતુ અઝાદારી ઉપર ખર્ચ કરવામાં વિપરીત પ્રતિક્રિયા બતાવે છે જયારે કે આ પૈસા સારી જગ્યાએ ખર્ચ થાય છે જેમકે અલ્લાહનો વાયદો છે અને મઅસુમ પ્રતિનિધિઓ (અ.મુ.સ.)ની સુન્નત છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*