જે લોકો પયગંબર(સ.અ.વ.) અને તેમના પવિત્ર વંશ પર ગીર્યા(શોક) કરે છે કયામતમાં તેઓના દરજજાઓ જોઈને લોકો તેમની ઈર્ષા કરશે.
આ વિષય પર સ્પષ્ટ રિવાયત ઉપરોક્ત દરજજાઓના બારામાં રજુ કરીએ છીએ.
અનસ બિન માલીક પવિત્ર પયગંબર(સ.અ.વ.)થી રિવાયત રજૂ કરે છે:
મારી ઉમ્મતના ગરીબ લોકો કયામતમાં ઉઠશે ત્યારે તેઓ લીલા કપડાં, મોતી અને માણેકથી વણાયેલા દોરાઓથી શણગારેલા (પોશાક પહેરેલા)હશે અને તેમના હાથમાં નૂર પ્રકાશીત થતું હશે અને મીમ્બર પરથી બોલતા હશે.
જ્યારે પયગંબરો તેમની પાસેથી પસાર થશે, ત્યારે તેઓ કેહશે – આ ફરિશ્તાઓમાંથી છે અને જ્યારે ફરિશ્તાઓ તેમની પાસેથી પસાર થશે, ત્યારે તેઓ કહેશે – આ પયગંબરોમાંથી છે.
ત્યારે આ લોકો કેહશે: અમે ન તો ફરિશ્તાઓ છીએ અને ન પયગંબર, બલ્કે અમે મોહમ્મદ(સ.અ.વ.)ની ઉમ્મતમાંથી ગરીબ લોકો છીએ.
તેઓ પૂછશે: તમે આ દરજ્જા સુધી કઈ રીતે પહોચ્યા ?
તેઓ જવાબ આપશે: અમારા આમાલ મોટા ના હતા, અમે ન તો દિવસોમાં રોઝા(મુસ્તહબ) રાખતા હતા અને ન તો રાત્રિઓમાં નમાઝ (નમાઝે શબ) માટે ઉઠતા હતા. જો કે, અમે પાંચ વાજીબ નમાઝ અદા કરતાં હતા અને જ્યારે અમે મોહમ્મદ(સ.અ.વ.)નો ઝીક્ર સાંભળતા ત્યારે અમારા ગાલ પરથી અનરાધાર આંસુ વેહતા હતા.
મુસ્તદરક અલ-વસાએલ ભાગ ૧૦, પેજ ૩૧૮
બેહાર અલ-અનવાર ભાગ ૭૨, પેજ ૪૮.
પયગંબર(સ.અ.વ.) અને તેમની એહલેબૈત (અ.મુ.સ.) પર ગમની ટીકા કરવાને બદલે, શંકાશીલ લોકોએ અસંખ્ય રિવાયતો પર ચિંતન અને મનન કરવું જોઈએ કે જે ગમ(ગીર્યા)ને જાએઝ (સહીહ) સાબિત કરે છે અને ગીર્યા કરનારા લોકોના ઉચ્ચ દરજ્જાને માન્ય ઠેરાવે છે.
Be the first to comment